Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી .
pageIg@១១ggggggggggggggggdea
Ibliebre los
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪s
કીમાનું વીરવિજયજી કૃત, ટ પ્રકારી પૂજા.
અર્થ વિવેચન સાથે તૈયાર કરનાર, પ્રસિદ્ધ વક્તા સુનિ ચારિત્રવિજયજી,
Stredoeloeloeloeteladostoeleetoeloelodecodeedodol
છપાવી પ્રસિદ્ધ કર્તા, શ્રી સાર૩-વ"થળી જેને વિદ્યાશાળા,
m/@B/htmS[PDFnm[ [[oToTo@[m[oW SYBછYog[poe@Y@ D[09fo@fo@[D BYoછYo6Y08 Yest
વીર સંવત ૨૪૪૧. વિક્રમ સંવત ૧૯૭૧,
ઈસ્વીસન ૧૯૧૫
Joog
પાલીતાણા, ધિ શ’ભુ પ્રિન્ટિગ પ્રેસમાં શભુશ કર જગજીવને છોચ્ચું',
કિંમત રૂા. ૧-૪-૦,
d e doelen todo el
ගල.ගගගගගගගගගැලසුගගලගගගගගගගගකිම්-අලගල්ල " င့် မှ န်း ရှိမရှိ နေ့စဉ် မှ လို
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
ਚ ਤ
ਤ ਵਲੂੰਡ ਭਠਿ ਨੂੰ ਛਡ ਭਡ ਟ ਟ੍ਰੈਕ ਵਰ ਦੇਊਂਡ ਵਰਡ ਨੂੰ કવિ શ્રીમાન વીરવિજયજી કૃત,
અષ્ટ પ્રકારી પૂજા.
અર્થ વિવેચન સાથે તૈયાર કરનાર, પ્રસિદ્ધ વક્તા મુનિ ચારિત્રવિજયજી.
છપાવી પ્રસિદ્ધ કર્તા, શ્રી સોરઠ-વંથળી જૈન વિદ્યાશાળા,
છે વીર સંવત ૨૪૪૧.
વિક્રમ સંવત ૧૭૧ છે
ઈસ્વીસન ૧૯૧૫
પાલીતાણું, ધિ શણુ પ્રિન્ટિંગ પ્રેસમાં શભશકર જગજીવને છાપ્યું. હું
કિંમત રૂા. ૦-૪-,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
ભક્તિ એ એક મનુષ્ય જીવનને પવિત્ર વસ્તુ સાથે ઐક્યતા કરાવનારી ચીજ છે. દુનિયાના નિખિલ ધમની પ્રગતિ ભક્તિદ્વારાજ થયેલી જોવામાં આવે છે. ઈષ્ટ, એ એક અપૂર્વ શક્તિ દરેકે માનેલી છે, જે શક્તિને શાક્ષી રાખી, અથવા જે શક્તિના સન્મુખ રહી, તે શક્તિને પ્રાપ્ત કરવા અથવા અનુકરણ કરવાતેના જેવું બનવા મનુષ્યનું મુખ્ય કર્તવ્ય મનાયેલું છે. લઘુતાની ઉત્પાદક અહંકાર–મદની મર્દક એજ શક્તિ છે. સૃષ્ટિમાં અનીતિ તરફ પ્રવૃત્તિ, એ સ્વાભાવિક છે. તે પ્રવૃત્તિને અટકાવનાર જે હય, તે તેજ શક્તિ છે. આ શક્તિ માતામાં, પીતામાં, ગુરૂમાં, રાજામાં અને તે દરેક કરતાં શ્રેષતર પરમાત્મામાં મનાએલી છે. જેમાં એ ભાવના નથી, તેઓ નિર્દય, નિષ્ફર, હદય વિનાના અથવા નાસ્તિકની પંક્તિમાં મુકાએલા હોય છે, એવાઓ સદા અવિશ્વસનિય અને દુર હોય છે. મન ઉપર એક એવા ભયની જરૂર છે, કે જે ભય સર્વોપરી અનિવાર્ય સતત સર્વત્ર હવે જોઈએ, કે જેના વડેજ મનુષ્ય પોતાના જીવનને સંયમમાં રાખી શકે છે. ઉપાસના ઉપાસ્યને પ્રસન્ન કરવા તેથી જ ઉપાસકેએ સ્વીકારેલી છે. જેને માટે ભાર મુકીને અનેકવા અનેક શાસ્ત્રોમાં–અનેક દર્શનેમાં સુદઢ રીતે લખાએલું છે. શાસ્ત્રો અને ઉપદેશકે જે કાર્ય નથી કરી શકતા તે કાર્ય ઉપાસના કરી શકે છે. ઉપાસના રજુથી બંધાએલા આબાલવૃદ્ધ ધર્મ સંસ્કાર પુટથી સતત રંગાએલા હોય છે, જે કંઈ પણ સમજતા નથી, જેઓ કંઈ પણ આ જીવનનું કર્તવ્ય જાણી શકતા નથી, તેવામાં પણ વર્ષના એક દિવસે ઉપાસનાને સ્વીકારે છે, આથી ભક્તિને વિષય અતિ ઉપયોગી, રમણીય, અને પવિત્ર સંસ્કાર ઉત્પાદક છે, એમ વાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ચકોને સ્વીકાર્યા વિના ચાલશે નહિ. જ્યારે બુદ્ધિ વિકાસ કાલનું સામ્રાજ્ય ચાલતું હતું ત્યારે તેની ન્યુનતા વખતે દેખાઈ હેય, પણ જેમ જેમ બુદ્ધિવિકાસની મંદતા થતી ગઇ, તેમ તેમ ભક્તિ વધારે વિકાસને પામતી ગઈ. એમાં કેટલાએક સ્વાર્થી, લાલચ ધર્મગુરૂઓએ આગ્રહ પેદા કરી, વિકાર ઉત્પન્ન કર્યો, જેથી ભક્તિના ઉપનામથી કલહે ઉત્પન્ન થયા. હાલ આ વાતને કેર મુકી ભક્તિ જ મનુષ્યના જીવનની ઐક્યતા પરમાત્મામાં કરાવનાર છે, એનેજ આપણુ પિષીશું.
ઉપાસના સાકાર ભાવનાની અપેક્ષા રાખે છે, જે આકાર કોઈ દ્રષ્ટિ આગળ મુકે છે, અને કેટલાએક હદયમાં ઉત્પન્ન કરે છે. દ્રવ્યથી ભાવની ઉત્પત્તિ થાય છે, એ માર્ગ સુચ્છું, અને મહામાન્ય મનાએ છે, તે વિના જેએ કરવા જાય છે, તેઓ ખેચી તાણીને કરતા હોય, તેમ માનવાને કારણ મળે છે. ભાવ પણ જ્યારે અમુક દ્રવ્યમાં અમુક વ્યક્તિમાં સમાપિત થાય છે ત્યારે જ તેને આનંદ અનુભવાય છે, તે આપને અંતિમ દિશા ન અર્પતાં આદિમાં આપ સ્વીકારી, તેને સમારેપિત ભાવમાં પેદા કરી અને ભાવમાં આનંદ માનવે એ, એક રીતે સ્વ-સ્વરૂપમાં આનંદના નજીક પહોંચવાની નીશાનીરૂપ છે, તેથી આ માર્ગ વધારે ઉત્તમ અને આદરણીય હેય, એમાં કંઈ આશ્ચર્ય નથી. શરૂઆતને કમ પણ એજ છે. પ્રાથમિક અવલોકનની અને શિક્ષણની પદ્ધતિ પણ તેમજ ચાલતી જોવામાં આવે છે.
જેમાં હાલ કેટલાએક વખતથી ત્રણ ફિરકાઓ જોવામાં આવે છે, તેમાં વેતાંબરી, દિગબરી, અને સ્થાનકવાસી. વેતાંબરી અને દિગબરી સાકારે પાસક છે, જે ઉપાસના બહુ ઉત્તમ પ્રકારે કરવામાં આવે છે, જેના હેતુઓ પણ ઘણા ઉંચા બતાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
માં આવ્યા છે; હેતુ પૂર્વક સમજીને કરાતી ઉપાસના યથાર્થ ફળને આપે છે.
પૂર્વકાળમાં લેકમાં સંસ્કૃત અને માથ્વીનું જ્ઞાન વિશેષ હેવાથી પૂજાના પ્રસંગે જે કંઈ બોલાતુ તે કલેકમાં અને ગાથાઓમાં બેલાતું હતું. પાછળથી જેમ જેમ તે જ્ઞાન મંદ થતું ગયું, અને તે સાથે મૂર્તિપૂજા નિષેધકેની ઉત્પત્તિ સાથે જોર વધ્યું, ભેળા લેક ભ્રમિત થવા માંડ્યા, ત્યારે તેજ પૂજાના રહસ્યને સમજાવનાર સંગીતમાં મહાન આચાર્યોએ પૂજાએ બનાવવાની શરૂઆત કરી. જ્ઞાનવિમળસૂરી, યશવિજયજી ઉપાધ્યાય, અને સકળચંદજી ઉપાધ્યાય એમણે એ કાર્યને સારા સ્વરૂપમાં ગતિમાં મુકાયું. તદનુસાર શ્રી વિજયલક્ષ્મી સૂરિ, અને શ્રી વીરવિજયજી મહારાજ જેઓ અઢારસેના સકામાં થયા, તેઓએ પણ તે કાર્યને સારી પુષ્ટિ આપી. તે પહેલાં અને તે વખતમાં તેમજ તે પછીના વખતમાં બીજા વિદ્વાને એ પણ જુદી જુદી જાઓ રચી. પદ્મવિયજી, ધર્મચંદજી, દેવચંદજી, મેઘરાજજી અને તે પછી હાલ ચેડા વખત પહેલાં શ્રી આત્મારામજી મહારાજ, અને શ્રી ગં. ભિરવિજયજી મહારાજ, શ્રી નીતિવિજયજી મહારાજ વગેરેએ પણ તેમાં વધારે કર્યો.
વીરવિજયજી મહારાજ જેઓ અઢારસેના સૈકામાં થઈ ગયા છે, જેઓનું વીચરવું ઘણા ભાગે ગુજરાતમાં થયેલું. અમદાવાદમાં જેઓએ ઘણું ચોમાસાં કરેલાં, વિદ્વતાના ગુણે કરીને જેન અને જૈનેતરમાં પૂર્ણ પ્રસિદ્ધિને પામેલા હોવાથી તેઓશ્રી જે ઉપાશ્રયમાં રહેતા હતા તે ઉપાશ્રયનું નામ પણ વીરવિજયજીને ઉપાઅય એવું નામ પડી ગયું. હજુ પણ તે ઉપાશ્રય તે નામથી ઓળખાય છે, અને તે ઉપાશ્રયમાં વીરવિજયજી મહારાજને પિતાને સંગ્રહ કરેલ પુસ્તક ભંડાર પણ હાલ વિદ્યમાન છે. આ મહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પુરૂષનું જીવનચરિત્ર મેળવવા ઘણે પ્રયત કરવામાં આવ્યું, જે જીવનચરિત્ર તેજ ઉપાશ્રયના ભંડારમાં છે, છતાં અંધશ્રદ્ધાળુઓ તરફથી તે મળવું દુર્લભ થઈ પડેલ છે. આ મહાત્માએ ઘણું સઝગાય, ઘણાં સ્તવને, દેવ વંદન, રાસાએ, ચઢાળીયાએ,
પાઈઓ ગુર્જર ભાષામાં કવિતારૂપે બનાવેલાં છે, જે ઉપરથી તે કાળની ગુજરાતી ભાષાનું અને કવિત્વ શક્તિનું અપૂર્વ જ્ઞાન તેઓ ધરાવતા હતા એમ સિદ્ધ થાય છે. આ વીરવિજ્યજી મહારાજે અષ્ટપ્રકારી, ચેસઠ પ્રકાર, નવાણુ પ્રકારી, બાર વતની, અને પીસતાળીશ આગમ વગેરેની પૂજાઓ બહુ સારી, સાદી ભાષામાં મનહર રાગરાગણુઓમાં, તેમજ દેશીમાં બનાવેલી છે.
આ જમાનામાં અંગ્રેજી કેળવણીના પ્રતાપે સમજણ વધવાથી હેતુ અને કારણે તેમજ ભાવાર્થ જાણીનેજ દરેક પ્રવૃત્તિ કરવી, એ માન્યતાને અગ્ર પદ અપાયું; જેથી અમારી ઈચ્છા એવી થઈ કે, વીરવિજયજી મહારાજની પૂજાએ બીજા આચા
ની પૂજા કરતાં હાલમાં વધારે ગવાય છે, તે તેના અર્થ અને ભાવાર્થ સમજાય તેવું એક પુસ્તક કરવાની જરૂર છે. આ ઉપરથી પ્રસિદ્ધવક્તા મુનિમાહરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજને વિનતિપૂર્વક આગ્રહ કરવામાં આવ્યુંતેઓશ્રીએ અમારા આગ્રહને સ્વીકાર કર્યો. આ મહાત્માશ્રીને પરીશ્રમ આપણે એ પ્રકારને જ હાલ જોતા આવીએ છીએ. સામાયક શું ચીજ છે, તે સમજાવવા ખાતર સામાયકસૂત્ર નામનું પુસ્તક દેશાઈ મેહનલાલ દલીચંદ મારફત બહાર પડાવ્યું, તેમજ પ્રભુ દર્શન કેવી રીતે કરવાં જોઈએ, તે સમજાવવા ખાતર જિન દેવદર્શનની પડી પણ બહાર પડાવવા મહેનત લીધી, તેમજ ચોસઠ પ્રકારી પૂજા, જે વીરવિજયજી મહારાજની જ કરેલી છે, તે અર્થ સાથે બહાર પડાવવામાં આ જ મુનિશ્રીને પ્રયાસ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
અને તેથી જ તેઓશ્રીએ ઉદાર દીલ દાખવી, અમારી વિનતિને સ્વીકાર કરી, વીરવિજય મહારાજની રચેલી અષ્ટ પ્રકારી પૂજા અર્થ વિવેચન સહીત તૈયાર કરી આપી, જે છપાવી બહાર પાડવા જૈન બંધુઓને જ્ઞાન વૃદ્ધિમાં લાભદાયક થઇ પડે તેવા ઉદેશથી અમે શક્તિવાન થયા. આ અષ્ટ પ્રકારી પૂજા વીરવિજય મહારાજે સંવત ૧૮૫૮ માં રચેલી છે, એટલે પ્રથમ શરૂઆતમાં આજ પૂજા રચવામાં આવી છે, તે પછી સંવત ૧૮૭૪ માં ચોસઠ પ્રકારી પૂજા, સંવત ૧૮૮૧ માં પીસતાળીસ આગમની પૂજા, સંવત ૧૮૮૪ માં નવાણું પ્રકારી પૂજા, સંવત ૧૮૮૭ માં બાર વ્રતની પૂજા અને સંવત ૧૮૮૯ માં પંચકલ્યાણકની પૂજા એ પ્રમાણે રચેલી છે.
અષ્ટ પ્રકારી પૂજા પહેલી રચેલી હોવાથી અમે પણ તે કમને વળગી રહીને જ અમારા તરફથી પ્રથમ તે પૂજા બહાર પાડીએ છીએ. અનુક્રમે તેવી રીતે બીજી પૂજાએ પણ છપાવી બહાર પાડવા ઇરાદે રાખીએ છીએ.
નવાણું પ્રકારી, પીયતાળીસ આગમ, પંચકલ્યાણક અને ચાસઠ પ્રકારી એ દરેક પૂજાએ પણ આણ પ્રકારી જ પૂજા છે. કેમકે તેમાં પણ આઠ દ્રવ્ય ઉપગમાં લેવાય છે, તે પણ તેઓમાં ભાવાર્થ જુદાજુદા પ્રકારને ભક્તિરસ ઉત્પન્ન કરવાને માટે ગ્રહણ કરેલ છે. નવ્વાણું પ્રકારની પૂજામાં તિર્થાધિરાજ શ્રી શેત્રુંજયગિરિનું અપૂર્વ વર્ણન બતાવવામાં આવ્યું છે. પીસતાળીસ આગમની પૂજામાં પીયતાળીસ આગમનાં નામ અને ટુંકામાં તે આ ગમમાં શું હકિકત સમાએલી છે, તેનું દિગ્દર્શન અને સાથે જ્ઞાનની ભક્તિ, જે જ્ઞાન સંપૂર્ણ તીર્થંકરમાં હોવાથી તીર્થંકરના આગળ ગાવા અને જ્ઞાનીની પૂજાથી જ્ઞાનની પૂજા હેઈ શકે છે, તે જણાવ્યું છે. પંચકલ્યાણકની પૂજામાં પાર્શ્વનાથ પ્રભુના પાંચે કલ્યાણકના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
વર્ણનને સમાવેશ કરવામાં આવ્યું છે. ચોસઠ પ્રકારી પૂજામાં અષ્ટકમના મૂળભેદ અને તેના ઉત્તરભેદ તેમજ તેના બંધનનાં કારણે ઘણીજ સરસ રીતે સમજાવવામાં આવેલ છે. આ પૂજાઓનું અધ્યયન યથાર્થ ધ્યાનપૂર્વક કરેલ હોય, તે કર્મગ્રન્થની ગરજ સારે તેમ છે, તેમજ આ અષ્ટ પ્રકારી પૂજામાં આઠ દ્રવ્ય, જે જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત નૈવેદ્ય અને ફળ એમ અનુક્રમ લેવામાં આવેલ છે. ભાવસહીત આવી રીતે પૂજન કરનાર થેડા વખતમાં સ્વસ્વરૂપને પામી શકે છે.
જળથી પ્રભુની પ્રતિમાને નહવરાવતાં પૂજ કે એ ભાવના ભાવવાની છે, કે જેમ આ જળથી દ્રવ્યમળને નાશ થાય છે, તેમ આ પૂજા કરતાં ઉત્પન્ન થયેલ ભાવ જળથી મારા કર્મમેલ નાશ પામે. ચંદન એ જાતે શીતળ છે, જે શીતળતા અર્પતાં પૂજકે ભાવવું જોઈએ કે, આવી ભાવ શીતળતા મારામાં આવે. કેસર વિગેરે ચંદનમાં મિશ્રણ કરવાનો રીવાજ જે સુધીની વૃદ્ધિ માટે હતું, તે હાલ ચંદન પૂજા ટળી કેસર પૂજારૂપ થઈ પડેલ છે, તે શોચનીય છે.
પુષ્પનું નામ સુમનસ છે, એટલે મારું મન સુહુ થાઓ, અથવા પુપમાં જેમ સુગંધી છે, તેમ મારે આત્મા શુદ્ધ ગુથી સુગધી થાએ એ વિચારવાનું છે.
ધૂપ સુધી અને ઉર્ધ્વગતિ ગમન કરે છે, તેમ ધ્યાનાગ્નિથી કર્મમળ નાશ કરી, મારે આત્મા ઉર્ધ્વગતિને પહેરો.
દીપક એ જેમ બાહી પદાર્થોને પ્રકાશ કરવામાં સાધનભૂત છે, તેમ આત્મામાં કેવળ જ્ઞાનરૂપી દિપક ચરાચર ભાવને પ્રકાશ કરનારે થાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
અક્ષતનું નામ જ અક્ષત છે, જેનું સ્વસ્તિક કરતાં એ વિચારવાનું છે કે, ચાર ગતિને નાશ કરી, જ્ઞાન, દર્શન, ચારિત્ર, મેળવી મેક્ષમાં મારી સ્થીતિ થાઓ, એટલે કે અક્ષય પદ પ્રાપ્ત થાઓ.
નેવેવથી એ વિચારવાનું છે કે, આવા અનેક પદાર્થોની લેલુણામાં આ જીવે અનેક પાપાચરણે સેવ્યા છે. આહારથી નિદ્રા પ્રમાદ અને ઇંદ્રિય વિકારોની ઉત્પત્તિ છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી ખેરાક છે, તે આવા અનેક પદાર્થો ઉપરથી મારી મમતા ટળે, મારામાં નિસ્પૃહિતા પ્રાપ્ત થાઓ, અને અનુક્રમે હું અને શરીરી બની સદાને માટે અનાહારીપણું પ્રાપ્ત કરૂં, એટલે મેક્ષ મેળવું.
