________________
અને તેના નિર્મળ અંગમાંથી નિરંતર સુંદર સુગધ ઉછળતે હતે, કે જેથી તેને ધૂપસાર એ નામે સહુ બોલાવતા હતા. એકદા રાજ્યભવનમાં આવેલા લેકમાંથી સુગધ—પરિમળ વિસ્તરવાથી વિસ્મય પામેલા રાજાએ પૂછયું કે, દેવતાઓને પણ વલ્લભ એ સુગધી ધૂપ, તમને કયાંથી પ્રાપ્ત થયેલ છે? તમારાં વસ્ત્રો પણ સુગંધમય થઈ ગયાં હોય એમ લાગે છે. આવે સુગંધી ધૂપ તમને કયાંથી પ્રાપ્ત થયેલ છે? લેકેએ કહ્યું, સ્વામી! અમારાં વસ્ત્રો કાંઈ ધૂપથી ધૂપિત કર્યો નથી, પણ માત્ર ધૂપસારના દેહથી અમે તેવા ધૂપિત થઈ ગયા છીએ. આ વાત સાંભળી તે રાજાની રાણ પણ પિતાનાં વરુને ધૂપસારના દેહથી સુગંધિત કરાવવા લાગી, તેથી રાજાને ધૂપસારની ઈર્ષ્યા થઈ આવી; એટલે રાજસભામાં તેને બોલાવી પૂછ્યું કે, કેવી જાતના ધૂપથી તારા શરીરમાંથી આવે ગધ ઉછળે છે? તેણે કહ્યું, મારા શરીરમાંથી આવી સ્વાભાવિક સુગંધ નીકળે છે. તે સાંભળી રાજાએ રૂછમાન થઈ પિતાના સેવકને આજ્ઞા આપી કે, તેના શરીર ઉપર અશુચિ ચેપડીને તેને નગરના મધ્યમાં ઉભે રાખે છે, જેથી તેના દેહમાંથી બધી સુગંધિ નાશ પામે. રાજાની આવી આજ્ઞા થતાં રાજપુરૂષએ તુરતજ તે પ્રમાણે કર્યું. હવે પેલે યક્ષ તથા યક્ષિણી કે જે વિનયંધર ઉપર પ્રસન્ન થયાં હતાં, તે ત્યાંથી ચાવી મનુષ્ય જન્મ પામી જૈન ધર્મ પાળીને પાછાં તે બન્ને દેવકમાં ઉત્પન્ન થયાં હતાં. તે બન્ને દેવતાઓએ કઈ કેવળી ભગવંત પાસે જતાં માર્ગમાં પસારને અત્યંત અશુચિથી લીંપેલે જે, એટલે અવધિ જ્ઞાનવડે તેને ઓળખી પૂર્વ ભવના સ્નેહથી તેમણે તે ધૂપસારની ઉપર સુગંધી જળની અને પુષ્પની વૃષ્ટિ કરી, અને તેથી તેના દેહમાંથી સુગંધિ પુનઃ ઉછળવા લાગી. આ જાણી રાજા વિરમય પામ્યા, અને તેની પાસે આવી અપરાધ ખમાવવા લાગે, અને ધૂપસારના આવા અસદશ્ય ચરિત્રથી વિસ્મિત બની કેવળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com