Book Title: Veervijayji Krut Ashtaprakari Puja Author(s): Charitravijay Publisher: Sorath Vanthali Jain Vidyashala View full book textPage 4
________________ પ્રસ્તાવના. ભક્તિ એ એક મનુષ્ય જીવનને પવિત્ર વસ્તુ સાથે ઐક્યતા કરાવનારી ચીજ છે. દુનિયાના નિખિલ ધમની પ્રગતિ ભક્તિદ્વારાજ થયેલી જોવામાં આવે છે. ઈષ્ટ, એ એક અપૂર્વ શક્તિ દરેકે માનેલી છે, જે શક્તિને શાક્ષી રાખી, અથવા જે શક્તિના સન્મુખ રહી, તે શક્તિને પ્રાપ્ત કરવા અથવા અનુકરણ કરવાતેના જેવું બનવા મનુષ્યનું મુખ્ય કર્તવ્ય મનાયેલું છે. લઘુતાની ઉત્પાદક અહંકાર–મદની મર્દક એજ શક્તિ છે. સૃષ્ટિમાં અનીતિ તરફ પ્રવૃત્તિ, એ સ્વાભાવિક છે. તે પ્રવૃત્તિને અટકાવનાર જે હય, તે તેજ શક્તિ છે. આ શક્તિ માતામાં, પીતામાં, ગુરૂમાં, રાજામાં અને તે દરેક કરતાં શ્રેષતર પરમાત્મામાં મનાએલી છે. જેમાં એ ભાવના નથી, તેઓ નિર્દય, નિષ્ફર, હદય વિનાના અથવા નાસ્તિકની પંક્તિમાં મુકાએલા હોય છે, એવાઓ સદા અવિશ્વસનિય અને દુર હોય છે. મન ઉપર એક એવા ભયની જરૂર છે, કે જે ભય સર્વોપરી અનિવાર્ય સતત સર્વત્ર હવે જોઈએ, કે જેના વડેજ મનુષ્ય પોતાના જીવનને સંયમમાં રાખી શકે છે. ઉપાસના ઉપાસ્યને પ્રસન્ન કરવા તેથી જ ઉપાસકેએ સ્વીકારેલી છે. જેને માટે ભાર મુકીને અનેકવા અનેક શાસ્ત્રોમાં–અનેક દર્શનેમાં સુદઢ રીતે લખાએલું છે. શાસ્ત્રો અને ઉપદેશકે જે કાર્ય નથી કરી શકતા તે કાર્ય ઉપાસના કરી શકે છે. ઉપાસના રજુથી બંધાએલા આબાલવૃદ્ધ ધર્મ સંસ્કાર પુટથી સતત રંગાએલા હોય છે, જે કંઈ પણ સમજતા નથી, જેઓ કંઈ પણ આ જીવનનું કર્તવ્ય જાણી શકતા નથી, તેવામાં પણ વર્ષના એક દિવસે ઉપાસનાને સ્વીકારે છે, આથી ભક્તિને વિષય અતિ ઉપયોગી, રમણીય, અને પવિત્ર સંસ્કાર ઉત્પાદક છે, એમ વાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 68