ફળથી મોક્ષ ફળની પ્રાપ્તિ મેળવવાની છે.
આ અષ્ટ પ્રકારી પૂજામાં પૂર્વેક્ત ભાવાર્થ બહુ સરસ રીતે નીરૂપણ કરવામાં આવ્યું છે, અને કેવાં પવિત્ર દ્રવ્ય પૂજકે પૂજામાં વાપરવાં જોઈએ, તેનું વર્ણન તથા સ્વરૂપ સમજાવવામાં આવેલ છે. આમાં આઠ પૂજા છે, અને આઠ ગીત છે. પૂજા ગાઈ પૂજાનાં દ્રવ્ય ચડાવવાં, તે ચડાવતી વખતે ગીત ગાવાનું છે. ગીત પુરું થાય ત્યાં સુધી પૂજાના દ્રવ્યથી પૂજકે પૂજા કરવી, એટલે શાંતિપૂર્વક પૂજા કરવી, અને તે પૂર્ણ થયેથી બીજી પૂર જનાં દ્રવ્ય હાથમાં લઈ બીજી પૂજા ગાવી. એમ અનુક્રમે આઠ પૂજા અને આઠ ગીત રચવામાં આવેલ છે.
આ રીતે અષ્ટ પ્રકારી પૂજા કરતાં ભાવના ભાવવાની છે, અને તે પૂર્વોક્ત દરેક લાભ પુરી રીતે જેમણે મેળવ્યા છે, તેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પ્રભુના નામથી અરિહંત પ્રભુની પ્રતિમા આગળ ભાવવાથી ભાવના રૂહાત્મા ભાવનાથી ભાવિત થઈ ભાવરૂપે બની, તે પદને પ્રાપ્ત કરી શકે છે.
કીટક પણ જમર, એક ઐકયતાને લઈને થઈ શકે છે, માટે કીટક ભ્રમર ન્યાયે આત્મા પણ પૂજ્યની પૂજા કરતાં પૂજ્ય બની શકે છે.
છેવટમાં મુફ તપાસવામાં કંઈ પણ ભૂલ રહી ગઈ હોય, તે તે સુધારવા અને સૂચવવાની વાંચકોને નમ્ર વિનતિ છે.
પ્રસિદ્ધ ક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રકારી પૂજા.
પ્રથમ જળ પૂ.
દેહા. સરસ વચન રસ વરસતી, બંભી પ્રણમી જેહ, ભગવઈ ધુર વસુધાસુ, હું પણ પ્રણમું તેહ. ૧ શ્રી સંખેશ્વર શિર નમી, ભણું પૂજા વિચાર, અંગાદિક ત્રિક પૂજના, ઉત્તર અષ્ટ પ્રકાર. ૨ હવણ, વિલવણ, કુસુમની, ઇનપુર ધૂપ પ્રદીપ, અક્ષત, નૈવેધ, ફળ તણી, કરે અનરાજ સમીપ. ૩ ક્ષીરોદક ચીવર ધરી, તન મન વચ સંતેષ, ઉત્તરાસંગ સુવિધિ કરે, આઠ પડે મુખ કેશ ૪ પ્રથમ સુગંધ જળ ભરી, કનક કલશની શ્રેણી, નરનારી કર સંપુટે, ધરી હર્ષ ભરેણ. ૫ | ભાવાર્થ-મનહર વચનના રસને વરસતી, બ્રાહ્મી વાણી, કે જેને ભગવતિ સૂત્રમાં ભગવાન વસુધાત–ૌતમે પણ નમઅર કર્યા છે, હું પણ તેને નમું છું. ૧. શ્રી સંખેશ્વરને મસ્તક નમાવી, પૂજાના વિચારને હું ભણું છું, જે (પૂજા) અંગાદિ ભેદે કરી ત્રણ પ્રકારની છે, તેના ઉત્તર પ્રકાર આઠ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
(તે પૂજા) નાન, વિલેપન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ, એ આઠ પ્રકારે જનરાજ સમિપે કરવી. ૩.
ઉજવલ વસ્ત્ર ધારણ કરી, શરીર મન અને વાણીથી સંતોષ ધારણ કરી, ઉત્તરાસંગ (પૂજા સમયે પાસે રાખવામાં આવતું ઉપવસ્ત્ર) તેના વડે આઠ પડને મુખકેશ બાંધવે. ૪.
પ્રથમ સેનાના કળશની હાર સુગંધવાળા જળથી ભરી, પછી નર નારીએ-પૂજા કરવા આવેલાં સ્ત્રી પુરૂષ, પિતાના કર સંપુટ બે હાથની જોડાયેલી હથેળીમાં તે કળશ હર્ષવડે ધારણ કરવા. ૫.
વિવેચન-જાવ શુભ કાર્યના પ્રારંભમાં મંગળાચરણ કરવાને પરંપરોક્ત પ્રચલિત વ્યવહાર છે. આશિર્નમસ્જીયા, અને વસ્તુ નિર્દેશાત્મક મંગળાચરણ એ વિધિ ત્રણ પ્રકારના મંગળાચરણમાંનું આ નમસ્કારાત્મક મંગળાચરણ છે.
ભગવતિસત્રમાં ગતમ સ્વામીએ બ્રાહ્મી લીપીને નમસ્કાર કર્યો છે, તેથી અક્ષર વિન્યાસરૂપે રહેલી પ્રભુની જે વાણું શ્રુતજ્ઞાન તે નમસ્કાર કરવા લાયક છે. સરસ્વતી દેવી નામથી પ્રચલિત પ્રવાદમાં કેટલાએક સર સ્વતી નામની કોઇ દેવી માને છે, અને તેનું બારાધન નમસ્કાર કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એમ તેઓનું માનવું છે. તેમ ભલે છે, પણ તે દેવી શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી એક દેવી તરીકે વર્ણ, આપણે તે શ્રુતજ્ઞાનને નમસ્કાર કરવાનું છે, કે જે તે દેવીને પણ પૂજ્ય છે, અને તેથી જ ગ્રંથ કાએ બ્રહ્માણી લાપીને નમસ્કાર કર્યો છે.
અંગ પૂજ, અગ્ર પૂજા, ભાવ પૂજા, એ વિધિ ત્રણ પ્રકારની પૂજા છે. તેમાં જળ, ચંદન, પુષ્પ એ અંગ પૂજા છે, કેમકે તે પ્રભુને અને ચડે છે. ધૂપ અને દીપક પૂજાને માટે બે મત છે. કેટલાક આચાર્ય તેને અંગ પૂજામાં ગણે છે, કેટલાએક તેને અગ્રપૂજા ગણે છે. કેમકે તે પ્રભુની આગળ મૂકવામાં આવે છે. ભાવ પૂજા તે ચિત્ય વંદન, સ્તુતિ, સ્તવનને ગણવામાં આવે છે, અને અંગ પૂજ અમપૂજા કરતી વખતે જે અત્યંતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
હેતુ પ્રાપ્ત કરવા હયમાં ભાવના ભાવવામાં આવે અને આત્મગુણની નિ મળતા એટલે જેટલે અંશે કરવામાં આવે, તેને પણ ભાવ પૂજા કહી શકાય છે. કેટલાક લેકે પૂજા કરતી વખતે દેહ અથવા બીજું કઈ બેલે છે, તે તે બીલકુલ ઉચિત નથી. પૂજા કર્યા પહેલાં બેલી લેવું પણ કરતી વખત નહીં બલવું. અથવા કઈ ભાવના ભાવવી હેય, તે તેનું સ્મર્ણ મનમાં કરવું.
શંખેશ્વર ગામને વિષે રહેલા પાર્શ્વનાથ પ્રભુ તેથી તેનું નામ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ.
પૂજકે શીરોદક ચીવર એથી પૂજા સમય ઉજવેલ વસ્ત્ર પહેરવાં એ વધારે શ્રેષ્ઠ છે.
વિધિ સહિત ઉત્તરાસંગ કરી આઠ પડે મુખકેશ બાંધવો એમ જણાવેલ છે, તે ઉપરથી જણાય છે કે, ઉત્તરાસંગના છેડાનાંજ આઠ પડ કરી મુખ ઉપર બાંધવે. હાલમાં કેટલાએક રે માલથી મુખકેશ બધે છે, તે નવીન ચાલેલી પદ્ધતિ જણાય છે. | મુખકેશ બાંધવાને હેતુ એટલેજ છે કે, આપણા મુખમાંથી નીક. ળતો દુર્ગધને સ્પર્શ પ્રભુની પ્રતિમાને ન થાય. આ ઉપરથી પૂજા કરતી જ વખત મુખકેશ બાંધ એમ નહિ, પણ આપણુ મુખને નીકળતા ગંધ પ્રભુના મુખને સ્પર્શે તેવા સ્થળે ઉભા રહેવું હોય તે પણ મુકેશ વિના ઉભા રહેવું નહીં.
હાથી
(રાગ દે શાખ) વિશદ ગંદક, વાસિત કુસુમાદિકે, વળીય સુવાસના મહામહે ઇ મહમહે એ. ૧ જડિત મણિ માણિકે કળશ સેવનતણા, ભરિય ધરી હાથને સુર રહે એ, ઈ સુર રહે એ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
મેરૂ ગિરિ ઉપરે મેઘ વાહન કરે, હર્ષભર હિયડલે જળતણી એ, ઈયે જળતણ એ. ૩ જનતણું પૂજના દુરિત દુઃખ ધૂજના, દ્રવ્ય ને ભાવ ભેદે ભણુએ, ઈ ભેદં ભણુએ. ૪
ભાવાર્થ–પુષ્પાદિથી સુવાસત, નિર્મળ ગધદકથી વાસીત મગમગીત મણિ અને માણિકયે જડેલા સેનાના કળશ ભરી, દે હાથમાં ધરી રહ્યા હતા, અને મેરૂ પર્વત ઉપર તે દેએ, ઇએ હર્ષયુક્ત હદયથી એ જળની પૂજા કરી હતી, એવી જે દુરિત જે પાપ અને દુઃખને ધ્રુજાવનારી જીનરાજની પૂજા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે ભણું કહી છે.
વિશેષાર્થ—કેટલાક તદ્દન પંચામૃત વિના તદ્દન જળથીજ પૂજા કરે છે તે અનુચિત છે.
દેહા. જળ પૂજા જુમતે કરે, મેલ અનાદિ વિનાશ, જળ પૂજા ફળ મુજ હજો, માગે એમ પ્રભુ પાસ. ૧
ભાવાર્થ-જળ પૂજા યુક્તિથી કરે, જેનું ફળ મારા અને નાદિ મેલને વિનાશ થાઓ એમ શ્રી જન પ્રભુ પાસે માગે.
વિવેચન–જેવી રીતે હે પ્રભુ! જળ પ્રક્ષાલનથી આપની પ્રતિમાને અંગે રહેલો મેલ ધોવાઈ જાય છે, તેમ મારા આત્માની સાથે અનાદિકાળથી ચેતી ગયેલે કરપી મળ પણ ઘવાઈ શુદ્ધ બને, એ ભાવના ભાવવાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
અથ ગીત.
(અને હેજી –એ રશી.) સુરરાજ ક્યું ભવી, જળ પૂજા જુગતે કરે છે સુરરાજર્યું ભવિ, માગધને વરદામ, સનેહા સર દેવનઈ પરભાસનારે છે સુર | ક્ષીરદધિ શુચિ ઠામ છે સનેહા . ૧. સુર જળ પૂજા જુગતે કરે છે એ આંકણી I સુર અડવિધ કળશા જળ ભરી રે ! સુર૦ હવણુ કરે જેમ દેવ ! સનેહા સર૦ મે તેમ તીર્થોદક મેલીનેરે સુરો અરિહા હવણ કરેલ છે સનેહા ના ૨. સુર છે મિશ્રિત કેશર ઓષધિ રે સુર. | કર્મ પડેલ દૂર જાય છે સનેહા ! સુર૦ આત્મવિમળ કેવળ લહેરે છે સુર૦ | કારણે કારજ થાય છે સનેહા ના ૩ સુર૦ વિપ્ર વધુ જળ પૂજથીરે ને સુર. || સેમેસરી તસ નામ છે સનેહા સુર | જગ જસ શુભ સુખ સંપદારે સુર | પામી અવિચલ ઠામ સનેહા ૪સુર૦ છે.
ભાવાર્થ-ઇંદ્રની માફક ભવિઓ માગધ અને વરદામ દેવનદિ, પ્રભાસ તેમજ બીજા પવિત્ર ક્ષેત્રના નિર્મળ જળથી પૂજા કરે, અષ્ટવિધિ કળ જળથી ભરી જેમ દેવે કરે છે, તેમ તીર્થના જળે કરી અરિહંત પ્રભુને હવણ નાન કરવું (તે જળ) કેશર ઈત્યાદિ ઔષધિથી મિશ્રિત લેવું. એ વિધિ પૂજતાં કર્મનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
પડલ-થર દૂર જાય, આત્મા વિમળ બની કેવળજ્ઞાનને પામે, એમ કારણથી કાર્ય થાય. બ્રાહ્મણની સ્ત્રી જેનું નામ સેમેશ્વરી હતું તે જળની પૂજાથી જગતમાં જશ કલ્યાણ સુખ સંપત્તિ અને અવિચળ જ્યાંથી વિચલિત થવાપણું નથી એવું અનુક્રમે મુક્તિનું ધામ પામી છે.
વિવેચન–જળપક્ષાલનરૂપ કારણથી જે પ્રભુની પ્રતિમાના અંગે - હેલા મેલ દૂર થાય, તેમ આત્મા મળ રહિત નિષ્કષાય બને. અષ્ટવિધિ કળશોમાં સુવર્ણ, રૂપું, રજ, અને કૃતિકા અને એ ચારેનાં મિશ્રણવાળાં મળી આઠ પ્રકારનાં સમજવાં.
કથા–ભરતક્ષેત્રમાં બ્રહ્મપુર નામના નગરમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણની સ્ત્રી સોમેશ્વરી પિતાના શ્વસુરના શ્રાદ્ધ નિમિત્તે પવિત્ર જળને ઘડે ભરવા જતાં માર્ગમાં જીન મંદિર આવતાં, અને જીન પ્રભુની જળથી પૂજાનું ફળ મુનિંદ્રના મુખેથી સાંભળતાં જળ પૂર્ણ એ ઘટ હતું તે પ્રભુની પાસે ધરી દીધું. એ વાત સહુવાસિની સ્ત્રીઓએ જઈ એ સેમેશ્વરીની સાસુને કહી. તે સાસુ આ વૃત્તાંત સાંભળી અતિકૃદ્ધ બની અને તેને ઘડા વિના. ઘરમાં પેસવા દીધી નહીં, તેથી તે કુંભકારને ઘેર ગઈ અને કું ભકારે જન પ્રભુની જળપૂજાના પ્રશસ્ય કાર્યને અનુમોદી વિના મૂલ્ય ઘટ આપે એ પુણ્યના મહેદ કરી એ કુંભકાર કાળે કરી મૃત્યુ પામતાં કુંભનગરને વિષે શ્રીધર રાજા થયે, અને તેની શ્રીદેવી રાણુના ઉદરે પેલી સેમેશ્વરી કાળે કરી મૃત્યુ પામી કુંભશ્રી નામે પુત્રી ઉત્પન્ન થઈ. સેમેશ્વરીને અનાદર કરતાં પેલી સાસુ દુઃખી એ અવતાર પામી, અને મુનિદ્રના કથનથી પૂર્વ વૃત્તાંત જાણી કુંભશ્રીના ચરણમાં નમી અપરાધ ખમા, અને કુંભકારરૂપે અવતરેલા શ્રીધર રાજા અને કુંભશ્રીએ પણ પિતાના પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળી, જાતી સ્મર્ણ જ્ઞાન થયું અને તે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
ભશ્રી અનુક્રમે દેવ, મનુષ્ય ઈત્યાદિના સુખને અનુભવિ સિદ્ધ પદને પામી.
દ્વિતીય ચંદન પૂજા પ્રારંભ.
હા. આતમ ગુણ વાસન ભણી ચંદન પૂજા સારા જેમ મઘવા અપછર કરે તેમ કરીએ નરનારા ૧ |
ભાવાર્થ-આત્માના ગુણને સુગંધિત કરવા સારરૂપ ચંદન પૂજા કહી છે, તે જેમ ઇંદ્ર અપ્સરાઓ કરે છે, તેમ હે નરનારીઓ ! કરવી.
વિવેચન–ચંદનથી જેમ હે પ્રભુ! આપની પ્રતિમા સુગંધિત બને છે, તેમ મારામાં આત્મગુણની પ્રરિમલ પ્રગટે લહરી બહેકી ઉઠે, એવી ભાવના ભાવવાની છે.
ઢાવી.
રામગ્રી રાગણ ગીતે, હર્ષ ઉલટ ધરી, સુરભિ જસ વિસ્તરી, બાવના ચંદન સરસ લીજે ૧ ઘસિય એરસપરી, માંહિ, કેસર ધરી, મન વચન કાય થિરતા કરી જે છે ૨ | કનક મણિયે પડી, રત કોલડીમાંહે ભરી નેત્ર જનશું ઠવી જે તે ૩ | ચરણ, જાનુ, કરે, અંસ, શિર, ભાલ, ગલે, ઉર, ઉદર, પ્રભુ નવ તિલક કીજે ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ-હર્ષ અને ઉલટ ધારણ કરી, જેની સુરભી સોગષ્ય વિસ્તારને પામેલી છે, એવું સરસ ભાવના ચંદન લેવું. તે ચંદન મન, વચન, કાયા સ્થીર કરીને કેસર મેળવી ઓરસીયા ઉપર ઘસવું, પછી સુવર્ણ અને રતથી ઘડેલી નેત્ર–બે કળીમાં ઉતારવું, પછી તે જીન પ્રભુને ચરણ, જાનુ, હાથ, ખભા, મસ્તક, લલાટ, કંઠ, હૃદય અને ઉદર એમ નવ અંગનાં મળી તેર તીલક કરવાં.
વિવેચન–ચંદન ઘસવાને આરસીઓ ખડબચડે કકરા ઉખડે તે નહિ તે જોઈએ. કાંકરીવાળું ચંદન દેવને ચડવાથી દેવની આશાતના થાય છે. એશિયા ઉપર ચંદરવો પણ બાંધવું જોઈએ. તિલક નવે અંગનાં મળી તેર થાય છે. તેમાં બે ચરણ, બે જાન, બે હસ્ત, બે ખભા, મસ્તક, લલાટ, કંઠ, ઉર અને ઉદર એ પ્રમાણે સમજવાં.
દેહા. શીતળ ગુણ જેમાં રહ્યા શીતળ પ્રભુ મુખ રંગો. આત્મ શીતળ કરવા ભણી પૂજા અરિહા અંગ ના
ભાવાર્થ–શીતળ જેમાં ગુણ રહ્યા છે, પ્રભુના મુખને રંગ પણ શીતળ છે, માટે ચંદનની અરિહંતના અંગે આત્માને શીતળ કરવા માટે પૂજા કરે.
વિવેચન ચંદન દ્રવ્યથી પૂજા કરવાનો હેતુ એ છે કે, જેમ સં. દનનો ગુણ શીતળ છે, તેમ હે પ્રભુ! મારા આત્માના ગુણને શીતળ કર.
