Page #1
--------------------------------------------------------------------------
________________
(અધ્યાત્મસાર - અધિકાર - ૫)
વાચતા પ્રદાતા
પ. પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ.
: આથિર્ક સહકાર : શ્રી મોહનલાલ હિન્દુમલજી રાઠોડ
કુંભાર ટુકડા - ભૂલેશ્વર મુંબઇ ૪૦૦ ૦૦૪
For Private
personal Use Only
jerg
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મસારપ્રકરણાન્તર્ગત
: વૈરાગ્ય સમભવાધિકારઃ
: પ્રથમ આવૃત્તિ : અષાઢ વદ – ૭ વિ. સં. ૨૦૧૩
: નકલ :
૧૦૦૦
= પ્રાપ્તિસ્થાન :
મુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ,
પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭.
પ્રમોદભાઈ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ,
મલાડ (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૯૭. શા. જતીનભાઈ હેમચન્દભાઈ
કોમલ' છાપરીચાશેરી, મહીધરપુરા, સુરત – ૩૯૫૦૦૩.
= મુદ્રણકાર :
રાજ પ્રિન્ટર્સ ફોન : ૦૭૯ - ૨૬૬૩૦૮૩૯
Page #3
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા
વિરચિતા શ્રી અધ્યાત્મસારપ્રકરણાન્તર્ગત : વેરાગ્ય સમજવાડિકાર:
(વાચનાપ્રદાતા :)
પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્તસૂ. મ. સા.
૯ પ્રકાશનો
શ્રી અનેકાન પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ
૯ આર્થિક સહકાર )
શ્રી મોહનલાલ હિનદુમલજી રાઠોડ કુંભારટુકડાઃ ભૂલેશ્વરઃ મુંબઈ - ૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશનની પૂર્વે
...
પૂ. પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ. મહારાજાના પ્રશિષ્ય પરમસમતાનિષ્ઠ પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સુ.મ.સા. ના શિષ્ય પૂ.આ.ભ. શ્રી વિ. ચન્દ્રગુપ્તસૂમિ.સા. તથા પૂ.મુ.શ્રી સુભદ્રવિ.મ.સા. આદિ તેમ જ પૂ. પરમારા ધ્યપાદશીના આજ્ઞાવર્તી પૂ.સા.શ્રી પરમપ્રભાશ્રીજી મ. આદિ લગભગ ચૌદ વર્ષ બાદ અમદાવાદ પધાર્યા. તેઓશ્રીની પરમતારક નિશ્રામાં
શા. નગીનદાસ કચરાભાઈ પરિવાર તરફથી સ્વ. કૈલાસબહેન મનુભાઈ નગીનદાસના પુણ્યસ્મરણાર્થે ત્રણ દિવસની વાચના-શ્રેણીનું આયોજન કરવામાં આવેલું. તેમાં શ્રી અધ્યાત્મસાર પ્રકરણના વૈરાગ્યસંભવ અધિકાને અનુલક્ષી પૂજ્યશ્રીએ વાચના ફરમાવેલી. તેનાં સારભૂત અવતરણોનું આ પુસ્તક દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે. તેના પરિશીલનથી વૈરાગ્યવાસિત બનવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા.
લિ.
શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ
.
Page #5
--------------------------------------------------------------------------
________________
Page #6
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસંભવાધિકાર
(અધ્યાત્મસાર). - પાલડી, અમદાવાદ
વિ.સં. ૨૦૬૩, પો.સુ. ૧૦ भवस्वरूपविज्ञानाद्, द्वेषान्नैर्गुण्यदृष्टिजात् ।
तदिच्छोच्छेदरूपं द्राग, वैराग्यमुपजायते ॥ १ ॥
અનંતોપકારી શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓનો ઈરાદો એક જ હોય છે કે આપણે ધર્મને પામી જઈએ. ધર્મ કરવા કરતાં ધર્મ પામીએ એ જ એકમાત્ર પ્રયત્ન આ મહાપુરુષોનો હોય છે. આજે આપણે ધર્મ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ ધર્મનું ફળ પામવા માટે કોઈ પ્રયત્ન નથી- એમ કહીએ તો ચાલે. ધર્મ કરવા છતાં પણ જો આપણને વૈરાગ્ય કે ચારિત્રની પ્રાપ્તિ ન થાય તો ધર્મ ફળ્યો નથી એનું દુઃખ થાય કે ધર્મારાધના સારી ચાલે છે એનો સંતોષ હોય? આજે તમે કે અમે, ધર્મ ગમે છે માટે ધર્મ કરીએ છીએ પણ આ સંસારથી તારનારો છે માટે ધર્મ કરીએ છીએ એવું નથી ને?
શાસ્ત્રકારો કહે છે કે ધર્મ દુઃખ ટાળવા માટે નથી, સંસાર ટાળવા માટે છે. આજે અમારે ત્યાં પણ ગુરુ ગમી જાય માટે દીક્ષા લઈ લે, પણ આ સંસારથી તરવું છે માટે દીક્ષા લેવા માટે લગભગ તૈયાર ન થાય. સંસારના સુખની અભિલાષ જાય ત્યારે જ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. ગમે છે માટે ધર્મની શરૂઆત કરી છે, “પામવું છે માટે ધર્મની શરૂઆત નથી કરી માટે ધર્મ કરવા છતાં તેનું ફળ પામી શકાતું નથી. આજે સંસાર અસાર લાગી જાય- એ વાત સાચી પણ સંસાર છોડવો છે- એ વાત સાચી નથી ને? ધર્મ દુઃખ ટાળવા અને સુખ મેળવવા માટે નથી, સુખ કાઢવા માટે અને દુઃખ ભોગવી લેવા માટે ધર્મ કરવાનો છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આજે આપણે જે ધર્મ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ? ધર્મ ગમે છે માટે કે સંસાર ગમતો નથી- માટે? શાસ્ત્ર કહે છે કે સંસાર ગમે નહિ માટે ધર્મ કરીએ તો તે ધર્મ વૈરાગ્યથી થયેલો કહેવાય. આજે ધર્મ ગમે છે અને સાથે સંસાર પણ ગમે છે માટે એ ધર્મ રાગમૂલક થાય છે. દીક્ષા લેવાનો અધ્યવસાય જાગે કે ન જાગે, પણ સંસાર જોઈતો નથી-આટલો અધ્યવસાય જાગી જાય તો કામ થઈ જાય. સંસાર રાગથી ચાલે છે. આપણા સંસારને લીલોછમ બનાવવાનું કામ રાગ કરે છે. જ્યારે વૈરાગ્ય આપણા સંસારને ઉજ્જડ બનાવે છે. ધર્મ રાગથી નહિ, વૈરાગ્યથી કરવો છે. આજે તમારે ત્યાં કે અમારે ત્યાં રાગથી ધર્મ થાય છે, વૈરાગ્યથી નહિ. ગમે છે માટે દીક્ષા લીધી, ગમે છે માટે ક્રિયા કરીએ પણ સંસાર નથી જોઈતો- આ પરિણામ નથી ને?
જેને દુઃખ નથી જોઈતું તેને સુખ જોઈએ છે એ વાત નક્કી છે. આજે તો અમારે ત્યાં પણ કહે કે અમને માન નહિ આપો તો ચાલશે પણ અમે પણ માણસ છીએ, અમારું અપમાન ન કરશો. જેને અપમાન નથી ગમતું તેને માન જોઈએ છે એમ સમજી લેવું. જ્યાં સુધી સુખ ગમે છે ત્યાં સુધી ધર્મ ગમે- એ વાતમાં માલ નથી. શાસ્ત્રકારોની વાત તો એટલી સરળ છે કે એ જો સમજાઈ જાય તો અંતર્મુહૂર્તમાં મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. પણ આપણે શાસ્ત્રકારોની વાત ઉપર વિચાર જ કરતા નથી. આજે અભવ્યો તો આપણા કરતાં સારા કે મોક્ષને માનતા જ નથી. જ્યારે આપણી છાતી એટલી મજબૂત છે કે મોક્ષને માનવા છતાં મોક્ષમાં જવું નથી. સંસારનો અભિલાષ એટલો મજબૂત છે કે મોક્ષમાં જવાનું મન જ થતું નથી. આજે આપણી ઈચ્છાઓએ માઝા મૂકી છે. એ ઈચ્છાઓને પૂરી કરવા માટે ધર્મનો પણ ઉપયોગ કરવા માંડ્યા ને? આજે આપણે કદાચ માંગીએ નહિ, પણ “જોઈતું નથી'- આ પરિણામ
(૨)
Page #8
--------------------------------------------------------------------------
________________
ન આવે ને? જ્યાં સુધી “સુખ જોઈએ છે” આ પરિણામ પડ્યો હશે ત્યાં સુધી ધર્મ નહિ આવે. “માંગવું નથી” આ ખાનદાની છે. પણ જોઈતું નથી' આ પરિણામ જેને હોય તેનું નામ ધર્માત્મા. આપણો નંબર શેમાં લાગે? આજે આ સંસાર છોડવાનું મન નથી એનું કારણ શું છે? સંસાર સારો છે માટે કે સંસાર સારો લાગે છે માટે?
સ. સંસાર તો અસાર છે.
તો તેને સારો બનાવવો છે કે છોડી દેવો છે? આજે સંસારમાં અનુકૂળ વસ્તુઓ ન મળે તો મેળવવા મહેનત કરવી છે કે છોડવું છે? આ સંસારના પદાર્થોની ઈચ્છાઓ કોઈ કાળે પૂરી થવાની નથી. ઈચ્છાને માર્યા વગર કોઈ મોક્ષમાં જતું નથી અને ઈચ્છાને પૂરી કરીને કોઈ મોક્ષમાં ગયું નથી. મોક્ષમાં આ સંસારનું એક પણ સુખ નથી. આજે તો અમારાં સાધુસાધ્વી પણ મોક્ષનું સ્વરૂપ વિકૃતરૂપે રજૂ કરે છે. વિષયના ભોગવટા વગર પણ વિષયનું સુખ ત્યાં ભોગવાય એમ કહીને મોક્ષની લાલચ લગાડે. અસલમાં આપણે તો એ કહેવું છે કે કોઈ જાતનું વિષયસુખ ત્યાં હોતું નથી. વિષય વિનાનું અને વિષયની ઈચ્છા વગરનું માત્ર જ્ઞાનનું સુખ ત્યાં હોય છે. વિષયસુખના લાલચુને મોક્ષનું સ્વરૂપ સમજાય- એ શક્ય નથી. મરતી વખતે પણ આ સુખની અભિલાષા જાગી ન જાય એ માટે રોજ સંલેષણાના અતિચારની આલોચના કરવાની છે. કોઈ પણ જાતના આ લોકના કે પરલોકના સુખની અભિલાષા જાગે તો સંખનામાં અતિચાર લાગ્યા વગર ન રહે. આમ છતાં આજે સંસારના સુખ માટે ધર્મ ન કરે તો પાપ કરે? એમ કહીને સુખ માટે ધર્મ કરવાનું કહેનારાં સાધુસાધ્વી મળી આવે છે. ભવિષ્યમાં પણ સુખની અભિલાષા ન જાગે તેની તકેદારી રખાવનારા શાસ્ત્રકારો અત્યારે સુખની અભિલાષાથી ધર્મ કરવાનું કહે - એ શક્ય છે?
(૩)
Page #9
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે જણાવવા માટે સૌથી પહેલાં ભવના સ્વરૂપનું વિજ્ઞાન કરવાનું કહ્યું છે. આ સંસારમાં એક પણ ગુણ નથી- એવું જ્ઞાન કરવું તેનું નામ ભવસ્વસ્પનું વિજ્ઞાન. જે નિર્ગુણ છે, એવા સંસાર માટે ધર્મ કરવાનું શાસ્ત્રકારો કહે - આ વાત મગજમાં બેસે એવી છે ખરી? આ સંસારમાં પુણ્યથી ગમે તેટલા સારામાં સારા વિષયો મળતા હોય તોય આ સંસાર નિર્ગુણ છે ? એવું માનો? અનુકૂળ સંસાર પુણ્યથી મળે છે. પુણ્યથી સંસાર મળે છે માટે પુણ્ય ખરાબ છે. આજે તો તમને ને અમને પુણ્ય નથી અને પાપનો ઉદય છે. એનું દુઃખ છે ને? જે પુણ્ય ભોગવે છે તે રાગના કારણે માર ખાય છે અને જેને ભોગવવા મળ્યું નથી તે ઈચ્છાના કારણે માર ખાય છે. “તમારે તો બધું સારું..” આમ કહીને પુણ્યની અનુમોદના કરનારા પુણ્યના અર્થ છે- એમ સમજી લેવું. જે જેની અનુમોદના કરે તે તેના અર્થી હોય. વિરતિધર જો અવિરતિધરની અનુમોદના કરે તો સમજવું કે આજે નહિ તો કાલે તે ઘરભેગો થવાનો. વિરતિ ક્ષયોપશમથી મળે છે અને અવિરતિ (નો ભોગવટ) પુણ્યથી મળે છે. ક્ષયોપશમભાવ મળ્યા પછી પુણ્યની ઈચ્છા રાખે તે પાપમાં પડવાના.
લોકોતર માર્ગે નીકળેલા, લોકોત્તર ફળની ઈચ્છાવાળા આ સંસારમાં ભટકે તો તેમાં શાસ્ત્રકારનો ગુન માનવો પડે. આથી જ શાસ્ત્રકારોએ કોઈ પણ યોગ્ય જીવ આ માર્ગથી અને માર્ગના ફળથી વંચિત ન રહી જાય તેની કાળજી ડગલે ને પગલે રાખી છે. પરંતુ શાસ્ત્રકારોએ બતાવેલા માર્ગમાં ઘાલમેલ કરે તો એ ગુનો શાસ્ત્રકારોનો નથી. શાસ્ત્ર કરતાં વિપરીત માર્ગ બતાવવો અને શાસ્ત્ર કહેલા માર્ગથી વિપરીત માર્ગે ચાલવું - એ ગુનો આપણો છે. આજે શાસ્ત્ર
Page #10
--------------------------------------------------------------------------
________________
કરતાં વિપરીત વાતો કરનારા પણ પોતાના મતના રાગના કારણે પ્રવૃત્તિ કરે છે. પોતે પહેલાં સિદ્ધાન્ત નક્કી કરે અને પછી શાસ્ત્રપાઠ શોધવા નીકળે, આ વૈરાગ્યનાં લક્ષણ નથી, રાગમૂલક પ્રવૃત્તિ છે. આવાઓ પાસે જવું તેના કરતાં ઘેર બેસીને આરાધના કરવી સારી.
સ. એના કરતાં સારા સાધુ પાસે જવું એમ કહો ને?
એમ કહું તો તમે માનવાના છો? તમારે તો જે વેષ પહેરે તે બધાને સારા અને તમારા કરતાં ઊંચા ગણવા છે ને? ડોક્ટરનો વેષ હોય તો તેને ડોક્ટર માની લો કે સારા ડોક્ટરની શોધમાં નીકળો? અહીં તો કહે કે ધર્મ એકાને સારો, સાધુ બધા ઊંચાઃ એમાં “સુ” અને “કુ નો ભેદ ન કરવો ! ડોક્ટરમાં સુ-કુનો ભેદ હોય, દવામાં સુ-કુનો ભેદ હોય તો દેવ-ગુરુ-ધર્મમાં પણ એ ભેદ હોય જ ને? જેમાં સારામાં સારું મેળવવાની ભાવના હોય તેમાં સારા-ખોટાનો વિવેક કર્યા વગર ન ચાલે.
આપણને ભગવાન ગમે અને ભગવાનની આજ્ઞા ન ગમે એ સારું નથી. ભગવાન ગમે - એ સારું નહિ, આજ્ઞા ગમે એ સારું. ભગવાન ગમે, તે સુખ મેળવવા અને દુઃખ ટાળવા ભગવાન પાસે જાય. ભગવાનની આજ્ઞા ગમે તે સુખ સામે ન જુએ અને દુઃખ મજેથી ભોગવી લે. ભગવાને આ સંસારને નિર્ગુણ કહ્યો છે. જ્યાં સુધી સંસાર સગુણ લાગે ત્યાં સુધી ભગવાનની આજ્ઞા સમજાઈ નથી. આજે અમે ગમે તેટલા જ્ઞાની હોઈએ, સાધુપણું પાળતા હોઈએ, લોકો અમને વિદ્વાન ગણતા હોય પણ જો સંસારનું સ્વરૂપ અમને ઓળખાયું ન હોય તો અમારામાં વૈરાગ્યનો છાંટો નથી. સાધુપણામાં આવેલાને પણ માનસન્માનાદ ગમવા માંડે, અનુકૂળતા સારી લાગે તો માનવું પડે ને કે હજુ સંસાર નિર્ગુણ
Page #11
--------------------------------------------------------------------------
________________
લાગ્યો નથી. ભગવાને ખાવાપીવા કે પહેરવા - ઓઢવાની ના નથી પાડી પણ સારું ખાવાપીવાની કે સારું પહેરવા - ઓઢવાની ના પાડી છે. જીવનનો નિર્વાહ ચલાવવા માટે વસ્તુની જરૂર છે કે સારી વસ્તુની? જો સારીની જરૂર પડે તો સમજી લેવું કે સંસાર નિર્ગુણ લાગ્યો નથી.
આ બધી વાતો નિશ્ચયનયની છેઃ એમ કહી-કહીને આની ઉપેક્ષા કરવાનું કામ કર્યું છે. નિશ્ચયનય પણ ભગવાને કહેલો છે-એ યાદ રાખવું. એ નિશ્ચયને પ્રાપ્ત કરાવે તે વ્યવહાર સાચો છે. નિખ્યયનું નામ સાંભળી મોઢું બગાડે તે તો વ્યવહારાભાસમાં છે- એમ સમજી લેવું. અવિરત કાઢવા માટે આવેલા અવિરતિને પુષ્ટ બનાવે- એ ચાલે? મનુષ્યપણાની સાધનાથી જો દેવલોકમાં જવાનું થાય તો તે આનંદનો વિષય છે કે દુઃખનું કારણ છે? અહીંની સાધનાથી મોક્ષે જવા ન મળે એનું દુઃખ થવાને બદલે દેવલોકમાં જવાનો આનંદ હોય તેને સાધનાની કિંમત સમજાઈ નથી. સર્વાર્થસિદ્ધ વિમાનમાં જતાંની સાથે તે દેવોને એમ થાય છે કે મોક્ષમાં જવાના બદલે અહીં ક્યાં આવી ગયા? ત્યાંનું અસંખ્યાતવર્ષનું અને પછીના મનુષ્યભવનું આયુષ્ય દેખાય તેના કારણે દુઃખ પારાવાર હોય છે. મોક્ષે જવાની આકંઠ ઈચ્છા હોય અને આટલો કાળ સંસારમાં રખડવું પડે તેનો વસવસો કેવો હોય તે તો તે જ જાણે.
