________________
અને તેથી જ તેઓશ્રીએ ઉદાર દીલ દાખવી, અમારી વિનતિને સ્વીકાર કરી, વીરવિજય મહારાજની રચેલી અષ્ટ પ્રકારી પૂજા અર્થ વિવેચન સહીત તૈયાર કરી આપી, જે છપાવી બહાર પાડવા જૈન બંધુઓને જ્ઞાન વૃદ્ધિમાં લાભદાયક થઇ પડે તેવા ઉદેશથી અમે શક્તિવાન થયા. આ અષ્ટ પ્રકારી પૂજા વીરવિજય મહારાજે સંવત ૧૮૫૮ માં રચેલી છે, એટલે પ્રથમ શરૂઆતમાં આજ પૂજા રચવામાં આવી છે, તે પછી સંવત ૧૮૭૪ માં ચોસઠ પ્રકારી પૂજા, સંવત ૧૮૮૧ માં પીસતાળીસ આગમની પૂજા, સંવત ૧૮૮૪ માં નવાણું પ્રકારી પૂજા, સંવત ૧૮૮૭ માં બાર વ્રતની પૂજા અને સંવત ૧૮૮૯ માં પંચકલ્યાણકની પૂજા એ પ્રમાણે રચેલી છે.
અષ્ટ પ્રકારી પૂજા પહેલી રચેલી હોવાથી અમે પણ તે કમને વળગી રહીને જ અમારા તરફથી પ્રથમ તે પૂજા બહાર પાડીએ છીએ. અનુક્રમે તેવી રીતે બીજી પૂજાએ પણ છપાવી બહાર પાડવા ઇરાદે રાખીએ છીએ.
નવાણું પ્રકારી, પીયતાળીસ આગમ, પંચકલ્યાણક અને ચાસઠ પ્રકારી એ દરેક પૂજાએ પણ આણ પ્રકારી જ પૂજા છે. કેમકે તેમાં પણ આઠ દ્રવ્ય ઉપગમાં લેવાય છે, તે પણ તેઓમાં ભાવાર્થ જુદાજુદા પ્રકારને ભક્તિરસ ઉત્પન્ન કરવાને માટે ગ્રહણ કરેલ છે. નવ્વાણું પ્રકારની પૂજામાં તિર્થાધિરાજ શ્રી શેત્રુંજયગિરિનું અપૂર્વ વર્ણન બતાવવામાં આવ્યું છે. પીસતાળીસ આગમની પૂજામાં પીયતાળીસ આગમનાં નામ અને ટુંકામાં તે આ ગમમાં શું હકિકત સમાએલી છે, તેનું દિગ્દર્શન અને સાથે જ્ઞાનની ભક્તિ, જે જ્ઞાન સંપૂર્ણ તીર્થંકરમાં હોવાથી તીર્થંકરના આગળ ગાવા અને જ્ઞાનીની પૂજાથી જ્ઞાનની પૂજા હેઈ શકે છે, તે જણાવ્યું છે. પંચકલ્યાણકની પૂજામાં પાર્શ્વનાથ પ્રભુના પાંચે કલ્યાણકના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com