________________
કર ભરપુર થઈ ગયું, એટલે તે પિતાનું હળ મૂકી વિનયપૂર્વક આવી વંદના કરી અને બે. ભગવન! દુર્લભ એ મનુષ્ય જન્મ પામી હંમેશાને દુઃખી કેમ થયે? મુનિએ કહ્યું, ભદ્ર! તે પરભવને વિષે ભક્તિપૂર્વક મુનિને દાન આપ્યું નથી, તેમ છેનેદ્રની આગળ નૈવેદ્ય ધર્યું નથી, તેથી તું આ જન્મમાં કઈ પ્રકારે મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ ભેગરહિત, દુઃખી અને દરિદ્રી થયે છે. મુનિનાં આવાં વચન સાંભળી તે પૃથ્વી ઉપર મસ્તક નમાવી છે કે, આજથી હું એ અભિગ્રહ ધારણ કરું છું કે, મારે માટે આવેલા ભેજનમાંથી હું જીનેશ્વર ભગવતેની પાસે એક પિંડ ધર્યા પછી, અને કેઈ મુનિરાજને ભેગ બની જાય તે તેમને વહોરાવ્યા પછી મારે જમવું. મુનિ બેલ્યા, ભદ્ર! આ અભિગ્રહ તું નિશ્ચલ રાખજે, જેથી તું સુખેથી શાસ્વત સુખને પામીશ, એવી મુનિની તે ખેડુ આશિષ પામી, તેમને ભાવપૂર્વક નમ્યું. મુનિ યથેચ્છ આકાશ માર્ગ વિહાર કરી ગયા.
પેલો ખેડુત તે દહાડાથી પોતાની સ્ત્રી ભાત લાવતી, તેમાંથી ડું અન્ન લઈ દરરોજ જીનેશ્વર ભગવાનની આગળ નૈવેદ્ય ધરાવવા લાગ્યું. એક વખતે તે ખેડુત ભાત આવવામાં બહુ મોડું થવાથી ક્ષુધાથી પરાભવ પામ્યું હતું. એવામાં ભાત આવ્યું કે તત્કાળ તે જમવા બેઠે, અને ભાતને કળીએ લઈ ખાવા જતે હતે, એવામાં તેને પિતાને નિયમ યાદ આવ્યું. તુરત કોળીઓ નાખી દઈનેવેધ લઈ પ્રભુ મંદિર તરફ ચાલ્ય, તેવામાં પૂર્વે કહેલે દેવ આ ખેડુતના સત્વની પરિક્ષા કરવા માટે તત્કાળજીન મંદિરના દ્વાર આગળ સિંહના રૂપે ઉભે થયે. તે ખેડુત ચિંતવવા લાગ્યો કે, જીનેશ્વરની પાસે નૈવેદ્ય ધર્યા સિવાય હું કેમ ભોજન કરીશ? આજ તે પ્રભુ આગળ જતાં જીવતે રહું કે મરણ પામું પણ નૈવેદ્ય તે અવશ્ય ધરવું. આમ ચિંતવીને સત્વ ધારણ કરી જે તે પ્રભુની આગળ જવા ચાલ્ય, તે તે સિંહ તેના પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com