________________
અક્ષતનું નામ જ અક્ષત છે, જેનું સ્વસ્તિક કરતાં એ વિચારવાનું છે કે, ચાર ગતિને નાશ કરી, જ્ઞાન, દર્શન, ચારિત્ર, મેળવી મેક્ષમાં મારી સ્થીતિ થાઓ, એટલે કે અક્ષય પદ પ્રાપ્ત થાઓ.
નેવેવથી એ વિચારવાનું છે કે, આવા અનેક પદાર્થોની લેલુણામાં આ જીવે અનેક પાપાચરણે સેવ્યા છે. આહારથી નિદ્રા પ્રમાદ અને ઇંદ્રિય વિકારોની ઉત્પત્તિ છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી ખેરાક છે, તે આવા અનેક પદાર્થો ઉપરથી મારી મમતા ટળે, મારામાં નિસ્પૃહિતા પ્રાપ્ત થાઓ, અને અનુક્રમે હું અને શરીરી બની સદાને માટે અનાહારીપણું પ્રાપ્ત કરૂં, એટલે મેક્ષ મેળવું.
ફળથી મોક્ષ ફળની પ્રાપ્તિ મેળવવાની છે.
આ અષ્ટ પ્રકારી પૂજામાં પૂર્વેક્ત ભાવાર્થ બહુ સરસ રીતે નીરૂપણ કરવામાં આવ્યું છે, અને કેવાં પવિત્ર દ્રવ્ય પૂજકે પૂજામાં વાપરવાં જોઈએ, તેનું વર્ણન તથા સ્વરૂપ સમજાવવામાં આવેલ છે. આમાં આઠ પૂજા છે, અને આઠ ગીત છે. પૂજા ગાઈ પૂજાનાં દ્રવ્ય ચડાવવાં, તે ચડાવતી વખતે ગીત ગાવાનું છે. ગીત પુરું થાય ત્યાં સુધી પૂજાના દ્રવ્યથી પૂજકે પૂજા કરવી, એટલે શાંતિપૂર્વક પૂજા કરવી, અને તે પૂર્ણ થયેથી બીજી પૂર જનાં દ્રવ્ય હાથમાં લઈ બીજી પૂજા ગાવી. એમ અનુક્રમે આઠ પૂજા અને આઠ ગીત રચવામાં આવેલ છે.
આ રીતે અષ્ટ પ્રકારી પૂજા કરતાં ભાવના ભાવવાની છે, અને તે પૂર્વોક્ત દરેક લાભ પુરી રીતે જેમણે મેળવ્યા છે, તેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com