- આપણા કુસંસ્કાર અને આપણી અનાદિકાળની ચેષ્ટાના કારણે મહાપુરુષોની વાતો આપણને ન સમજાય, સમજતાં વાર લાગે એ બને. પણ મહાપુરુષો આપણી ચિંતા કરીને આપણને આ સંસારનું સ્વરૂપ કેવું છે તે સમજાવવાનું કામ કરે છે. આજે આપણી નજર પ્રવૃત્તિ સામે છે પણ મહાપુરુષોના વચન સામે નથી. આજે આપણને જે ગમે છે તે ધર્મ કરીએ છીએ, ભગવાન કહે છે તે નથી કરતા. જે કરીએ છીએ તે સારું છે, ખરાબ નથી એની ના ન પણ તે ગમે છે માટે કરીએ છીએ તે
Page #12
--------------------------------------------------------------------------
________________
ખોટું છે. ગમે છે માટે નહિ, ભગવાન કહે છે માટે કરીએ તો કામ સરસ થાય. આના કારણે રાગ જાય, વૈરાગ્ય આવે અને આજ્ઞાનું પાલન થાય. આજ્ઞાના પાલન માટે વૈરાગ્યની તાતી જરૂર છે.
આ સંસારમાં કોઈ પણ જાતનો ગુણ નથી એમ લાગ્યા વિના વૈરાગ્ય નહિ આવે. આ સંસાર નિર્ગુણ જાણ્યા પછી સંસાર પ્રત્યે દ્વેષ જાગે એ વૈરાગ્યનું કારણ છે. આજે સંસાર તમને સારો લાગે છે ને? સંસારમાં બેઠા છો તે શેના કારણે?
સ. સુખના રાગના કારણે.
રાગના કારણે કે આસક્તિના કારણે? રાગ અને આસક્તિમાં ફરક છે- સમજાય છે ને? રાગ વસ્તુની હાજરીમાં થાય અને આસક્તિ વસ્તુના અભાવમાં પણ હોય. આજે અમારી જ વાત કરીએ કે શિષ્ય ન થાય ત્યાં સુધી શિષ્યની આસક્તિ હોય અને શિષ્ય થયા પછી શિષ્યનો રાગ નડે. આજે સાધુપણામાં આવેલાને શિષ્યનો રાગ અને આસક્તિ બંને હેરાન કરે છે. અમારે ત્યાં ગુરુ-અદત્ત પણ આ રાગઆસક્તિમાંથી સેવાવા માંડ્યું છે. ગુરુએ ભણાવવા માટે કહ્યું હોય અને આ સમજે કે આપણે એના ગુરુ થઈ ગયા. આજે નિયમ આપું કે જ્યાં સુધી આપણા ગુરુ બેઠા હોય ત્યાં સુધી આપણે ગુરુ નથી થવું.
સ. આવનાર પોતે આગ્રહ રાખે તો?
તો તેવાને ઘરભેગો કરવો. મારા ગુરુને ગુરુ ન માને તેનો ગુરુ હું ન થઉ– આટલી પણ તૈયારી જેની ન હોય તે સાધુપણે કેવી રીતે પાળી
શકે?
For Private
૭ ) personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
સ. ગુરુ પોતે જ કહે કે તારો શિષ્ય કરવાનો- તો?
ગુરુ આપણું મોટું જોઈને કહે. નકામું પેલાને દુઃખ થાય એના કરતાં શિષ્ય કરી આપવો : ગુરુભગવન્ત પાસે આપણે જો લાયકાત પુરવાર કરી આપીએ તો ગુરુ એવું કરે જ નહિ. શિષ્યના કારણે મોક્ષ નથી થવાનો. જે વસ્તુ કામની નથી અને આપણા માટે તદ્દન નકામી છે તેના માટે પુરુષાર્થ કરવો એ વૈરાગ્યનાં લક્ષણ નથી. રાગ અને આસક્તિનો જ એ પ્રભાવ છે. કાં તો એ રાગ છે, કાં તો એ આસક્તિ છે.
આપણે ક્યાં ભૂલીએ છીએ તે બતાવવાનું કામ મહાપુરુષોએ કર્યું છે. આપણા અજ્ઞાન નીચે દબાયેલી વસ્તુને પ્રગટ કરવાનું કામ તેમણે કર્યું છે. આજે આપણે સંસારને અસાર માનીએ છીએ તે દુઃખના કારણે માનીએ છીએ, નિર્ગુણતાના કારણે નહિ. સંસારને દુઃખમય તરીકે નથી ઓળખવો, નિર્ગુણ તરીકે ઓળખવો એ જ સંસારના સ્વરૂપનું વિજ્ઞાન છે. શાલિભદ્રજીનો સંસાર દુઃખમય ન હતો છતાં નિર્ગુણ હતો, માટે જ અસાર હતો. સંસારમાં પુણ્યાનુબંધી પુણથી મળેલું સુખ પણ નિર્ગુણ છે. આજે તમને પુણ્યાનુબંધી પુણ્ય પર આસ્થા ઘણી છે પરંતુ એ અનુબંધ પણ કાયમ ટકવાનો છે- એવું નથી. ક્ષયોપશમભાવથી મળેલું સાધુપણું પણ જતું રહે છે તો પુણ્યાનુબંધી પુણ્ય કાયમ ટકવાનું છે? જ્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું સુખ પણ ભૂંડું છે-એવું નહિ લાગે ત્યાં સુધી વૈરાગ્ય નહિ આવે. આજે ત્યાગ કરવા છતાં વૈરાગ્ય નથી આવતો. માત્ર છોડી દેવું એ ત્યાગ નહિ, ગરમ મળે તો ઠંડું છોડી દેવું એ ત્યાગ નહિ, ઠંડું મળતું હોય તો ગરમ લેવું નહિ, તેનું નામ ત્યાગ.
સ. વસ્તુની હાજરીમાં ત્યાગ કરવાનો !
વસ્તુની હાજરીમાં નહિ, વસ્તુની જરૂરિયાતમાં પણ વસ્તુ ન લેવી તે ત્યાગ છે. ગરમ વસ્તુની જરૂર હોવા છતાં ન લેવી તે ત્યાગ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
સ. વસ્તુ મળતી હોય તો ત્યાગ શા માટે કરવો?
નડે છે માટે. મળતી હોય તોપણ નડે છે માટે નથી લેવી. અનુકૂળતા લેવાની કે આપવાની ના નથી. અનુકૂળતા ગમે છે- એ ખોટું છે. વસ્તુ નથી નડતી, “ગમે છે એ નડે છે. “ભોગવવું નથી”- એ ત્યાગનો અધ્યવસાય છે. “ભોગવાતું નથી માટે ત્યાગ કરવો- આ તો ભોગનો અધ્યવસાય છે. વિષયકષાયને- રાગને આધીન થાય તેનો વૈરાગ્ય ન ટકે. વૈરાગ્યથી વાસિત થયા વિના કે સંસારને નિર્ગુણ માન્યા વિના ધર્મ મોક્ષસાધક ન બને. સાધન ભંગાર નથી પણ આપણો આશય ભંગાર છે-એની તકલીફ છે. આજે ધર્મ કરનારને સંસાર ન જ ગમે ને? આજે અમારે ત્યાં પણ પોતાનો વર્ગ વધે તેની હરીફાઈ ચાલુ છે. આપણે તો કહેવું છે કે બે માણસ આપણી પાસે આવે કે ન આવે એમાં શું ફરક પડવાનો? આપણે જો આરાધના કરીને ઈષ્ટ સ્થાને પહોંચી જઈએ તો કામ પૂરું થઈ ગયું. હજાર માણસની ટ્રેઈન હોય અને એમાં માત્ર બે જણ બેસીને જાય તો ઈષ્ટ સ્થાને પહોંચે કે ન પહોંચે?
આ સંસારમાં કાંઈ પણ સારું લાગે તો સમજવું કે આપણે નકામા થઈ ગયા. જ્યારે આ સંસાર નકામો લાગે ત્યારે આપણું કામ શરૂ થયું એમ સમજવું. ગમે તેટલો પુણ્યનો પ્રકર્ષ હોય તોપણ તે મોક્ષસાધક જ હોય તેવું નથી. પુણ્ય હોય ને ઉપયોગ કરી લઈએ એ જુ. પણ પ્રભાવના માટે પુણ્ય ભેગું કરવું એ સાધના નથી. ગૃહસ્થને પણ કહ્યું છે કે જેની પાસે હોય તે ધર્મમાં ખર્ચે, ખર્ચવા માટે કમાવાનું નથી કહ્યું. આજે તમને કે અમને સુખ-અનુકૂળતા જ ગમે છે, માટે જ સંસારમાં રખડીએ છીએ. અવિરતિ ગમે છે માટે જ સંસારમાં રહ્યા છીએ. જેને અવિરતિ ભોગવવી નથી તેને સંસારમાં રહેવાનું કામ શું છે? આ સંસારમાં રહેવાનું મન અવિરત જ કરાવે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
- આ સંસારમાં દુઃખ છે માટે નહિ, સંસાર નિર્ગુણ છે માટે તેની પ્રત્યે દ્વેષ જાગે તે વૈરાગ્યનું કારણ છે. આજે તો અમારાં સાધુસાધ્વી પણ મુમુક્ષુને સમજાવે કે સંસારમાં રાંધવાની કમાવાની કડાકૂટ, જેઠાણી-દેરાણી, સાસુ-સસરાનું માનવાનું દુઃખ છે. દીક્ષામાં એ કશું નથી. આ રીતે સમજાવીને દીક્ષા આપે તે વૈરાગ્યથી વાસિત બનાવે કઈ રીતે?
સ. ભગવાને ગૌતમસ્વામીજીને ખેડૂતને પ્રતિબોધવા મોકલ્યા ત્યારે પેલો પ્રતિબોધ પામીને ઘરભેગો થયો છતાં ભગવાને કહ્યું કે બોધિબીજ પામી ગયો. તેવું અમારા માટે ન બને?
ભગવાન જ્ઞાની હતા માટે એવું કરે. અમે જ્ઞાની નથી માટે અમારે તો ભગવાનના વચનને અનુસારે જ પ્રવૃત્તિ કરવાની. અમારે તો વૈરાગ્યની પરીક્ષા કરીને પછી જ દીક્ષા આપવાની. ભગવાન જ્ઞાની હતા અને ગૌતમસ્વામીજી ભગવાનના કહેવાથી ગયા હતા. જ્ઞાની કરે તે માર્ગ નથી, જ્ઞાની જે કહે તે માર્ગ છે. એટલું યાદ રાખવું. આજે સાધુસાધ્વી પણ અવિરત કેવી ભૂંડી છે અને કઈ રીતે સાધનામાર્ગમાં અટકાવે છે ? એનો વિચાર જ નથી કરતા. તેમને પણ અનુકૂળતા ગમવા માંડી છે. આયંબિલખાતું સરસ છે, ઉપાશ્રય સરસ છે, ક્ષેત્ર સરસ છે : એવી અનુમોદના કરવા બેસે તેને સિદ્ધિક્ષેત્ર સારું લાગે- એ વાતમાં માલ નથી. સંસારનો અભિલાષ જ આપણને સંસારમાં રાખે છે. આથી જ ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે તષ્ઠિોચ્છેદ્રરૂપ- સંસારના સુખની ઈચ્છાનો ઉચ્છેદ કરવાની ભાવના સ્વરૂપ જ આ વૈરાગ્ય છે. આજે સુખના અર્થીઓએ ધર્મને ચાળીને વેરણછેરણ કરી નાંખ્યો છે. આજે સાધુસાધ્વીઓએ પણ અનુકૂળતા આપીને લોકોને ધર્મ કરતા કર્યા છે. એના કારણે ધર્મ કરવા છતાં ધર્મ પામી શકાતો નથી. સુખ ઉપરની નફરત તેનું નામ વૈરાગ્ય છે. દુઃખ ઉપરની નફરત એ તો ભોગની આસક્તિ છે. જેને સંસારમાં
૧૦ )
Page #16
--------------------------------------------------------------------------
________________
ભટકવાનું હોય તેને દુઃખ પ્રત્યે નફરત હોય. સુખ પ્રત્યે નફરત તેને હોય કે જેને નિર્વેદ પ્રાપ્ત થયો હોય. આ સંસારમાં દુઃખરૂપ જો કાંઈ હોય તો તે કર્મજન્ય સુખો છે. સંસારનું સુખ એ અપથ્ય છે. આજે સુખની આસક્તિ ભયંકર છે. તેને ઓછી કરવાનું મન પણ નથી થતું ને?
સ. ધીરે ધીરે ઓછી કરીએ.
રોગ થયા પછી અપથ્યનો ત્યાગ એક ઝાટકે કરો કે ધીરે ધીરે કરો? સુખની આસક્તિથી ભવરોગ વકરે છે એમ જાણવા છતાં પણ તેને ધીરે ધીરે કાઢવી છે ને? આજે તમારી માન્યતા શું છે? પૈસા હશે તો સુખી થઈશું અને સાધુ થઈશું તો દુઃખી થઈશું : આ જ ને? સુખની આસક્તિ અને દુઃખનો દ્વેષ સંસાર છોડીને સાધુ થવા દેતો નથી.
સ. બેમાંથી વધારે ખરાબ શું? - જે નડે છે. આપણને જે નડે તે અવરોધ કરવાનું. બન્ને નડે તો
બન્ને દૂર કર્યા વગર નહિ ચાલે. અવિરત જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી ધર્મ કરવાની લાયકાત નહિ આવે. જેને અવિરતિ ગમે તેને અઢારેય પાપસ્થાનક સેવવા જ પડવાનાં. અવિરત જેવું ભયંકર કોઈ પાપ નથી. છાસઠ સાગરોપમ પહેલાં ગયેલા મિથ્યાત્વને પાછું લઈ આવવાનું કામ આ અવિરત જ કરે છે. આજે સાધુસાધ્વી પોતે જે છોડીને આવ્યા તે તમને સારું મળે એવો પુરુષાર્થ કરે – એ ચાલે? પોતે સુખ છોડીને આવેલા બીજા સુખી થાય એવી ચિંતા કરે? પોતે પૈસા છોડીને આવ્યા એ બીજાને પૈસા મળે એવો કીમિયો બતાવે? પોતે શરીરનું મમત્વ મારીને આવ્યા તેઓ બીજાને શરીર સારું રહે એવો ઉપાય બતાવે? સાધુ પોતે દવા ન કરે. પોતાની દવા કરવાની ભગવાને ના પાડી હોય તો તેવાઓ બીજાની દવા કરે, મંત્ર તંત્ર જડીબુટી બતાવેએ કેમ ચાલે?
( ૧૧ )
Page #17
--------------------------------------------------------------------------
________________
હવે શિષ્ય શંકા કરે છે કે વિષયોનો ભોગવટો કરીને તૃપ્તિ થાય પછી વૈરાગ્ય સારી રીતે પ્રાપ્ત થાય એમ છે, તો તેવો ઉપાય શા માટે બતાવતા નથી-તેના નિરાકરણમાં આગળની ગાથા જણાવી છે.
ભવ નિર્ગુણ છે એમ જાણ્યા પછી સંસાર પ્રત્યે દ્વેષ જાગે અને એના કારણે સંસારના સુખની ઈચ્છાના ઉચ્છેદ માટે જે પરિણામ જાગે તેને વૈરાગ્ય કહેવાય છે. આજે મોટા ભાગના લોકોની એ માન્યતા કહો કે ફરિયાદ કહો- એ છે કે સંસારના સુખની ઈચ્છા મરતી નથી, એક વાર એ ઈચ્છા પ્રમાણેનો ભોગવટો થઈ જાય તો ઈચ્છાની તૃપ્તિ થઈ જાય અને પછી વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું કામ સરળ બની જાય : આ પ્રમાણેની શંકા આજે ઘણાને છે. શાસ્ત્રકારોએ એની નોંધ કરી છે. આપણો નંબર એમાં લાગે છે કે નહિ- એ આપણે વિચારી લેવાનું.
આજે આપણને સંસાર ચાલે એવો છે કે સંસાર ચાલે એમ નથી? આજે તમારી–અમારી દશા એ છે કે થોડુંઘણું સુખ મળતું હોય તો દુઃખ નભાવી લેવાની તૈયારી છે. સ્વભાવ આકરો હોય પણ કામ સારું કરતો હોય તો તમે પણ નભાવો અને અમે પણ નભાવીએ. અમારે ત્યાં શિષ્યનો સ્વભાવ ભંગાર હોય પણ કામ સારું કરતો હોય તો નભાવી લઈએ. તેવાને કાઢી ન મૂકીએ અને ગુરુનો સ્વભાવ બરાબર ન હોય તો તરત છૂટા થઈ જાય. ગુરુનો સ્વભાવ નથી નભતો અને શિષ્યનો સ્વભાવ નભી જાય છે તેનું કારણ એક જ છે કે ગુરુ કામ નથી કરતા અને શિષ્ય કામ કરે છે. અનુકૂળતાનો રાગ કેવો ભૂંડો છે-એ સમજાય છે? રાગ દોષો નભાવવાનું કામ કરે છે અને વૈરાગ્ય ગુણને શોધવાનું કામ કરે, દોષોને ન નભાવે. પુણ્યના કારણે રાગ થતો હોય તો તે પુણ્ય છોડી દેવું છે- એટલું નક્કી? રાગના કારણે સારાંમાં સારાં ઉપકરણો પણ મારનારાં બને છે. આજે રાગનાં સાધનોને દૂર કરવાના બદલે એ
૧૨
Page #18
--------------------------------------------------------------------------
________________
સાધનો તિજોરીમાં સાચવી રાખવાનું કામ કર્યું છે ને? તમે ચરવળો સાચવો કે પૈસો સાચવો? પૈસા તિજોરીમાં મૂકો કે ચરવળો? તમારે મન કિંમત કોની? ચરવળાની કે પૈસાની? અમારે ત્યાં પણ સાધુપણાના ઉપકરણોની આશાતના થાય. જે ઓધો લઈને નાચ્યા હતા તે ઓઘા ઉપર પગ આવી જાય એવું ય બને ને? સંસારનાં ઉપકરણો કરતાં મોક્ષની સાધનાનાં ઉપકરણો એવાં બતાવેલાં કે જેના કારણે સંસારી અને સાધુ વચ્ચેની ભેદરેખા ઊભી રહે. એવાં પણ ઉપકરણોને ન સાચવે તો સાધુ અને સંસારી વચ્ચેનો ભેદ ઊડી જાય. આજે ઓધો જ્યાં-ત્યાં મૂકે એ આશાતના છે ને? જેઓ ઓધો સાચવે છે તે પણ મેલો ન થાય એ માટે સાચવે કે સંયમનું-ભવનિસ્તારનું સાધન છે માટે સાચવે? આ બધુ શાંતિથી વિચારવાની જરૂર છે. મોક્ષનાં સાધન ઉપર પણ જો મમત્વ જાગે તો તે મોક્ષમાર્ગમાં બાધા કર્યા વિના નહિ રહે.
