Book Title: Vairagyasambhav Adhikar Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 7
________________ આજે આપણે જે ધર્મ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ? ધર્મ ગમે છે માટે કે સંસાર ગમતો નથી- માટે? શાસ્ત્ર કહે છે કે સંસાર ગમે નહિ માટે ધર્મ કરીએ તો તે ધર્મ વૈરાગ્યથી થયેલો કહેવાય. આજે ધર્મ ગમે છે અને સાથે સંસાર પણ ગમે છે માટે એ ધર્મ રાગમૂલક થાય છે. દીક્ષા લેવાનો અધ્યવસાય જાગે કે ન જાગે, પણ સંસાર જોઈતો નથી-આટલો અધ્યવસાય જાગી જાય તો કામ થઈ જાય. સંસાર રાગથી ચાલે છે. આપણા સંસારને લીલોછમ બનાવવાનું કામ રાગ કરે છે. જ્યારે વૈરાગ્ય આપણા સંસારને ઉજ્જડ બનાવે છે. ધર્મ રાગથી નહિ, વૈરાગ્યથી કરવો છે. આજે તમારે ત્યાં કે અમારે ત્યાં રાગથી ધર્મ થાય છે, વૈરાગ્યથી નહિ. ગમે છે માટે દીક્ષા લીધી, ગમે છે માટે ક્રિયા કરીએ પણ સંસાર નથી જોઈતો- આ પરિણામ નથી ને? જેને દુઃખ નથી જોઈતું તેને સુખ જોઈએ છે એ વાત નક્કી છે. આજે તો અમારે ત્યાં પણ કહે કે અમને માન નહિ આપો તો ચાલશે પણ અમે પણ માણસ છીએ, અમારું અપમાન ન કરશો. જેને અપમાન નથી ગમતું તેને માન જોઈએ છે એમ સમજી લેવું. જ્યાં સુધી સુખ ગમે છે ત્યાં સુધી ધર્મ ગમે- એ વાતમાં માલ નથી. શાસ્ત્રકારોની વાત તો એટલી સરળ છે કે એ જો સમજાઈ જાય તો અંતર્મુહૂર્તમાં મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. પણ આપણે શાસ્ત્રકારોની વાત ઉપર વિચાર જ કરતા નથી. આજે અભવ્યો તો આપણા કરતાં સારા કે મોક્ષને માનતા જ નથી. જ્યારે આપણી છાતી એટલી મજબૂત છે કે મોક્ષને માનવા છતાં મોક્ષમાં જવું નથી. સંસારનો અભિલાષ એટલો મજબૂત છે કે મોક્ષમાં જવાનું મન જ થતું નથી. આજે આપણી ઈચ્છાઓએ માઝા મૂકી છે. એ ઈચ્છાઓને પૂરી કરવા માટે ધર્મનો પણ ઉપયોગ કરવા માંડ્યા ને? આજે આપણે કદાચ માંગીએ નહિ, પણ “જોઈતું નથી'- આ પરિણામ (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 80