Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 27
________________ પતિ આ છે તેના ભાઈએ તેના ભાઈનર પૂજા કરવાથી એ પાપની શુદ્ધિ થશે. લીલાવતીએ કહ્યું, જે તેમ છે, તે યાવત્ જીવનપર્યત મારે જીનેશ્વરની ત્રીકાળ પૂજા કરવી, અને એવી પ્રતિજ્ઞા કરી પશ્ચાતાપથી પરિત અંત:કરણવાળી તે પિતાની શેક જનમતિને ચરણે વળી ખમાવવા લાગી. એ પ્રમાણે મુનિથી પ્રતિબંધ પામેલી લીલાવતી પોતાના માતા પિતાને મળવા પતિ આજ્ઞા લઈ પિતાના પીયર ઉત્તર મથુરામાં આવી. તેને જીન પૂજા કરતી નિહાળી તેના ભાઈએ તે પૂજાનું ફળ કહેવા વિનવતાં તેણે સમગ્ર ફળ કહી સંભળાવ્યું, એથી તેના ભાઈની પણ એ પૂજામાં રૂચી જાગી, અને જીદ્રના ચરણની પૂજા કરવામાં તત્પર રહેતાં તે બંને ભાઈ બહેન દીવસે વ્યતિક્રમાવતાં હતાં. પશ્ચાત કાળધર્મને પામી તે બંને ભાઈ બહેન સૈધર્મ દેવલેકમાં દેવતા થયાં ત્યાં ઇચ્છિત સુખ ભેગવવા લાગ્યાં. પ્રથમ ગુણધર લીલાવતીના ભાઈને જીવ ચવી ત્યાંથી પદ્મપુરના પદ્યરથ રાજાની પદ્માવતી રાણના ઉદરથી જન્મ લઈ જય નામે પુત્ર થઈ રહ્યા. લીલાવતીને જીવ ચાવી સુરપુરના સુરવિકમ રાજાની શ્રીમાલા સ્ત્રીના ઉદરે ગર્ભમાં આવી પુત્રી થઈ અવતરી. તે પુત્રી પાણીગ્રહણ ગ્ય થયેલી જાણીને એકદા તેની માતાએ રાજાને નમવા માટે મેકલી. પુત્રી રાજના ચરણકમળમાં નમી ખેળામાં બેઠી. તેને વર એગ્ય થયેલી જોઈ રાજા તે સંબંધી વિચારમાં ડૂબી ગયે, અને પિતાની સભામાં બેઠેલા રાજપુત્રમાંથી પિતાને જે પસંદ પડે તે બતાવવા પોતાની પુત્રીને કહ્યું, પણ તેમાંથી કેઈ જ તેની નજરમાં વચ્ચે નહિ. રાજા એથી વિચારશૂન્ય બની ગયે, અન્યદા જયકુમારનું ચિત્ર, પટ્ટ ઉપર આલેખી મંગાવી તે જેવા મોકલ્યું, જે તે રાજકુમારી હર્ષથી રોમાંચિત બની સ્નિગ્ધ દષ્ટિએ તે રૂપને નિહાળવા લાગી, અને તેથી એ વર તેને પસંદ છે, એમ જાણ રાજાએ કન્યાના દાન નિમિત્તે પિતાના મંત્રીને પદ્મ રાજાની પાસે મોકલ્ય, અને એ વિનયશ્રી નામની રાજકુમારીનું સગપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68