આજે ઘણાને એમ છે કે વિષયોનો ભોગવટો થતો નથી માટે ઈચ્છાઓ મરતી નથી, સતત ઈચ્છાઓ રહે છે તેના બદલે એક વાર ભોગવટો કરી લઈએ તો મન શાંત થઈ જાય. પછી વૈરાગ્ય પેદા થઈ જશે- આવી માન્યતામાં આપણે છીએ કે નહિ? આજે ધર્મ કરવો છે પણ અવિરતિ સાથેનો ધર્મ કરવો ગમે છે. અવિરતિનું પાપ ભયંકર છેએ માનો છો?
સ. સંસારમાં એલ્ય પાપ લાગે તેવો ધંધો કયો?
ધંધો એ પાપ છે એમ માનો છો? ધંધાને પાપ ન માને અને અલ્પ કે આધક પાપની વાતો કરે તેનો કોઈ અર્થ નથી. શાસ્ત્રમાં અલ્પ કે અધિક પાપની વાત નથી કરી. અલ્પ બંધની વાત કરી છે. પાપ પ્રવૃત્તિના કારણે નથી લાગતું, પરિણામના કારણે બંધ થાય છે. સમદ્ધિ નીવો. ગાથામાં પણ શું કહ્યું છે? બંધ અલ્પ થાય છે. આજે તૈયાર
૧૩)
Page #19
--------------------------------------------------------------------------
________________
વસ્તુ મળતી હોય તો નવેસરથી બનાવવું સારું નહિ, આટલું મગજમાં બેસે? લાઈટ ચાલુ હોય તો તેનો ઉપયોગ કરવો કે દીવો સળગાવવા બેસવું?
સ. બંન્ને બંધ હોય તો શું કરવું?
જેમાં તમારા પરિણામ નિર્ધ્વસ ન બને- એવું કરવું. પ્રવૃત્તિના કારણે પાપ નથી, નિર્બસ પરિણામ પાપબંધનું કારણ છે. સમકિતીને અલ્પબંધ કહ્યો છે તેનું કારણ પણ એક જ છે કે નેન ન નિઘંઘ ખફા પરિણામ નિર્ધ્વસ ન બને તેની કાળજી રાખવી છે. વ્યવહાર પણ ચોખ્ખો જોઈએ એની ના નહિ, પણ શરૂઆત પરિણામથી કરવી છે. પ્રવૃત્તિના ભોગે પરિણામ સાચવી લેવા છે, પરિણામના ભોગે પ્રવૃત્તિ નથી કરવી.
અમારા આચાર્યભગવા કહેતા કે પહેલાં ખાતાં શીખો પછી તપ કરતાં શીખો. તપ કરનાર ખાવામાં લાલચુ બને એ ન ચાલે. અમને પણ ગોચરી લેતી વખતે શીખવ્યું છે કે જે નિર્દોષ મળે તે લઈ નથી આવવાનું, ભગવાને જે કહ્યું હોય તે નિર્દોષ મળે તો લેવાનું. આજે તો તરપણી ભરીને દૂધપાક લઈ આવે અને પાછું ગુરુભગવન્ત પૂછે તો કહે કે ત્યાં ઘણું હતું. ઘણું હોય માટે લાવવાનું કે ભગવાન ના પાડે છે માટે મૂકી આવવાનું? પહેલાં ભગવાનની આજ્ઞા જોવાની પછી નિર્દોષ જોવાનું
આજે અમે વિષયોનો ત્યાગ કરવાનું કહીએ તો તરત કહે કે ઈચ્છા પૂરી કર્યા વિના વિષયોનો ત્યાગ કરીએ તો મન સ્પ્રીંગની જેમ ઊછળે છે ! મનને દબાવે જ નહિ તો તે ઊછળવાનું જ.
સ. જીવોની મનોવૃત્તિ જ એવી થઈ ગઈ છે.
તમે પાછા બધા જીવોની વાત ક્યાં માંડી? હું તમારી વાત કરું છું, તમે બીજા સામે નજર ન કરો. આજે અહીં જે બેઠા છે તેની આપણે વાત કરવી છે, બહારનાની નહિ. કોઈ ડોક્ટર એવો જોયો છે ખરો કે જે
૧૪ )
Page #20
--------------------------------------------------------------------------
________________
દવાખાનાની બહાર રહેલા દર્દીની દવા કરે? આપણને ઈચ્છાઓ પૂરી કરીને વૈરાગ્ય મેળવવો છે કે ઈચ્છાઓ મારીને? અમારે ત્યાં પણ આ જ માન્યતા છે. નવકારશી સારી થાય તો સ્વાધ્યાય સારો થાય. ભૂખ્યા પેટે સ્વાધ્યાય નથી થતો. હવા-ઉજાસ સારા હોય તો સ્વાધ્યાય સારો થાય, તાપ લાગે તો સ્વાધ્યાય સારો થતો નથી. આ માન્યતાવાળા શંકાકારના વંશજ છે. માથે સગડી હોવા છતાં કેવળજ્ઞાન મળી શકે, અને ગરમી લાગે તો સ્વાધ્યાય ન થાય? કયા વંશમાં આપણે જમ્યા છીએ? આપણા માથે સગડી તો નથી મૂકી ને? માત્ર તાપ જ સહેવાનો છે. તે પણ અગ્નિનો નહિ, તડકાનો વેઠવાનો છે. એમાંથી પણ બાકાત થઈ જઈએ એ ચાલે? આપણી ઈચ્છાઓએ આપણને દુઃખના કાયર અને સુખના લાલચુ બનાવ્યા છે.
સ. ઈચ્છાઓથી દૂર રહેવાનો ઉપાય શું?
ડાયાબિટિસ થયું હોય તેના માટે મીઠાઈથી દૂર રહેવાનો ઉપાય શું? ત્યાં પ્રયત્ન કરો કે એની મેળે થઈ જાય? હાર્ટ એટેક આવે ત્યારે છાતી પર હાથ મૂકવો પડે કે એની મેળે મુકાઈ જાય? કેમ? નુકસાનનું ભાન સતત છે ને? તેવી રીતે ઈચ્છા મારે છે- આ અધ્યવસાય સતત ટકાવી રાખીએ તો ઈચ્છાથી દૂર રહી શકાય.
સ. ત્યાં જેવો અનુભવ થાય છે એવો અહીં નથી થતો.
સાચું બોલો છો? ઈચ્છાઓના કારણે અત્યાર સુધી કેટલા હેરાન થયા, એનો અનુભવ તો તમારી પાસે છે જે માત્ર એને કામે લગાડતા નથી. તમારો પોતાનો જ અનુભવ કામે ન લગાડો તો જ્ઞાનીઓનો અનુભવ કઈ રીતે કામ લાગશે? અત્યાર સુધી જેટલી ઈચ્છાઓ થઈ છે એ બધી પૂરી થઈ છે કે અધૂરી રહી?
સ. સો નિરાશા વચ્ચે પણ એક આશા પડી છે.
૧૫)
Page #21
--------------------------------------------------------------------------
________________
એ આશાને જ કાઢી નાંખવી છે અને નિરાશાને કામે લગાડવી છે. તમે સંસારથી નિરાશ થાઓ- એ તમારા હિત માટે છે. આશા રાખે કાંઈ વળવાનું નથી. સંસારમાં સુખની આશા રાખે તેઓ નિરાશ જ થવાના. સો સુગંધી પુષ્પ વચ્ચે એક સર્પ નીકળે તો શું કરો? ગમે તેટલાં સુખનાં સાધનો વચ્ચે પણ દુઃખનું એક કારણ હોય તો સુખ નથી મળતું ને? આશાને કામે લગાડવાના બદલે નિરાશાને કામે લગાડવી છે.
સ. હજુ સુધી સંસારમાં થાક નથી લાગ્યો, અહીં થાકી જઈએ છીએ.
મારા ગુમહારાજ એક દષ્ટાન્ત કહેતા હતા કે એક માણસ જંગલમાં મુસાફરીએ ગયેલો. સવારથી બપોર સુધી ચાલ ચાલ કર્યું. બપોરે ભરતડકે કકડીને ભૂખ લાગી અને એક ડગલું પણ ચલાય એવું ન હોવાથી એક ઝાડ નીચે બધા દાભડા ખોલીને જમવા બેઠો. એટલામાં એક ગામડિયો બૂમ પાડતો આવ્યો કે વાધ આવ્યો. તે વખતે પેલો માણસ શું કરે? ખાવાના ડબ્બા લેવા ઊભો રહે કે જીવ લઈને નાસે?
સ. હજુ અમારા જીવ ઉપર નથી આવ્યું.
જીવ પર આવે તેની રાહ જોતા બેસી રહેવું છે? તમે ગમાર છો માટે રાહ જોઈને બેસી રહો. જ્ઞાનીઓને તો પરિણામ નજર સામે દેખાય છે- એ થોડી ઉપેક્ષા કરે? તમને રોગ ભયંકર ન લાગે તોય ડોક્ટર તમારી ઉપેક્ષા થોડી કરે? આપણે આપણી અયોગ્યતા બતાવીએ એ જુદી વાત. બાકી જ્ઞાનીઓ આપણા હિતની ઉપેક્ષા ન કરે. આપણને તારનારા મળી આવે તો તેમનું માનવાની વૃત્તિ કેળવી લેવી છે. અત્યાર સુધી આપણે ઈચ્છાઓ મારી નથી- એવું નથી. ઈચ્છાઓ મારતાં તો
(૧)
૧૬.
Page #22
--------------------------------------------------------------------------
________________
આવડે છે, પણ તે શરીર ખાતર, આપણા સ્વાર્થ ખાતર! પણ ભગવાનની આજ્ઞા ખાતર ઈચ્છાઓ મારવી નથી- ખરું ને?
ગ્રંથકારશ્રી કહે છે. વિષયોમાં તૃપ્તિ થયા પછી વૈરાગ્ય થાય એ શક્ય જ નથી. કારણ કે ઈચ્છા મુજબના બધા વિષયો અત્યાર સુધી કોઈને મળ્યા નથી અને મળવાના પણ નથી. આ સાંભળીને શિષ્ય ફરી શંકા કરે છે કે જેટલું મળે છે એટલું તો ભોગવવા દો. ભલે મીઠાઈફરસાણ ન મળે પણ જે ચાર વસ્તુ મળે તે તો પ્રેમથી ખાઈને તૃપ્તિ કરવા દો. ત્યારે ગ્રંથકારશ્રી કહે છે કે વિષયોના ભોગવટાથી ક્યારેય તૃપ્તિ થતી નથી. તે દૃષ્ટાન્તથી સમજાવવા માટે અહીં જણાવ્યું છે કે લાકડાં નાંખવાથી જેમ અગ્નિ ન બુઝાય તેમ વિષયોના ભોગવટાથી વિષયતૃષ્ણા ક્યારેય શાંત ન થાય ઊલટી વધુ પ્રદીપ્ત બને. આજે દાવાનળ પણ શાંત થાય છે અને આપણી વિષયતૃષ્ણા શાંત નથી થતી- એનું કારણ શું? દાવાનળને ઈંધન ન મળવાથી તે હોલવાઈ જાય છે જ્યારે આપણે વિષયતૃષ્ણાની સગડીમાં ભોગવટાનું ઈન્ધન નાંખ્યા જ કરીએ છીએ માટે તે બુઝાતી નથી. હવે સમજાયું ને કે વિષયોની પૂર્તિ ન કરવી એ જ ઈચ્છાઓને મારવાનો ઉપાય છે. છોકરાઓને ઈચ્છાથી દૂર રાખવા શું કરો? મેળામાં લઈ જ ન જાઓ ને? આજે બાપાઓને કેવી રીતે દૂર કરવા? છોકરા ઉપર તમારું નિયંત્રણ છે, તમારા ઉપર કોઈનું નિયંત્રણ નથી ને? વિષયની જરૂર પડે ને લેવું પડે તો ય બે ક્ષણ થોભી જવું છે, જેથી આવેગ શાંત થઈ જાય. વસ્તુ સારી છે માટે નથી લેવી, જરૂર છે માટે લેવાની છે. અમને પણ નિર્દોષ લેવા નથી કહ્યું, રાગ ન કરે એવું લેવા કહ્યું છે. રાગને પુષ્ટ બનાવે, દેદીપ્યમાન બનાવે તેવું નિર્દોષ, પણ અમારે ન લેવાય. આજે તો અમે અમારા માટે
૧૭ )
Page #23
--------------------------------------------------------------------------
________________
બનાવેલું છે કે નહિ એટલું જોઈએ. પણ એટલામાત્રથી કથ્ય-અકથ્યનો વિવેક ન થાય. સાથે રાગ વધે છે કે નહિ- એ પણ જોવું પડે. રાગ ન થાય એવું નિર્દોષ મળ્યા પછી પણ આવેગને રોકવા માટે પચ્ચખાણ પાર્યા પછી સત્તર ગાથાનો સ્વાધ્યાય કરવાનું ફરમાવ્યું છે કે જેના કારણે આગ શાંત થાય, પ્રવૃત્તિ પર કાબૂ આવે ને રસ મરી જાય. ભગવાને માર્ગ તો સરસ બતાવ્યો છે પણ આપણે એને ભૂંસવાનું કામ કર્યું છે. આજે તો પચ્ચખાણ પારીને પછી જ વહોરવા જાય અને આવીને સીધો વાપરવા બેસી જાય. આવાનો આવેગ શાંત થાય કે તૂટી પડે. અને એના કારણે ન મળે તો તપોવૃદ્ધિની તક પણ જતી રહે. પચ્ચખાણ પાર્યા વગર ગયા હોઈએ અને નિર્દોષ ન મળે તો તપ કરવાની તક મળે ને?
સ. જેઓ મકાનમાં હોય તે તો પચ્ચખાણ પાળીને તૈયાર રહે ને?
- ના, તે પણ નિર્દોષ આહાર મળી ગયા પછી જ પચ્ચખાણ પારે, નહિ તો તપોવૃદ્ધિ કરે. પહેલેથી પચ્ચખાણ પારીને જાય તેનો અર્થ શું? દોષિત પણ ચલાવી લેવાની વૃત્તિ છે-એ જ ને?
મોટા ભાગે આપણે તો ગમે છે માટે ધર્મ કરીએ છીએ, સંસાર ગમતો નથી માટે નહિ. ધર્મ સારો લાગે છે પણ સંસાર ખારો ન લાગે અને ધર્મ કરીએ, એ આપણી ખોટી શરૂઆત છે. અને એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. આજે ધર્મ કરનારા પણ હેતુઓ કેવા બતાવે? ધર્મ એકાને કલ્યાણકારી છે, અત્યારે શાંતિ મળે, ભવિષ્યમાં સુખ આપે છે માટે ધર્મ કરીએ છીએ. પણ સંસાર ખારો છે માટે ધર્મ કરું છું- આવું કહેનાર આજ સુધીમાં તો કોઈ મળ્યું નથી.
(૧૮)
Page #24
--------------------------------------------------------------------------
________________
સ. ધર્મ કલ્યાણકારી તો છે જ ને?
તમે કલ્યાણ કયું ગણો છો? ધર્મ કર્યા કરો ને સુખ મળ્યા કરેએ જ ને? સુખ મળે તો જ ધર્મ ફળે- આ જ માન્યતા છે ને? શાસ્ત્રમાં કહ્યું છે કે શરીર ઉપર સોજા આવે એના જેવો આ ધર્મથી થનારો પુણ્યબંધ છે. પુણ્યથી મળતાં સુખોના કારણે જે શોભા દેખાય છે તે સોજાના કારણે શરીરની શોભા જેવી છે. એનાથી રાજી થવા જેવું નથી. આપણે એ કહેવું છે કે ધર્મ પ્રત્યેનો આદર સંસાર પ્રત્યેના અનાદરમાંથી પ્રગટવો જોઈએ. જેને સંસાર ગમે છે તે ધર્મનો ઉપયોગ સંસાર સુધારવા અને વધારવા માટે કરવાનો. જેને સંસાર ન ગમે તે ધર્મનો ઉપયોગ સંસાર કાઢવા માટે કરવાનો. સંસારનો અણગમો પેદા થયા વિના ધર્મની શરૂઆત કરી એ સૌથી મોટી ભૂલ છે. આજે સાધુપણામાં આવ્યા પછી પણ જો વિષયની નફરત ન જાગે તો સાધુપણામાં કમાયા શું? આજે સાધુસાધ્વીની નજર પણ વિષય ઉપર મંડાયેલી હોય, તો કરવું શું? મકાન ગમી જાય, કપડું ગમી જાય, ખાવાપીવાનું ગમી જાય, વાતો કરવાનું ગમે તો અહીં આવીને કર્યું શુંએમ પૂછવું પડે ને?
સ. હિંસાનું પાપ છૂટ્યું એટલે બધાં પાપ ગયાં ને?