ગીત, (રાગ કાફી બખાની કશી.) હરિ ચંદન ઘન સારરે દ્રવ્ય તિલક નવ અંગ ઝનેસર પૂછયે શિવ સુંદરી સિર સેહતુર ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
તિલક મન રંગ છે જીને. | ૧ || પઢમ ચઉનિજ થાનકેરે તિલક વિમળ સુખકાર છે જીને | ગાત્ર વિલેપન પૂજનારે જગશુરૂ જયકાર છે ને ! ૨. કેધ અનલ શીતળ થયેરે રીઝ બની તુજ મુજ છે અનેo | ક્ષણ ક્ષણ પુલક પ્રદશુંરે અજબ ગતિ પ્રભુ પૂજ | જીને... |૩ | જીમ જયસૂરને શુભ મતિરે દંપતિ પદ નિર્વાણ છે જીને | ચંદન પૂજા જીન તરે કરતાં શુભ કલ્યાણ એ છને ૪ .
ભાવાર્થ-કસ્તુરી વિગેરે દ્રવ્યયુક્ત ચંદનથી નવે અંગે તીલક કરીને જીનેશ્વરને પૂજવા. તેના વડે શિવ સુંદરી મુક્તિરૂપી સ્ત્રીનું સુંદર શિરે કહેતાં લલાટમાં તીલક પ્રાપ્ત થાય, એવી મનના આનંદવડે ભાવના કરવી એ હેતુ છે. જે ૧ પ્રથમ પોતાના ચાર અંગે નિર્મળ સુખને કરનારાં તીલક કરવાં, ગાત્ર વિલેપન એટલે જગદ્ગુરૂ જય કરનારા એવા પ્રભુજીને આખા અંગે ચંદન પંકનું લેપન કરવું એ પણ એક વિધિ છે. તે ૨ ક્રોધ અગ્નિ શીતળ થયે તુજ મુજથી પ્રીતિ બની ક્ષણ ક્ષણ હર્ષથી રોમાંચિત બની જેની અજબ ગતિ એવા પ્રભુજીને પૂજીએ. . ૩ જેમ પૂજતાં જયસૂર અને શુભમતિ દંપતિ પતિ પતિ નિર્વણને પામ્યાં, એવી જીનરાજની ચંદન પૂજા કરતાં શુભ અને કલ્યાણ સાંપડે. ૪
વિવેચન-ચંદન દ્રવ્યથી પ્રભુજીને તિલક કરવાને હેતુ એ છે કે, પ્રભુજીના અંગે ભાવનાથી તિલક કરી જેમાં મન રંગાયેલું છે, એવી શિવસુંદરીનું–મુક્તિ નારીનું શિરે તિલક પ્રાપ્ત થાય. ચંદન પૂજા કરતાં પ્રથમ પિતાને ચાર અંગે એટલે કપાળ, કઠ, હૃદય, નાભિએ તિલક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
કરવાં. આ ચંદનની પૂજા કેટલાક પ્રભુજીને તિલકે કરી કરે છે, અને કેટલાક આખા શરીરે વિલેપન પણ કરે છે, કેટલાક વળી ચિત્ર વિચિત્ર આકૃતિઓ કાઢે છે, પણ એ અવિધિ છે.
થા–વૈતાલ્યગિરિ ઉપર ગજપુર નામના નગરમાં જ્યસૂર વિદ્યાધર રાજા હતા, તેને શુભમતિ નામે રાણી હતી. કેઈ સમ્યકૃષ્ટિ દેવ તેના ગર્ભમાં સ્થીત થતાં તેને અષ્ટાપદ પ્રમુખ તીર્થે જવા, અને જાતે જુનેદ્ર પ્રભુની પૂજા કરવા દેહદ થવા લાગે, અને એવું રાજાને તે રાણીએ જણાવતાં તેને રાજા અષ્ટાપદ પર્વત ઉપર લઈ ગયે, ત્યાં ગંધ દ્રવ્યથી રાણેએ પ્રભુની પૂજા કરી. પણ ત્યાંના કોઈ મુનિની દુગછા કરી પાછળથી અપરાધ ખમાળે, પણ એક જન્મમાં અનુભવવા જેટલું કર્મ બાકી રહ્યું. સમયે કરી તે રાણ પુત્ર પ્રસુતા બની અને પશ્ચાત્ તે પુત્ર ઉમર લાયક થતાં તેને રાજ સેંપી બન્ને દંપતિએ ગુરૂ મહારાજ પાસે દિક્ષા ગ્રહણ કરી. તે દિક્ષાને પાળીને રાજા સિધર્મ દેવ લેકમાં દેવતા છે, અને શુભમતિ તેની દેવાંગના થઈ. પણ તેનું આયુષ્ય સ્વ૯પ હેવાથી તે ચવીને હસ્તિનાપુરના જીતશત્રુ રાજાને ત્યાં મનાવળો કન્યારૂપે અવતરી. તે વનપૂર્ણ થતાં તેને સ્વયંવર તેના પિતાએ આરંભે, તેમાં તે શિવપુરના સિંહધ્વજ રાજાને વરી, પણ પૂર્વ ભવમાં મુનિની દુગછા કરવાથી જે કર્મ તેણે ઉપાર્જન કર્યું હતું, તે ઉદયમાં આવ્યું, તેથી તેના દેહમાંથી દુર્ગધી છૂટવા લાગી. સર્વ ઉપચારે તેના માટે વ્યર્થ જતાં રાજાએ તેને ઘોર અટવીમાં એક મહેલ બંધાવી રાખી. કેઈ શુકપક્ષના યુગ્મના વાર્તાલાપથી જાતિ સમરણ જ્ઞાન થયું, અને તેથી પિતે પૂર્વ ભવમાં કરેલી સાધુની દુગછા કરવાનું આ સ્થીતિએ પરિણામ છે, અને સાત દિનપર્વત ત્રણે કાળ ઉત્તમ ગધથી શ્રી જીનેશ્વરની પૂજા કરું તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
આ દુઃખમાંથી મુક્ત થાઉં એમ જાણું તે શ્રી જીનેશ્વરની ગંધ દ્રવ્યથી પૂજા કરવા લાગી, તેથી તેની દેહની દુર્ગધી નષ્ટ થઈ. રાજાને તેની ખબર પડતાં આનંદપૂર્વક તેને રાજમહેલમાં લાવ્યું, અને તક્ષણ અમરતેજ નામના કેઈ મુનિ પતિને કેવળજ્ઞાન થયું છે, એ જાણી તેમની સમિપે રાજા સર્વે નગરજનેને લઈ વંદન કરવા ગયે. મનાવળીએ પિતાને પ્રતિબોધ આપે, તે શુકપક્ષી કેણ હતું એમ મુનિને પૂછ્યું. તેના ઉત્તરમાં તે મુનિએ એ તારા પૂર્વ ભવને સ્વામી દેવતા હતા, અને તીર્થકર ભગવંત પાસેથી તારું સવિશેષ ચરિત્ર સાંભળી કીરયુગલનું રૂપ ધારણ કરી તને પ્રતિબોધવા આવ્યું હતું, અને દેવતાઓના સમૂહમાંથી એ તેને સ્વામી તેને મુનિએ બતાવ્યું. મદનાપળી તે દેવતાના ચરણમાં પડી, ને દીધેલા પ્રતિબંધ માટે ઉપકાર કબૂલ્ય, પછી દેવતાએ તેને કહ્યું, હવે હું આજથી સાતમે દહાડે અહીંથી આવી ખેચરને પુત્ર થઈશ, ત્યાં આવી તારે મને પ્રતિબંધ આપ. રાણી મદના વળીએ તે અંગીકાર કર્યું, પછી સવેગને પ્રાપ્ત એ રાણીએ પિતાના વર્તમાન ભવના દંત સિંહધ્વજને સમજાવી ગુરૂમહારાજ પાસે દિક્ષા લીધી, અને વિહાર કરવા લાગી. પેલે દેવ ચવીને પવન નામના બેચરને પુત્ર થયે. એ મૃગાંક કુમાર એકદી વિમાનમાં બેસી આકાશ માર્ગ ગમન કરતું હતું, ત્યાં પેલી મદમાવળી તેના જેવામાં આવી. તુરતજ તેના ઉપર તે મુગ્ધ બની ગયે, અને તેને તપશ્ચર્યા છેડી દઈ પિતાને વરવા વિનવવા લાગ્યું. પણ મેરૂ પર્વતની ગુલિકાની જેમ તે મદનાવલી ચલાયમાન થઈ નહિ, અને જેમ જેમ વિદ્યાધર કુમાર કામવિકાર દર્શાવવા લાગે, તેમ તેમ તે ગુરૂત્વવડે શુભ ધ્યાનમાં આરૂઢ થતી ગઈ. પછી મેહમૂઢ એ કુમાર અનુકુળ ઉપસર્ગ કરવા લાગે, તેવામાં તે મદનાવળીને કેવળ જ્ઞાન થયું. દેવતાઓએ કેવળ જ્ઞાનને મહિમા કર્યો, અને પુષ્પની વૃષ્ટિ કરી. એ જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
એ વિદ્યાધર કુમાર વિસ્મય પામ્ય, તે નિહાળી એ કેવળીએ તેને પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું, અને તેને પ્રતિબંધવા ઉપદેશ આપે કે, હે ખેચર! સંસારના કારણરૂપ મેહને છોડી દે, અને ધર્મને વિશે ઉદ્યમ કર એમ કહ્યું. આ ઉપદેશથી એ વિદ્યાધાર કુમારને સંવેગ પ્રાપ્ત થયે, અને પિતાના કેશને પિતાના હાથેજ લેચ કર્યો, અને જેન દિક્ષા ગ્રહણ કરી, અને ઉગ્ર તપવડે કર્મને ખપાવી, મેક્ષ પામ્યું. મદના વળી પણ કેવળી પર્યાયને પામી અનેક ભવિ જનેને પ્રતિબોધતી શાસ્વત સુખને પામી. ચંદન પૂજાનું આ ફળ છે.
તૃતિય પુષ્ય પૂજા પ્રારંભ.
દેહા. હવે ત્રીજી સુમન તણી સુમનસ કરણ સ્વભાવ, ભાવ સુગંધ કરણ ભણી દ્રવ્ય કુસુમ પ્રસ્તાવ.
ભાવાર્થ-હવે ત્રીજી પૂજા સુમનસ પુષ્પની સુમનસ સારું મન કરવાને સ્વભાવ છે, એવી પુષ્પ દ્રવ્યના પ્રયોગ કરી ભાવને સુગંધિત કરવા ભણી છે.
વિવેચન–જેમ પુષ્પપરિમળથી મન પ્રફલિત બને છે, તેમ ભાવને સુગંધિ કરવા અથવા આત્મપરિમળ થવા પુષ્પ દ્રવ્યની પૂજાને પ્રસ્તાવ-વિધિ ભર્યો છે.
લાવી, (રાગ મિયાની ધન્યાશ્રી–જતી રેખતાની.)
(મોરી માયરે મુને જાન દે-એ દેશી.) સુરનાથ ક્યું ભવિલેક પૂજે, છપ દૂજે નહિ મળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
13
સૌગંધિ કુસુમ વિવિધ જાતિશું, મેળવી ધન મોકળે છે સુર૦ | ૧ | મોગરે ચંપકમાલતી સુમ કેતકી વર જાસુઓં પ્રિયંગુ ને પુન્નાગ નાગ, દાઉડી વર પાડલેં
સુર | ૨ / સદા સહાગણ જાઈ જૂઇ બેલસિરી સેવંતરે, મચકુંદને ચંબેલી, વેલી, ઉગીયા શુચિ જળથળે ! સુર૦ ૩. લેઇ સુરભિ સુમ જિન ચરણ પૂજે પૂછયા આ ખંડલે, શિવ સુંદરી વરમાલિકા સમ થાપિમેં પારગ ગલે || સુર૦ + ૪ /
ભાવાર્થ–ઇની પેઠે હે ભવિએ! સુગંધવાળાં નાના પ્રકારનાં પુ, પુષ્કળ ધન ખચ મેળવી પૂજે. જીવરાજ જે બીજે પ્રભુ નહીં મળે છે ૧ | મેગ, ચપ, માલતી પુષ્પ, કેતકી, જાસુદ, પ્રિયંગુ, પુન્નાગ, નાગ, ધાવડી અને સુંદર પાડલથી પૂજે છે ૨ . સદા સુહાગણ જાઈ, જૂઈ, બલસરી, સેવંતિ મચકુંદ, ચમેલીનાં પુષ્પ, કે જે પવિત્ર જળ અને સ્થળે ઉગ્યાં હેય, તેનાવડે પૂજે ૩. જેમ આખીલે પૂજ્યા છે, તેમ સુરભી સુગવાળાં પુષ્પ લઈ પૂજે, અને પારગ જે પ્રભુ તેના ગળે પુપની માળા આપે. જેમ શિવસુંદરી મુક્તિસુંદરીરૂપી સુંદર માળાને કંઠમાં સ્થાપીએ.
વિવેચન–પુષે પવિત્ર જળથી સીચેલાં, તેમજ પવિત્ર સ્થળે ઉ. ગેલાં અખંડ પાંખડીઓવાળાં લેવાં જોઈએ. આજકાલ દેરાસરમાં બગીચામાં શ્રાવકે હાય છે, કપડાં ધુએ છે, તેવા મેલા પાણીથી પિવાયેલાં પુષે પુજાના વિધિમાં નિરૂપયોગી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૪
દોહા
સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગત સંતાપ, સુમ જંતુ ભવ્યજફરે, કરીએ સમકિત છાપ.
ભાવાર્થ–સુગધવાળાં તુટ્યા વગરનાં અખંડ પાંખડીવાળા પુપ લઈ, સંતાપ રહિત બની પ્રભુજીને પૂજે.
ગીત. (રાગ કાફી–અરનાથકું સદા મેરી વંદના–એ દેશી.) પૂજે શ્રી છનચંદને, ભવિ પૂજે શ્રી જનચંદને 1 શિવ વરીએ દુરિત નિદેનેરે ભ છે એ ટેક. || સરસ સુગંધ કુસુમવર જાતિ પદ્મ મલ્લિકા કુંદને | ભ | દમણે, મરૂઓ, વરસહકારે, લાવે મચકુંદને રે | ભ | ૧ લાલ ગુલાબ બકુલ કેરેટો, કેવડો કુસુમ અખંડનેરે | ભ | પૂજે ભવિ તેમ પરમ પ્રમદે પૂજ્યા જેમ શકેંદરે ! ભ૦ ધતુરે પૂજત શિવ વિષયી નર, વાયસ પિચુમંદનેરે ભવ | નિરીહ કુસુમ સુર સેવત, પરપુષ્ટા માકંદરે | ભ | ૩ . શુભ ત્રિકોને વીર કહે જીન પૂછ હરે ભવ કુંદનેરે ભારે વણિર્ ધૂઆ લીલાવતી પૂજત, પામી પદ મહાનંદને રે I ભ૦ | ૪ |
| ભાવાર્થ ભવિઓ! શ્રી છનચંદ્રને પૂજવાથી પાપને નાશ કરી શિવ મુક્તિને વરે રસવાળાં શ્રેષ્ઠ જાતિનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫
સુગંધવાળાં પુષ્પ જેવાં કે, કમળ, મલ્લિકા, કુંદ, ડેલર, ડમર, મર, વરધોરે, વળી મચકુંદનાં લાવીને લાલ ગુલાબનાં, બકુલ, કરટે, કેવડે એમ અખંડ પાંખડીવાળાં પુષ્પને લાવી, જેમ ઇદ્દે પૂજ્યા હતા, તેમ ભવિઓ ! પરમ હોંશવડે કરીને પૂજે. વિષયીઓ શિવને ધતુરેથી પૂજે છે, વાયસ કાગડે લીંબડાને સેવે છે, તેમ. નિરીહ જે પ્રભુ, તેને પુષ્પથી દેવતાઓ સેવે છે. જેમ કોયલ આંબાને સેવે છે, તેમ શુભ ત્રિકોગથી મન, વચન, કાયાથી વીરવી જય કહે છે, આનંદ્રને પૂછ ભવરૂપી બંધનને હરે. વણક સ્ત્રી લીલાવતી એ પ્રમાણે પૂજી અનંદનું પદ-મેક્ષ તેને પામી હતી.
વિવેચન–જેવી પિતાની યોગ્યતા-ઉત્તમતા-રૂચી તેવીજ તેની સાધન સંપત્તિ હેય, તે સ્વાભાવિક છે. ઉત્તમ પુષ્પ મૂકી વિષયી એવા મહાદેવને ધતુરે રૂચી છે. તાત્પર્ય.
