Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 61
________________ પર ળાવ્યું. આથી શુક્ર અને શુકીને પણ આમ્રફળ પ્રભુ આગળ ધરવાની રૂચી થઈ, અને એક ફળ તે સ્ત્રીને આપ્યું જે લઈ તેણે પરમ ભક્તિથી પ્રભુ આગળ ધર્યું. પછી તે શુક પણ ચાંચમાં આમ્રફળ લઈ આવ્યું, અને ફળ પ્રભુ પાસે મુકી છે કે, અમે તમારી સ્તુતિ જાણતાં નથી, પણ ફળ અર્પણ કરવાથી જે ફળ થતું હોય, તે અમને થાઓ. પેલી શુદ્ધ પ્રણામવાળી ગરીબ સ્ત્રી આયુષ્ય ક્ષય થતાં મૃત્યુ પામી. જીનપ્રભુને ફળ ધરવાના પુણ્યથી દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થઈ. પેલે શુકપલિ મૃત્યુ પામી, ગધીલા નગરીના સુરરાજાને ઘરે રતાદેવીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે શુકને જીવ રાણીના ગર્ભમાં આવ્યા પછી, તે ઉત્તરોત્તર શરીરે દુબળી થતી જોઈ રાજાએ પૂછ્યું, તમને જે દેહદ થયે હેય તે કહે. તે સાંભળી રાણી બેલી, મને અકાળે આમ્રફળ ખાવાને દેહદ થયે છે, તે તમે કેમ પૂર્ણ કરશે? રાજા વિચારમાં પડયે કે, આ અકાળે થયેલે દેહદ કેમ પૂર્ણ કરે, અને નહિ કરું તે સ્ત્રી મૃત્યુ પામશે. પેલી દરિદ્ર સ્ત્રી, જે દેવ થઈ છે, તેણે અવધિ જ્ઞાનથી જાણું લીધું કે, પેલે શુક પક્ષી તે રાણીના ગર્ભમાં પુત્રણે ઉત્પન્ન થયે છે. તેણે પૂર્વ ભાવે ફળ આપી મારાપર ઉપકાર કર્યો છે, તે હું ત્યાં જઈ તેના મને રથ પૂર્ણ કરૂં. આ પ્રમાણે ચિતવી તેણે સાર્થવાહને વેષ લઈ ત્યાં આવી, આમ્રફળને ટેપલે ભરી સમિપે મૂક્યું. રાજાએ પૂછ્યું, ભદ્ર! તમે અકાળે આમ્રફળ ક્યાંથી મેળવ્યાં? તે સાંભળી તે દેવ બે, આ ૨નાદેવીના ગર્ભમાં જે પુત્ર આવેલ છે, તેના પુણ્યથી મને તે પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68