શું વાત કરો છો? એકેન્દ્રિય જીવો તો કોઈ જાતની હિંસા નથી કરતા. તમે વનસ્પતિને કાપો છો, વાટો છો, વનસ્પતિકાયના જીવો કોઈને પીડા નથી આપતા. તો તેમનું પાપ અટકી ગયું? તો સાધુભગવન્તના પાપ ક્યાંથી અટકી ગયા? આજે તમને વનસ્પતિકાયની વિરાધના કરતાં આંચકો આવે છે? ચટણી ભાવે ને? કેટલા જીવોની હિંસા થાય? છતાં રાગ કેવો?
૧૯
Page #25
--------------------------------------------------------------------------
________________
સ. ચાર મહિના એના વગર ન ચાલે.
આવો રાગ ક્યાં લઈ જશે- એની ચિંતા ખરી?
સ. ખાવું અને ખરાબ કહેવાનું?
ખરાબ કહેશો તો છૂટી જશે. સારું કીધા કરશો તો જિંદગીમાં છૂટશે નહિ. અનન્તા તીર્થંકર ભગવન્તોએ સંસારની નિંદા સંસારમાં રહીને જ કરી હતી. જ્યાં સુધી છૂટતું નથી ત્યાં સુધી નિંદા કરીને અળગા થવા પ્રયત્ન કરવો છે.
સ. મેકુમાર કે જંબુકુમારને એક જ દેશનામાં અસર થઈ અને
અમને...
એમને જોઈતું હતું. જેને જોઈતું હોય તે ભાવતાલ કરવા ન બેસે. જેને ભાવતાલ કરવા હોય તે દસ જગ્યાએ ફરે. જેને જોઈતું હોય તે તો જ્યાં મળે, જે ભાવે મળે ત્યાંથી લઈને ચાલવા માંડે.
સ. એમની પાસે એટલી સાહ્યબી હતી, અમારી પાસે તો... એમની પાસે જે હતું તે જોઈતું નતું. તમારી પાસે નથી એય તમને જોઈએ છે– માટે નડે છે. તેમને છ ખંડ અડ્યા નહિ, તમને બે વસ્તુ પણ નડી જાય છે. જેને જોઈતું હોય તેને વૈરાગ્ય ન આવે. જેને જોઈતું નથી તેને વૈરાગ્ય હોય.
સ. એમને પુણ્યાનુબંધી પુણ્ય હતું માટે જોઈતું ન'તું.
એ પુણ્યાનુબંધી પુણ્ય આવ્યું ક્યાંથી? વૈરાગ્યમાંથી જ ને? વૈરાગ્ય વિના પુણ્યાનુબંધી પુણ્ય હોય નહિ. આ અધ્યાત્મસાર પ્રકરણમાં જ જણાવ્યું છે કે પુણ્યાનુબંધી પુણ્ય નડતું નથી તેમાં મિથ્યાત્વનો ક્ષયોપશમ કામ કરે છે. મિથ્યાત્વના ક્ષયોપશમના કારણે સંસાર ખારો લાગે છે અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમના કારણે મોક્ષનો ઉત્કટ રાગ પેદા થાય છે. ધર્મ તો ઔયિકભાવથી ય ગમી જાય. સંસાર
૨૦
Page #26
--------------------------------------------------------------------------
________________
ક્ષયોપશમભાવથી જ ખારો લાગે. આજે આપણી તો હાલત એ છે કે પુણ્ય જ મળતું હોય તો નિર્જરા જોઈતી નથી. એના બદલે એમ કરવું છે કે નિર્જરા થતી હોય તો પુણ્ય જોઈતું નથી.
સ. નિર્જરા થતી હોય તોપણ પુણ્યબંધ ચાલુ હોય છે એવું સાંભળ્યું છે.
સાતમા ગુણઠાણાથી આગળ નિર્જરા વિપુલ પ્રમાણમાં થાય છે અને પુણ્યબંધ તો મામૂલી થાય છે. એવો થાય કે જે આ જ ભવમાં ભોગવાઈ જાય. ભવાન્તરમાં ભોગવવા જવું ન પડે. તમને પુણ્યબંધ જોઈએ છે પણ ભવાન્તરમાં ભોગવવા મળે એવો જોઈએ છે- ખરું ને? વિપુલ નિર્જરા થાય ત્યારે જે પુણ્ય બંધાય તે તો માત્ર ગુણસ્થાનકપ્રત્યયિક જ થાય. માત્ર ગુણસ્થાનકપ્રત્યયક જે પુણ્યબંધ થાય તેની કોઈ કિંમત નથી. તેવી જ રીતે ગુણસ્થાનકપ્રત્યધિક જે નિર્જરા થાય તેની ય કોઈ કિંમત નથી. નિર્જરા તો ગુણસ્થાનકપ્રત્યચિક નહિ, પુરુષાર્થપ્રત્યયક જોઈએ અને પુણ્યબંધ પણ જે કષાયપ્રત્યક થયો હોય- તે ભવાન્તરમાં ભોગવવા જવું પડે. યોગપ્રત્યયિક બંધ ક્યાંય નડતો નથી. કેવળી ભગવન્ત બે સમયની શાતા બાંધે છે તે કેવળ યોગપ્રત્યાયિક હોવાથી તરત જ ભોગવાઈને પૂરી થાય છે. ઘણી વાર તો એવું બને કે એ શાતા બંધાયા પછી ભોગવવા ન મળે અને ચૌદમે સુધી અશાતા ભોગવતા મોક્ષે જાય. માટે આવા પુણ્યની કાંઈ કિંમત નથી. જે પુણ્ય સંસારમાં રાખે છે. એની વાત ચાલુ છે. અનુત્તર વિમાનવાસી દેવો પુના યોગે
ત્યાં જાય છે પણ ત્યાં જઈને સુખ નથી ભોગવતા, શાસ્ત્રો વાંચે છે. તેમને પુણ્યોદયનો આનંદ નથી હોતો, મોક્ષ ન મળ્યાનો રંજ હોય છે. ત્યાં સંગીત વાગે છે છતાં સાંભળનાર કોઈ નથી. અહીં ભણાવનાર મળે છે છતાં સંગીતનો રસ ભણવા ન દે - એવી પણ દશા હોય ને?
૨છે
Page #27
--------------------------------------------------------------------------
________________
દેવતાઓ શાસ્ત્રો વાંચે અને સાધુભગવન્તો દેવતા થવા મહેનત કરે તો એ કેવી વિષમતા? સુખના ઢગલા વચ્ચે જ્ઞાન ચાદ આવે તે સાચો વૈરાગ્ય છે. દુઃખના ઢગલા વચ્ચે ભગવાન યાદ આવે તે વૈરાગ્ય નથી.
તમારે જે શંકા હોય તે પૂછી લો. અહીં મૌન રહો અને બહાર જઈને મારા નામે ગપ્પાં મારો એ નીતિ સારી નથી. તમે અમારી વાતને ખોટી કહેશો એમાં અમને કોઈ નુકસાન નથી. પણ અમે કહેલી વાતને ખોટી માની લો, તેનો કોઈ જાતનો ખુલાસો કરવા અમારી પાસે ન આવો અને એની ઉપેક્ષા કરો તો નુકસાન તમને છે. ભગવાનની વાત આપણે ન માનીએ તેમાં નુકસાન ભગવાનને છે કે આપણને?
આજે વિષયો ભૂંડા લાગે છે માટે આપણે ધર્મ કરીએ છીએ એવું નથી, વિષયો સારા મળે છે માટે ધર્મ કરીએ છીએ એવી જ દશા છે ને? આજે સાધુપણામાં આવીને વિષયો જ ગમતા હોય તો શું કરવું? આજે તો વિષયાભિલાષીએ પણ ધર્મ જ કરવો જોઈએ' એવો શાસ્ત્રપાઠ લોકોની આગળ રજૂ કર્યો પણ વિષયની અભિલાષા તોડવા માટે ધર્મ કરવો જોઈએ એ વાત શાસ્ત્રના પાને પાને લખેલી હોવા છતાં તેને છુપાવવાનું કામ કર્યું. આવા લેભાગુઓ પાસે ધર્મ સમજવા જાઓ તો તમારી શી દશા થાય?
સ. શાસ્ત્રમાં બે વાત લખવાના બદલે એક જ વાત લખી હોત
તો?
એક પદના કારણે તો ગણધરભગવંતોને પણ બોધ થયો ન હતો. તેથી તેમણે વિં તત્ત્વમ્' એમ બે વાર પૂછ્યું હતું અને ત્રિપદી સમજાયા પછી દ્વાદશાંગીની રચના કરી હતી. જેને જે રીતે સમજાય તે રીતે તત્ત્વ સમજાવવા માટે અનેક રીતે વાતો શાસ્ત્રોમાં લખેલી હોય પણ એના કારણે મુખ્ય પદાર્થ બદલાઈ ન જાય. બે વાત કરીને પણ
૨૨
Page #28
--------------------------------------------------------------------------
________________
છેવટે વિષયો ભૂંડા છે અને ધર્મ ઉપાદેય છે- એ જ વસ્તુ સમજાવી હતી. તાત્પર્યને સમજે નહિ અને વિરોધનું ઉલ્કાવન કરે તેને કઈ રીતે સમજાવાય? ગણધરભગવન્તો ગણધર ત્યારે થાય છે કે જ્યારે ભગવાનની બધી વાત સાચી માને. બધાની વાત માને તે જ્ઞાની ન બને, જ્ઞાનીની એક પણ વાતને નકારે નહિ તે જ્ઞાની બને.
એક વાર સંસાર ખારો લાગ્યા પછી ધર્મ સારો લાગે તો જ તે પરિણામ સાચો. સંસાર ખારો ન લાગે ત્યાં સુધી ધર્મ પ્રત્યે જે રાગ જાગે છે- તે તો બનાવટી છે. આજે આપણને પાપ ખરાબ લાગે છે કારણ કે તે દુઃખ આપે છે, જ્યારે પુષ્ય ખરાબ નથી લાગતું તેનું કારણ એ છે કે એ સુખ આપે છે. આજે ધર્મ કરતી વખતે પણ ધર્મનો આનંદ નથી. સામાયિક કરતી વખતે આનંદ ન હોય એવો આનંદ સામાયિક પારતી વખતે હોય ને? એ આનંદ શેનો હોય? સામાયિક કર્યાનો કે સામાયિક પૂરી થવાનો? પૂર્ણાહુતિનો આનંદ એ તો ક્રિયાની અરુચિને સૂચવનારો છે. -
સ. સ્કૂલમાં પણ છૂટ્યાનો ધંટ પડે ત્યારે છોકરાઓને આનંદ થાય છે. આવું કેમ બનતું હશે?
જ્ઞાનનું અર્થપણું નથી, માટે. અહીં પણ ગુણનું અર્થીપણું નથી માટે ક્રિયા પૂરી થવાનો આનંદ હોય છે.
સ. ગુણનું અર્થપણું ક્યારે પ્રગટે? સંસાર નિર્ગુણ લાગે તો. સ. સંસારને નિર્ગુણ લગાડવા શું કરવું? અમે કહીએ તે માની લેવું. દલીલ કરવા ન બેસવું. સ. ઘરના લોકો સાથે અમારે કેવી વાતો કરવી?
આપણે ઘરમાં વાત કરવા નથી બેસવું ઘર છોડવું છે. ઘરના લોકોને આપણે કોઈ હિતશિક્ષા નથી આપવી. જે લોકોને આપણી વાત
(૨૩)
Page #29
--------------------------------------------------------------------------
________________
ગમતી ન હોય, જે આપણું માનતા ન હોય તેના માટે આપણી જિંદગી નથી બગાડવી. આજે તમે સુખનાં સાધનો ઘરમાં વસાવ્યાં તેથી તમે પણ બગડ્યા અને તમારાં સંતાનોને પણ તમે બગાડ્યાં. છોકરાઓના નામે ટી.વી. વસાવે અને બાપ જોવા બેસી જાય ને? તમારે જાતે સુધરવું નથી ને છોકરાઓને સુધારવા છે ને? બાપને બજારમાં ફરવું છે અને છોકરાને ધર્મ કરાવવો છે તો ક્યાંથી કરશે? જે પોતે માબાપનું ન માને તે બીજાને માબાપનું માનવાનું શીખવે એની અસર થાય? જે પોતે પોતાના ગુરુનું ન માને, ગુરુ સાથે ન રહે અને લોકોને પિતૃવંદના - માતૃવંદના કરાવે, ગુરુપારતંત્ર્યના પાઠ શીખવે – એનો અર્થ શો?
સ. એમાં અમારા જેવાનું તો હિત જ થાય ને?
શાસ્ત્રમાં કહ્યું છે કે અભવ્યોથી અનન્તા આત્માઓ તરે છે પણ ત્યારે કે જ્યારે અભયને ઓળખતા નથી. જો અભવ્ય અભવ્ય તરીકે ઓળખાઈ જાય તો તેમનો ઉપકાર યાક કરતા બેસી રહેવાનું કે તે જ ક્ષણે છોડીને જતા રહેવાનું? પાંચ સો શિષ્યો અભવ્ય ઓળખાયા પછી ગુરુને છોડીને જતા રહ્યા ને? સ. ગુણો ઘણા હોય તો થોડા દોષો નભી જાય ને? કુમારપાળ મહારાજામાં બે ગુણ હતા કે પાછી પાની કરવી નહીં અને છાતી (પરસ્ત્રીને) આપવી નહિ તો બીજા દોષો નભી ગયા ને?
કુમારપાળ મહારાજાના બે ગુણો યાદ રાખ્યા પણ એક ગુણ યાદ ન રહ્યો, તેમની પાસે ગુરુપારતંત્ર્ય ગુણ એવો હતો કે એના પ્રતાપે તેઓ ગણધરનામકર્મ ઉપાર્જી ગયા. એક ગુરુની પરતંત્રતા હોય તો તેના બધા દોષો નભી જાય. પણ જેઓ ગુરુથી નિરપેક્ષ સ્વતંત્ર હોય તેના ઘણા પણ ગુણોની કાંઈ જ કિંમત નથી - એમ શાસ્ત્ર કહે છે.
વિષયોના ભોગવટાથી કોઈ દિવસ વૈરાગ્ય પ્રાપ્ત ન થાય. વિષયનો ભોગવટો આક્તિમાં થાય છે. અને આસક્તિની હાજરીમાં કોઈ દિવસ
૪
Page #30
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ન મળે. આ વસ્તુને સમજાવતાં અહીં ઉપમા આપીને સમજાવ્યું છે કે સિંહમાં જેમ સૌમ્યતા નથી હોતી, સર્પમાં જેમ ક્ષમા નથી હોતી તેમ વિષયની આસક્તિની હાજરીમાં વૈરાગ્ય હોતો નથી. સિંહમાં સૌમ્યતા ક્યારે ય જોઈ છે?
સ. મરેલા સિંહમાં ય ન હોય.
બહુ સારું સમજ્યા. આપણે એ જ સમજાવવું છે કે જે વિષયોનો ભોગવટો કરેલો છે તેની પણ નિંદા આ જ આશયથી કરવાની છે, કે જેથી ક્યાંય પણ પાપ ઉપાદેય ન લાગી જાય. આથી જ શાસ્ત્રમાં ઠેર ४२ तं निंदे तं च गरिहामि, अईयं निंदामि, निंदामि गरिहामि.... આવું દિવસમાં કેટલીય વાર બોલવાનું જણાવ્યું છે. અતીત વિષયો પણ સિંહ અને સર્પ જેવા ફૂર છે. ઝેરની રાખ પણ ખરાબ ને? વિષયોનો ત્યાગ કર્યા પછી વિષયો સારા લાગવા માંડે તો સાવધ થવું પડે ને?
સ. વિષયો મળ્યા પછી ગલગલિયાં થાય છે.
એટલે જ ગાદી છોડીને સંથારામાં સૂવું છે. ગાદીમાં બેસીને પરિષહ વેઠતાં નહિં શિખાય. એ માટે ઘર છોડીને અમારી પાસે આવવું પડશે. તરવું હોય તો ઘરમાં બેસીને તરાય કે એ માટે પાણીમાં પડવું પડે? પાણીમાં પડ્યા વિના તરતાં ન શિખાય તેમ સંસાર છોડ્યા વગર, ઘર છોડ્યા વગર, વૈરાગ્યના કષ્ટ વેઠવાના સંસ્કાર ન પડે. - સાચી વસ્તુનો પરિચય આપવો હોય તો નકલી વસ્તુ સમજાવવી જ પડે, તે રીત સત્ય સમજાવવા માટે અસત્ય સમજાવવાનો કીમિયો અપનાવવો જ પડે. અસત્યને અસત્ય કહેવાની હિંમત આજે ઘણામાં નથી. શાસ્ત્રકારોએ મિથ્યાત્વનું ખંડન કરીને સમ્યકત્વનું મંડન કર્યું છે. આજે સાચું સમજવાનું, પણ ખોટાને ખોટું ન કહેવું-એવો વાયરો ચાલી રહ્યો છે. કારણ કે સાચું આવે કે ન આવે પણ આપણે ખોટું ચાલ્યું જશે એનો કાલ્પનિક ભય સતાવે છે. આથી આપણે ખોટાનો ત્યાગ નથી કરી
૨૫)
Page #31
--------------------------------------------------------------------------
________________
શકતા. તેના પરિણામે સાચી વસ્તુ હાથમાં આવતી નથી. આજે “સુ” અને “કુ નો ભેદ કરવો નથી ને?
. સ. આપણે ત્યાં સુકૃત-અનુમોદના અને દુષ્કૃત-ગહ કરવાની કહી છે ને? દોષ તો પોતાના જોવાના, બીજાના નહે.
આ પણ આપણા દોષની જ વાત છે. આપણે જે ધર્મ કરીએ છીએ તે ખોટો કરીએ છીએ તે છોડીને સાચો ધર્મ કરવાની વાત છે. તમે કુ” ને “સુ માની બેઠા માટે ખોટો ધર્મ આવ્યો. આપણે “કુ ને “સુ બનાવવાની વાત નથી કરવી. “કુ ને “હું ન માનવાની વાત છે. બીજાને સુધારવાની વાત ભગવાનના શાસનમાં હોય જ નહિ. આપણી જાતને જ સુધારવાની વાત છે. આજે તો ડર એ છે કે જો “કુ ને “માનીને તેમને છોડી દઈએ તો તેમને કેવું લાગશે? આપણે શું થશે તેની ચિંતા કરવાના બદલે એમને શું લાગશે એની ચિંતા કરવાના કારણે આપણે સત્યથી વંચિત રહ્યા.
