Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 42
________________ ઝાતું નથી, પત્ર–ઠામ તપતું નથી, મસ પડતી નથી–કીટે જામત નથી, પાપરૂપી પતંગીયાં તેમાં પડી બળી જાય છે. જે દીવે છે સાહેલીઓ કરતી, જેને કરીને જનમતિ અને ધનસિરી મોક્ષના સુખને વરી છે, એમ વીરવિજય આનંદથી રેલી કહે છે. વિવેચન-કેવળીને અવશ્ય નિવાણની પ્રાપ્તિ છે. દીવાથી જેમ માગંમાં અડચણ કરનાર વસ્તુ દેખી શકાયાથી તેનાથી દૂર નાશી જવાય છે, તેમ અનુભવ દીપકથી નર્ક અને તીચ છે ગતિને ઉત્તમ ગતિએ જવા રાધતી રોકી દેવી, અને પ્રભુની પ્રતિમાને આદર્શ—દર્પણ કરી આત્માના સ્વરૂપને નિહાળવું, એટલે કે તે પ્રભુની જેમ હું પણ અનંતજ્ઞાનદર્શનચારિત્ર આત્મા છું, એ અભેદ છે. એથી ચેતન આત્માની શુદ્ધ દશા પ્રગટ થાય છે, અને ભવ ભ્રમણને ત્રાસ છુટી જાય છે. ચિદાનંદ અર્થાત પ્રશસ્ત જેમાં ચિત્તને આનંદ રહ્યો છે, એવા કેવલ્યરૂપી દીવાની ઉપમા કોઈની સાથે ઘટાવી શકાય તેમ નથી. દીવાની જેમ, એ અનુભવ દીપકમાં પતંગ પડતાં નથી, તેમાં ધૂમાડાની રેખા નથી, ભારત જે પવન-વાયુ થી ચંચલ–ડગત નથી, જેને બુઝાવાને ભય નથી, દીવાનું પાત્ર જેમ તમે થાય છે, પણ અનુભવરૂપી દીવાનો પ્રકાશઅચ આપી હદયને સંતપ્ત કરતો નથી, પણ ઉલટા તાપ સમસ્તની સાનિત કરે છે. જોટો જામતું નથી, પાપરૂપી પતંગીયાં જેમાં પડી, બળી ભસ્મ થાય છે, એવે એ દીવે છે. કથા -મેઘપુર નગરને વિષે જનમતિ અને ધનશ્રી નામે બે શ્રેષ્ઠીઓની પુત્રીઓ હતી. તેઓ પરસ્પર સખીભાવે વર્તતી હતી, જનમતિ નિર્મળ સમકિતમાં પ્રીતિવાળી હતી, ધનશ્રી સમકિતથી રહિત હતી. એકદા જનમતિ જીનેશ્વરના મંદીરમાં તેને દીપ ધરતી નિહાળી, તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે, તે ધનશ્રીએ પૂછતાં જનમતિએ તેનું સમગ્ર ફળ કહી સંભળાવ્યું; તેથી તે ઘનશ્રી પણ તે પ્રવૃત્તિમાં રૂચીવાળી થઈ, અને નિરંતર બંન્ને સખીઓ જીનેશ્વરની પાસે દીપક કરવા લાગી. અન્યદા - નશ્રીએ જીવિતને છેડે આવેલે જાણી, જનમતિના વચનથી અનશનવૃત ગ્રહણ કર્યું, અને શુદ્ધ વેશ્યાવડે મૃત્યુ પામતાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68