________________
૩૭
તે મારા પણ દિલમાં તે દેખાડે. શાલ, વ્રીહી, અને ઘઉંને ઢગલે તથા અક્ષતને ધરી, આધિ, વ્યાધિ, ભવ-સંસારને હરનાર અક્ષત-જ્યાંથી પછી ક્ષતિ-નાશ નથી એવા પદને વરીએ
૧ શંભુ, સ્વયંભૂ જગતને ત્રાતા–નાયક અને જગતના આધારરૂપે છે, તીર્થપતિ સુલતાન જીનેશ્વર અવિચલ પદને-મુક્તિના પદને આપનાર છે જે ૨ / દ્રવ્ય, ગુણ, પર્યાય અને મુદ્રા, એ ચારે ગુણોથી પ્રભુની પ્રતિમા પ્યારી છે. અક્ષત દ્રવ્ય પ્રભુ પાસે ધરતાં આ લેકમાં રાજની રિદ્ધિ, અને ભંડારની પ્રાપ્તિ થાય છે. મરૂદેવા નંદન-રૂષભ જીનેન્દ્રના પદને ભાવવડે અક્ષત દ્રવ્યથી પૂજતાં અમરાલયથી પણ ઉત્તમ સુખને જેમાં અનુભવ છે, તે મુક્તિ કરયુલ બે પિપટોને મળી હતી.*
વિવેચન-લેંદ્ર પ્રભુની પ્રતિમા દ્રવ્ય-આરસ ઈત્યાદિ પદાર્થથી, ગુણથી તીર્થંકરના સમાપિત ગુણથી, પર્યાય આકાર ભેદથી અને મુદ્રા આકૃતિ મને હરતાથી, એ ચારે ગુણોથી સુંદર પ્યારી-વહાલી લાગે તેવી છે.
સપ્તમ નૈવેવ પૂજા.
દેહા. નિદિ આગળ ઠ, શુચિ નૈવેદ્ય રસાળ, વિવિધ જાતિ પકવાણું, ભરી અષ્ટાપદ થાળ | ૧ |
• નર માદા પોપટ યુગ્મ જીનેશ્વરના મંદિરમાં વિદ્યાધરોને પૂજા કરતા જોઇ, ભદ્રકભાવે શાલના ક્ષેત્રમાંથી ચાંચમાં શાલી લાવી પ્રભુ પાસે ધરવા માંડી. તે શુભ ભાવથી દેવલોકમાં ગયાં, અનુક્રમે મોક્ષે ગયાં. કથા મેટી લેવાથી કુંકામાં લખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com