સ્થા–લીલાવતી નામની વિનયદત્ત નામના શ્રેણીની સ્ત્રી હતી, તે પિતાની શેક જનમતિએ પુષ્પની સુંદર માળાથી પૂજેવું જિનબિંબ નિહાળી, અત્યંત મત્સરથી તેમજ અનાદિ મિધ્યાત્વને લઈને કુદ્ધ બની, પિતાની દાસીને તે માળા લઈવાડીમાં ફેંકી દેવા કહ્યું, પણ તે દાસીને તે માળા સર્પરૂપે જણાયાથી તે લઈ શકી નહિ પશ્ચાત્ લીલાવતી તે લેવા દેડી અને લેતાની સાથે તે સર્પરૂપ બની તેના હાથે વીંટળાઈ રહી. આથી લીલાવતી પુકાર કરવા લાગી, જનમતિએ જઈ તેને મૂક્ત કરી. આથી લીલાવતી શરદી બની ગઈ. એકદા કેઈ મુનિના મુખથી લીલાવતીએ સાંભળ્યું કે, જે પ્રાણુ મત્સર ભાવથી બીજાએ કરેલી
ન પૂજાને દૂર કરે છે, તે પ્રાણ આગામીકાળે દુઃખથી પરિતાપ પામતે હજારોભવ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. આ ઉપદેશ સાંભળી લીલાવતી બેલી મહારાજ ! મેં પણ પૂર્વે એ અપરાધ કર્યો છે, અને એ પાપથી મારી પાપિણીની શુદ્ધિ કેવી રીતે થાય, તે કહે. મુનિ બેલ્યા કે, ભાવશુદ્ધિપૂર્વક જીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
પતિ આ
છે તેના ભાઈએ
તેના ભાઈનર
પૂજા કરવાથી એ પાપની શુદ્ધિ થશે. લીલાવતીએ કહ્યું, જે તેમ છે, તે યાવત્ જીવનપર્યત મારે જીનેશ્વરની ત્રીકાળ પૂજા કરવી, અને એવી પ્રતિજ્ઞા કરી પશ્ચાતાપથી પરિત અંત:કરણવાળી તે પિતાની શેક જનમતિને ચરણે વળી ખમાવવા લાગી. એ પ્રમાણે મુનિથી પ્રતિબંધ પામેલી લીલાવતી પોતાના માતા પિતાને મળવા પતિ આજ્ઞા લઈ પિતાના પીયર ઉત્તર મથુરામાં આવી. તેને જીન પૂજા કરતી નિહાળી તેના ભાઈએ તે પૂજાનું ફળ કહેવા વિનવતાં તેણે સમગ્ર ફળ કહી સંભળાવ્યું, એથી તેના ભાઈની પણ એ પૂજામાં રૂચી જાગી, અને જીદ્રના ચરણની પૂજા કરવામાં તત્પર રહેતાં તે બંને ભાઈ બહેન દીવસે વ્યતિક્રમાવતાં હતાં. પશ્ચાત કાળધર્મને પામી તે બંને ભાઈ બહેન સૈધર્મ દેવલેકમાં દેવતા થયાં ત્યાં ઇચ્છિત સુખ ભેગવવા લાગ્યાં. પ્રથમ ગુણધર લીલાવતીના ભાઈને જીવ ચવી ત્યાંથી પદ્મપુરના પદ્યરથ રાજાની પદ્માવતી રાણના ઉદરથી જન્મ લઈ જય નામે પુત્ર થઈ રહ્યા. લીલાવતીને જીવ ચાવી સુરપુરના સુરવિકમ રાજાની શ્રીમાલા સ્ત્રીના ઉદરે ગર્ભમાં આવી પુત્રી થઈ અવતરી. તે પુત્રી પાણીગ્રહણ ગ્ય થયેલી જાણીને એકદા તેની માતાએ રાજાને નમવા માટે મેકલી. પુત્રી રાજના ચરણકમળમાં નમી ખેળામાં બેઠી. તેને વર એગ્ય થયેલી જોઈ રાજા તે સંબંધી વિચારમાં ડૂબી ગયે, અને પિતાની સભામાં બેઠેલા રાજપુત્રમાંથી પિતાને જે પસંદ પડે તે બતાવવા પોતાની પુત્રીને કહ્યું, પણ તેમાંથી કેઈ જ તેની નજરમાં વચ્ચે નહિ. રાજા એથી વિચારશૂન્ય બની ગયે, અન્યદા જયકુમારનું ચિત્ર, પટ્ટ ઉપર આલેખી મંગાવી તે જેવા મોકલ્યું, જે તે રાજકુમારી હર્ષથી રોમાંચિત બની સ્નિગ્ધ દષ્ટિએ તે રૂપને નિહાળવા લાગી, અને તેથી એ વર તેને પસંદ છે, એમ જાણ રાજાએ કન્યાના દાન નિમિત્તે પિતાના મંત્રીને પદ્મ રાજાની પાસે મોકલ્ય, અને એ વિનયશ્રી નામની રાજકુમારીનું સગપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૭
પદ્મ રાજાના પુત્ર જ્યકુમાર સાથે કર્યું, અને લગ્નને દિવસ નકકી કરી, મંત્રી પોતાને ઘરે આવ્યું. જયકુમાર પરિજને સાથે પદ્મપુર પરણવા આવ્યું, અને કુમારીની સાથે પાણગ્રહણ કર્યું. પછી સસરાને ત્યાંથી રજા લઈ સમગ્ર સમાજ સાથે કુમાર પિતાના નગર તરફ વળે. માર્ગમાં જતાં અરણ્યની મધ્યમાં નિર્મનાચાર્ય મુનિ તેમના જેવામાં આવ્યા, તેથી તે દંપતિ તેમને વંદના કરવા ગયાં. મુનિએ ધર્મ લાભ આપી કુમારને સ્વાગત, અને વિનયશ્રીને તમને ધર્મસંપત્તિ પ્રાપ્ત થાઓ, એવી શુભાશિષ અપી. તે ઉભયે મુનિના ચરણકમળમાં પ્રણામ કર્યા, પશ્ચાત પિતાનાં નામ મુનિએ ક્યાંથી જાણ્યાં એમ તેઓ આશ્ચર્યમાં લીન થયાં. પણ મુનિએ જ્ઞાનધારી હેવાથી જાણી શકે, એમ મનથી સમાધાન મેળવી પૂર્વ ભવમાં તેઓ પિતે કેણ હતાં એમ પૂછતાં હાલ દંપતિ તરીકે વિદ્યમાન જયકુમાર પિતે વણીક પુત્ર અને લીલાવતી નામની તેની બહેન છે એમ જાણી લીધું, અને તેમને જાતિસ્મરણ જ્ઞાન થતાં વિનયીને પૂર્વ ભવના બંધુ જોડે પતિ સંબંધમાં જોડાવું નિહિત લાગ્યું, અને તેને સંસાર બ્રમણને નાશ કરનારી મુનિએ દિક્ષા આપી, અને જ્યકુમાર દિક્ષા પાળવાને અસમર્થ જણાતાં તેણે મુનિના ઉપદેશથી શ્રાવક ધર્મને સ્વીકાર્યો. વિષય સુખમાં નિરપેક્ષ થયેલી વિનયશ્રીને મુનિએ દિક્ષા આપી. જયકુમાર શ્રાવક ધર્મને સ્વીકારી, વિનયશ્રી સાધવીને ખમાવી ગુરૂના ચરણકમળમાં નમી, જીનધર્મને ગ્રહણ કરી નગરમાં આવ્યું. વિનયશ્રી સાધ્વી સુવૃત્તા ગુણીની સમીપે રહી દીક્ષા પાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શાસ્વતસ્થાન-મોક્ષને પ્રાપ્ત થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ચતુર ધૂપ પૂજા પ્રારંભ.
દેહા. કર્મ સમિધ દાહન ભણી, યાનાનળ સળગાય ! દ્રવ્ય ધૂપ કરી આતમા, સહજ સુગંધિત થાય છે ?
ભાવાર્થ ધ્યાનરૂપી અગ્નિ સળગાવી કર્મરૂપી લાકડાં બાળવા માટે ધૂપના દ્રવ્યની પૂજા, કે જેથી આત્મા સહજ સુગર થવાળા બને છે તે ભણું છે.
વિવેચન અગ્નિથી જેમ કાષ્ટ બળે છે, તેમ ધ્યાનરૂખ અનળનેઅગ્નિને સળગાવી કર્મરૂપી લાકડીને તેમાં બાળી-ખપાવી આત્માને ભાવ સુગંધિત કરવા ધૂપ દ્રવ્યથી પ્રભુજીની પૂજા કરવી.
ઢાળ.
(રાગ માળવી ગુડ ) ભવભય ચૂરણે કૃષ્ણ અગરતણે, ચૂરણ કરી સુરભી મને એ છે ૧. અંબર તગરને શુચિતર અગરને વળી ઘનસાર મરાસને એ ! ૨ કુંદર તરૂકને ક
સ્તુરી પુરકને ભેળીએ મેળવી ચંદને એ રે ૩ નવ નવ રંગને શુદ્ધ દશાંગને ધૂપ સુગંદ છણંદને
એ ૪. ધૂપધાણું ભણું કંચન રયણનું પાવક નિમ ૫રજળે એ | ય જીન મંદિર જતાં ધૂપ ઉવેખતાં દશ દિશિ મહામહે પરિમલે એ ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૯
ભાવાર્થ–ભવ ભયને ચૂરણ કરતે કૃષ્ણાગરૂને ચૂરણ કરી ૧ માં નિર્મળ મને કરી અમર, તગર, પવિત્ર અગર, ચંદનવલી, કસ્તુરી, બરાસ | ૨ કિદરૂ, તુર્ક, નાગરમોથ, ચંદનને ભેળવી મેળવીએ ૩. જે નવનવા રંગને શુદ્ધ દશાંગ ધૂપ
જન દેવને છે ૪કંચન અને રવના ધૂપધાણમાં પ્રજવલતા નિર્ધમ-ધૂમાડા વિનાના અગ્નિમાં નાખી ૫ છે તે ધૂપ ના મંદીરે જતાં ઉખેવતાં દશે દિશામાં મગમગી રહે છે ૬.
વિવેચન મંદીરમાં જતાં બહારના ભાગમાં પણ ધૂપ કરે. દશાંગ ધૂપમાં અંબર, તગર, અગર, કપુર, બરાસ (ભીમસેની), કુંદર, તુરકનાગરમોથ, કસ્તુરી, શિલારસ અને ચંદન આવે છે. માંહે સાકર પણ મેળવવી.
દેહાધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન ઇન ધૂપી. મિચ્છત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ / ૧ /
ભાવાર્થ-ડાબી બાજુ જેમ જીન પ્રભુ પાસે ધૂપની, તેમ ધ્યાન ઘટા પ્રગટાવીએ જેથી મિથ્યાત્વ દુર્ગધ દૂર ટળી, આત્મસ્વરૂપ પ્રગટે.
વિવેચન-કમરૂપી મલિનતાથી આત્મા જેમ મલિન થઈ ગયો છે, તે મલિનતા ટળવાથી આત્માના ઉત્તમ ગુણો પ્રગટ થાય. સુગંધિ જેમ સર્વને આદરણીય છે, તેમ ઉત્તમ ગુણ પણ સર્વને આદરણીય થાય છે.
ગીત. ( સબાબ રાગિણું–જાતિ કાગ. ) નવર જગત દયાળ | ભવિયાં જીનવર જગત દયાળ / જનપદ સેવત ધૂપ ઉખેવત, સુરવર નયન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
હજાર | ભવિયાં છે. તેમ ભવિ શુદ્ધ દશાંગ ઉ. ખે માંહે સાકર ઘનસાર | ભવિયાં જી ૧ | પરિમલ વદને ધૂપ કહત હૈ સૂણ બુદ્ધિ વિશાળ છે ભવિયાં છે જનપદ સેવત ઉર્ધ્વગતિ હમ તેમ ભવિ શિવ સુખ માલ ભવિયાં જ રા શદ સ્વરૂપી અરૂપી વિમળતા વેદી સમય ત્રિકાળ I ભવિયાં છેએહવા પ્રભુ પડિમા વામાંગે ધૂપ રસાળ ભવિયાં છે. તે ક . ચોથી પૂજા ચિહું ગતિ હારી વારી કર્મકી જાળ / ભવિયાં જી રે વીર કહે ભવ સાતમે સિદ્ધા વિનયંધર ભૂપાળ ભવિયાં છે જ. ૪
ભાવાર્થ–ભવિઓ ! અનવર જગત ઉપર દયાવાળા છે. હજાર આંખવાળા છે પણ જેની ધૂપથી સેવા કરે છે, તેમ ભવિઓ! તમે પણ શુદ્ધ દશાંગ ધૂપની માંહે સાકર અને કતુરી મેળવી પૂજે છે. ૧
હે બુદ્ધિના વિશાળ ! સાંભળજે. સુગંરૂપી મેઢાથી ધૂપ શું કહે છે. (તે કહે છે ) કે, જીન પદ સેવતાં મારી જેમ ઉર્વ ગતિ છે, તેમ ભવિઓ! તમે પણ મોક્ષરૂપી ઉંચા સુખની માળાને પામે છે ૨ |
એવા પ્રભુની પ્રતિમાના ડાબા અંગે રસાળ એ ધૂપ ધરીએ . ૩
આ ચેથી પૂજા કર્મની જાળ નિવારી ચાર ગતિઓને નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
કરવાવાળી છે. વીરવિજ્ય મુનિ કહે છે કે, સાતમે ભવે વિનયંધર ચક્રવતી એથી સિદ્ધ પદ પામ્યા છે ૪
વિવેચનકવિ ઉસ્પેક્ષા કહે છે કે, ધૂપ, પરિમલરૂપ મેઢાથી એમ કહે છે કે, છનદેવના પદને આરાધતાં જેમ મારી ઉર્ધ્વ ગતિ છે, તેમ ભવિઓ ! તમે પણ મુક્તિરૂપી સુખની માળા પ્રાપ્ત કરે ઉચ્ચ પદને મેળવે.
કથા-શ્રી પિતનપુર નામના નગરમાં વજાસિંહ રાજાને કમળ અને વિમળા બે રાણીઓ હતી, તે બન્ને રાણીઓના ઉદરથી અનુક્રમે કમળ અને વિમળ નામના બે કુમાર અવતર્યા. રાજાએ કેઈ નિમિત્તિયાને બેલાવી પૂછયું કે, આ એક સાથે જન્મેલા બે પુત્રોમાંથી મારા રાજ્યના પદને યોગ્ય કર્યું પુત્ર થશે. વિમળા રાણીએ સેવાભક્તિ વડે વશ કરેલા એ નિમિત્તિયાએ રાજાને કહ્યું કે, કમળા રાણીને પુત્ર રાજપદે આવશે, તે તમારૂં સર્વ રાજ નાશ પામી જશે. તમારી વિમળા રાણીને પુત્ર તમારા રાજ્યને ધુરંધર થવાને ચગ્ય છે, એમ લક્ષણે તથા શરીર ઉપરનાં નિર્મળ ગુણ રને જોતાં જણાય છે. આથી અતિ શુદ્ધ બની રાજાએ કમળાના કુમારને અરણ્યમાં મૂકી આવવા આજ્ઞા કરી તેથી અનુચર, રૂદન કરતી કમળાના ખેાળામાંથી બાળકને ઉપાડી અરણ્યમાં મૂકી આવ્યા, અને રાજાને કહ્યું કે, એવા જંગલમાં અમે મૂકેલ છે કે, જ્યાં તે ક્ષણવાર જીવી શકે નહીં. અહીં અરણ્યમાં આ બાળકને માંસનો પીંડ જાણી, ભારડ પક્ષી ચાંચમાં લઈ ઉડયું, તે બીજા ભારડ પક્ષીના જેવામાં આવ્યું. આમિષના લેભે પરસ્પર બન્ને પક્ષી બાળકને ઝંટવવા લાગ્યાં. તેવામાં એ બાળક ચાંચમાંથી છૂટી કુવામાં પડયું. તે કુવામાં ગ્રીષ્મના તાપથી પીડિત તૃષાતુર કઈ પુરૂષ જળ પીવા આવતાં પડી ગયા હતા. તેણે એ બાળકને કુવામાં પડતાં દીઠો કે તરત ઝીલી લીધે, અને પિતા જેમ પુત્રને છાતી ઉપર રાખે, તેમ પિતાની છાતી ઉપર સ્થાપિત કર્યો. એવામાં કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
સુબંધુ સાર્થવાહ તે અરણ્યમાં આવી ચડયે. પિલા કુવામાં બાળક, પથીને ગળે વળગી રૂદન કરવા લાગે. પથીને કરૂણાથી રૂદન આવ્યું. પેલા સુબંધુ સાર્થવાહનાં માણસે એવામાં ત્યાં જળ ભરવા આવ્યાં, તેઓએ કુવામાં થતે રૂદનને શખદ સાંભજે, તેથી સર્વ વૃત્તાંત તેઓએ જઈ સાર્થવાહને કહી સંભળાવ્યું. તેથી સાર્થવાહ માણસે લઈ ત્યાં આવ્યું, અને કુશળતાથી તે બાળક સહિત પથિકને કુવાથી બહાર કાઢયે.
પથિક બે, આ બાળક તેમજ મને મેટું જીવિતદાન તમે આવ્યું છે. સાર્થવાહે પૂછયું, તમે કોણ છે? અને આ બાળક કેને છે? પથિકે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું, અને કહ્યું કે, આ બાળકનું પાલન કરવા હું શક્તિમાન નથી, તેથી હું તે તમને સોંપું છું. સાર્થવાહે બાળકને હર્ષથી ગ્રહણ કર્યું, અને તે બાળકનું નામ વિનયધર પાડયું, અને પિતાની પ્રિયતમાને સોંપી દીધ. ી તેનું પુત્રવત્ પાલન કરવા લાગી. સ્વ૫કાળે સાર્થવાહ પિતાના કાંચનપુર નગરમાં આવી પહે, વિનયંધરને સહુ સાર્થવાહને સેવક કહી બેલાવતા હતા, તેથી તે દુઃખાવા લાગે. એકદા રમત રમતે તે જીનગ્રહ પાસે આવી ચડયે, ત્યાં કઈ મુનિના મુખથી જીનેશ્વરની ધૂપ પૂજા કરવા સંબંધી તેણે ઉપદેશ સાંભળે કે, કસ્તુરી, ચંદન, અગર, કર્પર, ઈત્યાદિ સુગષિ ધૂપ, અને પુપાથી જીનપ્રભુની પૂજા કરે, તે દેવતાઓ અને ઈથી પૂજાય છે, એ સાંભળી અને પૂજા નહિ કરનાર ધર્મરહિત તે પિતાને ધિક્કારવા લાગ્યું, અને ઘેર આવ્યું. એવામાં સાર્થવાહને કઈ ગાંધીએ ધૂપ અર્પણ કર્યો, તેનાં જુદાંજુદાં પડીકાં બંધાવી તે સાર્થવાહે પિતાના સેવકને વહેચી દીધાં. તેમાંથી એક પડિહું વિનયથરને પણ મળવાથી તે સંતુષ્ટ થયે, અને તે લઈ સંધ્યાકાળે અનભવનમાં ગયે, ત્યાં જઈ વિધિ પ્રમાણે ઉત્તમ ધૂપ પ્રભુ આગળ દહન કર્યો, અને એવી પ્રતિજ્ઞા કરી કે, ધૂપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
કડુ છ–ધૂપ ધાણામાંને સંપૂર્ણ ધૂપ દહન થઈ ન રહે, ત્યાં પર્વત પ્રાણાંત ઉપસર્ગ થાય, પણ મારે અહીંથી ખસવું નહિ. એવામાં કઈ યક્ષિણીએ આકાશ માર્ગે આવતાં પિતાના સ્વામી યક્ષને કહ્યું કે, આ યુવાન પુરૂષ સુધી ધૂપને દહન કરી સવસ્થાને જાય નહિ, ત્યાં સુધી ક્ષણવાર અત્રે વિમાનને ભાવે. યક્ષે સ્ત્રી હઠ વશ બની વિમાનને ભાવવું પડયું, પછી યક્ષિણીના દુરાગ્રહથી તેણે ધાર્યું કે, હું કાંઈક ઉપદ્રવ કરી આ પુરૂષને પિતાના સ્થાનથી ચલાયમાન કરૂં, કે જેથી આ સ્ત્રી અહીંથી ગમન કરવા હા પાડે, એમ વિચારી તે યક્ષ ભયંકર સર્પનું રૂપ ધારણ કરી વિનયંધર પાસે આવ્યું, જે જોઈ સર્વ નાશી ગયા, માત્ર વિનયંધર ત્યાં સ્થીર રહે. આથી ફુદ્ધ બની તે એ વિનયંધર મૃત્યુ પામે એ ઉપાય રચવા ઉઘુક્ત થયે, અને સર્પનારૂપે વિનયંધરના શરીર વીંટાઈ વળે, અને ભરડે દઈ હાડને મરડી નાખી ઘણી પીડા કરી, પણ વિનયપર ચલાયમાન થયે નહિ, એથી યક્ષે પ્રસન્ન થઈ તેને વગર માગ્યે સર્પનું વિષ ઉતરી જાય એવું એક પત્ર આપ્યું, અને અન્ય ઈચ્છિત માગવા કહ્યું. વિનયંધર નમસ્કાર કરી બેભે, મારું દાસપણું દૂર કરે, અને મારું કુળ પ્રગટ કરે. તથાસ્તુ-એમ હા કહી યક્ષ અંતર્થન થયે, અને વિનયંધર ભાવપૂર્વક જીનપ્રભુની સ્તુતિ કરી પ્રભુમી પિતાના આત્માને કૃતાર્થ માને ઘેર આવ્યું. તે નગરના રાજા રનરથની ભાનુમતી નામની કન્યાને ઉગ્ર સર્ષે ડંસ કર્યો. રાજાએ વને વિષ ઉતારવા બેલાવ્યા, પણ ઉપાય સર્વે નિષ્ફળ જતાં સહુએ હાથ ખંખેર્યાં. આખર તે કન્યાને મૃત સમજ સ્મશાનમાં કરૂણા પૂર્ણ હૃદયે સહુ દહન કિયાને માટે લઈ આવ્યા. એવામાં પેલે વિનયંધર કે ગામથી આવતાં એ માર્ગ નીકળે, ત્યાં તેણે લેકના મુખથી રાજકન્યા સંબધી વૃત્તાંત સાંભળ્યું તુરત તેણે કહાગ્યું કે, તમારા રાજાને જઈ કહો કે, કઈ પુરૂષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
