Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 6
________________ માં આવ્યા છે; હેતુ પૂર્વક સમજીને કરાતી ઉપાસના યથાર્થ ફળને આપે છે. પૂર્વકાળમાં લેકમાં સંસ્કૃત અને માથ્વીનું જ્ઞાન વિશેષ હેવાથી પૂજાના પ્રસંગે જે કંઈ બોલાતુ તે કલેકમાં અને ગાથાઓમાં બેલાતું હતું. પાછળથી જેમ જેમ તે જ્ઞાન મંદ થતું ગયું, અને તે સાથે મૂર્તિપૂજા નિષેધકેની ઉત્પત્તિ સાથે જોર વધ્યું, ભેળા લેક ભ્રમિત થવા માંડ્યા, ત્યારે તેજ પૂજાના રહસ્યને સમજાવનાર સંગીતમાં મહાન આચાર્યોએ પૂજાએ બનાવવાની શરૂઆત કરી. જ્ઞાનવિમળસૂરી, યશવિજયજી ઉપાધ્યાય, અને સકળચંદજી ઉપાધ્યાય એમણે એ કાર્યને સારા સ્વરૂપમાં ગતિમાં મુકાયું. તદનુસાર શ્રી વિજયલક્ષ્મી સૂરિ, અને શ્રી વીરવિજયજી મહારાજ જેઓ અઢારસેના સકામાં થયા, તેઓએ પણ તે કાર્યને સારી પુષ્ટિ આપી. તે પહેલાં અને તે વખતમાં તેમજ તે પછીના વખતમાં બીજા વિદ્વાને એ પણ જુદી જુદી જાઓ રચી. પદ્મવિયજી, ધર્મચંદજી, દેવચંદજી, મેઘરાજજી અને તે પછી હાલ ચેડા વખત પહેલાં શ્રી આત્મારામજી મહારાજ, અને શ્રી ગં. ભિરવિજયજી મહારાજ, શ્રી નીતિવિજયજી મહારાજ વગેરેએ પણ તેમાં વધારે કર્યો. વીરવિજયજી મહારાજ જેઓ અઢારસેના સૈકામાં થઈ ગયા છે, જેઓનું વીચરવું ઘણા ભાગે ગુજરાતમાં થયેલું. અમદાવાદમાં જેઓએ ઘણું ચોમાસાં કરેલાં, વિદ્વતાના ગુણે કરીને જેન અને જૈનેતરમાં પૂર્ણ પ્રસિદ્ધિને પામેલા હોવાથી તેઓશ્રી જે ઉપાશ્રયમાં રહેતા હતા તે ઉપાશ્રયનું નામ પણ વીરવિજયજીને ઉપાઅય એવું નામ પડી ગયું. હજુ પણ તે ઉપાશ્રય તે નામથી ઓળખાય છે, અને તે ઉપાશ્રયમાં વીરવિજયજી મહારાજને પિતાને સંગ્રહ કરેલ પુસ્તક ભંડાર પણ હાલ વિદ્યમાન છે. આ મહાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68