________________
વર્ણનને સમાવેશ કરવામાં આવ્યું છે. ચોસઠ પ્રકારી પૂજામાં અષ્ટકમના મૂળભેદ અને તેના ઉત્તરભેદ તેમજ તેના બંધનનાં કારણે ઘણીજ સરસ રીતે સમજાવવામાં આવેલ છે. આ પૂજાઓનું અધ્યયન યથાર્થ ધ્યાનપૂર્વક કરેલ હોય, તે કર્મગ્રન્થની ગરજ સારે તેમ છે, તેમજ આ અષ્ટ પ્રકારી પૂજામાં આઠ દ્રવ્ય, જે જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત નૈવેદ્ય અને ફળ એમ અનુક્રમ લેવામાં આવેલ છે. ભાવસહીત આવી રીતે પૂજન કરનાર થેડા વખતમાં સ્વસ્વરૂપને પામી શકે છે.
જળથી પ્રભુની પ્રતિમાને નહવરાવતાં પૂજ કે એ ભાવના ભાવવાની છે, કે જેમ આ જળથી દ્રવ્યમળને નાશ થાય છે, તેમ આ પૂજા કરતાં ઉત્પન્ન થયેલ ભાવ જળથી મારા કર્મમેલ નાશ પામે. ચંદન એ જાતે શીતળ છે, જે શીતળતા અર્પતાં પૂજકે ભાવવું જોઈએ કે, આવી ભાવ શીતળતા મારામાં આવે. કેસર વિગેરે ચંદનમાં મિશ્રણ કરવાનો રીવાજ જે સુધીની વૃદ્ધિ માટે હતું, તે હાલ ચંદન પૂજા ટળી કેસર પૂજારૂપ થઈ પડેલ છે, તે શોચનીય છે.
પુષ્પનું નામ સુમનસ છે, એટલે મારું મન સુહુ થાઓ, અથવા પુપમાં જેમ સુગંધી છે, તેમ મારે આત્મા શુદ્ધ ગુથી સુગધી થાએ એ વિચારવાનું છે.
ધૂપ સુધી અને ઉર્ધ્વગતિ ગમન કરે છે, તેમ ધ્યાનાગ્નિથી કર્મમળ નાશ કરી, મારે આત્મા ઉર્ધ્વગતિને પહેરો.
દીપક એ જેમ બાહી પદાર્થોને પ્રકાશ કરવામાં સાધનભૂત છે, તેમ આત્મામાં કેવળ જ્ઞાનરૂપી દિપક ચરાચર ભાવને પ્રકાશ કરનારે થાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com