તે કન્યાને જીવિત આપે છે. તુરતજ રાજાએ તેને પિતાની પાસે બોલાવ્યું, અને કહ્યું, જે તું આ કન્યાને જીવિત આપે તે એ કન્યા, અર્ધ રાજ્ય, અને તું કહે તે. અરે ! મારૂં જીવિત સુદ્ધાં આપું. વિનયંધર બે, દેવ! તમારું કાર્ય સિદ્ધ થયા પછી જે આપવું હોય તે આપજે, અને એમ કહી ચીતા પાસે આવ્યું અને કન્યાને બહાર કઢાવી, પિતાની પાસે સૂવડાવી. વિનયંધરે અક્ષત અને ધૂપયુક્ત ગમંડળ કરાવી તે કન્યાને તે ઉપર સૂવડાવી, અને પેલા યક્ષનું સ્મર્ણ કરી, પેલા રતવાળા જળનું તે કન્યા ઉપર સિંચન કર્યું, તુરતજ તે કન્યા સચેત થઈ અને લેઓના સામું નિહાળવા લાગી, અને વિસ્મિત નેત્રે આ સહુ પ્રસંગ શું છે, તે સર્વ હકીકત પૂછવા લાગી. રાજાએ કહ્યું, આ પુરૂષે તારે પ્રાણ આપ્યું છે. પ્રત્યુત્તરમાં કુમારી બેલી, જે એણે મને પ્રાણુ અપ્યો છેતે હું પણ મારે પ્રાણ તેને અપું છું. રાજા પશ્ચાત્ કુમારીને હાથી ઉપર બેસાડી હર્ષથી નગરમાં લા
, તે કુમારીને ફરીથી જન્મત્સવ કર્યો. પછી રાજાએ વિનયંધરને મંત્રીને મૂળ વૃત્તાંત પૂછે, અને કુળની શુદ્ધિ વિષે પૂછ્યું. મંત્રીએ કહ્યું, મહારાજ ! એ વિનયંધર સુબંધુ નામના સાર્થવાહને કિંકર છે, તેથી તેને મૂળ વૃત્તાંત તે જાણતા હશે. તેથી રાજાએ સુબંધુને બેલાવી પૂછયું, તે તેણે કહ્યું “હું કાંઈજ જાણતા નથી, માત્ર મને તે એ કુવામાંથી મળી આવ્યા છે, એટલી માહેતી છે.” આ સાંભળી રાજા ચિંતા કરવા લાછે કે, જેનું કુળ અજ્ઞાત છે, તેને પુત્રી કેમ આપી શકાય? અને ન આપું તે પ્રતિજ્ઞા નહિ પાળવાથી અસત્યવાદી ગણુઉં છું. એવામાં પેલા યક્ષે પ્રત્યક્ષ તેને સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળા, અને તુરત અંતર્થન થઈ ગયે. એ યક્ષના વચનથી રાજાએ જાણ્યું કે, આ તે મારી બેન કમળાને પુત્ર હોવાથી મારો ભાણેજ થાય છે. પછી રાજી થઈને પિતાની કન્યા તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૫
કુ
પરણાવી, અને છને પૂજાના પ્રભાવથી તેને મોટું રાજ્ય પ્રાપ્ત થયું, વંશની શુદ્ધિ થઈ, અને સેવકપણું નાશ પામ્યું. પછી તે વિનય પર પિતાના પિતા ઉપર કેધ કરી, મોટું સન્મ લઈ પિતનપુર ઉપર ચડી આવ્યું. ત્યાં પિતા પુત્ર વચ્ચે ઘેર સંગ્રામ થયે. પિતાએ કુમાર ઉપર ફેંકવા દેધ કરી ધનુષ ઉપર બાણ ચડાવ્યું, તેવામાં પેલા યક્ષે આવી તેને સ્તુતિ કરી દીધું. તે વખતે અભ્યતરના તાપથી તપેલા રાજાના શરીરે ચંદન વિલેપન કરવાનું શજસેવકે બેલ્યા, એટલે વિનયંધરે હસતાં હસતાં કહ્યું કે, ચંદન વિલેપન રહેવા દઈને તેને અશુચિનું વિલેપન કરે, કે તેના દેહમાં રહેલે તાપ નાશ પામે. યક્ષ, વિનયંધર ! એમ બાલવું એ પુત્ર ધર્મને છાજતું નથી, કહી અપવા અને પિતા પુત્ર વચ્ચે પરિચય ઓળખાણ કરાવી. પિતાએ પુત્રને આલિંગન કર્યું, પુત્રે થયેલ અપરાધ માટે ક્ષમા યાચી. આ વાતની નગરમાં ખબર પડતાં સ્તનમાંથી દૂધની ધારાને છેડતી વિનયંધરની માતા પિતાના પુત્રને ભેટવા દોડી આવી, અને હર્ષયુક્ત બની, પુત્રને આલીંગન ચુંબન કરવા લાગી. રાજાએ પુત્ર આગમન નિમિત્તે માટે ઉત્સવ કરાવ્યું, અને રાજ્ય પુત્રને સોંપી જીનેશ્વર પ્રભુની કહેલી દીક્ષા અંગીકાર કરવા પિતાની મરજી જણાવી. વિનયપર બલ્ય, પિતા! તમને રાજ્ય તજવામાં હું વૈરાગ્યને હેતુ થયે છું, તેવી જ રીતે મને તમે વૈરાગ્યના હેતુ થયા છે; તેથી રાજ્ય વિમળકુમારને આપે, અને પિતાનું પણ રાજ્ય પિતાના પાલક સાર્થવાહકને આપ્યું, અને પિતા સાથે વિજયસૂરી પાસે દિક્ષા લીધી, ઉગ્ર તપશ્યા કરી, કાળ ધર્મને પામી તે પિતાપુત્ર મહેન્દ્ર દેવલેકમાં દેવતા થયા. ત્યાંથી દેવ સંબંધી આયુષ્યને શય થતાં તે બન્ને ત્યાંથી ચવ્યા. પિતા હતે તે ક્ષેમપુર નામના નગરમાં ક્ષેમકર નામના શ્રેણીની સ્ત્રી વિનયવતીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે જન્મે ત્યારથી જ વિશદ્ધ શરીરવાળે તે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
અને તેના નિર્મળ અંગમાંથી નિરંતર સુંદર સુગધ ઉછળતે હતે, કે જેથી તેને ધૂપસાર એ નામે સહુ બોલાવતા હતા. એકદા રાજ્યભવનમાં આવેલા લેકમાંથી સુગધ—પરિમળ વિસ્તરવાથી વિસ્મય પામેલા રાજાએ પૂછયું કે, દેવતાઓને પણ વલ્લભ એ સુગધી ધૂપ, તમને કયાંથી પ્રાપ્ત થયેલ છે? તમારાં વસ્ત્રો પણ સુગંધમય થઈ ગયાં હોય એમ લાગે છે. આવે સુગંધી ધૂપ તમને કયાંથી પ્રાપ્ત થયેલ છે? લેકેએ કહ્યું, સ્વામી! અમારાં વસ્ત્રો કાંઈ ધૂપથી ધૂપિત કર્યો નથી, પણ માત્ર ધૂપસારના દેહથી અમે તેવા ધૂપિત થઈ ગયા છીએ. આ વાત સાંભળી તે રાજાની રાણ પણ પિતાનાં વરુને ધૂપસારના દેહથી સુગંધિત કરાવવા લાગી, તેથી રાજાને ધૂપસારની ઈર્ષ્યા થઈ આવી; એટલે રાજસભામાં તેને બોલાવી પૂછ્યું કે, કેવી જાતના ધૂપથી તારા શરીરમાંથી આવે ગધ ઉછળે છે? તેણે કહ્યું, મારા શરીરમાંથી આવી સ્વાભાવિક સુગંધ નીકળે છે. તે સાંભળી રાજાએ રૂછમાન થઈ પિતાના સેવકને આજ્ઞા આપી કે, તેના શરીર ઉપર અશુચિ ચેપડીને તેને નગરના મધ્યમાં ઉભે રાખે છે, જેથી તેના દેહમાંથી બધી સુગંધિ નાશ પામે. રાજાની આવી આજ્ઞા થતાં રાજપુરૂષએ તુરતજ તે પ્રમાણે કર્યું. હવે પેલે યક્ષ તથા યક્ષિણી કે જે વિનયંધર ઉપર પ્રસન્ન થયાં હતાં, તે ત્યાંથી ચાવી મનુષ્ય જન્મ પામી જૈન ધર્મ પાળીને પાછાં તે બન્ને દેવકમાં ઉત્પન્ન થયાં હતાં. તે બન્ને દેવતાઓએ કઈ કેવળી ભગવંત પાસે જતાં માર્ગમાં પસારને અત્યંત અશુચિથી લીંપેલે જે, એટલે અવધિ જ્ઞાનવડે તેને ઓળખી પૂર્વ ભવના સ્નેહથી તેમણે તે ધૂપસારની ઉપર સુગંધી જળની અને પુષ્પની વૃષ્ટિ કરી, અને તેથી તેના દેહમાંથી સુગંધિ પુનઃ ઉછળવા લાગી. આ જાણી રાજા વિરમય પામ્યા, અને તેની પાસે આવી અપરાધ ખમાવવા લાગે, અને ધૂપસારના આવા અસદશ્ય ચરિત્રથી વિસ્મિત બની કેવળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ર૭ ભગવત પાસે જઈ પૂછી જોયું. તેમનાથી ધર્મપદેશ સાંભળ્યા પછી રાજાએ પૂછી જોયું કે, આ ધૂપસારે પૂર્વ ભવમાં એવું શું પુરય ઉપાર્જન કરેલ છે કે, તેના શરીરમાંથી આવી સુગંધિ ઉછળ્યા કરે છે, અને મારે તેના પર શે પૂર્વ ભવને દ્વેષ છે, કે જેથી તેના શરીર ઉપર મેં અશુચિનું વિલેપન કરાવ્યું, વળી દેવતાઓને શું કારણ હતું કે, તેના ઉપર સુગંધિ જળ તથા પુષ્પની વૃષ્ટિ કરી? ઉત્તરમાં કેવળી બોલ્યા, આજથી ત્રીજા જન્મમાં આ ધૂપસારે જીનપ્રભુ પાસે ધૂખ ઉખેવ્યું હતું, અને દઢ પ્રતિજ્ઞા પાળી હતી. તે જન્મમાં ધૂપસાર તારે પુત્ર હતું, અને જણાવ્યું કે તે વખતે તારી સાથે સંગ્રામમાં તને અશુચિ વિલેપન કરવાનું કહ્યું હતું, તેથી આ ભવમાં તારાથી તેવા કર્મના વિપાકનું ફળ મેળવ્યું છે. આ વચન સાંભળી ધૂપસારને જાતિ
મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને ધર્મ ઉપર બહુમાન થયું, ધર્મની પૂર્ણ શ્રદ્ધા થવાથી સર્વ નેહ અંબંધ દવા માટે રાજા સહિત દિક્ષા ગ્રહણ કરી, તપ, સંયમ અને નિયમમાં તત્પર એવે ધૂપસાર દિક્ષા પાળી, આયુષ્યને ક્ષય થવાથી મરણ પામીને પહેલા ગ્રેવેકમાં દેવતા થયે. ત્યાંથી આવીને મનુષ્ય અને દેવતા થઈ અનુક્રમે સાતમે ભાવે શાસ્વતસ્થાન–ક્ષને મેળવશે.
પંચમ દીપક પૂજા પ્રારંભ.
દેહા. પંચમી ગતિ વરવા ભણી, પંચમી પૂજા રસાળ ! કેવળ રત ગષવા, ધરીએ દીપક માળ | ૧ | | ભાવાર્થ–પાંચમી ગતિ વરવા આ પાંચમી પૂજા ભણી છે. કેવળ જ્ઞાનરૂપ રન ગવેશવા-ઉપાડી લેવા દીપમાળા ધરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
વિવેચન–જેમ અંધારામાં પડી ગયેલી વસ્તુ દીવાના પ્રકાશથી ખેળી કઢાય છે, તેમ કૈવલ્યરૂપી રત જે અજ્ઞાનરૂપી અંધકારમાં બેવાયું છે, તેને અનુભવ-જ્ઞાન દીપકથી ખોળી કાઢવું, એવી ભાવનાને-ઉદેશને અવલંબી આ પાંચમી દીપક પૂજાને પ્રબંધ છે.
હાળ.
(રાગ પૂર્વી,) દીપકી જેતી બની નવ રંગા, દીન દયાલકે દાહિણ અંગા દીપ || રયણ જડિત વર્તુલભાજનમે, ધેનુ વિષ ભરીએ ઉછરંગા દીપ | ૧ પ્રાણુ ઉગારણ કારણ ફાનસ, કરીયે ક્યું નવિ આય પતંગા ! દીપા ઝગમળ જ્યોતિ શું દીપક ધરીએ, અનુભવ દીપક સમકિત સંગા ! દીપ | ૨ જીનમંદિર જઈ દીપ પ્રગટ કરિ, આશય શુદ્ધ વિમળ જળ ગંગા દીપળા ધ્યાન વિમળ કરતાં ભવિ નાસે, દીપ વિરાજથી મોહ ભુજંગા | ય | ૩ | તિમ મિથ્યાત્વ તિમિરકું હરિયે, શાર્વર તમ હર વ્યોમ પતંગા દીપ૦ ગેઈન દેખત નાસત તરકર ન્યું છન દર્શન જત અનંગા છે દી૫૦ | ૪.
ભાવાર્થ-દીનદયાળા જીનપ્રભુની પ્રતિમાના જમણા અંગ તરફ જળહળતી દીવાની જાતિ રન જડિત મેળ પાત્રમાં ગાયનું ઘી ઉછરંગથી પૂરી પ્રગટવી u ૧ પ્રાણીઓને ઉગારવાના કારણે કાનમાં તે કરવો, તેથી પતંગ-કુદાં તેમાં આવી પડે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ફી જેમ ઝગમગતા પ્રકાશને ધારણ કરે છે, તેમ સુશ્રદ્ધાવાળા પ્રકાશ સહિત અનુભવ દીવે ધરીએ . ૨ નિર્મળ ગંગાના જળ જે શુદ્ધ આશય ધરી છન મંદિર જઈને દીપ પ્રગટ કરવા, એ અનુભવરૂપી દીપમાળાથી નિર્મળ થાનને કરતાં મેહરૂપી સર્પ નાસી જાય છે તે ૩ તેમજ મિથ્યાત્વરૂપી તિમિર જેમ રાત્રીને અધિકાર આકાશને સૂર્ય હરે છે, તેમ હરીએ, અને સૂર્યને દેખી જેમ ચેરે નાસવા માંડે છે, તેમ પ્રભુનાં દર્શનથી કામદેવ નાસી જાય છે.
વિવેચન–જેમ દીવે દેખી સર્ષ દૂર પળાય છે, તેમ અનુભવ દીપાથી મેહરૂપી ભુજંગ-સર્પ પણ પલાયન ગણે છે. જેમ સૂર્યને પ્રકાશ ખાતને અંધારાને નાશ કરે છે, તેમ હૃદય મંદિરમાં પ્રગટાવેલ એ અનુભવ દીપક મિયાત્વરૂપી તિમિર નિવારી દે છે, અને ભાનુ ઉદયે જેમ ચોખાની પ્રવૃત્તિ છૂટી જાય છે, તેમ હદયમાં એ અનુભવ દીપકથી નદેવને નિરખતાં કામદેવ ગલિત શસ્ત્ર-તમનોરથ થઈ જાય છે.
દેહા. દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુખ હોય કેક, ભાવ પ્રદીપ પ્રગટ હવે, ભાસિત લોકાલેક. ૧
ભાવાર્થ-દ્રવ્ય દીપક વિવેકથી કરતાં જેમ દુઃખ ફોકટ ચર્થ થઈ જાય છે, તેમ ભાવરૂપી હવે હદયમાં પ્રગટ થયે કલેક ભાસવા માંડે છે.
વિવેચન- એ લેક અને અલક એવી બે આકાશની સ્થિતિ માની છે. જેમ કબ દીપકથી અંધારું વીગેરે ટળી જાય છે, તેમ ભાવરૂપી હવે હદયમાં પ્રગટતાં કેવલ્યાનમાં લેક અને અલેક ભાસવા મડિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૦
ગીત. (રાગ આશાવરી–ગરબાની રશી. ) દીપક, દીપતે રે, લેકાલેક પ્રમાણ, એહવે દીવડે રે, પ્રગટે પદ નિરવાણુ દી દવ્ય થકી દીપકની પૂજા, કરતાં ગતિ રોકેરે, પ્રભુ પડિમા આદર્શ કરીને, આતમરૂપ વિલોકે દી | એહ૦ ૧ શુદ્ધ દશા ચેતનકું પ્રગટે વિધટે ભવ ભય દૂરે, ચિદાનંદ ઝકળ ઘટાશું, કેવળ દીપ અનુપ | દો!
એહ૦ ૨ પડત પતંગ ન ધૂમકી રેખ, નહિ ચંચલ મારૂતરે, વૃત વિણ પૂરે પાત્ર ન તો વળી નવિ મેલ પ્રસૂતે દી | એહ | ૩ | પાપ ૫તંગ પડત તેમ દીપક કરતી દે સાહેલી રે, જનમતિ ધનસિરી વરી શિવસુખને, વીર કહે રંગરેલી દી. | છે એહ ૪
ભાવાર્થ-દીપ દવે, કે જેનું પ્રમાણ કલેકને કેવળજ્ઞાનને ભાસ થ એ છે, તે પ્રગટતાં નિર્વાણુ-મોક્ષની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યથી દીવાની પૂજા કરતાં બે ગતિને રેકે, અને પ્રભુની પ્રતિમાને આદર્શ કરી-દર્પણ કરી, તેમાં તમારા આત્માના સ્વરૂપને નિહાળો ૧ જેથી ભવના ભયરૂપ કુપ નાશ પામી, ચેતન જે આત્મા, તેને શુદ્ધ દશા પ્રગટે એ ચિદાનંદરૂપી ગકર ઘટાવાળ કેવળજ્ઞાનરૂપી દે અનૂપ-ઉપમા સહિત છે. જેમાં પતગ પડતાં નથી, પમાડાની રેખા નથી, પવનથી જે બૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
ઝાતું નથી, પત્ર–ઠામ તપતું નથી, મસ પડતી નથી–કીટે જામત નથી, પાપરૂપી પતંગીયાં તેમાં પડી બળી જાય છે. જે દીવે છે સાહેલીઓ કરતી, જેને કરીને જનમતિ અને ધનસિરી મોક્ષના સુખને વરી છે, એમ વીરવિજય આનંદથી રેલી કહે છે.
વિવેચન-કેવળીને અવશ્ય નિવાણની પ્રાપ્તિ છે. દીવાથી જેમ માગંમાં અડચણ કરનાર વસ્તુ દેખી શકાયાથી તેનાથી દૂર નાશી જવાય છે, તેમ અનુભવ દીપકથી નર્ક અને તીચ છે ગતિને ઉત્તમ ગતિએ જવા રાધતી રોકી દેવી, અને પ્રભુની પ્રતિમાને આદર્શ—દર્પણ કરી આત્માના સ્વરૂપને નિહાળવું, એટલે કે તે પ્રભુની જેમ હું પણ અનંતજ્ઞાનદર્શનચારિત્ર આત્મા છું, એ અભેદ છે. એથી ચેતન આત્માની શુદ્ધ દશા પ્રગટ થાય છે, અને ભવ ભ્રમણને ત્રાસ છુટી જાય છે. ચિદાનંદ અર્થાત પ્રશસ્ત જેમાં ચિત્તને આનંદ રહ્યો છે, એવા કેવલ્યરૂપી દીવાની ઉપમા કોઈની સાથે ઘટાવી શકાય તેમ નથી. દીવાની જેમ, એ અનુભવ દીપકમાં પતંગ પડતાં નથી, તેમાં ધૂમાડાની રેખા નથી, ભારત જે પવન-વાયુ થી ચંચલ–ડગત નથી, જેને બુઝાવાને ભય નથી, દીવાનું પાત્ર જેમ તમે થાય છે, પણ અનુભવરૂપી દીવાનો પ્રકાશઅચ આપી હદયને સંતપ્ત કરતો નથી, પણ ઉલટા તાપ સમસ્તની સાનિત કરે છે. જોટો જામતું નથી, પાપરૂપી પતંગીયાં જેમાં પડી, બળી ભસ્મ થાય છે, એવે એ દીવે છે.