સ. તેમને દુર્ભાવ થાય તેની ચિંતા નહિ કરવાની?
યોગ્યતા પડી હશે તો દુર્ભાવ નહિ થાય. પોતાનો ભગત મરી જાય તો એટલું દુઃખ ન થાય, પણ બીજાની પાસે જાય તો દુઃખ થાયએ બોદા માણસ છે. જે નક્કર હોય તે તો કહી દે કે જે ખોટો હતો, તે ગયો. સાચા સાધુને પોતાનો ભગત ખસી ગયાનું દુઃખ ન હોય. ખોટો માણસ ગયો તો સારું જ ને?
આજે તમને ને અમને સમ્યકત્વ જોઈએ છે પણ મિથ્યાત્વ નથી કાઢવું. એના કારણે મિથ્યાત્વ જતું નથી અને સમ્યકત્વ આવતું નથી. આજે એ જ રીતે વૈરાગ્ય જોઈએ છે પણ રાગના વિષયોનો ત્યાગ નથી કરવો. આવા લોકોની શંકાના નિરાકરણ માટે આગળની ગાથાથી જણાવે છે કે વિષયોનો ત્યાગ કર્યા વિના જેઓ વૈરાગ્ય પામવા માટે ઈચ્છે છે તેઓ અપધ્યનો ત્યાગ કર્યા વિના રોગનો ઉચ્છેદ કરવા માટે ઈચ્છનારા જેવા છે. વિષયોની ઈચ્છા વિષયમાં પ્રવૃત્તિ કરાવે તો વૈરાગ્ય નહિ
૨૬)
Page #32
--------------------------------------------------------------------------
________________
આવે. ઈચ્છા ભયંકર છે, ખરાબ છે, તેને કામ નથી કરવા દેવી. વિષયોનો ત્યાગ કર્યા પછી અરતિ થાય તો તે નભાવીશું, પણ વિષયોના ભોગમાં રીત કરવી સારી નહિ. દર્દીને સારું ખાવાનું મન હોય, ડોક્ટર ના પાડે તો ન આપો ને? દર્દી રડે તોપણ તે અરતિ નભાવો ને? અપથ્યની રતિ ન ચલાવો ને? તેમ અહીં પણ કહ્યું ને કે દુઃખમાં અરતિ નભાવી લઈશું પણ સુખમાં રતિ નહિ કરવા દઈએ. એના બદલે આજે શું કહીએ? દુઃખ ભોગવીને આર્તધ્યાન કરવું તેના કરતાં સુખ ભોગવીને ધર્મ કરવો સારોએમ જ ને? ઈચ્છા મારવા માટે સર્વ કેળવવું પડશે. આપણી સાથે કોણ આવે છે- એ નથી જોવું, આપણે ક્યાં જવું છે- એ જોવું છે. આજે વૈરાગ્ય નથી આવતો તેનું કારણ એક જ છે કે સુખ જતું રહેશે અને દુઃખ આવશે. આ કાલ્પનિક ભય સતાવે છે. સુખ ગયું તો સારું થયું, ખોટું હતું તે ગયું અને દુઃખ આવ્યું તો ભલે આવ્યું, સાચું આપણી પાસે આવશે. આજે તો ખાવું, પણ રાગ ન કરવો- એ વૈરાગ્ય તરીકે મનાય છે. શાસ્ત્રકારોએ તો, ખાવું પડે તો રાગ ન કરવાની વાત કરી હતી.
સ. વિષયોનો ત્યાગ કર્યા વગર વૈરાગ્ય ન આવતો હોય તો સમકિતીને વૈરાગ્ય કઈ રીતે આવે?
આ જવાબદારી તમારી કે મારી નથી, ઉપાધ્યાયજી મહારાજની છે. આગળની ગાથામાં પોતે જ આ શંકા કરવાના છે. શાસ્ત્રકારોને એક વસ્તુનું વિધાન કર્યા પછી લોકો એમાં શું શંકા કરશે તેનો ખ્યાલ હોય જ. આ સર્વજ્ઞોનું શાસન છે. એમાં એક પણ પાસું બાકી ન રહે. આજના બેરિસ્ટરો પણ અલ્પજ્ઞ હોવા છતાં સામો શું કહેશે એનો ખ્યાલ રાખીને દલીલો કરતા હોય છે. આ તો સર્વજ્ઞનું શાસન હોવાથી તેમાં એક પણ તર્ક છૂટી ન જાય. એના કારણે જ આ શાસન જયવંતું છે અને એથી જ અન્ય દર્શનકારો આ શાસન આગળ ફાવતા નથી. કોઈ ફાવી ન જાય તેનું જ નામ જય. જેમાં બધા ફાવી જાય તે સર્વજ્ઞનું શાસન ન હોય.
(૨૭)
Page #33
--------------------------------------------------------------------------
________________
આજે તો બધા ફાવી જાય તો શાસનનો જયજયકાર છે- એવું મનાય છે ને? મિથ્યાત્વી પણ ફાવે, અલ્પજ્ઞ પણ ફાવે, બધા હળીમળીને સાથે જમે એટલે ભગવાનનું શાસન જયવંતું ! ખરું ને? સ. બહુમતીનો પ્રભાવ પડે ને?
જેના પર બહુમતીનો પ્રભાવ પડે તેના પર જિનમતની કોઈ અસર નહિ પડે. જ્યાં સુધી મિથ્યાત્વની અસર પડી હોય ત્યાં સુધી સમ્યક્ત્વની અસર થાય નહિ. ડોક્ટર પણ ઓપરેશન કરતી વખતે પહેલાં પેટ સાફ કરાવે છે. પછી બહારની સફાઈ કરે છે. જ્યારે અહીં તો બહારથી સાફસૂફી કરવી છે અને અંદરની ગંદકી રાખી મૂકવી છે- એવી જ મનોદશા છે ને?
ન
આપણાં મનની શંકાઓ શાસ્ત્રમાં નોંધાયેલી છે. છતાં આપણે જે રીતે શંકા કરીએ અને શિષ્ય જે રીતે શંકા કરે- તેમાં ઘણું અંતર છે. ગ્રંથની શૈલીનો અભ્યાસ કરીએ તો વિનય એ જિનશાસનનો પ્રાણ છેએમ સમજાયા વિના ન રહે. અહીં શિષ્ય શંકા કરતી વખતે સમકિતીને વૈરાગ્ય હોય છે એ માની તો લે જ છે. આથી તેમને જાણકાર પણ માને છે અને શંકા કરતી વખતે એમ પૂછે છે કે જાણકાર છે તો પ્રવૃત્તિ કેમ કરે છે. જ્યારે આપણે શું પૂછીએ? પ્રવૃત્તિ કરે છે તો તેને જાણકાર કઈ રીતે કહેવાય? એમ જ ને? આપણો પ્રશ્ન ગ્રંથકારના વચનનો પ્રતિક્ષેપ (ધાત) કરનારો છે જ્યારે શિષ્યનો પ્રશ્ન ગ્રંથકારના વચનને સંગત કરનારો છે. ઘણા પ્રશ્નો જ એ રીતે પુછાય કે જે માર્ગાનુસારિતાને જણાવનારા હોય છે. આવાઓને માર્ગાનુસારી પ્રજ્ઞા જલદી મળે. શ્રદ્ધા અને જિજ્ઞાસાપૂર્વક પૂછે તેને માર્ગાનુસારી પ્રજ્ઞા મળે. જેઓ માત્ર આક્ષેપ કરવા માટે પૂછે તેને કદાચ જ્ઞાન મળે પણ કોઈ ગુણની પ્રાપ્તિ ન થાય. અત્યારે તો પહેલાં આપણે એ ઘૂંટવું છે કે વિષયોનો ત્યાગ કર્યા વગર વૈરાગ્ય ન જ આવે. જેને રોગ થયો હોય તે પોતાના પુણ્યથી મળેલ
૨૦
Page #34
--------------------------------------------------------------------------
________________
વસ્તુનો ઉપયોગ કરે કે ડોક્ટરના વચન પ્રમાણે ચાલે? તેમ જેને રાગ થતો હોય તે પુણ્યથી મળેલું ન ભોગવે, ભગવાનના વચનને યાદ કરે. આજે તમારા ઘરમાં શું બનાવવું છે- એ પૂછનારા મળે પણ દીક્ષા ક્યારે લેવી છે એ પૂછનાર કોઈ છે? તમે ઘરવાળાને કહ્યું છે કે તારે રોજ મને એક વાર પૂછવાનું કે દીક્ષા ક્યારે લેવી છે? તમારા મિત્ર-સ્વજનોને પણ કહી દેવાનું કે કેમ છો” એમ ન પૂછો “શું કરવું છે? એમ પૂછો. ભરત મહારાજાને ઘણી ખમ્મા કહેનારા ઘણા મળતા હતા છતાં તેમણે બી વર્ષ કહેનાર વર્ગ ઊભો ક્યો ને?
ખાવું ને રાગ ન કરવો આ તો દંભીનું સૂત્ર છે. રાગ કરવો નથી માટે ખાવું નથી – આ ધર્માત્માનું વાક્ય છે. આપણે તો એટલી જ વાત કરી છે કે વિષયોનો ત્યાગ કર્યા વગર વૈરાગ્ય આવતો નથી; વિષયમાં પ્રવૃત્તિ કરવાથી વૈરાગ્ય ટકતો નથી – એવું નથી કહ્યું. જે રક્ષાનું સાધન હોય તે ઉત્પત્તિનું કારણ ન બને. તિજોરીમાં પૈસા મુકાય. પણ તિજોરીમાં પૈસા આવે નહિ, પૈસા કમાવા તો બજારમાં જ જવું પડે. તેવી રીતે વિષયની પ્રવૃત્તિ કરનારમાં વૈરાગ્ય હોઈ શકે પણ વૈરાગ્ય પેદા કરવા તો વિષયોનો ત્યાગ કરવો જ પડે. - સ. વિષયોનો ત્યાગ ન કર્યો હોય પણ મનમાં ડંખ રહ્યો હોય તો?
ડંખ હોય તો વિષયોનો ત્યાગ કર્યો કેમ નહિ, એ પૂછવું તો પડે ને?
સ. મન કાબૂમાં રહેતું નથી માટે
દૂધપાકમાં ઝેર પડ્યું હોય તો દૂધપાક વાપરવાનું મન કાબૂમાં રહે ને? અગ્નિ બાળે છે એમ જાણ્યા પછી મન કાબૂમાં ન રહે ને અડાઈ જાય એવું બને? કોઈ વાર દૂધ ઊભરાતું હોય ને સાણસી ન મળે તો હાથેથી પણ તપેલી ઉપાડી નીચે મૂકી દઈએ- એ બને, પણ “અગ્નિ
(૨૯)
Page #35
--------------------------------------------------------------------------
________________
બાળે છે એ શ્રદ્ધામાં ખામી ન આવે ને? આજે તો તપ કરવા છતાં પણ વિષયોનો રાગ ઘટતો નથી. કારણ કે અભ્યાસ છે, શરીર કેળવેલું છે, દર વરસે વરસોથી કરું છું માટે તપ કરે છે, વિષયોનો ત્યાગ કરવા માટે નહિ. જ્યાં સુધી વિષયની લાલસા ન મરે અને ચારિત્ર લેવાનું મન ન થાય ત્યાં સુધી બધો તપ નકામો.
સ. સાવ નકામો?
અમે દીક્ષા લઈને કેવળજ્ઞાન ન પામીએ તો અમારું ચારિત્ર નકામું અને તમે તપ કરો એ કામનો?
સ. અહીંથી તો સાધુપણું પાળીને દેવલોકમાં જવાનું છે ને? - દેવલોક એ સાધુપણાનું ફળ નથી. ગૃહસ્થ પણ અહીંથી દેવલોકમાં જાય અને સાધુ પણ જાય તો બન્નેની સાધના સરખી કહેવાય? જો દીક્ષા લીધા વિના પણ દેવલોક મળતો હોય તો આજના કાળમાં દીક્ષા લેવાનું કહ્યું જ ન હોત. દેવલોકમાં જવા માટે દીક્ષા નથી. દીક્ષા લીધા પછી આરાધના તો મોક્ષની જ કરવાની છે પણ એ અધૂરી રહી જવાથી દેવલોકમાં જવું પડે છે અને ત્યાંથી અવીને ફરીને મનુષ્ય લોકમાં આવીને અધૂરી સાધના પૂરી કરીને મોક્ષમાં જવાય છે. માટે અહીં દીક્ષા લેવાની છે. ગૃહસ્થની તો સાધના શરૂ જ થઈ નથી. ચક્રવર્તીનો ઘોડો આઠમાં દેવલોકમાં જાય અને સનસ્કુમાર ચક્રવર્તી ત્રીજા દેવલોકમાં ગયા તો આરાધક કોણ? ઘોડો? દેવલોકની પ્રાપ્તિના આધારે સાધુની સાધનાનું માપ ન કઢાય.
સ. અત્યાર સુધી અનન્તા ઓઘા લીધા તો આ ભવમાં દીક્ષા લેવાનું મન કેમ થતું નથી? .
અનન્તા ઓધા લીધા છતાં સુખનો રાગ ગયો ન હતો. એ ત્યાગમાં પણ રાગ હતો માટે ત્યાગના સંસ્કાર ન પડ્યા. જો રાગનો ત્યાગ કર્યો હોત તો ચારિત્ર ઉદયમાં આવી જાત. રાગ ન થઈ જાય એ માટે સાધુને
(૩૦)
Page #36
--------------------------------------------------------------------------
________________
નિર્દોષ આહારમાં પણ રાગ ન થાય તેવો માર્ગ બતાવ્યો છે. સંયોજના કરવાની ના પાડી છે તેનું કારણ જ આ છે. સંયોજન કરવાના કારણે સ્વાદ આવવાથી પ્રમાણ વધે છે. સાધુને નિર્દોષ પણ રાગ ન કરાવે એવું લેવાનું કહ્યું છે. આ તો કહે કે રોટલી દોષિત હતી અને શિરો નિર્દોષ હતો માટે લઈ આવ્યો. આપણે કહેવું છે કે શિરો નિર્દોષ હોવા છતાં રાગનું કારણ છે માટે ત્યાગ કરવો છે અને રોટલી દોષિત હોવાથી તેનો ત્યાગ કરવો છે અને માત્ર ભાત-દાળ વહોરી લાવી તેનાથી નિર્વાહ કરવો છે. તમારે વૈરાગ્ય પામવો હોય તો ઉપાય તો જોઈએ એટલા છે. આજે પણ તમને ચોક્કસ દિશા બતાવે, આગળ વધીને આંગળી પકડીને ચલાવે એવાં શાસ્ત્રો મોજૂદ છે.
આજે તો ડોક્ટર ના પાડે તો તેનું કહ્યું માનીએ. ડોક્ટરના કહેવાથી વસ્તુનો ત્યાગ કરીએ પણ ગુરુ કે ભગવાન કહે તો વિષયનો ત્યાગ ન કરીએ ને?
સ. ડોક્ટરનું કહ્યું ન માનીએ તો શરીર બગડે. અને ગુરુનું કહ્યું ન માનીએ તો આત્મા બગડે. શું સાચવવું? સ. શરીર પણ આત્મસાધનાનું સાધન તો ખરું ને?
ગાડી પણ ઈષ્ટ સ્થાને પહોંચવાનું સાધન કહેવાય પણ તે કઈ? ગેરેજમાં પડેલી હોય છે કે રસ્તા ઉપર ચાલતી હોય તે? ચશ્મા પણ જોવાનું સાધન ખરું, પણ તે પહેરેલા હોય છે કે ચશ્માઘરમાં પડયા હોય તે? શરીર છોડીને અશરીરી બનવાનું છે- એ યાદ ન રાખે અને શરીરને ધર્મસાધન કહીને સાચવ્યા કરે – એ ચાલે? તમે મજૂરને ચા પાઓ પણ પછી તેની પાસે કામ કેવું લો? અહીં એવું કરો છો? શરીર કાઢવું છે અને શરીરરહિત ન બનાય ત્યાં સુધી ધર્મમાં કામ લાગે એટલું જ તેને સાચવવાનું.
(૩૧)
Page #37
--------------------------------------------------------------------------
________________
સ. વિષય જોઈને મન લલચાઈ જાય. ભજિયાં જોઈને મન લલચાય તો શું થાય? ઝાડા થાય ને? સ. ત્યાં પરિણામ દેખાય છે.
અને અહીં જોવું જ નથી. દેખાય તો છે પણ જોવું જ ન હોય તેને કેવી રીતે બતાવાય? જોવું હોય તો બતાવું. ત્યાગમાં જે આનંદ છે તે ભોગમાં નથી. આવું તો આપણે પણ અનુભવ્યું છે ને? તમારા ઘરના લોકોમાં પણ જોયું છે ને? ઘરવાળાં, બધાના જમ્યા પછી છેલ્લે વધ્યું ઘટ્યું વાપરવા બેસે ત્યારે આનંદ હોય કે દુઃખ થાય? જમવા કરતાં જમાડીને રાજી થાય એવા જોયા છે ને? ભગવાનના વચન સામે દષ્ટિ કરીએ તો અહીં પણ પરિણામ જોવાની દષ્ટિ ખીલે.
