________________
સંતુષ્ટ થઈ પાછા પગલે એસરવા લાગે. ખેડૂત ધીરપણે મં. દિરમાં પેઠે કે તત્કાળ સિંહ અદશ્ય થઈ ગયે. ખેડુ નેવેદ્ય ધરી પિતાને સ્થાનકે આવ્યો, અને ભેજન કરવા બેઠે, એટલે પેલે નગર રક્ષક દેવ સાધુનેરૂપે તેની પાસે આવ્યા. પેલો ખેડુત ભાતને ગ્રાસ લેવા જતું હતું, તેવામાં તેણે પિતાની આગળ મુનિને જોયા, એટલે તેણે સંતુષ્ટ થઈ, જે ભાત પિતે ખાવા લીધું હતું, તે વહેરાવી દીધું. પછી બીજે ભાત લઈ ખાવા બેઠે, તેવામાં તે દેવ પાછે સ્થવર મુનિનું રૂપ કરીને આવ્યું, એટલે બીજી વાર લીધેલ ભાત વહેરાવી જમવા બેઠે. એટલામાં તે દેવ ક્ષુલ્લક મુનિના વેશે ત્યાં આવ્યા, તેમને બાકી રહેલે સર્વ ભાત આપવા તૈયાર થયે. આથી દેવે સંતુષ્ટ થઈ તેને વર માગવા કહ્યું. ખેડુ બેલ્ય, દેવ! મને અર્થની પ્રાપ્તિ થાઓ, અને મારું દારિદ્ર નાશ પામે. તથાસ્તુ-તેમ છે, એમ કહી દેવ પિતાને સ્થાનકે ગયે. આ વાત તે ખેડુતે આવી તેની સ્ત્રીને કરી, સ્ત્રીએ ભાવ શુદ્ધિથી અનુમોદના કરી.
અહીં ક્ષેમપુરીમાં સુરસેન રાજાને વિષ્ણુશ્રી નામે પુત્રી થઈ એ કન્યાને યેગ્ય વર નહિ મળવાથી રાજાએ તેને સ્વયંવર આરજે. અનેક રાજાએ તેમાં આવ્યા હતા, કુમારી સ્વયંવર મધ્યે આવી. ઢેલ, શખ ઈત્યાદીના શખથી પેલા ખેડુતને પણ સ્વયંવર જેવાની ઈચ્છા થઈ આવી, તેથી હળ ઉપર આરૂઢ બની ત્યાં આવ્યું, અને સંતુષ્ટ ચિત્તે સ્વયંવર જેવા લાગ્યું. પ્રતિહારી, કન્યાને રાજાએ ઓળખાવવા લાગી, પરંતુ તે સર્વને તજીને તે કુમારી પેલા ખેડુતને વરી. આથી બધા રાજા કુદ્ધ બની, ચંડસેનના કહેવાથી બધાએ મળી તે કુમારીના બાપને કહાવ્યું કે, તમારી કન્યા અજ્ઞાન અને મૂઢ બુદ્ધિથી ખેડુતને વરી છે, માટે એ પસંદગી રદ કરીને ફરીવાર માત્ર રાજાને રવયંવર મેળવે. તે રાજાએ ઉત્તર કહા, તેમાં મારે દોષ નથી, સ્વયંવરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com