કથા -મેઘપુર નગરને વિષે જનમતિ અને ધનશ્રી નામે બે શ્રેષ્ઠીઓની પુત્રીઓ હતી. તેઓ પરસ્પર સખીભાવે વર્તતી હતી, જનમતિ નિર્મળ સમકિતમાં પ્રીતિવાળી હતી, ધનશ્રી સમકિતથી રહિત હતી. એકદા જનમતિ જીનેશ્વરના મંદીરમાં તેને દીપ ધરતી નિહાળી, તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે, તે ધનશ્રીએ પૂછતાં જનમતિએ તેનું સમગ્ર ફળ કહી સંભળાવ્યું; તેથી તે ઘનશ્રી પણ તે પ્રવૃત્તિમાં રૂચીવાળી થઈ, અને નિરંતર બંન્ને સખીઓ જીનેશ્વરની પાસે દીપક કરવા લાગી. અન્યદા - નશ્રીએ જીવિતને છેડે આવેલે જાણી, જનમતિના વચનથી અનશનવૃત ગ્રહણ કર્યું, અને શુદ્ધ વેશ્યાવડે મૃત્યુ પામતાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૨
સૈધર્મ દેવલેકમાં દેવી થઈ. જનમતિ પણ સખીના વિયોગમાં સંત એવી આયુષ્યનિર્માણ પૂરું થવા આવ્યું અનશનવૃત પાળી મૃત્યુ પામી, અને ધનશ્રીના વિમાનને વિષેજ દેવી થઈ. અવધિ જ્ઞાનવડે બંને સખીઓએ પિતાને પૂર્વજન્મને સખી સબંધ જાણી પરસ્પર સહવાળી થઈ, અને આવી મનવાંછિત સમૃદ્ધિ પ્રાપ્ત થઈ, એ જીનભુવનમાં દીપદાન કરવાનું પરિણામ છે, એમ જાણે, તત્કાળ મેઘનગરમાં આવી સફટિક શિલાતલથી રચેલું, સુવર્ણ, મણિ અને રત્નના સ્તવાળું રૂષભદેવનું મંદિર બનાવ્યું. તેને સુવર્ણ દંડથી યુક્ત ધ્વજમાળથી અલંકૃત કરી, તેના કળશ ઉપર રતથી નિર્મિત દીપક મૂ, અને સુગધિ જળ મિશ્ર પુની વૃષ્ટિ કરી સ્વાસ્થાને ગઈ; મન સિત પુખે બેગવવા લાગી. ધનથી દેવતાનું આયુષ્ય પૂર્ણ થવાથી ચવી હેમપૂરના મકરવજ રાજાની કનકમાળા રાણું થઈ. તે મકરધ્વજની રાણીઓમાં સર્વોપરી હતી. તે રાજાને દઢમતિ નામની બીજી રાણી હતી, તે શોકના પરાભવના દુઃખથી મૃત્યુ પામી રાક્ષસી થઈ. તે રાક્ષસીએ કનકમાળામાં રાજાને અત્યતાસક્ત જાણુ મધ્ય રાત્રીમાં આવી, વિકાળ મહાન સર્પ તેને વધ કરવા મૂકો. પણ તે સર્ષ કનકમાળાનું તેજ સહન નહિ કરી શકવાથી કુંડલાકાર બની બેસી ગયે. આથી તે રાક્ષસીએ મધસત્વ છનાં પ્રાણ હરી લે તે ભયંકર શબ્દ કર્યો, જે સાંભળી કનકમાળા સહીત રાજા બેઠો થયે, અને જુએ છે તે પ્રિયાના તેજથી નિસ્તેજ થચેલે સર્પ પાસે બેઠેલે છે, અને ભયંકર રૂપ કરીને કનકમાળાને ડસવા તૈયાર થયે, પરંતુ તે પિતાના સત્વથી કિચિત પણ ચલિત ન થઈ. આ નિહાળી રાક્ષસી તેના ઉપર સંતુષ્ટ બની, અને વર માગવા કહ્યું. તેના ઉત્તરમાં કનકમાળાએ મણિ રતમય પ્રાસાદ બનાવી આપવા કહ્યું. પ્રાત:કાળે પતિની સાથે જાગ્રત થતાં કનકમાળાથે પિતાના આત્માને દેવતાએ રચેલા ભુવનમાં રહેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૩
જે. લેકે કહેવા લાગ્યાં કે, રાણી કનકમાળા માટે કઈ દેવીએ તે બનાવ્યું જણાય છે. દેવી કનકમાળા ભુવનના ગોખમાં બેસી રાત્રે પેલા જીનભુવન ઉપર રહેલા રસદીપકને પ્રીતિપૂર્વક જોતી હતી. હવે જનમતિ કનક માળાને એકદા રાત્રીના પશ્ચિમ પ્રહરે સ્વર્ગથી બેઘ દેવા આવી અને કહ્યું, આ જે કાંઈ મણિ રત્નજડિત ભુવનમાં રહી તું શાનદ કીડા કરે છે, તે પૂર્વ જન્મમાં જીનભવનમાં દીપદાન કરવાનું ફળ છે, અને આમ વારંવાર રાત્રીએ કહ્યા કરતી હતી. આથી હમેશાં આમ કેણ કહે છે, તેને ખુલાસે ગણુધર નામે અતિશય જ્ઞાની આચાર્ય, જે નગરના ઉદ્યાનમાં આવી સમોસર્યા હતા, તેમને વંદન કરી, ધર્મ સાંભળી પૂછ્યું. તેથી તે મુનિરાજે પૂર્વભવને વૃત્તાંત કહી સંભળાવ્યું, અને કહ્યું કે, એ ધનશ્રી પણ દેવલોકમાંથી ચલી ગા જન્મમાં તારી સખી થશે, અને તએ સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થશે, ત્યાંથી આવી મનુષ્યપણું પામી વૃત્ત અંગીકાર કરી સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધપદને પામશે. તમે પૂર્વભવે કરેલા દીપદાનનું ફળ મેક્ષ પ્રાપ્તિ તમને થશે. આ સાંભળી કનકમાળાએ જૈન ધર્મને સ્વીકાર્યું, અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને પિતાના સ્વામીની સાથે પોતાના આવાસે આવી. રાત્રી થતાં જનમતિએ જૈન ધર્મ સ્વીકારવા માટે આનંદ પ્રદર્શિત કરી કહ્યું, હું અહીંથી આવીને સાગરદત્ત શ્રેણીની પુત્રી થઈશ. તારે મને ત્યાં આવી પ્રતિબંધ આપ, અને એમ કહી સ્વસ્થાને ગઈ. અનુક્રમે જનમતિ સ્વર્ગથી ચવીને સાગરદત્ત શેઠની સુલશા નામની સ્ત્રીના ઉદરે રહી સુદર્શના નામે કન્યા બની અવતરી; કેમે કરી તે વૈવનપૂર્ણ થઈ. એક દહાડે તે દછિએ પડતાં કનકમાળાએ તેને કહ્યું, “મારી સખીને સ્વાગત છે? હે બહેન ! આ ત્રાષભદેવના મંદિર ઉપર જન્માંતરમાં સ્થાપન કરેલ રતને દીપક રહે છે.” આ પ્રમાણે વચને સાંભળવાથી સુદર્શનાને જાતિસ્મરણ જ્ઞાન થયું. ઉભય સખીઓએ
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
નેહપૂર્વક આલિંગન કર્યું, અને શુદ્ધ શ્રાવકપણું પાળી મૃત્યુ પામી. સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવતા થઈ, ત્યાંથી ચવી મનુષ્ય થઈ વિશુદ્ધ ચારિત્ર પાળી, સર્વ કર્મને ક્ષય કરી તે બંને સખીઓ શાશ્વત સુખની સમૃદ્ધિરૂપ સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે ભવિ પ્રાણીને બંધ કરવા શ્રી છનભુવનમાં દીપપૂજા કરવાનું પ્રશસ્ત એવું શુભ ફળ સંક્ષેપે કહેવામાં આવ્યું છે.
—
–
પષ્ટ અક્ષત પૂજા પ્રારંભ
દેહા. અક્ષયપદ સાધનતણું અક્ષત પૂજા સારા જીનપ્રતિમા આગળ મુદા ધરિયે ભવિ નરનાર. ૧
ભાવાર્થ-અય–મોક્ષપદ સાધવાને જેને સાર તાત્પર્ય છે, એવી આ અક્ષત પૂજા છે. જે અક્ષત જીનરાજની પ્રતિમા આગળ હે ભવિ નરનારીઓ ! હર્ષથી ધરવા.
વિવેચન-અક્ષત-જ્યાંથી ક્ષતિ નથી, એવી મેક્ષગતિ સાધવાને જે રહસ્યાર્થ છે, તે અક્ષત પૂજા છે. ત્યાં પૂજકે તે કાળે તેવીજ ભાવના ભાવવાની છે. દ્રવ્યનો ઉપયોગ અને તે વડે કરવામાં આવતી પૂજામાં આવિધિ સંકેત રહેલે છે, એમ આથી સ્પષ્ટ સમજવામાં આવ્યું હશે.
છે, એવી
આ
શા સાફ
વાળ,
જન મમળા ગિરા મા થી ની
(રાગ બિલાવલ.) જગત પ્રભુ આગળ ભવિ વર અક્ષત હરિયે મણિ મુક્તાફળ લેઇને વળી સ્વસ્તિક કરિયે રે હાંહારે વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
સ્વસ્તિક કરીએ હાંહાંરે કરી પાતક હરિયે ! હાંહારે છઠ્ઠી પૂજા સમરીએ હાહરે પ્રવહણ ભર દરીએ હાંહાંરે ભવસાયર તરિયે ! હાંહાંરે પદ અક્ષય વરિયે . જમતo | ૧ | અથવા ઉજવલ તંદુલા ભરી થાળને લાવે સ્વસ્તિક ચિહું ગતિ ચૂરણે વચ્ચે રતને ઠાવે છેહાંહાંરે વચ્ચે તને ઠાવે છે હાંહાંરે ઘનસાર વસાવ ! હાંહારે ધૂમાદિ અણા હાંહારે તસ પુંજ બનાવો હાંહાંરે અનુભવ લય લાવે હાંહાંરે (જે) હેયે શિવપુર જા ! જગત- ૨
ભાવાર્થ-જગતપ્રભુ નેદ્ર આગળ હે ભવિઓ! સારા અક્ષત ધરી, મણી અને મુક્તાફળથી સાથીએ પૂરીએ; જે કરી પાપને હરીએ, એ છઠ્ઠી પૂજાને સમરીએ. જેમ સમુદ્ર તરવા વહાણ જે નાવ છે, તેમ આથી ભવસમુદ્ર તરીએ, અક્ષપદ-એક્ષના પદને વરીએ, અથવા ઉજળા તંડુલ જે ચેખા થાળ ભરી લાવી ચારે ગતિને ચૂરણ કરનારે સ્વસ્તિક-સાથીઓ કરી વચ્ચે રવ ગઠવીએ, ઘનસાર-કસ્તુરી વસાવી ગોધૂમ ઘઉં આણી તેમાં ઢગલીએ પૂરીએ, અનુભવની લય લાવીએ, જે શિવપુર મેક્ષે જવું હોય તે.
વિવેચન–સ્વતિક-સાથીઓ પૂરવાને પ્રબંધ વહાણમૈકાના રૂપકને સ્થાને છે; તે ભવસમુદ્રથી અમને તારે એવી ભાવના ભાવવાના આશયને સૂચવે છે.
દેહા. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ | પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ ૧ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ-શુદ્ધ આખા અક્ષતે લઈ, નંદાવર્ત વિશાળ સાથીઓ પૂરી, સકળ જંજાળને ટાળી પ્રભુ સન્મુખ ઉભા રહે.
વિવેચન–અક્ષત શુદ્ધ, અપવિત્ર-અછડા નહિ જોઈએ. તેમજ અખંડ ભાંગેલા નહિ પણ આખા અગ્રભાગે અણવિદ્ધ જોઈએ.
ગીત.
(રાગ બિહાગડ.) શિવ નારી મુજ પ્યારી, દિલભર દેખાવ હે શિવનારી છે હરે પ્રભુ તું તેહને અધિકારી, દિલભર છેખાવહ શિવ નારી છે એ ટેક. શાલિ, વ્રીહિંગોધૂમકે ઢગલો પ્રભુ સન્મુખ નરનારી II દિલ | ધરી અક્ષત અક્ષત પદ વરીયે, આધિ, વ્યાધિ ભવહારી દિલ |
૧ | શંભુ સ્વયંભુ જગત નાયક, નાયક જગદાધારી ! દિલના તીર્થપતિ સુલતાન જીનેશ્વર અવિચલ પદ દાતારી દિલ૦ / ૨ દવહ ગુણ પજાયને મુદ્દા, ચઉગુણ પડિમા મારી આ દિલના દ્રવ્યાક્ષત ધરતાં ઈહ લેકે રાજ ત્રાદ્ધિ ભંડારી દિલ | A ૩ મરૂદેવા નંદન પદ પૂજત દ્રવ્ય ભાવ સુખકારી દિલ ને અનુભવ અમરાલય શુભ સુખને, કરી યુગલ ભવ પ્યારી છે. દિલ૦ ૪.
દાવા–શિવનારી–મુક્તિ! મને પ્યારી છે, તે પ્રેમથી દેખાવ. હે જીન પ્રભુ! તમે જેમ તેના અધિકારી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૭
તે મારા પણ દિલમાં તે દેખાડે. શાલ, વ્રીહી, અને ઘઉંને ઢગલે તથા અક્ષતને ધરી, આધિ, વ્યાધિ, ભવ-સંસારને હરનાર અક્ષત-જ્યાંથી પછી ક્ષતિ-નાશ નથી એવા પદને વરીએ
૧ શંભુ, સ્વયંભૂ જગતને ત્રાતા–નાયક અને જગતના આધારરૂપે છે, તીર્થપતિ સુલતાન જીનેશ્વર અવિચલ પદને-મુક્તિના પદને આપનાર છે જે ૨ / દ્રવ્ય, ગુણ, પર્યાય અને મુદ્રા, એ ચારે ગુણોથી પ્રભુની પ્રતિમા પ્યારી છે. અક્ષત દ્રવ્ય પ્રભુ પાસે ધરતાં આ લેકમાં રાજની રિદ્ધિ, અને ભંડારની પ્રાપ્તિ થાય છે. મરૂદેવા નંદન-રૂષભ જીનેન્દ્રના પદને ભાવવડે અક્ષત દ્રવ્યથી પૂજતાં અમરાલયથી પણ ઉત્તમ સુખને જેમાં અનુભવ છે, તે મુક્તિ કરયુલ બે પિપટોને મળી હતી.*
વિવેચન-લેંદ્ર પ્રભુની પ્રતિમા દ્રવ્ય-આરસ ઈત્યાદિ પદાર્થથી, ગુણથી તીર્થંકરના સમાપિત ગુણથી, પર્યાય આકાર ભેદથી અને મુદ્રા આકૃતિ મને હરતાથી, એ ચારે ગુણોથી સુંદર પ્યારી-વહાલી લાગે તેવી છે.
સપ્તમ નૈવેવ પૂજા.
દેહા. નિદિ આગળ ઠ, શુચિ નૈવેદ્ય રસાળ, વિવિધ જાતિ પકવાણું, ભરી અષ્ટાપદ થાળ | ૧ |
• નર માદા પોપટ યુગ્મ જીનેશ્વરના મંદિરમાં વિદ્યાધરોને પૂજા કરતા જોઇ, ભદ્રકભાવે શાલના ક્ષેત્રમાંથી ચાંચમાં શાલી લાવી પ્રભુ પાસે ધરવા માંડી. તે શુભ ભાવથી દેવલોકમાં ગયાં, અનુક્રમે મોક્ષે ગયાં. કથા મેટી લેવાથી કુંકામાં લખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૮
ભાવાર્થ–નિર્વેદી પ્રભુ પાસે પવિત્ર અને રસવાળું નૈવેદ્ય સેનાના થાળમાં વિવિધ ભાતિનાં પકવા ભરી મૂકે.
ઢાળ,
(રાગ કાશે.) પુરૂષોત્તમ ગુણખાણી હ પારગ પુરૂષોત્તમ ગુણખાણ, એ ટેક. હવે નૈવેદ્ય રસાળ ઠવીજે, પ્રભુ આગળ ભવિ પ્રાણુ, મરકી અમૃતપાક પતાસાં, ફેણી સરસ સોહાણું હે ! પારગ પુરૂ. ૧ લાખણુસાઈ મગદળ સાટા ઘેબર થાળ ભરાણી, સેવ કંસારને સક્ક૨૫ારા પેંડા બરફી આણી | પારગ પુરૂ | ૨ | ખાજાં ખુરમાં ખીર ખાંડ વૃત, પાપડ પૂરી વખાણી, મોતિયા કલિસાર ને ડેઠાં એમ પકવાન્ન મિલાણી હે પારગ પુરૂ ૩ પ્રભુ પુર ઢોઈ કરો દુઃખ હાણી માગે જોડી પાણી, પતિતપાવન જન મુજને દીજે અણુહારી શિવ રાણી હે પારગ પુરૂ. ૪
ભાવાર્થ પારગ-મુક્તિએ ગયેલા પુરૂષોત્તમ ગુણેની ખા. પણ છે, તે પ્રભુ આગળ હે ભવિ! હવે રસાળ નૈવેદ્ય મૂકજે. મરકી, અમૃતપાક, પતાસાં, રસવાલી સુંદર ફેણ, લાખણુસાઈ, મગદળ, સાટા, ઘેબર થાળ ભરી, સેવ, કંસાર, સક્કરપારા, પેડા, બરફી આણને, ખાજા પૂરમા, ખીર, ખાંડ, ઘી, અને વખાણવા લાયક પાપડ, પૂરી, મેલૈયા, કળસાર, ડેઠાં, એમ પકવા મેળવીને પ્રભુની સામે ધરી દુઃખની હાની નાશ કરે-હાથ જોડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
માગો કે, હે પતિતપાવન જન પ્રભુ ! મને અણહારી, જેમાં આહારની જરૂર નથી રહી, એવી શિવરાણી-મુક્તિ આપજે.
દેહા. અણહારી પદ મેં કર્યો, વિગ્ગહ ગઈ અણુતા દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત / ૧
ભાવાર્થ-વિગ્રહ ગતિમાં અણહારી પદ મેં ઘણુએ કર્યો છે, પણ મેક્ષના સ્વામી તે દૂર કરી આ બીજું અણહારી પદ દેજે.
વિવેચન-જીવ જ્યારે ચવે છે ત્યારે સિદ્ધિ લીટીએ જાય છે, અને ત્યાંથી પછી જ્યાં અવતરવું હોય ત્યાં જાય છે, તેથી તે બે વચ્ચેના અંતરે પહોંચતાં જે સમય લાગે તેટલો સમય નિરાહારી રહે છે એવી છે. ત્રણ, ચાર સમયની વક્રગતિમાં તો અણુહારી પદે મેં ઘણું કર્યા છે, પણ તેથી ભિન્ન સર્વ કાળ અણુહારી એવું મુકિતનું પદ હે મેંદ્ર પ્રભુ ! તમે મને આપે, એ ભાવના ભાવવાની છે. તેમજ ઉત્તમ પદાર્થ પકવાનો ધરીએ, એવા સુંદર પદાર્થો મને મળે એમ નહિ પણ તેવા પદાર્થો પ્રત્યેથી અનંત કાળથી ચાલી આવેલી આસક્તિ ઉઠી જઈ, મને અણુહારી પદ મળે, એ નૈવેદ્ય ધરવાને હેતુ છે. અર્થાત હે પ્રભુ! આપને તેનું ઉત્તમ નૈવેદ્ય ધર્યા છતાં તેને નહિ વેદવાવાળા-નિર્વેદી આહારાદિ વિષે રહિત છે, તેમ હું પણ બનું એ ભાવ છે. નૈવેદ્ય નહાઈ ધોઈને પવિત્ર એવુ ધરાવવું. કેટલાક કોઇને ત્યાંથી એઠું-અપવિત્ર, સંસ્કારપુરઃસર શુદ્ધ રીતીએ નહિ તૈયાર થયેલું એવું, લાડવા વગેરે લાવી ધરાવે છે તે ઉચિત નથી.
| ગીત.
