Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 56
________________ વિશુશ્રીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે, તેનું કુમુદ એવું નામ પડયું. યુવાન થતાં તેને હાલીક, રાજ્ય સેંપી મૃત્યુ પામી જી. નેશ્વર ભગવંતની પાસે નૈવેદ્ય ધરવાના ફળથી પહેલા દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે, અને પિતાની સમૃદ્ધિ જોઈને, તેમજ દેવતાઓને જયજય શબ્દ સાંભળીને પૂર્વના કયા પુણ્યથી આવી મને દેવતાની સમૃદ્ધિ વિગેરે હું પામે. તે ચિંતવવા લાગે તે અવધિ જ્ઞાનવડે તેને માલુમ પડયું કે, આ બધું જીનેશ્વર ભગવંતની પાસે નૈવેદ્ય ધરવાનું ફળ છે. પછી પિતાના પૂર્વ ભવના પુત્રને હલદેવ પ્રતિબોધ આપવા જવા લાગ્યા, અને કહ્યું કે, હે રાજા! તું એક ચિત્ત મારું વચન સાંભળ. જન્માંતરે શ્રી નેશ્વર ભગવંતની પાસે ભક્તિથી મેં નૈવેદ્ય ધરેલ તેથી મને આવી મહાન દેવ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. મહાશય! તારા પસાયથી મને જૈન ધર્મ પ્રાપ્ત થયેલ છે, તે તું પણ તે જૈન ધર્મનું આરાધન કર. આ પ્રમાણે વચને સાંભળી કુમુદ રાજા મનમાં વિસ્મય પામી ચિંતવવા લાગ્યું કે, મારી આગળ હમેશાં આવાં વચને કહીને પાછું અંતધ્યાન થઈ જાય છે, તે કેણ હશે! એક દહાડે તે કુમુદ રાજાએ કહ્યું, “તમે કોણ છે કે, જે નિત્ય મારી આગળ આવી મને વચને કહી પાછા ચાલ્યા જાઓ છે, તે વિષે મને અતિ જૈતુક છે.” દેવતાએ કહ્યું, હું તારે પૂર્વ જન્મનો પિતા છું. શ્રી જીનેશ્વર ભગવત પાસે નૈવેદ્ય ધરવાના ફળથી હું દેવ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે છું. તારા સ્નેહમાં બંધાઈ તને પ્રતિબંધ આપવા માટે હું દરરોજ આવું છું, માટે હે રાજા ! તુ પણ જૈન ધર્મમાં આદર કર. તે સાંભળી રાજા બે કે, તમે મને પ્રતિબંધ કર્યો, તે ઘણું સારું કર્યું. શ્રી જીનેશ્વર કથિત ધર્મ મને શરણભૂત થાઓ. આ પ્રમાણે પુત્રને પ્રતિબોધ પમાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68