અપથ્યનો પરિત્યાગ કર્યા વિના રોગ જાય નહિ – આ દષ્ટાન્તમાં રોગની હાજરી પહેલાં હતી તે બતાવ્યું. અને હવે આ જ વૈરાગ્યની પ્રાપ્તિ પછી એ વૈરાગ્યની અનવસ્થિત શેના કારણે થાય છે તે દષ્ટાથી સમજાવ્યું છે. ભૂતકાળમાંથી વૈરાગ્ય લઈને આવ્યા હોય છતાં પણ એ વૈરાગ્ય પ્રમાદાદિના કારણે ગુમાવી બેસે એવું ય બને ને? એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે વિષયોનો ત્યાગ કરીને વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી પણ જેઓ ફરી વિષયમાં આસક્ત બને તેનો વૈરાગ્ય ટકતો નથી. જેમ તપેલા લોઢા ઉપર પાણીનું બિંદુ પડે તો તે કેટલો કાળ ટકે? વસ્તુ મળે કઈ રીતે એ જણાવ્યા પછી એ વસ્તુ કે કઈ રીતે એ પણ જણાવવું પડે ને? તેવી રીતે અહીં પણ આવી ગયેલા વૈરાગ્યને ટકાવવા માટે પણ વિષયોમાં અનાસક્તિ જરૂરી છે. આવેલા ગુણોને ટકાવતાં ન આવડે તો જતા જ રહેવાના. જ્યાં સુધી દોષોને કાઢવાનો પુરુષાર્થ કરવામાં નહિ આવે ત્યાં સુધી ગુણો ટકશે નહિ. ગુણને પ્રાપ્ત કરવાની અને ગુણોને ટકાવવાની યોગ્યતા કહો કે રસ્તો કહો એક જ છે- દોષોને નાબૂદ કરવાની ભાવના. સત્તામાં રહેલાં કર્મો ઉખેડવાની ભાવના જ્યાં સુધી ના
૩૨)
Page #38
--------------------------------------------------------------------------
________________
જાગે ત્યાં સુધી ગમે તેવી કર્મલધુતા પણ ભારેકમતામાં પરિણામ પામે. આચાર્યભગવન્ત કહેતા હતા કે દુર્ગતિનો મસાલો ખૂટી જાય ત્યારે ઘણા જીવોને મનુષ્યપણું મળતું હોય છે. આજે આપણા દોષો સાનુબંધ છે અને ગુણો નિરનુબંધ છે. આથી જ શાસ્ત્રકારો કહે છે કે વિષયથી આસક્ત બનેલા ચિત્તમાં વૈરાગ્ય કોઈ કાળે કે નહિ. આથી જ સાધુ ભગવન્તો વિષયોથી દૂર ને દૂર રહે. આ કારણે જ અવિરતિધરનો પરિચય કરવાની અમને ના પાડી છે. વહોરવા માટે જાય તોપણ ગોચરીપાણી સંબંધી વાતચીત સિવાય બીજી આડી અવળી કાંઈ વાત ન કરાય. શાસ્ત્રમાં કહ્યું છે કે બિલાડી આગળ જેમ દૂધ ન ટકે તેમ ગૃહસ્થની આગળ સાધુની વિરત ન ટકે. વિષયથી આસક્ત ચિત્તમાં વૈરાગ્ય ન જ ટકે. આપણે ત્યાં કંડરીકમુનિનું દષ્ટાંત આવે છે ને? ઝળહળતા વૈરાગ્યથી દીક્ષા લીધી હતી છતાં એક માત્ર દવાના કારણે અનુપાન લીધેલું પણ દાઢે વળગી ગયું તો છેવટે ક્યાં સુધી પતન થયું? સાતમી નરકે જવું પડ્યું. તો વગર દવાએ જેઓ અનુપાન લે, તેનું શું પરિણામ આવે?
સ. તેમની નિયતિ કામ કરી ગઈ ને?
તમે નિયતિ વચ્ચે ક્યાંથી લઈ આવ્યા? આપણી નિયતિ ખરાબ છે એમ માની લેવાની જરૂરી નથી. પૈસા જાય ત્યારે શું કરો, નિયતિને આગળ કરો કે આપણે ગાફેલ રહ્યા એમ લાગે? ઉપાધ્યાયજી મહારાજે પણ ગાયું છે કે “કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તારા દાસી રે” એક વાર ભગવાનની આજ્ઞા પાળતાં આવડે તો બીજાં બધાં કારણો એની મેળે ખેંચાઈ આવશે. તમે જ કહો છો ને કે કાળા માથાનો માનવી શું ન કરી શકે? પણ તમારું કાળું માથું માત્ર અર્થકામમાં જ છે ને? ધર્મમાં નહિ ને?
(૩૩)
Page #39
--------------------------------------------------------------------------
________________
વિષયાભિલાષા એટલી ભયંકર છે કે જે આવેલા વૈરાગ્યને પણ પાછો ખેંચી લે છે. અહીં બીજા બે દષ્ટાન્ત આપતાં જણાવ્યું છે કે અમાસની રાત્રિએ આકાશમાં ચન્દ્ર જેમ ન દેખાય અને જે વૃક્ષમાં ફળ આવવાની યોગ્યતા ન હોય તે વૃક્ષ ગમે તેટલું વિકસે તોય તેમાં ફળ ન આવે, તેમ વિષયથી આસક્ત બનેલા ચિતમાં વૈરાગ્ય ટકે જ નહિ, બોલો વૈરાગ્ય સહેલો છે કે કઠિન?
સ. જાગૃતિ માટે સહેલો અને પ્રમાદી માટે કઠિન. તમારો નબંર શેમાં? સ. અમારી જાતનો નિર્ણય અમે જ નથી કરી શકતા.
તો પછી અમે જે કહીએ છીએ તે માની લો. વિષયની આસક્તિ પ્રમાદી બનાવે છે અને પ્રમાદીને વૈરાગ્ય પામવાનું કામ કઠિન છે. આ પ્રમાણે સાંભળીને આપણે તો લગભગ વૈરાગ્ય પામવાનું કામ માંડી વાળીએ ને? જ્યારે આ શિષ્ય કહે છે કે જો આવી સ્થિતિ હોય તો વૈરાગ્યને પામવાનો ઉપાય શું? આ શંકાના નિરાકરણમાં આગળની ગાથાથી વૈરાગ્ય પામવાના ઉપાય જણાવે છે કે વિષયમાં પ્રવૃત્તિ કરે નહિ, ભવના હેતુઓ પ્રત્યે દ્વેષ હોય અને સંસારમાં નિર્ગુણતાનું દર્શન થાય તો વૈરાગ્ય નિરાબાધ છે. વૈરાગ્ય પામવા, ટકાવવા કે નિરાબાધ બનાવવાના ઉપાય આ ત્રણ જ છે. આજે આપણે વૈરાગ્ય પામવા માટે કેટલો પુરુષાર્થ કર્યો? લાભાન્તરાયના ક્ષયોપશમ માટે જેટલો પ્રયત્ન કર્યો તેટલો ચારિત્રમોહનીયના ક્ષયોપશમ માટે કર્યો હોત તો આજે ચારિત્ર મળી ગયું હોત. સાહેબે કહ્યું હતું કે અર્થકામ માટે જેટલો પુરુષાર્થ છે, તેના સોમા ભાગનો પુરુષાર્થ પણ જો ધર્મ પામવા માટે કર્યો હોત તો ધર્મ ક્યારનો પામી ગયા હોત. આજે એટલો પણ પુરુષાર્થ અહીં નથી કરવો ને? પુરુષાર્થ કરીએ તો સિદ્ધિ મળે એમ છે પરંતુ સિદ્ધિ જોઈતી જ નથી માટે પુરુષાર્થ કરતા નથી ને? ?
૩૪
Page #40
--------------------------------------------------------------------------
________________
ભવના હેતુઓ કયા છે? મિથ્યાત્વ, અવિરત, કષાય, પ્રમાદ અને યોગ : આ બધા ભવનાં કારણ છે. આજે આપણને ભવનાં આ કારણો પ્રત્યે દ્વેષ છે કે પ્રેમ છે? અવિરતિ ગમે ને? આજે નિયમ આપી દઉ કે વસ્તુની જરૂર પડે તો લઈ લેવી પણ સારાનરસાનો વિવેક કરવા, પસંદગી કરવા ન બેસવું. કપડું લેવા જવું હોય તો હાથમાં લઈને પોત ન જોવું, રંગ ન જોવો. પેલાને કહી દેવું કે આટલાં મિટરનું કપડું જોઈએ છે.
સ. પેલો ગમે તેવું કપડું વળગાડી દે તો લોકો બોધો કહે.
જે આવા બોઘા ન બને તેને ઓઘો ન મળે. જે વિષયોના વિષયમાં બોઘા બને તેને જ ઓઘો મળે. જેને વિષયોમાં-પુલમાં સૂઝ પડે તેને ધર્મમાં સૂઝ ન પડે. એટલે વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે શું કરવું તે સમજાયું ને?
સ. વિષયોનો સંગ ન કરવો.
સંગ તો નહિ, પ્રવૃત્તિ પણ ન કરવી. સંગ તો રાગપૂર્વક થાય છે. સંગ કરવાની ના પાડીએ એટલે રાગ વગર પ્રવૃત્તિ કરવાની છૂટ છે એમ કોઈ માની લે. આથી ગ્રંથકારશ્રીએ અપ્રવૃત્તિ શબ્દ વાપર્યો છે. રાગથી કે રાગ વિના પણ વિષયોમાં પ્રવૃત્તિ નથી કરવી- એ સમજાવવું છે. ઉપાધ્યાયજી મહારાજ જે શબ્દ વાપરે તે વેધક જ હોય, એમ સમજી લેવાનું. આચાર્યભગવન્ત પણ અમને કહ્યું હતું કે ઉપદેશ એવો આપવો જોઈએ કે જે શ્રોતાના હૈયાને વીંધી નાખે. "
હવે શિષ્ય શંકા કરે છે કે – ચોથા ગુણઠાણે ભવની નિર્ગુણતાનું દર્શન પણ હોય છે અને ભવના હેતુ પ્રત્યે દ્વેષ પણ હોય છે. કારણ કે અવરતિનો ડંખ પેદા ન થાય ત્યાં સુધી, અવરતિ પ્રત્યે નફરત ન જાગે ત્યાં સુધી સમ્યગ્દર્શન મળે જ નહિ. આથી આ બે હેતુઓને લઈને તેમનામાં વૈરાગ્ય હોય જ, એ નિર્વિવાદ વાત છે, પણ તેઓની વિષયમાં
(૩૫)
૩૫)
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ જે દેખાય છે તેનું કારણ શું? શિષ્ય વિનયી છે માટે આ રીતે શંકા કરે છે. શંકા કરવાની રીત આ છે. જો વિષયમાં પ્રવૃત્તિ હોય તો વૈરાગ્ય હોય જ નહિ, આવું ન કહેવાય. આ તો ઉદ્ધતાઈ કહેવાય. ગુરુની વાત સાચી છે, એટલી શ્રદ્ધા મજબૂત હોય પછી જે શંકા કરાય તે વિનય, જિજ્ઞાસાપૂર્વકની હોય. આજે તો કહે કે તમારી વાત મારા મગજમાં બેસતી નથી. જે પોતાનું મગજ દોડાવે તેને ગુરુની વાત ક્યાંથી બેસે? ગુરુની વાત આપણને સમજાય તો જ સાચી, એવું માનવું એ તો અવિનય, ઉદ્ધતાઈનાં લક્ષણ છે અને પોતાના જ્ઞાનનું ઘમંડ છે. આપણને ન સમજાય તો સમજવા માટે પ્રયત્ન કરવાનો પણ સમજ્યા વિના વાત ખોટી છે, એમ કહીએ એ ન ચાલે. શિષ્યની શંકા જાણીને ગ્રંથકારશ્રી જવાબ આપતા કહે છે કે સત્ય અર્થાત્ તું જે શંકા કરે છે એ વાત સાચી છે. વિનયથી શંકા કરી હોય તો ગુરુભગવન્ત પણ જવાબ આપતી વખતે તોછડાઈથી ન આપે. આ જવાબ આગળની ગાથામાં કહ્યો છે. પરંતુ તમારી આગળ એ જવાબ વાંચવામાં જોખમ ઘણું છે. કારણ કે તેમની (ચોથા ગુણઠાણાવાળાની) વિષયપ્રવૃત્તિનો બચાવ કરીએ એટલે તમને લોકોને ફાવટ આવી જવાની કે વિષયની પ્રવૃત્તિ કરવા છતાં વૈરાગ્ય ટકી રહેતો હોય તો એવો રસ્તો સૌથી સારો. તમને ભરત મહારાજાની જેમ મોક્ષે જવાનું ગમે છે ગજસુકુમાલ મુનની જેમ? સુખ ભોગવીને મોક્ષે જવાતું હોય તો આપણો નંબર પહેલો ને?
અહીં જણાવે છે કે ભવની નિર્ગુણતાનું દર્શન હોવા છતાં અને ભવના હેતુઓ પ્રત્યે દ્વેષ હોવા છતાં પણ આ ચારિત્રમોહનીયકર્મનો પ્રભાવ એવો વિચિત્ર છે કે જેના કારણે આ ચોથા ગુણઠાણે રહેલા મહાત્માઓ વિષયમાં પ્રવૃત્તિ કર્યા વિના રહી શકતા નથી. તેના કારણે તેમના વૈરાગ્યને કોઈ બાધા નથી આવતી. આજે તમને બધાને ચારિત્રમોહનીય કર્મ નડે છે માટે જ દીક્ષા નથી લેતા ને? કે દીક્ષા લેવાનું
૩૬.
Page #42
--------------------------------------------------------------------------
________________
મન જ નથી? જેને મન જ ન હોય તેને તો મિથ્યાત્વમોહનીયનો ઉદય છે - એમ સમજી લેવું. મન હોવા છતાં અને પુરુષાર્થ કરવા છતાં જો દીક્ષા ન મળે તો સમજવું કે ચારિત્રમોહબ્રીય નડે છે. પુરુષાર્થ કર્યા પછી ન મળે તો ચારિત્રમોહનીય નડ્યું કહેવાય. પુરુષાર્થ કરવાનું મન જ ન થાય તો દર્શનમોહનીય જ નડે છે- એ નક્કી છે. નાનું છોકરું ઘોડિયામાંથી નીકળવા માટે જેવો પ્રયત્ન કરે તેવો પ્રયત્ન સમકિતી સંસારમાંથી નીકળવા કરે. છતાં તે ન નીકળી શકે ત્યારે તેને ચારિત્રમોહનીય નડે છે, એમ કહેવું પડે. જે નડે તે ભેગું નથી કરવું. એટલું ય આજે નક્કી કરવું છે? અવિરત જો પ્રેમથી ભોગવીએ તો નબળી પડે કે ગાઢ બંધાય?
વીતરાગપરમાત્માના શાસનના પરમાર્થને પામેલાને વૈરાગ્યની કેટલી આવશ્યકતા છે તે સમજાવ્યા વિના ચાલે એમ નથી. આજે આપણે ધર્મ કરવા માટે મહેનત કરીએ છીએ પણ વૈરાગ્ય પામવા માટે મહેનત કરતા નથી. વૈરાગ્ય પામવો એટલે આપણે આપણે પ્રગટ કરવાનું છે. વિભાવની યાચના કરવી એ રાગની પ્રાર્થના છે. સ્વભાવની યાચના કરવી એ રાગની પ્રાર્થના નથી. આપણું પોતાનું મેળવવા માટે જે પ્રયત્ન કરવો, પોતાનું માંગવું એ યાચના જ વૈરાગ્યનું સ્વરૂપ છે. આપણું પોતાનું પ્રગટ કરવાને બદલે પારકું મેળવવા માટે યાચના કરવી અને તેને વૈરાગ્યનું નામ આપવું- એ તો વૈરાગ્યના સ્વરૂપના અજ્ઞાનને સૂચવે છે. પુણ્ય એ આપણું સ્વરૂપ છે કે નિર્જરા? વિષયસુખ આપણું કે જ્ઞાનસુખ આપણું? આજે તો આપણને પુષ્ય ભોગવવા મળતું હોય તો પાપ પણ ચાલે એવું છે અને પાપનું ફળ પણ ભોગવવાનું ફાવે એવું છે. ગઈ કાલે આપણે જોઈ ગયા કે ચોથા ગુણઠાણે વૈરાગ્યના અન્ય હેતુઓ હોવા છતાં પણ ચારિત્રમોહનીય કર્મના યોગે જ્ઞાન પર, સમજણ પર એવું આવરણ આવી જાય છે કે જેના યોગે વિષયની પ્રવૃત્તિ તેમની ચાલ્યા કરે છે. આજે આપણને ચોથે ગુણઠાણે પ્રવૃત્તિ હોવા છતાં વૈરાગ્ય ટકે છે. તેનો
( 3છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
આનંદ છે કે વૈરાગ્ય સાથે પ્રવૃત્તિ કરવાની રજા મળે છે, એનો આનંદ છે? ચોથું ગુણઠાણું કેમ ગમે છે? છઠ્ઠું લાવે છે માટે કે સુખ ભોગવવા છતાં અલ્પબંધ થાય છે માટે? આજે તો સાધુપણામાં આવેલા પણ અવિરતિની પ્રવૃત્તિ કરે અને પાછા કહે કે ડંખ ઘણો છે, ઉપાદેય નથી માનતા. આપણે કહેવું પડે કે ઉપાદેય ન માનવું એ તો ચોથાનાં લક્ષણ છે અને એ પણ બચાવ કરવાની વૃત્તિ હશે તો પહેલા ગુણઠાણામાં પરિણામ પામશે. ઉપાદેય ન માનવું એ ચોથાનો અધ્યવસાય છે અને પ્રવૃત્તિ નથી કરવી એ છઠ્ઠાનો અધ્યવસાય છે. સમ્યગ્દર્શન પામ્યા પછી ચારિત્ર મળે છે એ યાદ આવે કે પાપ નડતું નથી એ યાદ આવે? આજે સમ્યક્ત્વ ઉચ્ચરાવતી વખતે મિથ્યાત્વ ગયાનો આનંદ હોય કે પાપની સજા નહિ મળે એનો? વિષયની પ્રવૃત્તિ ચાલુ કરવા માટે કે ચાલુ રાખવા માટે આ સમ્યક્ત્વની વાત છે. આજે સર્પાકતી સાત વ્યસન સેવે એ યાદ રહે પણ સમકિતી ચારિત્ર લે એ યાદ ન રહે. સમકિતીને ચારિત્રમોહનીય નડતું નથી એમ આપણે માનીએ. જ્યારે શાસ્ત્ર કહે છે કે સકિતીને ચારિત્રમોહનીય જ સૌથી વધારે નડે. સમકિત પામ્યા પછી ચારિત્રમોહનીયની ક્ષપણા કરવા માટે પુરુષાર્થ ન કરે તો અંતર્મુહૂર્તમાં સમ્યક્ત્વ ચાલ્યું જાય. આજે તો કહે કે એક વાર સમ્યગ્દર્શન પામી ગયા પછી અર્ધપુદ્ગલપરાવર્ત કાળમાં તો મોક્ષ નિશ્ચિત. અહીં એક ક્ષણવાર પણ દુઃખ ભોગવવું પાલવતું નથી અને અર્ધપુદ્ગલ પરાવર્ત્તકાળ ભટકવાનો કોઈ રંજ નથી! આ તો મજેથી કહે કે સમ્યક્ત્વ જાય તોય પાછું આવવા માટે જાય. મહાવીરપરમાત્મા માત્ર એક કોટાકોટી સાગરોપમ જેટલો કાળ સંસારમાં રહ્યા તોપણ આપણે કહીએ કે ઘણું રખડ્યા, અનંતો કાળ રહ્યા, એમ કહીએ ને? અને આપણે અર્ધપુદ્ગલપરાવર્ત કાળ જેટલું રહેવું પડે, એમાં કાંઈ લાગતું નથી? આ કાળ શું દેવલોક ને મનુષ્યના ભવો કરીને જ પૂરો થવાનો છે? સમ્યક્ત્વ પામ્યા પછી સમયે
૩૮
Page #44
--------------------------------------------------------------------------
________________
સમયે ચારિત્રમોહનીયની ક્ષપણા ચાલુ થઈ જ જાય. આજે સમકિતીને અલ્પબંધ થાય છે, એ વાત શું બંધને ચલાવવા માટે કરી છે?
