________________
થયાં છે, અને એમ કહી તે અંતર્ધાન થઈ ગયું. રાજા આનંદ પામી, વિચારવા લાગ્યું કે, આ કઈ પુત્રને જન્માંતરને સંબંધી દેવતા હશે. પછી એ આમ્રફળથી જેને દેહદ પૂર્ણ થયેલ છે, એવી રણુએ સુલક્ષણવાળા પુત્રને જન્મ આપ્યું. તેનું ફળસાર એવું નામ પાડ્યું. એક દહાડે રાત્રીએ પેલા દેવે આવી તે કુમારને તેને પૂર્વ ભવ અને તે ભાવે કરેલું સુકૃત કહી સંભલાવ્યું, અને હાલ જે સમૃદ્ધિ પામે છે, તે સુકૃતનું ફળ છે; અને તારી પૂર્વ ભવની સ્ત્રી શુકી એ ફળ અર્પણના પુન્યથી રાયપુર નગરના રાજાને ઘરે પુત્રી થઈ અવતરી છે. મને આમ્રફળ પ્રભુને અર્પણ કરવાથી, આવી દેવતાની સમૃદ્ધિ મળી છે, અને તારી માતાને આમ્રફળ ખાવાને ગર્ભાવસ્થામાં દેહદ થયે, તેથી મેં આમ્રફળ આપી પૂર્ણ કર્યો હતે. તારી પૂર્વ ભવની સ્ત્રી શુકી રાયપુરના રાજા સમરકેતુને ત્યાં ચંદ્રલેખા થઈ અવતરી છે, તેને સ્વયંવર થાય છે. તું ચિત્રપટ્ટમાં શુકપક્ષનું જોડું ચીતરી તે સાથે રાખીને સ્વયંવરમાં જા. તે પક્ષિનું યુગલ જોતાં તે કુમારીને જાતિસ્મરણ જ્ઞાન થશે, અને સંતુષ્ટ થઈ, તને વરમાળા પહેરાવશે. પછી કુમાર ચિત્ર તૈયાર કરી સ્વયંવરમાં ગયે. ચંદ્રલેખાએ એ ચિત્ર જોઈ, પિતાના પૂર્વ ભવને વૃત્તાંત કહી સંભળાવ્યું, અને તે ફળસારના કંઠમાં વરમાળા આપી, અને પ્રાણ ગ્રહણ થયે. પશ્ચાત્ સુખશાંતિપૂર્વક દંપતિ પિતાના નગરમાં આવ્યાં, અને દંપતિ વિલાસમાં દિવસો વિતાવવા લાગ્યાં. ઈ ફળસાર કુમારને ચિંતિત વધુ સુલભ રીતે મળે છે, તે વાતની પ્રશંસા કરી. તે વાતની શ્રદ્ધા ન થવાથી કોઈ દેવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com