________________
ભાવાર્થ-હર્ષ અને ઉલટ ધારણ કરી, જેની સુરભી સોગષ્ય વિસ્તારને પામેલી છે, એવું સરસ ભાવના ચંદન લેવું. તે ચંદન મન, વચન, કાયા સ્થીર કરીને કેસર મેળવી ઓરસીયા ઉપર ઘસવું, પછી સુવર્ણ અને રતથી ઘડેલી નેત્ર–બે કળીમાં ઉતારવું, પછી તે જીન પ્રભુને ચરણ, જાનુ, હાથ, ખભા, મસ્તક, લલાટ, કંઠ, હૃદય અને ઉદર એમ નવ અંગનાં મળી તેર તીલક કરવાં.
વિવેચન–ચંદન ઘસવાને આરસીઓ ખડબચડે કકરા ઉખડે તે નહિ તે જોઈએ. કાંકરીવાળું ચંદન દેવને ચડવાથી દેવની આશાતના થાય છે. એશિયા ઉપર ચંદરવો પણ બાંધવું જોઈએ. તિલક નવે અંગનાં મળી તેર થાય છે. તેમાં બે ચરણ, બે જાન, બે હસ્ત, બે ખભા, મસ્તક, લલાટ, કંઠ, ઉર અને ઉદર એ પ્રમાણે સમજવાં.
દેહા. શીતળ ગુણ જેમાં રહ્યા શીતળ પ્રભુ મુખ રંગો. આત્મ શીતળ કરવા ભણી પૂજા અરિહા અંગ ના
ભાવાર્થ–શીતળ જેમાં ગુણ રહ્યા છે, પ્રભુના મુખને રંગ પણ શીતળ છે, માટે ચંદનની અરિહંતના અંગે આત્માને શીતળ કરવા માટે પૂજા કરે.
વિવેચન ચંદન દ્રવ્યથી પૂજા કરવાનો હેતુ એ છે કે, જેમ સં. દનનો ગુણ શીતળ છે, તેમ હે પ્રભુ! મારા આત્માના ગુણને શીતળ કર.
ગીત, (રાગ કાફી બખાની કશી.) હરિ ચંદન ઘન સારરે દ્રવ્ય તિલક નવ અંગ ઝનેસર પૂછયે શિવ સુંદરી સિર સેહતુર ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com