________________
ર૭ ભગવત પાસે જઈ પૂછી જોયું. તેમનાથી ધર્મપદેશ સાંભળ્યા પછી રાજાએ પૂછી જોયું કે, આ ધૂપસારે પૂર્વ ભવમાં એવું શું પુરય ઉપાર્જન કરેલ છે કે, તેના શરીરમાંથી આવી સુગંધિ ઉછળ્યા કરે છે, અને મારે તેના પર શે પૂર્વ ભવને દ્વેષ છે, કે જેથી તેના શરીર ઉપર મેં અશુચિનું વિલેપન કરાવ્યું, વળી દેવતાઓને શું કારણ હતું કે, તેના ઉપર સુગંધિ જળ તથા પુષ્પની વૃષ્ટિ કરી? ઉત્તરમાં કેવળી બોલ્યા, આજથી ત્રીજા જન્મમાં આ ધૂપસારે જીનપ્રભુ પાસે ધૂખ ઉખેવ્યું હતું, અને દઢ પ્રતિજ્ઞા પાળી હતી. તે જન્મમાં ધૂપસાર તારે પુત્ર હતું, અને જણાવ્યું કે તે વખતે તારી સાથે સંગ્રામમાં તને અશુચિ વિલેપન કરવાનું કહ્યું હતું, તેથી આ ભવમાં તારાથી તેવા કર્મના વિપાકનું ફળ મેળવ્યું છે. આ વચન સાંભળી ધૂપસારને જાતિ
મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને ધર્મ ઉપર બહુમાન થયું, ધર્મની પૂર્ણ શ્રદ્ધા થવાથી સર્વ નેહ અંબંધ દવા માટે રાજા સહિત દિક્ષા ગ્રહણ કરી, તપ, સંયમ અને નિયમમાં તત્પર એવે ધૂપસાર દિક્ષા પાળી, આયુષ્યને ક્ષય થવાથી મરણ પામીને પહેલા ગ્રેવેકમાં દેવતા થયે. ત્યાંથી આવીને મનુષ્ય અને દેવતા થઈ અનુક્રમે સાતમે ભાવે શાસ્વતસ્થાન–ક્ષને મેળવશે.
પંચમ દીપક પૂજા પ્રારંભ.
દેહા. પંચમી ગતિ વરવા ભણી, પંચમી પૂજા રસાળ ! કેવળ રત ગષવા, ધરીએ દીપક માળ | ૧ | | ભાવાર્થ–પાંચમી ગતિ વરવા આ પાંચમી પૂજા ભણી છે. કેવળ જ્ઞાનરૂપ રન ગવેશવા-ઉપાડી લેવા દીપમાળા ધરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com