________________
૧૭
પદ્મ રાજાના પુત્ર જ્યકુમાર સાથે કર્યું, અને લગ્નને દિવસ નકકી કરી, મંત્રી પોતાને ઘરે આવ્યું. જયકુમાર પરિજને સાથે પદ્મપુર પરણવા આવ્યું, અને કુમારીની સાથે પાણગ્રહણ કર્યું. પછી સસરાને ત્યાંથી રજા લઈ સમગ્ર સમાજ સાથે કુમાર પિતાના નગર તરફ વળે. માર્ગમાં જતાં અરણ્યની મધ્યમાં નિર્મનાચાર્ય મુનિ તેમના જેવામાં આવ્યા, તેથી તે દંપતિ તેમને વંદના કરવા ગયાં. મુનિએ ધર્મ લાભ આપી કુમારને સ્વાગત, અને વિનયશ્રીને તમને ધર્મસંપત્તિ પ્રાપ્ત થાઓ, એવી શુભાશિષ અપી. તે ઉભયે મુનિના ચરણકમળમાં પ્રણામ કર્યા, પશ્ચાત પિતાનાં નામ મુનિએ ક્યાંથી જાણ્યાં એમ તેઓ આશ્ચર્યમાં લીન થયાં. પણ મુનિએ જ્ઞાનધારી હેવાથી જાણી શકે, એમ મનથી સમાધાન મેળવી પૂર્વ ભવમાં તેઓ પિતે કેણ હતાં એમ પૂછતાં હાલ દંપતિ તરીકે વિદ્યમાન જયકુમાર પિતે વણીક પુત્ર અને લીલાવતી નામની તેની બહેન છે એમ જાણી લીધું, અને તેમને જાતિસ્મરણ જ્ઞાન થતાં વિનયીને પૂર્વ ભવના બંધુ જોડે પતિ સંબંધમાં જોડાવું નિહિત લાગ્યું, અને તેને સંસાર બ્રમણને નાશ કરનારી મુનિએ દિક્ષા આપી, અને જ્યકુમાર દિક્ષા પાળવાને અસમર્થ જણાતાં તેણે મુનિના ઉપદેશથી શ્રાવક ધર્મને સ્વીકાર્યો. વિષય સુખમાં નિરપેક્ષ થયેલી વિનયશ્રીને મુનિએ દિક્ષા આપી. જયકુમાર શ્રાવક ધર્મને સ્વીકારી, વિનયશ્રી સાધવીને ખમાવી ગુરૂના ચરણકમળમાં નમી, જીનધર્મને ગ્રહણ કરી નગરમાં આવ્યું. વિનયશ્રી સાધ્વી સુવૃત્તા ગુણીની સમીપે રહી દીક્ષા પાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શાસ્વતસ્થાન-મોક્ષને પ્રાપ્ત થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com