સ. અનુબંધ નથી પડતા તે જણાવવા માટે કહી છે.
જેને બંધ ખટકે તેને અનુબંધ ન પડે. જેને બંધ ખટકે નહિ, બંધ ચલાવી લેવાની વૃત્તિ હોય તેને અનુબંધ પડવાનો જ. રોગની ઉપેક્ષા કરીએ તો રોગ સાનુબંધ થવાનો. રોગની ઉપેક્ષા ન કરીએ તો અનુબંધ પડે નહિ. બંધમાં સાવચેત રહે તો અનુબંધ ન પડે. બંધમાં ગાફેલ બને તો અનુબંધ પડ્યા વિના ન રહે. ચારિત્રમોહનીય ખપાવવા માટે સમ્યત્વ છે અને એ સમ્યકત્વ પામ્યા પછી ચારિત્રમોહનીય બંધાયા કરે, વધ્યા કરે- એ રીતે જીવે તે કેમ ચાલે? બંધ જો ખટકે નહિ ને ચલાવ્યા કરીએ તો આજે નહિ તો કાલે અનુબંધ પડવાનો જ. એક વાર આચાર્યભગવો કહેલું કે શ્રાવક રોજ સાત લાખ બોલે તોપણ સવારના સાત લાખ કરતાં સાંજના સાત લાખ ચઢિયાતા હોય. આવું દેશોનપૂર્વકોટિ વર્ષ સુધી બને. કારણ કે પરિણામ સતત ચઢિયાતા હોય.
મળ્યું તો ભોગવી લેવું તે ચોથાનું લક્ષણ નથી. ભોગવ્યા વિના ચાલે એવું નથી માટે ભોગવવું પડે એ ચોથાની અવસ્થા છે. પાપ છોડવું ન પડે અને ગુણઠાણું આગળ વધ્યા કરે- માટે ચોથું ગમે ને? ગુણોનો ઉપયોગ દોષો ચલાવી લેવા માટે આપણે કરીએ છીએ, દોષોને નાબૂદ કરવા માટે નહિ, ખરું ને? અહીં સુખ મળતું હોય તો ભવાન્તરમાં નરકમાં જવાની પણ તૈયારી છે ને? એક ભાઈ મળ્યા હતા, લાલબાગમાં ટ્રસ્ટી હતા. વહીવટ અંગે આચાર્યભગવને કાંઈક કહ્યું હશે ત્યારે તે બોલ્યા હતા કે સાહેબને કહી દો કે આટલો ડર ન બતાવો. સાતમી તો શું આઠમીમાં પણ જવાની તૈયારી છે. ત્યારે આચાર્યભગવો એને કહેવડાવેલું કે અડધો કલાક સંડાસમાં બેસી રહો પછી આઠમી નરકમાં જવાની
૩૯)
Page #45
--------------------------------------------------------------------------
________________
'
અરુ ?
વાત કરજો. આજે તો તમારે ત્યાં સંડાસ બાથરૂમ પણ આરસપહાણના બની ગયા ને? એટલે બેસવું ફાવે- ખરું ને?
સ. કબજિયાત હોય તો બેસવું જ પડે ને?
કબજિયાત દૂર કરવાનો પણ ઉપાય છે, ત્રિફળા આપું તો સાફ થઈ જશે. પણે જેને કબજિયાત દૂર કરવી જ નથી તેને શું કહેવાનું? એક માણસને ખંજવાળનો રોગ થયો હતો. ખણી-ખણીને તેના નખ ઘસાઈ ગયા હતા. તેને એક ઘાસની સળીઓ લઈ જનાર મળ્યો. તેની પાસે ખણવા માટે ઘાસની સળી માંગી. પેલાએ કહ્યું કે આના બદલે ત્રિફળાનું ચૂર્ણ લઈ લે તો સાત દિવસમાં આ ખંજવાળનો રોગ મટી જશે. ત્યારે પેલાએ કહ્યું કે જો ખંજવાળ આવે જ નહિ તો મજા શું આવે? મારે તારી દવા નથી જોઈતી, સળી આપવી હોય તો આપ. આપણી હાલત આ માણસજેવી જ છે ને? પુણ્યનો ઉદય સુખની સળી જેવો છે. તે ભોગવવાથી વિષયની ચળ શાંત તો નહિ થાય પણ લોહીલુહાણ થઈ જવાશે. આવા પુણ્યની ભીખ નથી માંગવી. પુણ્ય બંધાઈ જાય તો તેનો નિકાલ કરતાં આવડે ને? તેરમાં ગુણઠાણાની શાતા પણ ભોગવવા મળે એવો નિયમ નથી તો બીજું પુણ્ય ભોગવવા મળે એવી આશામાં શા માટે મરવું?
હવે આગળની ગાથામાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ચોથા ગુણઠાણે ભવના હેતુઓ પ્રત્યે દ્વેષ હોવા છતાં અને સંસારની નિર્ગુણતાનું દર્શન થયેલું હોવા છતાં ચારિત્રમોહનીયકર્મના પ્રભાવે વિષયમાં પ્રવૃત્તિ થાય છે. તેના યોગે વૈરાગ્ય હોવા છતાં પણ તેમાં છઠ્ઠા ગુણઠાણાના વૈરાગ્ય કરતાં ભેદ હોય છે. દશાવશેષમાં વૈરાગ્યમાં તરતમતા તો આવવાની જ. ચોથાનો વૈરાગ્ય ગમે તેવો હોય તોપણ છઠ્ઠા ગુણઠાણાની તોલે ન જ આવે. પરંતુ એનો અર્થ એ નથી કે એમનામાં સર્વથા વૈરાગ્ય નથી.
Page #46
--------------------------------------------------------------------------
________________
જોઈએ એવો વૈરાગ્ય ન હોવા છતાં ય તે વૈરાગ્ય ચોક્કસ પોતાનું કાર્ય કરે છે. વિષયની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં આ વૈરાગ્યના યોગે ઈન્દ્રિયોનો પ્રત્યાહાર ચાલુ હોય છે. પ્રવૃત્તિ થવા છતા અવિરતિપ્રયિક રાગને આગળ ન વધવા દે એવો એ વૈરાગ્ય હોય છે. વિષયો સાથે ઈન્દ્રિયોનું જોડાણ થવા છતાં વિષયના વિકાર સાથે ઈન્દ્રિયો બિલકુલ જોડાતી નથી. વૈરાગ્યના કારણે વિષયના વ્યાપારમાં પણ ઈન્દ્રિયોને પાછી ખેંચી લે છે. જેને પ્રવૃત્તિનું પરિણામ નજરે દેખાતું હોય તેને પ્રવૃત્તિ કરવી પડે તો કઈ રીતે કરે? આતંગ વગર ને? તપેલા લોઢા પર પગ મૂકવો પડે તો કઈ રીતે મૂકીએ? અંગૂઠો કે આંગળીથી ચાલે તો પાની ન ટેકવીએ ને? અને ગાલીચા ઉપર કઈ રીત ચાલો? અમારાં સાધુસાધ્વી પણ વિહારમાં જો ધૂળવાળી જગ્યા હોય તો બધું થોડામાં જ મૂકે અને સંકોચાઈને બેસે અને જો ચોખ્ખી જગ્યા હોય તો પહોળાં થઈને બેસે. એ રીતે આપણે પણ અહીં ધ્યાન રાખવું કે ચૌદ રાજલોકમાં કર્મ બધે જ લાગે છે માટે ત્યાંથી ખસી જવું છે અને જ્યાં સુધી ન ખસાય ત્યાં સુધી સંસારમાં પહોળા નથી થવું.
ચોથા ગુણઠાણે વિષયની પ્રવૃત્તિ હોવા છતાં વૈરાગ્ય હોય છે. એમાં કોઈ બે મત છે નહિ. આ વાત આપણી વિષયપ્રવૃત્તિને વૈરાગ્યમૂલક ગણાવવા માટે નથી કરી. વૈરાગ્યવાસિત ચિત્તવાળાની કર્મપરવશતાના કારણે કેવી વિષમતા આવે છે એ જણાવવા માટે કરી છે. આ વિષયમાં કોઈ શાસ્ત્રપાઠ છે કે નહિ એવું શિષ્ય પૂછે એના પહેલાં જ ગ્રંથકારશ્રી અહીં વીતરાગસ્તોત્રનો હવાલો ટાંકે છે કે
यदा मरुन्नरेन्द्र श्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदाऽपि ते ॥
હે નાથ! આપ જ્યારે દેવલોક સંબંધી કે ચક્રવર્તી વગેરેનાં સુખો
૪૧
Page #47
--------------------------------------------------------------------------
________________
ભોગવતા હતા ત્યારે પણ આપને તેમાં રતિ તો નામમાત્રની હતી અને વિરક્તતા તો ત્યારે પણ અનાબાધ હતી. શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે શ્રી તીર્થંકરપરમાત્માની સ્તવના કરતી વખતે આ પ્રમાણે કહ્યું છે કે જ્યારે ચારિત્ર લીધું ત્યારે તો આપનો વૈરાગ્ય ઝળહળતો હતો જ, પરંતુ જ્યારે ચારિત્રમોહનીયકર્મના ઉદયે અવિરતિનો ભોગવટો કરતા હતા ત્યારે પણ આપનો વૈરાગ્ય નિરાબાધપણે રહેલો. દેવલોકનાં સુખો વચ્ચે પણ સમકિતીના વૈરાગ્યને આંચ આવતી નથી.
હવે શિષ્ય શંકા કરે છે કે જો વૈરાગ્ય ત્યારે હતો તો તિ કેવી રીતે હોય? રતિ અને વૈરાગ્યને વિરોધ છે. આ શંકાનું નિરાકરણ આગળની ગાથાથી કરે છે.
સામાન્યથી કહીએ તો વૈરાગ્યની શરૂઆત ચોથે ગુણઠાણેથી થતી હોય છે. આ ગુણઠાણે વૈરાગ્ય ટકાવવાનું કામ કપરું છે. વૈરાગ્ય પામતી વખતે જો વિષયની પ્રવૃત્તિ ટાળવાની હોય તો પછી વિષયની પ્રવૃત્તિ વખતે વૈરાગ્ય ટકાવવો કઈ રીતે, આવી શંકા થાય ને? આપણે અનાદિકાળથી વિષયની પ્રવૃત્તિ નથી કરી. વચ્ચે વચ્ચે એ પ્રવૃત્તિનો ભંગ પડ્યો છે, પરંતુ ત્યારે પણ વિષયની આસક્તિ તો પડેલી જ હતી. પ્રવૃત્તિ અનાદિની ન હતી, આક્તિ અનાદિથી પડી છે. પ્રવૃત્તિ ન કરે ત્યારે ચ આસક્તિ તો પડી હોય, એવું જ બને ને? મનુષ્ય લોકનાં સુખ છોડ્યા પણ દેવલોકનાં સુખોની ભાવના ન ગઈ ને? આ સંસારમાં ગમે તેટલા પુણ્યનો ઉદય હોય તો ય તે આપણા શુદ્ધ સ્વરૂપને ઢાંકી દેનાર છે- એ માનો ને? આજે આપણને શુદ્ધ દળિયાં ગમે, શુભ દળિયાં ગમે પણ શુદ્ધ સ્વરૂપ ન ગમે ને? શાસ્ત્રકારો કહે છે કે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયમાં સુખ મળે, જ્યારે પુણ્યાનુબંધી પાપના ઉદ્દયમાં મોક્ષ મળે. સાધુભગવન્તો ભોગવે અશાતા પણ બાંધે શાતા. આપણે તો એ કહેવું છે કે પાપકર્મ જેમ આપણા સ્વરૂપને ઢાંકી રાખે છે તેમ પુણ્ય પણ ઢાંકે. કંતાનની ગુણથી જ ટંકાય કે રેશમી પડદાથી પણ દંડાય.
૪૨
Page #48
--------------------------------------------------------------------------
________________
અહીં શિષ્ય શંકા કરે છે કે રતિ તો રાગનું કાર્ય છે. રાગમોહનીયના ઉદયથી રતિ થાય છે. જો વૈરાગ્ય હોય તો આવી રતિ કઈ રીતે સંભવે? આપણે હોત તો શું પૂછત? જો રતિ હોય તો વૈરાગ્ય ક્યાંથી સંભવે?એમ જ ને? રતિ કઈ રીતે ઘટે- એવું પૂછવાની પાછળ પણ કારણ છે. આપણે વૈરાગ્ય ક્યારે માનીએ, મોઢું દીવેલ પીધા જેવું હોય તો ને? મોઢું હસતું હોય છતાં વૈરાગ્ય હોય એવું તો ન માનીએ ને? મોઢા પર પ્રસન્નતા હોય છતાં મનમાં ઔદાસીન્ય હોય- આ વસ્તુ માનવા માટે મન તૈયાર થાય ખરું? ગ્રંથકારશ્રી આ શંકાનો જવાબ આપવાનું કામ આગળની ગાથામાં કરે છે. પરંતુ શંકા કેવી રીતે કરાય- એ સમજાય છે ને? ગુરુભગવન્ત જ્ઞાની છે અને આપણે અજ્ઞાની છીએ, આ પરિણામ જળવાય તો વિનયપૂર્વક શંકા કરતાં આવડે. શ્રી ગૌતમસ્વામી મહારાજા પણ જ્યારે ભગવાન પાસે આવ્યા ત્યારે કેવી રીતે આવ્યા હતા. પોતાની શંકાને પણ જો કહી આપે તોપણ સર્વજ્ઞ માનવા તૈયાર હતા ને? આપણને જવાબ આપવા છતાંય શ્રદ્ધા ન જાગે ને? અહીં શિષ્ય કહે છે કે વૈરાગ્ય જો અખંડિત હોય તો રતિ કેવી રીતે હોય? રતિ અને વિરાગ બંન્ને સાથે કેમ ચાલે?
સ. ચોથે વૈરાગ્ય તરતમતાવાળો હોય, અધૂરો હોય તો તે અખંડિત કેવી રીતે કહેવાય?
વૈરાગ્ય અખંડિત છે એનો અર્થ એ છે કે વૈરાગ્યમાં કોઈ અતિચાર નથી લાગતો. તમે સામાયિક લો અને બત્રીસ દોષથી રહિત એવું કરો તો અખંડિત હોય પરંતુ તે છઠ્ઠાના સામાયિક કરતાં તરતમતાવાળું અપૂર્ણ હોય ને? એવું સમજવું. છઠ્ઠા ગુણઠાણા કરતાં તરતમતાવાળો વૈરાગ્ય હોવા છતાં તે અખંડિત છે. વૈરાગ્ય અખંડિત રાખવો અને પ્રવૃત્તિ નડવા ન દેવી, કેવી સમતુલા રાખવી પડે? તમને પણ ગાડી ચલાવવી અને અકસ્માત થવા ન દેવો આ બેય સાથે ફાવે ને? તેવી રીતે ચોથા
૪૩
Page #49
--------------------------------------------------------------------------
________________
ગુણઠાણે સમ્યજ્ઞાનના પ્રભાવે સમ્યકત્વ હોય તેની સાથે ચારિત્રમોહનીયના યોગે વિષયની પ્રવૃત્તિ પણ હોય છતાં વૈરાગ્યમાં આંચ ન આવે.
શાસ્ત્ર જે દિવસે અપનાવીશું તે દિવસે મોક્ષની આરાધના શરૂ થશે. કોઈના કહેવાથી નહિ, શાસ્ત્રના કહેવાથી સુધરી જવું છે. આપણી ભૂલો આપણને ન સમજાય- એટલા બધા આપણે મૂરખ છીએ? આપણે જે પ્રવૃત્તિ શરૂ કરીએ તેનું ફળ ન મળે ત્યાં સુધી તે મૂકવી નથી. તપ પૂરો થાય એટલે મૂકી ન દેવો, તપનું ફળ મળે ત્યારે તપ મૂકવો. ,
સ. તપનું ફળ શું?
તમારા માટે ચારિત્ર અને અમારા માટે કેવળજ્ઞાન. શક્તિ ન હોય તો તપનું પારણું કરવાની છૂટ. આસક્તિ છે માટે પારણું કરવાની છૂટ નહિ. તપ થતો ન હોય તો પારણું કરવાની છૂટ. પણ તપ કરવો નથી માટે પારણું કરવું- આ લક્ષણ સારાં નથી. ભગવાને આસક્તિના અભાવે તપ કર્યો હતો અને શક્તિના અભાવે પારણું કરેલું અને ઉપદેશ પણ એનો આપ્યો હતો.
સ. તપ કરવાથી આસક્તિ ઘટે ને?
તપ કરવાથી આસક્તિ ન ઘટે. આસક્તિ ઘટાડવાનો આશય હોય તો તપ કરવાથી આસક્તિ ઘટે. માટી ખૂદવાથી ઘડો ન થાય. ઘડો કરવા માટે માટી ખૂંદીએ તો તેમાંથી ઘડો તૈયાર થાય. માત્ર રસ્તા ઉપર માટી પડી હોય અને વરસાદના કારણે જો કાદવ થાય તો તેનાથી ઘડો તૈયાર ન થાય. સાધ્યને સિદ્ધ કરવાનો પરિણામ નહિ હોય તો સાધનથી સિદ્ધિ પ્રાપ્ત નહિ થાય. પાણીમાં પલાળવાથી વસ્ત્ર શુદ્ધ ન થાય. તેને. મસળવું પડે, સાબુ દેવો પડે. જો પુરુષાર્થ ન કરીએ તો પાણીમાં પડ્યું પડ્યું કપડું કોહવાઈ જાય ને? તાકો પહેરવા કામ લાગે કે તેમાંથી વસ્ત્ર બનાવવું પડે? સાધ્યસિદ્ધિના આશયથી સાધનમાં પ્રવૃત્તિ કરીએ તો સાધ્ય સિદ્ધ થાય.