( વૃદાવનમાં એકજ ગેપી. ) હાટક થાળ ભરી પકવાને, શાળ દાળ શાક પાકરે છે અનુભવ રસ સંચિત ભવિ લહીએ, અમૃત પદ વિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
નાકરે / હાટક છે. ૧. તાલ, કંસાલ, મૃદંગ બજાવત, દેતા અઢળક દાન રે ! નરનારી જીન ગુણ ગાવત આવે, જીન મંદિર બહુ માન રે I હાટક | ૨ પ્રભુ આગે નૈવેધ ઠવીને અણહારી પદ માગે રે, પુદ્ગલ ભાવ અનાદિની ઇહા ટાળી ભજે પ્રભુ રાગેરે | હાટક | ૩ | સગભય વારક સાતમી પૂજા, કરતાં ગઈ સગવારી રે, વીર કહે હલી નૃપ સુર સુખથી સાતમે ભવ શિવ નારી , હાટક | ૪ |
ભાવાર્થ–સેનાને થાળ પકવાન્ન, ભાત, તથા દાળ, શાક એમ પાકથી પૂરી, જેમ તેમાં રસ અને અમૃત સ્વાદ રહ્યાં છે, તેમ તેથી અનુભવના રસને સંચતાં અમૃતનું પદ જે સ્વર્ગ તેને વરીએ-પ્રાપ્ત કરીએ.
તાલખંજરી મૃદંગ બજાવતાં, અઢળક દાન આપતાં, સ્ત્રી પુરૂષે બહુ માનને ચગ્ય જન પ્રભુ, તેમના મંદિરમાં તેમના ગુણોનું સ્તવન કરતાં આવવું. પુદગલભાવભેગી જે અનાદિની ઈચ્છા, તે ટાળી પ્રભુના રાગને-પ્રીતિને ભજે. સાત ભય હરનારી આ સાતમી પૂજા કરતાં સાતમી ગતિ મળે છે. વીરવિજયજી કહે છે કે, જે કરવાથી હલી નૃ૫ દેવના જેવા સુખને અનુભવ કરતાં સાતમે ભવે શિવ નારી-મુક્તિને પામ્યા હતા.
ક્યા—ભરત ક્ષેત્રમાં ક્ષેમા નગરી છે, તે નગરીમાં સૂરસેન રાજા રાજ્ય કરે છે. પૂર્વે ધન્યા નામની નગરીમાં તે રાજાના વંશમાં ધીર અને સવમાં પ્રખ્યાત એ સિંહદવજ નામે રાજા થઈ ગયે. એક સમયે કઈ એક મહર્ષિ તે નગરીમાં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૧
ચડ્યા, અને નગરીના પ્રવેશ માર્ગની અંદર નિયમ ગ્રહણ કરી ધ્યાનસ્થ થઈને ઉભા. એ દઢ નિયમવાળા મુનિ પિતાના નિયમથી ચલાયમાન થતા નહિ. એવાને અપશુકનની બુદ્ધિએ નગરના નિર્દય લેક પેસતાં અને નીકળતાં મુનિના મસ્તક ઉપર પ્રહાર કરવા લાગ્યા, પાપી અને પામર માણસોએ એ પ્રમાણે ઘર ઉપસર્ગ કર્યા છતાં, તે મહાત્મા મંદરગિરિની જેમ ધ્યાનથી ચલિત થયા નહિ, આવે ઘર ઉપસર્ગ કરતા જોઈ, નગરવાસી દેવ ત્યાંના લેકે ઉપર કેપાયમાન થયે, તેવામાં તેવા ઘર ઉપસર્ગને સહન કરનારા મુનિને કેવળ જ્ઞાન ઉપર્યું, અને તત્કાળ આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પણ થયું. તે મુનિ શાસ્વત એવા પરમ પદને પામ્યા.
પેલા કોપાયમાન દેવતાએ નગરના લેકેને એવા ઉપસર્ગ કર્યા કે, આખું નગર જનસંચાર વગરનું ઉજજડ બની ગયું. પછી રાજાએ તેની વિધિપૂર્વક આરાધના કરી, એટલે તે દેવ સંતુષ્ટ થયે, અને રાજાને કહ્યું, અહીંથી દૂર બીજે સ્થળે નગર વસાવે, તે તમને ક્ષેમકુશળ થશે, એથી સૂરરાજાએ બીજે સ્થળે નગરી વસાવી. તેમાં સર્વનું ક્ષેમ થવાથી તે ક્ષેમપુરી એવા નામથી વિખ્યાત થઈ, તેજ આ નગરી સમજવી. પેલે પ્રથમના નગરવાળે દેવ શૂન્ય અરણ્યમાં આવેલા રૂષભદેવ પ્રભુના મંદિરમાં કઈ દુષ્ટને પ્રવેશ થવા દેતે નહિ. તે જીનભુવનની પાસે કેઈએક દરિદ્રનાં દુસહ દુઃખથી પરિતાપ પામેલા યુવાન કણબીનું ખેતર હતું; તેથી તે પ્રતિદીવસ ત્યાં હળ ખેડતું હતું, અને ક્ષેમપુરમાંથી તેની સ્ત્રી તેના ઘરેથી તેને માટે ભાત લાવતી હતી. તે દી અને તેલ વિનાનું અરસવિરસ ભેજન કરતે હતે. એક દીવસે કઈ ચારણમુનિ આકાશ માગે તે મંદિરનાં દર્શન કરવા માટે આવ્યા. શ્રી રૂષભપ્રભુની સ્તુતિ કરી મંદિરની બહાર એક જગ્યાએ બેઠા, તેમને જોઈ એ ખેડુતને ઘણે હર્ષ થયે, તેથી નેત્રમાં આનંદાશ્રુ ભરાઈ આવ્યાં, અને શરીર, ભક્તિથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
કર ભરપુર થઈ ગયું, એટલે તે પિતાનું હળ મૂકી વિનયપૂર્વક આવી વંદના કરી અને બે. ભગવન! દુર્લભ એ મનુષ્ય જન્મ પામી હંમેશાને દુઃખી કેમ થયે? મુનિએ કહ્યું, ભદ્ર! તે પરભવને વિષે ભક્તિપૂર્વક મુનિને દાન આપ્યું નથી, તેમ છેનેદ્રની આગળ નૈવેદ્ય ધર્યું નથી, તેથી તું આ જન્મમાં કઈ પ્રકારે મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ ભેગરહિત, દુઃખી અને દરિદ્રી થયે છે. મુનિનાં આવાં વચન સાંભળી તે પૃથ્વી ઉપર મસ્તક નમાવી છે કે, આજથી હું એ અભિગ્રહ ધારણ કરું છું કે, મારે માટે આવેલા ભેજનમાંથી હું જીનેશ્વર ભગવતેની પાસે એક પિંડ ધર્યા પછી, અને કેઈ મુનિરાજને ભેગ બની જાય તે તેમને વહોરાવ્યા પછી મારે જમવું. મુનિ બેલ્યા, ભદ્ર! આ અભિગ્રહ તું નિશ્ચલ રાખજે, જેથી તું સુખેથી શાસ્વત સુખને પામીશ, એવી મુનિની તે ખેડુ આશિષ પામી, તેમને ભાવપૂર્વક નમ્યું. મુનિ યથેચ્છ આકાશ માર્ગ વિહાર કરી ગયા.
પેલો ખેડુત તે દહાડાથી પોતાની સ્ત્રી ભાત લાવતી, તેમાંથી ડું અન્ન લઈ દરરોજ જીનેશ્વર ભગવાનની આગળ નૈવેદ્ય ધરાવવા લાગ્યું. એક વખતે તે ખેડુત ભાત આવવામાં બહુ મોડું થવાથી ક્ષુધાથી પરાભવ પામ્યું હતું. એવામાં ભાત આવ્યું કે તત્કાળ તે જમવા બેઠે, અને ભાતને કળીએ લઈ ખાવા જતે હતે, એવામાં તેને પિતાને નિયમ યાદ આવ્યું. તુરત કોળીઓ નાખી દઈનેવેધ લઈ પ્રભુ મંદિર તરફ ચાલ્ય, તેવામાં પૂર્વે કહેલે દેવ આ ખેડુતના સત્વની પરિક્ષા કરવા માટે તત્કાળજીન મંદિરના દ્વાર આગળ સિંહના રૂપે ઉભે થયે. તે ખેડુત ચિંતવવા લાગ્યો કે, જીનેશ્વરની પાસે નૈવેદ્ય ધર્યા સિવાય હું કેમ ભોજન કરીશ? આજ તે પ્રભુ આગળ જતાં જીવતે રહું કે મરણ પામું પણ નૈવેદ્ય તે અવશ્ય ધરવું. આમ ચિંતવીને સત્વ ધારણ કરી જે તે પ્રભુની આગળ જવા ચાલ્ય, તે તે સિંહ તેના પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
સંતુષ્ટ થઈ પાછા પગલે એસરવા લાગે. ખેડૂત ધીરપણે મં. દિરમાં પેઠે કે તત્કાળ સિંહ અદશ્ય થઈ ગયે. ખેડુ નેવેદ્ય ધરી પિતાને સ્થાનકે આવ્યો, અને ભેજન કરવા બેઠે, એટલે પેલે નગર રક્ષક દેવ સાધુનેરૂપે તેની પાસે આવ્યા. પેલો ખેડુત ભાતને ગ્રાસ લેવા જતું હતું, તેવામાં તેણે પિતાની આગળ મુનિને જોયા, એટલે તેણે સંતુષ્ટ થઈ, જે ભાત પિતે ખાવા લીધું હતું, તે વહેરાવી દીધું. પછી બીજે ભાત લઈ ખાવા બેઠે, તેવામાં તે દેવ પાછે સ્થવર મુનિનું રૂપ કરીને આવ્યું, એટલે બીજી વાર લીધેલ ભાત વહેરાવી જમવા બેઠે. એટલામાં તે દેવ ક્ષુલ્લક મુનિના વેશે ત્યાં આવ્યા, તેમને બાકી રહેલે સર્વ ભાત આપવા તૈયાર થયે. આથી દેવે સંતુષ્ટ થઈ તેને વર માગવા કહ્યું. ખેડુ બેલ્ય, દેવ! મને અર્થની પ્રાપ્તિ થાઓ, અને મારું દારિદ્ર નાશ પામે. તથાસ્તુ-તેમ છે, એમ કહી દેવ પિતાને સ્થાનકે ગયે. આ વાત તે ખેડુતે આવી તેની સ્ત્રીને કરી, સ્ત્રીએ ભાવ શુદ્ધિથી અનુમોદના કરી.
અહીં ક્ષેમપુરીમાં સુરસેન રાજાને વિષ્ણુશ્રી નામે પુત્રી થઈ એ કન્યાને યેગ્ય વર નહિ મળવાથી રાજાએ તેને સ્વયંવર આરજે. અનેક રાજાએ તેમાં આવ્યા હતા, કુમારી સ્વયંવર મધ્યે આવી. ઢેલ, શખ ઈત્યાદીના શખથી પેલા ખેડુતને પણ સ્વયંવર જેવાની ઈચ્છા થઈ આવી, તેથી હળ ઉપર આરૂઢ બની ત્યાં આવ્યું, અને સંતુષ્ટ ચિત્તે સ્વયંવર જેવા લાગ્યું. પ્રતિહારી, કન્યાને રાજાએ ઓળખાવવા લાગી, પરંતુ તે સર્વને તજીને તે કુમારી પેલા ખેડુતને વરી. આથી બધા રાજા કુદ્ધ બની, ચંડસેનના કહેવાથી બધાએ મળી તે કુમારીના બાપને કહાવ્યું કે, તમારી કન્યા અજ્ઞાન અને મૂઢ બુદ્ધિથી ખેડુતને વરી છે, માટે એ પસંદગી રદ કરીને ફરીવાર માત્ર રાજાને રવયંવર મેળવે. તે રાજાએ ઉત્તર કહા, તેમાં મારે દોષ નથી, સ્વયંવરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૦
કન્યા વરે તે પ્રમાણે થાય. રાજાએ સહુ કોપાયમાન થયા, અને બેલ્યા કે, ખેડુતને મારી, કુમારીને પકડી લે, અને ખેડુતને કહ્યું, તું કુમારીને છોડી દે. ખેડુત અસંમત થયે, અને લડવા તત્પર થયે. મહાન સંગ્રામ થયે, ખેડુ રાજાઓના સૈન્યમાં ઘેર સંહાર પ્રવર્તાવવા લાગ્યા. આ જોઈ ચંડસિંહ બોલ્યું કે, આ કઈ દેવ આપણું ઉપર કે પાયમાન થયું છે. આપણે જઈ તેને શાંત કરીએ, અને સર્વે રાજાએ અમને શરણ આપે, એમ બેલતા ખેડુત પાસે ગયા અને બેલ્યા, ભગવન! મેહથી મૂઢ બની અમે આપને અઘટિત વચને કહ્યાં છે, અમને ક્ષમા કરે, અમે આપને પ્રણામ કરીએ છીએ.
હાલીકનું આવું અદભૂત ચેષ્ટિત જોઈ કન્યાનાં માતાપિતા ઈત્યાદિ ખુશી થયાં. પછી રાજાએ કુમારીને હાલીકની જોડે વિવાહ કર્યો, અને પિતે અપુત્ર હોવાથી સર્વે રાજાઓએ મળી તે હાલીકને રાજ્યાભિષેક કર્યો, અને કહ્યું કે, આજથી તમે અમારા સ્વામી છે, અને સૂરસેને સર્વ રાજાઓને સત્કાર કરી વિદાયગીરી આપી. પશ્ચાત્ પેલા દેવે પ્રગટ થઈ કહ્યું, હાલિક ! તારું દારિદ્ર ગયું? હજી પણ તું કાંઈ માગીશ, તે હું તને આપીશ. હાલીક બે, જે એમ હોય, તે પૂર્વે કે ધવડે તમે નગરી ઉજજડ કરેલી છે, તે તમારા પસાયથી ફરીને વસે. તુરત દેવે તેમ કર્યું, અને ઈંદ્રાણીની સાથે ઇંદ્રની જેમ, હાલિક રાજા વિશુશ્રીની સાથે ત્યાં રહી વિલાસ ભેગવવા લાગે.
આ પ્રમાણે જીનેશ્વર પાસે નૈવેદ્ય ધરવાથી ખેડુતે આ લેકમાંજ મનવાંછીત સુખ અને રાજ્ય પ્રાપ્ત કર્યું. અને તે બન્ને સ્ત્રીઓ સમેત ભક્તિયુક્ત બની પ્રતિદિન પ્રભુને નૈવેદ્ય ધરવા લાછે, અને સુખે દિવસે નિમવા લાગે.
હવે પેલે દેવ, દેવ સંબંધી આયુષ્યને ક્ષય થવાથી ચવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
વિશુશ્રીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે, તેનું કુમુદ એવું નામ પડયું. યુવાન થતાં તેને હાલીક, રાજ્ય સેંપી મૃત્યુ પામી જી. નેશ્વર ભગવંતની પાસે નૈવેદ્ય ધરવાના ફળથી પહેલા દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે, અને પિતાની સમૃદ્ધિ જોઈને, તેમજ દેવતાઓને જયજય શબ્દ સાંભળીને પૂર્વના કયા પુણ્યથી આવી મને દેવતાની સમૃદ્ધિ વિગેરે હું પામે. તે ચિંતવવા લાગે તે અવધિ જ્ઞાનવડે તેને માલુમ પડયું કે, આ બધું જીનેશ્વર ભગવંતની પાસે નૈવેદ્ય ધરવાનું ફળ છે. પછી પિતાના પૂર્વ ભવના પુત્રને હલદેવ પ્રતિબોધ આપવા જવા લાગ્યા, અને કહ્યું કે, હે રાજા! તું એક ચિત્ત મારું વચન સાંભળ. જન્માંતરે શ્રી
નેશ્વર ભગવંતની પાસે ભક્તિથી મેં નૈવેદ્ય ધરેલ તેથી મને આવી મહાન દેવ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. મહાશય! તારા પસાયથી મને જૈન ધર્મ પ્રાપ્ત થયેલ છે, તે તું પણ તે જૈન ધર્મનું આરાધન કર.
આ પ્રમાણે વચને સાંભળી કુમુદ રાજા મનમાં વિસ્મય પામી ચિંતવવા લાગ્યું કે, મારી આગળ હમેશાં આવાં વચને કહીને પાછું અંતધ્યાન થઈ જાય છે, તે કેણ હશે! એક દહાડે તે કુમુદ રાજાએ કહ્યું, “તમે કોણ છે કે, જે નિત્ય મારી આગળ આવી મને વચને કહી પાછા ચાલ્યા જાઓ છે, તે વિષે મને અતિ જૈતુક છે.” દેવતાએ કહ્યું, હું તારે પૂર્વ જન્મનો પિતા છું. શ્રી જીનેશ્વર ભગવત પાસે નૈવેદ્ય ધરવાના ફળથી હું દેવ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે છું. તારા સ્નેહમાં બંધાઈ તને પ્રતિબંધ આપવા માટે હું દરરોજ આવું છું, માટે હે રાજા ! તુ પણ જૈન ધર્મમાં આદર કર. તે સાંભળી રાજા બે કે, તમે મને પ્રતિબંધ કર્યો, તે ઘણું સારું કર્યું. શ્રી જીનેશ્વર કથિત ધર્મ મને શરણભૂત થાઓ. આ પ્રમાણે પુત્રને પ્રતિબોધ પમાડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૬
જૈન ધર્મમાં રૂચી જોડી દઈને હલદેવ પિતાના દેવલેકમાં ગયે, અને મનવાંછીત સુખ ભોગવવા લાગ્યા.
શ્રી જીનેશ્વર ભગવંત પાસે નૈવેદ્ય ધરવાના ફળથી દેવ તથા મનુષ્યનાં સુખ ભેગવી. સાતમે ભવે તે હલીક શાસ્વત સ્થાનને પ્રાપ્ત થશે.
આ પ્રમાણે ભવ્ય જીના બેધને અર્થે શ્રી જીનેશ્વર ભગવંત પાસે નૈવેદ્ય ધરવાનું ફળ કહેલું છે. જે નૈવેદ્ય પૂજામાં - ઘમ કરવાથી પ્રાણુને અવશ્ય મેક્ષ સુખ થાય છે.
અષ્ટમ ફળ પૂજા પ્રારંભ.
દોહા. અષ્ટમી ગતિ વરવા ભણી, અષ્ટમી પૂજા સારા તરૂ સંચિત ફળ પામીએ, ફળથી ફળ નિર્ધાર | ભાવાર્થ-આઠમી ગતિ વરવા આઠમી ફળની પૂજા ભણે છે, જેનું તાત્પર્ય તરૂ જે ઝાડ તેને જળથી સીંચતાં જ્યમ ફળને પામીએ, તેમફળના અર્પણથી મુક્તિરૂપી ફળને પણ અવશ્ય પામીએ.
હાળ.
(રાગ ગેડી-મારૂણી.) મુગતિ ફળીરે ફળીરે ફળી, અહો ભવિયાં હે મુગતિ pળી કુમતિ ટળી સુમતિ ભલી એમ નરનારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૭
મળી મળી અહે ભ૦ | મુગo | એ ટેક. ફળ પૂજા કરીએ ફળ કામી, નિર્મળ શ્રી ફળવાય તે અંહા | દાડિમ, દાખ, અખોડ, બદામ, પુગીફળ સમુદાય છે અહા ! મુગ| કુમ | સુ છે એમ | ૧ | મિષ્ટાંગ બુ ખારેક, કદલી, સીતાફળ અભિરામ // અહા ! જમરૂખ, તરબુજ, નીમજ, કેહલાં, સમરી સમરી જીન નામ અહો | મુગ. | કુમ૦ છે સુમ એમ | ૨ ચુયફળ, નારિંગ, પિસ્તા, ખરબુજ, ફનસ, અંગુર, જંબીર | અહા શુભ ચામીકર થાળ ભરી જે, સિંગોડાં અંજીર ! અહા ! I મુગ. | કુમ | સુમઃ | એમ| ૩ |
ભાવાર્થ—અહે ભવિયે! મુક્તિ ફળી, મુક્તિ ફળી, કુમતિ ટળી, અને સારી મતિ ઉદય પામી, એમ નરનારી મુક્તિરૂપી ફળની કામનાવાળા નિર્મળ શ્રીફળ, દાડમ, દ્રાખ, અખેડ, બદામ, પુગીફળ, મીઠાં લીંબુ, ખારેક, કેળાં, સુંદર સીતાફળ, જમરૂખ, તરબુચ, નીમજા, કેળાં, જીનપ્રભુનું નામ ઉચ્ચારતાં ધરવાં. કેરી, નારંગી, પીસ્તાં, ખરબુજ, ફનસ, અંગુર-લીલી દ્રાક્ષ, બીજેરૂ સારા સેનાના થાળમાં સીઘેડાં અંજીર મૂકવાં. વિવેચન–સ્પષ્ટ છે.
દોહા ઇંદ્રાદિક પૂજ ભણી, ફળ લાવે ધરી રામા પુરૂષોત્તમ પૂછ કરી, માગે શિવળ ત્યાગ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૮
ભાવાર્થ-રાગ-નેહથી ફળની પૂજા ભણું ઈંદ્રાદિ પણ પુરૂષેત્તમ પ્રભુને પૂજી શિવફળ-મુક્તિનું દાન માગે છે. વિવેચનમાં વિશેષ કાંઈ લખવા જેવું સમજાતું નથી.
ગીત. (ઈનમ રાગિણી-મારી સહિરે રામાણી.) હરિપરે ફળ માગે ભવિ લેકા, કળથી શિવળ રોકારે . ધન ધન જનરાયા છેરાયણ બીજોરાં ફળ ટેટી. પૂજત શિવ વહુ ભેટી ! ધન ૧ ઇત્યાદિક શુચિ ફળ ભવિ લાવ થાળ વિશાળ ભરારે | ધન હર્ષભરે જીનમંદિર આવે, છનવર આગળ ઠારે ધન૨ એમ ફળ પૂજા જે ભવિ કરશે, તે શિવ રમણી વગેરે ને ધન | પૂજો ભવિયણ નિર્મળ બુદ્ધિ પણ કરી સગવિહ શુદ્ધિરે ધન ! ૩ કીરયુગલશું દુર્ણતા નારી, પૂજ્યા જીન જયકારીરે || ધન ને કહે શુભવીર અચળ સુખ લીધે, અંત કરમને કીધેરે ધન | ૪ |
ભાવાર્થભવિલોકે! હરિ પાસે ફળ મૂકી ફળ માગે. ફળથી રેકર્ડ શિવફળ-મુક્તિ આપે છે, એવા અનરાયને ધન્ય છે ધન્ય છે. રાયણ, બીજોરાં, ટેટીથી પૂજતાં શિવવહુ-મુક્તિ ભેટી સમજે છે ૧ . અને એવાં એવાં પવિત્ર ફળ ભવિ લાવી વિશાળ થાળ ભરાવે. પછી હર્ષ ભર્યા જીનમંદિરે આવે, અને તે ફળે જીનપ્રભુ આગળ ધરે I ૨ આ વિધિ જે ભવિ ફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૯
પૂજા કરશે, તેને શિવરમણ-મુક્તિ વરશે. ભવિજન નિર્મળ બુદ્ધિથી સાત પ્રકારી શુદ્ધિથી કરયુગલની જેમ, તેમજ દુર્ગતા સ્ત્રીએ જેમ ફળથી જય કરનારા જનદેવ પૂજ્યા, તે અચળ સુખ લીધું, અને કર્મને અંત આણે.
વિવેચન-સ્પષ્ટ છે-ફળો એઠાં. જનાવરે કચેલાં, હાઈ ગયેલાં કે વાસી ન લેવાં જોઇએ, તાજાં ફળ ઉપયોગમાં લેવાં જોઇએ.
કથા-કંચનપુરી નામની નગરીમાં બહાર અરનાથ પ્રભુના જીન મંદિરના દ્વારની આગળ એક આમ્રવૃક્ષ ઉપર નીલકમળના પત્ર જેવું, અને ભદ્રિક એક શુક પક્ષિનું જોડું રહેતું હતું. અન્યદાતે જીનાં મંદિરમાં મહત્સવ ચાલતું હતું, તે પ્રસંગે નગરને રાજા નરસુંદર નગર જનેની સાથે આવી, ભક્તિથી સુંદર ફળવડે તેણે પ્રભુની પૂજા કરી. રાજાની સાથે નગરમાં રહેનારી કેઈ એક દરિદ્ધિ સ્ત્રી પણ ત્યાં આવી હતી, જે પ્રભુની પૂજા માટે એક પણ ફળ લેવાને સમર્થ હતી નહિ, તે અત્યંત દુઃખી બની ચિંતવવા લાગી કે, અહા ! પ્રતિદિવસ પ્રભુની ફળથી પૂજા કરનારને ધન્ય છે. હું અભાગણી એક પણ ઉત્તમ ફળ અર્પણ કરવા સમર્થ નથી. એવામાં તે મંદિર પાસેના આમ્રવૃક્ષ ઉપર રહેલું વૃક્ષના ફળને ભક્ષણ કરતું પેલું શક પક્ષનું જોડું તેની દૃષ્ટિએ પડયું, એટલે તે સ્ત્રીએ એ શુક પક્ષિને કહ્યું, રે ભદ્ર! તું એક આમ્રફળ મારા માટે નાખ. શુકે કહ્યું તે તેને શું કરીશ? તે સ્ત્રી બેલી હું તે પ્રભુને અર્પણ કરીશ. તે પક્ષીએ પૂછી જોયું, જીનેશ્વરને ફળ અર્પણ કરવાથી શું ફળ થાય, તે કહેતે હું તને એક આમ્રફળ આપે. આથી તે સ્ત્રીએ તેના ફળને કહી સંભ
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
ળાવ્યું. આથી શુક્ર અને શુકીને પણ આમ્રફળ પ્રભુ આગળ ધરવાની રૂચી થઈ, અને એક ફળ તે સ્ત્રીને આપ્યું જે લઈ તેણે પરમ ભક્તિથી પ્રભુ આગળ ધર્યું. પછી તે શુક પણ ચાંચમાં આમ્રફળ લઈ આવ્યું, અને ફળ પ્રભુ પાસે મુકી છે કે, અમે તમારી સ્તુતિ જાણતાં નથી, પણ ફળ અર્પણ કરવાથી જે ફળ થતું હોય, તે અમને થાઓ.
પેલી શુદ્ધ પ્રણામવાળી ગરીબ સ્ત્રી આયુષ્ય ક્ષય થતાં મૃત્યુ પામી. જીનપ્રભુને ફળ ધરવાના પુણ્યથી દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થઈ. પેલે શુકપલિ મૃત્યુ પામી, ગધીલા નગરીના સુરરાજાને ઘરે રતાદેવીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે શુકને જીવ રાણીના ગર્ભમાં આવ્યા પછી, તે ઉત્તરોત્તર શરીરે દુબળી થતી જોઈ રાજાએ પૂછ્યું, તમને જે દેહદ થયે હેય તે કહે. તે સાંભળી રાણી બેલી, મને અકાળે આમ્રફળ ખાવાને દેહદ થયે છે, તે તમે કેમ પૂર્ણ કરશે? રાજા વિચારમાં પડયે કે, આ અકાળે થયેલે દેહદ કેમ પૂર્ણ કરે, અને નહિ કરું તે સ્ત્રી મૃત્યુ પામશે. પેલી દરિદ્ર સ્ત્રી, જે દેવ થઈ છે, તેણે અવધિ જ્ઞાનથી જાણું લીધું કે, પેલે શુક પક્ષી તે રાણીના ગર્ભમાં પુત્રણે ઉત્પન્ન થયે છે. તેણે પૂર્વ ભાવે ફળ આપી મારાપર ઉપકાર કર્યો છે, તે હું ત્યાં જઈ તેના મને રથ પૂર્ણ કરૂં. આ પ્રમાણે ચિતવી તેણે સાર્થવાહને વેષ લઈ ત્યાં આવી, આમ્રફળને ટેપલે ભરી સમિપે મૂક્યું. રાજાએ પૂછ્યું, ભદ્ર! તમે અકાળે આમ્રફળ ક્યાંથી મેળવ્યાં? તે સાંભળી તે દેવ બે, આ ૨નાદેવીના ગર્ભમાં જે પુત્ર આવેલ છે, તેના પુણ્યથી મને તે પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
થયાં છે, અને એમ કહી તે અંતર્ધાન થઈ ગયું. રાજા આનંદ પામી, વિચારવા લાગ્યું કે, આ કઈ પુત્રને જન્માંતરને સંબંધી દેવતા હશે. પછી એ આમ્રફળથી જેને દેહદ પૂર્ણ થયેલ છે, એવી રણુએ સુલક્ષણવાળા પુત્રને જન્મ આપ્યું. તેનું ફળસાર એવું નામ પાડ્યું. એક દહાડે રાત્રીએ પેલા દેવે આવી તે કુમારને તેને પૂર્વ ભવ અને તે ભાવે કરેલું સુકૃત કહી સંભલાવ્યું, અને હાલ જે સમૃદ્ધિ પામે છે, તે સુકૃતનું ફળ છે; અને તારી પૂર્વ ભવની સ્ત્રી શુકી એ ફળ અર્પણના પુન્યથી રાયપુર નગરના રાજાને ઘરે પુત્રી થઈ અવતરી છે. મને આમ્રફળ પ્રભુને અર્પણ કરવાથી, આવી દેવતાની સમૃદ્ધિ મળી છે, અને તારી માતાને આમ્રફળ ખાવાને ગર્ભાવસ્થામાં દેહદ થયે, તેથી મેં આમ્રફળ આપી પૂર્ણ કર્યો હતે. તારી પૂર્વ ભવની સ્ત્રી શુકી રાયપુરના રાજા સમરકેતુને ત્યાં ચંદ્રલેખા થઈ અવતરી છે, તેને સ્વયંવર થાય છે. તું ચિત્રપટ્ટમાં શુકપક્ષનું જોડું ચીતરી તે સાથે રાખીને સ્વયંવરમાં જા. તે પક્ષિનું યુગલ જોતાં તે કુમારીને જાતિસ્મરણ જ્ઞાન થશે, અને સંતુષ્ટ થઈ, તને વરમાળા પહેરાવશે. પછી કુમાર ચિત્ર તૈયાર કરી સ્વયંવરમાં ગયે. ચંદ્રલેખાએ એ ચિત્ર જોઈ, પિતાના પૂર્વ ભવને વૃત્તાંત કહી સંભળાવ્યું, અને તે ફળસારના કંઠમાં વરમાળા આપી, અને પ્રાણ ગ્રહણ થયે. પશ્ચાત્ સુખશાંતિપૂર્વક દંપતિ પિતાના નગરમાં આવ્યાં, અને દંપતિ વિલાસમાં દિવસો વિતાવવા લાગ્યાં. ઈ ફળસાર કુમારને ચિંતિત વધુ સુલભ રીતે મળે છે, તે વાતની પ્રશંસા કરી. તે વાતની શ્રદ્ધા ન થવાથી કોઈ દેવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પર
સર્પનું રૂપ લઈ ત્યાં આવ્યું, અને ચંદ્રલેખાને દશ કર્યો. રાજા આકુલ વ્યાકુલ થયે, વૈદ્ય અને મંત્ર કુશળના પ્રત્યે નિષ્ફળ ગયા, તેવામાં પેલે પરીક્ષા કરનાર દેવ ઉત્તમ વૈદ્ય બની આવ્યું. તેણે કહ્યું, કુમાર, દેવવૃક્ષની મંજરી હોય, તે તારી સ્ત્રીને જીવાડું. કુમાર વિચારવા લાગ્યું કે, તે કેમ મળે! એટલામાં પૂર્વ સંબંધી પિલા દુર્ગત દેવે મંજરી હાથમાં મૂકી. તત્કાળ પેલે દેવેવૈદ્ય પિતાનું રૂપ મૂકી ગજેન્દ્ર બન્યું, ત્યાં તેણે કુમારને સિંહરૂપે નિહાળે, એટલે તે ગજેન્દ્રનું રૂપ મૂકી સિંહ થયે, કે તુરત કુમાર સર્પરૂપે થે. એ જે તે દેવ પિતાની માયાને સંહરી તુષ્ટમાન થઈ બેલ્ય, ભદ્ર! તું તારી ઈચછા હોય તે માગી લે. કુમાર છે, જે તેમ હેય, તે આ મારૂ નગર દેવતાના નગર જેવું કરી આપે. આ પ્રમાણે કહેતાં સુવર્ણ મણિ રત્તમય કિલ્લાથી વિભૂષિત એવી નગરી દેવતાએ કરી દીધી, અને તેને
સ્વામી એ કુમારને હરાવી પિતાના સ્થાને ગયે. ફળસાર આજે દીવસે વ્યતીતાવતાં તેને ચંદ્રસાર નામે પુત્ર થયું, અને ફળસારે પિતાની વૈવનવય વ્યતિત થતાં ચંદ્રસારને રાજય સેંપી દયિતા સાથે પ્રભુ પાસે વ્રત ગ્રહણ કર્યું, અને મૃત્યુ પામી, બંને સાતમા દેવલોકમાં દેવતા થયા. પિલે દુર્ગત દેવ અને આ બન્ને દેવે કાળે કરી દેવકથી ચવી સાતમે ભવે જીનેશ્વરની ફળપુજાના પ્રભાવથી સિદ્ધપદને પામશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૩
અથ કળશ.
( રાગ ધન્યાશ્રી-વામાનંદ જગ –એ દેશી. )
દણ વિધ અષ્ટ પ્રકારી પૂજા, કરશે તસ નિત્ય સુખ શાતા, સિદ્ધિ બુદ્ધિ દિઠ્ઠિ અડ ભવિજન, પામી અડ પવયણ માતા / હરીપરે ભક્તિ કરો પ્રભુકેરી ૧ રાગ દ્વેષ ટાળી જીન પૂજત, અષ્ટમી ગતિ અનુક્રમે લહે છે અષ્ટ કર્મ સમતાયે બાળી, નીલતરૂ વન હિમ દહો ,હરિપરૅ૦ + ૨ || તપગચ્છ શ્રી વિજયસિંહ સૂરીશ્વર, સત્યવિજય પન્યાસ વરે છે કપૂર સમુક્વલ ખિમાવિજય જસવિજય સદા સૈભાગ્ય કરે છે હરિ. પરે ૩ | તસ શિષ્ય શુભવિજય સોભાગી, તસ અનુમતિ આનરાય સહી ગાવત હર્ષ કલ્લેબ ભરાયા, રાજનગર ચઉમાસ રહી | હરિપરેં૦ | ૪ | સંવત અઢાર અઠ્ઠાવન વરસે, ભાદપદે સિત પક્ષ ભલો // દ્વાદશી દિન ગુરૂવાર મનહર એ અભ્યાસ ભયે સફળે છે હરિપરે ૫ સુર ગુરૂ પણ ન શકે કરી વર્ણન, જીન ગુણિયા મેં મંદમતિ | જલધિમાન કહે જેમ બાળક, નિજ શકતે પંખી વદતી | હરિપરે | ૧ ૬ શક્તિ વિના પણ તેમ પ્રભુ ગાયા, ગુણમાળા ભવિ કંઠ ધરે | વીરવિજય કહે સંઘ સકળ ભવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
પ૪ જઇ શિવ મંદિર લીલ કરો | હરિપરે. . ૭ | || ઇતિ કળશ |
ભાવાર્થ-આ પ્રકારે અષ્ટ પ્રકારી જે પૂજા કરશે, તેને નિત્ય એવી મેક્ષની સુખશાંતિ મળશે. તે ભવિજન આઠ પ્રકારની સિદ્ધિ, બુદ્ધિ, દષ્ટિ અને આઠ પ્રકારની પ્રવચન માતાને પામશે. / ૧ /
રાગ દ્વેષને ટાળી, જીન પ્રભુને પૂજતાં ભવિ અનુક્રમે આકમી ગતિને લહે છે–પ્રાપ્ત કરે છે, સમતાથી આઠે કર્મને બાળે છે, જેમ વનનાં લીલાં તરૂને હિમ બાળે છે. ૨ -
તપગછના શ્રી વિજયસિંહ સૂરીશ્વર તેમના શિષ્ય શ્રેષ્ઠ સત્યવિજ્ય પન્યાસ, તેમના કપૂરના જેવા ઉજવલ કપૂરવિજ્ય, તેમના ખિમાવિજય, તેમના સદા સાભાગ્યને કરનારા જસવિજય / ૩
તેમના શિષ્ય સૌભાગ્યવાળા શુભવિજય તેમની અનુમતિ અને જીનપ્રભુની આજ્ઞાથી રાજનગર-અમદાવાદમાં ચોમાસું રહી, હર્ષ અને કલ્ફાલથી ભરી, આ પૂજા ગાઈ છે. આ કn
સંવત ૧૮૫૮ ના વરસે ભાદરવાના ભલા શુકલપક્ષ અને બારસના ગુરૂવારના મનહર દિવસે આ અભ્યાસ સફળ થયે. પા
બ્રહસ્પતિ પણ જેનું વર્ણન ન કરી શકે, જનપ્રભુને મેં મંદ મતિથી ગાયા છે. જેમ જલધી અપાર છે, પણ બાળક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
પિતાની શક્તિના પ્રમાણમાં વિસ્તાર બતાવી શકે. આકાશ અપાર છે, પણ પછી પિતાની શક્તિ જેટલામાં ઉડી શકે છે ૬ .
શક્તિવિના પ્રભુના ગુણ ગાયા. હે ભવિએ ! એ ગુણની માળા કંઠમાં ધારણ કરે. વીરવિજય કહે છે, સકળ સંઘ ભવિ શિવમંદિર-મુક્તિમાં વસી લીલાને કરે.
સમાપ્ત .
/06 ©e
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________ થશોવિ પ્રસિદ્ધ થતા મુનિ મહારા શ્રી ચી કૃત પુસ્તકા, z child bojlergic ન ચુર. 1 જૈન જ્ઞાન 1 લી પડી છે. 2 ન જ્ઞાન 2 જી ચોપડી જ ના. 3 પર્યુષણુનો આઠ વ્યાખ્યાનમાં ગાવાની ગડુલી સ‘ગ્રહ લેટ. 4 અષ્ટ પ્રકારી પૂજા અર્થ વિવેચન સાથે " ~ાખ્યાન સંગ્રહ માં 1 ... 0-12-2 લેખ સંગ્રહ ભાગ ૧લે . 0-120 ', 7 આત્મશક્તિને ઉદય 0-2- 8 પ્રેમથી મુક્તિ .. . . . 0-6-2 હે પ્રવૃત્તિ નિવૃત્તિ ... ... . 0-6-0 10 ચાસઠ પ્રકારી વીરવિજયજી કૃત પૂજા અર્થ સહીત, 0-8-0 11 બાર વતની ટીમ .. www . ભેટ. 12 પ્રદ્યુમ્ર ચરિત્ર ભાષાંતર .. wwaa . 1-0-0 13 ટુ યુરૂષ ચરિત્ર ભાષાંતર .. ... .. - 6-0 14 સામાયક્ષત્ર અર્થે વિવેચન હેતુ સાથે જ 1-8-0 15 જીન દેવ દર્શન * www . 0-2-7 નખર એક થી ચા૨ સુધીનાં પુસ્તક સોરઠ-૬ થળી જૈન - વિદ્યાશાળામાંથી મળશે, અને ન'ખર પાંચથી તેર સુધીનાં પુતકે બુકસેલર મેઘજી હીરજી નાં, 566 પાયધુની મુંબઈ અને નંબર ચાટ પંદરનાં પુસ્તક મેહનલાલ દલીચ'દ દેશાઈ બી. એ. એલ. એલ, બી, પ્રીન્સેસ સ્ટ્રીટ મુ'ખઈ એ ઠેકાણેથી મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com