(૪૪).
Page #50
--------------------------------------------------------------------------
________________
શિષ્યની શંકાનો જવાબ આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે જેની ભવસંબંધી ઈચ્છા નાશ પામી છે તેની આ સંસારમાં જે કાંઈ પ્રવૃત્તિ થાય તે પ્રેમથી ન થાય પરંતુ ના છૂટકે થાય. આમ છતાં તે વખતે પોતાનું નિકાચિત ભોગાવલી કર્મ ખપી રહ્યું છે. તેનો આનંદ હોય છે. શુભ પુલનું વેદના થાય છે તેની રતિ નથી હોતી પણ તે વખતે કર્મની નિર્જરા થયાના શુભ ભાવનું વદન હોવાથી રતિ હોય છે. આજે તમને પણ આવો અનુભવ છે ને? પ્રવૃત્તિ કરતી વખતે મોઢું હસતું રાખો પણ મનમાં એનો આનંદ ન હોય, મહેમાન આવે ત્યારે મોટું હસતું રાખો પણ મન બગડેલું હોય ને? એવું અહીં બને.
સ. એ તો માયા કરી કહેવાય.
અત્યાર સુધી માયા કરી-કરીને સંસારમાં છેતરાયા હવે માયા કરીને સંસારને છેતરવો છે.
સાથને માથા ની માયા!
ધર્મમાં એટલે ધર્મ કરવા માટે માયા કરીએ એ માયા ન કહેવાય. પણ ધર્મ કરતી વખતે જો માયા કરો તો તે ન ચાલે. ધર્મ કરવા માટે માયા કરવાની છૂટ, ધર્મ કરતી વખતે માયા કરવાની છૂટ નથી. દીક્ષા લેવા માટે માયા કરવાની છૂટ પણ દીક્ષા પાળતી વખતે માયા ન કરાય. દીક્ષા લેવા માટે માબાપને છેતરીએ કે મને અશુભ સ્વપ્ન આવ્યું હતું, મારું આયુષ્ય અલ્પ છે, માટે દીક્ષા લેવી છે તો તે કરવાની છૂટ. પણ દીક્ષા પાળતી વખતે ગુરુને છેતરો તે ન ચાલે.
સંસારની ઈચ્છા જેની નાશ પામી હોય તેની સંસારની પ્રવૃત્તિ કર્મના યોગે થાય. પરિણામ ન હોય છતાં ય પ્રવૃત્તિ કરવી પડે તેનું નામ સંસાર. કષ્ટ પડ્યા પછી પણ જે પ્રસન્નતા હોય છે તે ભાવના કારણે જ હોય છે ને? તમને પણ અનુભવ છે ને? લગ્નપ્રસંગે શરીર થાકી જાય પણ મોટું પ્રસન્ન હોય, તે શેના કારણે? કષ્ટનો અનુભવ થયો નથી માટે
(૫).
.
Page #51
--------------------------------------------------------------------------
________________
કે પ્રસંગ સારી રીતે પતી ગયો માટે? કર્મનિર્ભર કરવા માટે નીકળેલાને કર્મ જાય તેમાં આનંદ હોય ને? તેમ અહીં પણ શુભ પુલનું વેદન થવા છતાં તેના કારણે આનંદ નથી પરંતુ કર્મ-ભોગાવલી પૂરું થાય છે અને ચારિત્ર નજીક આવે છે એ ભાવના કારણે રતિ થાય છે. છોકરાઓ જમે અને તમે ભૂખ્યા રહો તો ય તમને અરતિ ન થાય ને? એ રતિ શેની છે? ભાવના કારણે જ ને? - સ. ત્યાં શુભભાવનું વદન થાય છે, અહીં નથી થતું.
દીકરી પ્રત્યે મમત્વ છે જ્યારે આત્મસ્વરૂપ પ્રત્યે મમત્વ નથી. સંસારનું મમત્વ એક ભવપૂરતું છે. આજે નહિ તો કાલે જવાનું જ છે. તેત્રીસ સાગરોપમનાં સુખો પણ પૂરાં થવાનાં છે. આ બધું જ અનુભવામ્ય હોવા છતાં તેની સામે નજર નથી કરતા અને એની ઉપેક્ષા કરીએ છીએ. આ ગુણની ઉપેક્ષા છે. સુખની ઉપેક્ષા કરવી છે. ગુણની ઉપેક્ષા નથી કરવી. પુણ્યપ્રકૃતિ શુભ છે એની ના નહિ, એ અઘાતીની પ્રકૃતિ છે એની ૨ ના નહિ પરંતુ ઘાતી પ્રકૃતિ જેમ ગુણનો ઘાત કરે છે એમ અધાતી પ્રકૃતિ પણ આપણા ગુણને ઢાંકવાનું કામ કરે છે. અઘાતી નડતી નથી એવું નથી. શાતા વેદનીય અઘાતીની છે, પણ એ શાતા જોઈએ છે માટે મિથ્યાત્વ બંધાય છે. આ રીતે તો અઘાતી પ્રકૃતિ ઘાતીના બાપ જેવી છે. શુભ ભાવનું વેદના અને શુભ પુલનું વેદનઃ એ બેમાં ઘણો ફરક છે. આજે વ્યાખ્યાનમાં આવનારને શુભ ભાવનું વદન હોય કે શુભ પુદ્ગલનું? પ્રભાવના કે જમવાનું ચાલું થઈ જાય એટલે ઊભા થઈ જાય તો માનવું પડે ને કે શુભ પુલનું જ વેદન છે. એક સંગીતના જલસામાં એક એક કરતાં બધા ઊઠી ગયા. માત્ર એક માણસ બેઠો હતો. સંગીત પૂરું થયા પછી સંગીતકારે એની પીઠ થાબડી કે આટલા બધામાં એક તમે જ સંગીતના જાણકાર છો. ત્યારે પેલાએ કહ્યું કે - ના ભાઈ, આ
૪૬)
Page #52
--------------------------------------------------------------------------
________________
જાજમ મારી છે માટે હું બેઠો છું... આપણી હાલત પણ આવી જ છે ને? તત્વનો રસ છે માટે આવો છો કે બીજું જે ગમે છે તે લેવા માટે આવો છો. તેનો નિર્ણય તમારે જ કરવાનો છે.
હવે શિષ્ય બીજી શંકા કરે છે. અશુદ્ધ પ્રવૃત્તિમાં વૈરાગ્ય કેવી રીતે ટકે છે, એ પણ સમજાઈ ગયું અને વૈરાગ્યની હાજરીમાં રતિ કેવી કેવા પ્રકારની હોય તે ય સમજાઈ ગયું. પણ અશુદ્ધ (વિષયની) પ્રવૃત્તિની હાજરીમાં આત્મા શુદ્ધ ક્યાંથી થાય એ સમજાતું નથી. જેને શુદ્ધ થવું હોય તેની પ્રવૃત્તિ અશુદ્ધ હોય છે તે કેમ ચાલે? અવિરત બંધનું કારણ છે તો તે નિર્જરાનું સાધન બને કઈ રીતે, આવી શંકા શિષ્યની છે. અત્યાર સુધીમાં આપણને આવી શંકા પડી છે? પાણી જ ગંદું મેલું હોય તો તેનાથી કપડાં ચોખ્ખાં થાય? અશુદ્ધ પ્રવૃત્તિ વખતે શુદ્ધિ ન આવે. શુદ્ધિ વિના ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ કઈ રીતે થાય?- એવી શંકા છે. જેને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, તેને શંકા પડે. જેને શાકભાજી લેવી હોય તે તાજી છે કે નહિ તેનો વિચાર કરે, જેને લેવું ન હોય તે તો હાલતો થાય. તેવી રીતે અહીં પણ જેને કાંઈક પામવું છે તેને શંકા પડે. જેણે માંડી વાળ્યું હોય તેને ન પડે. આપણને આવી શંકા ન પડી તેનું કારણ સમજાઈ ગયું ને? ચોથે અવિરતિની નિર્જરા તો થાય જ છે, એ તો શિષ્યને માન્ય છે. એમાં શંકા નથી. આથી જ એ શંકા કરે છે. અવિરતિ કર્મબંધનું કારણ છે. એ અવિરતિની હાજરીમાં, અવિરતિની પ્રવૃત્તિની હાજરીમાં કર્મનિર્જરાનું સાધન શું છે, એ શિષ્યની શંકા છે.
એ શંકાના નિરાકરણમાં જણાવે છે કે ચોથા ગુણઠાણે કાંતા દેષ્ટિની પ્રાપ્તિ થવાથી એ દષ્ટિના યોગીને આક્ષેપક જ્ઞાન હોય છે. તેના કારણે તેમની અશુદ્ધ પ્રવૃત્તિ અશુદ્ધિનું કારણ બનતી નથી અને શુદ્ધસ્વરૂપને લાવી આપનારી બને છે. આક્ષેપક જ્ઞાન પ્રવૃત્તિ થવા છતાં ચિત્તને કાબૂમાં રાખે છે. તમારી ભાષામાં કહીએ તો ઢાળ ઉપર ગાડી
(૪)
Page #53
--------------------------------------------------------------------------
________________
દોડે છતાં બ્રેક હાથમાં હોય તો અકસ્માત ન થાય ને? તેમ ચોથા ગુણસ્થાનકે સંસારના ઢાળ ઉપર પ્રવૃત્તિ થવા છતાં આક્ષેપકજ્ઞાનનો કાબૂ હોવાથી શુદ્ધિનો પ્રક્ષય થતો નથી. ભોગના સંનિધાનમાં પણ સમજણ નિયંત્રણમાં રાખે છે. તમે ચોર કે ગુંડા સાથે દોસ્તી રાખો તોપણ માથું ઠેકાણે રાખીને એની સાથે કામ લો ને? તેમ અહીં પણ કર્મયોગે પ્રવૃત્તિ થવા છતાં તેમાં ચિત્ત લેવાઈ નથી જતું. ધંધા ઉપર બેઠા હો ને સગાં આવે તો શું કરો? મોટું હસતું રાખી પ્રેમથી વાત કરો પણ ચિત્ત ધંધામાં રાખો ને? તેવી રીતે જો ચિત આત્મસ્વરૂપમાં ખેંચાયેલું હોય તો કોઈની તાકાત નથી કે આપણી શુદ્ધિને અટકાવે.
સ. આક્ષેપક જ્ઞાન કેવું હોય?
સંસાર અસાર છે, નિર્ગુણ છે, એવું જ્ઞાન તે આક્ષેપક જ્ઞાન. પ્રવૃત્તિ કરવા છતાં અપાયનું જ્ઞાન નિરાબાધપણે રહેલું હોય તે આક્ષેપક જ્ઞાન. સંસારમાં રહીને પણ પાપ ન બંધાય તેની ચિંતા શાસ્ત્રકારોએ કરી છે જ્યારે આપણી હાલત તો એ છે કે ધર્મસ્થાનમાં પણ પાપ ચાલુ છે.
સ. જેટલો ધર્મ કરીએ એટલો તો લાભ ને?
ગંદા પાણીમાં કપડું નાંખીએ તો પલળ્યું એટલો તો મેલ ઓછો થયો એમ માનો? કે ચોખું જ પાણી જોઈએ? આક્ષેપક જ્ઞાન વિના કર્મબંધથી અટકાશે નહિ. તે માટે બાર ભાવનાથી ભાવિત થવું છે. સંસારની એક પણ વસ્તુ ઉપાદેય ન લાગી જાય તે માટે બાર ભાવનાનું ચિંતન છે. બારે ભાવનાના વિષયો એવા જ છે. સંસારનું, શરીરનું, અનિત્યતાનું ભાવન કર્યા કરીએ તો મન કાબૂમાં રહે. આથી જ તો પ્રવૃત્તિને ભવનાશિની નથી કહી, ભાવનાને ભવનાશિની કહી છે.
મળેલા ગુણો જો ઉત્તરગુણને પેદા ન કરે તો તે નકામા જવાના. ચોથા ગુણઠાણે પ્રવૃત્તિ અશુદ્ધ હોવા છતાં પણ આક્ષેપકજ્ઞાનના કારણે એ અશુદ્ધિ શુદ્ધિમાં બાધક નથી બનતી. તમારી ભાષામાં કહીએ તો જે
૪૮)
Page #54
--------------------------------------------------------------------------
________________
કંટ્રોલમાં રાખે તે આક્ષેપકજ્ઞાન. હેયરૂપે, તિસ્કરણીયરૂપે વસ્તુને વાપરવી તેનું નામ આક્ષેપક જ્ઞાન. જે વસ્તુ બિલકુલ ભાવતી ન હોય તે વાપરતી વખતે એંઠી થઈ જાય તો કેવી રીતે વાપરીએ? એ રીતે આક્ષેપકજ્ઞાનની હાજરીમાં ભોગની પ્રવૃત્તિ થતી હોય છે.
સ. આટલી લાલચ આપનારી ચીજોની વચ્ચે મન કાબૂમાં કઈ રીતે રહે?
નોકર પૈસાની લાલચે-જરૂરિયાતે નોકરી કરે છતાં તેનું મન કેવું હોય છે? નોકરી ગમે? તેમ અહીં સમજવું. એક વાર સમજણ ટકી રહી હોય તો મળેલા ગુણો ગમે તેવા સંયોગોમાં પણ ટકાવી શકાય. ગાડી ગમે તેટલી વેગમાં દોડતી હોય છતાં તે ખાડામાં નથી જતી તે નિયંત્રણના કારણે. તેમ અહીં પ્રવૃત્તિ ગમે તેટલી અશુદ્ધ હોય તો પણ શુદ્ધિ હણાતી નથી- એ આ આક્ષેપક જ્ઞાનના કારણે આજે ધર્મ કરતી વખતે આપણી ગાડી ખાડામાં ગઈ છે ને? ધર્મ કરવા છતાં પ્રમાદ ગયો ખરો?
સ. એવો ને એવો જ છે.
એવો જ છે કે વધ્યો? હવે તો ધર્મના નામે પ્રમાદ કરવાનો પરવાનો મળી ગયો, એવું ને? આજે તપ કરવા છતાં પણ ગુસ્સો વધ્યા કરે ને? - સ. એવું કેમ બનતું હશે?
આ સંસારમાં દુઃખ ટાળવા અને સુખ મેળવવા માટે ધર્મ કરીએ છીએ માટે આવું થાય છે. સંસાર ટાળવા માટે, મોક્ષ મેળવવા માટે ધર્મ કર્યો હોત તો આવું ન બનત. બીજાના દુઃખનો વિચાર કરીએ તો જાતે દુઃખ ભોગવવાનું સરળ બને અને પોતાને સુખ ભોગવવાનું મન હોય તો બીજાને દુઃખ આપવાનું બને. આ આક્ષેપક જ્ઞાનના કારણે વિષયોને તિરસ્કરણીયરૂપે ભોગવે છે. વિષ મીઠું હોય તો ન મારે અને કડવું હોય તો જ મારે એવું છે ખરું? એવી રીતે સુખ પણ પુણ્યથી મળેલું ન મારે
(૪૯
Page #55
--------------------------------------------------------------------------
________________
અને પાપથી મેળવેલું મારે, એવું માનીએ તે ચાલે? આજે અમારે ત્યાં બે પક્ષ છે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલાં સુખો વિષ જેવા નહિ ગણવાના એમ કહે છે. પુણ્યથી મળેલું સુખ ખરાબ કે પાપથી મળેલું ખરાબ? અનીતિથી મળેલું ધન ખરાબ કે નીતિથી મળેલું ધન પણ ખરાબ?
સ. નીતિ તો આત્માના ગુણ તરીકે તારવી શકાય ને?
નીતિ પણ ગુણ કયારે? ધન કમાવાની જરૂર હોય ત્યારે કે ધન કમાવાની જરૂર ન હોય ત્યારે? જેને પૈસાની જરૂર હોય તે નીતિથી કમાય તો સારો પણ જેને પૈસાની જરૂર નથી છતાં તે કમાવા જાય તો તેને લોભિયો કહેવાય. એમ અમારે ત્યાં પણ એ જ રીતે સમજવું. દૂધપાક નિર્દોષ છે માટે લેવાની છૂટ ન મળે. નિદોંષ હોય તે નથી લેવાનું, જે મળે તે નથી લેવાનું, જે ભગવાને કહ્યું હોય તે લેવાનું. આજે તો દીક્ષા લીધા પછી પણ અવિરતિની ઉપાદેયતા જતી નથી. એના કારણે વૈરાગ્ય આવતો નથી. આજે વિરતિ ગમે છે માટે દીક્ષા લીધી છે. પણ અવિરત ભૂંડી લાગે છે માટે દીક્ષા લીધી છે. એવું નથી. માટે જ દીક્ષા લીધા પછી ય અવરતિ ભોગવવાનું કામ ચાલુ છે. ઈચ્છા મુજબનું મળી જાય ત્યારે આર્તધ્યાન ન થાય અને પ્રસન્નતા જળવાઈ રહે એને વૈરાગ્ય ન કહેવાય. ઈચ્છા મુજબનું ન મળે છતાં પણ આર્તધ્યાન ન થાય અને પ્રસન્નતા ટકી રહે તેને વૈરાગ્ય કહેવાય. દુઃખના કારણે આર્તધ્યાન થાય છે એવું નથી. એથી દુઃખ ટાળીને આર્તધ્યાન ટાળવું એ માર્ગ નથી. દુઃખ આવે ત્યારે વધારે દુઃખ ભોગવવા તૈયાર થઈ જઈએ તો વર્તમાનનું દુઃખ માફકસરનું બની જાય અને આર્તધ્યાન ટળી જાય. એક વાર દુઃખ વેઠવાનો અભ્યાસ પડે તો દુઃખ આર્તધ્યાનનું કારણ ન બને. આચાર્ય ભગવત્તે એક વાર કહ્યું હતું કે દુઃખ વેઠતાં વેઠતાં તો કોઠે પડી જાય. રાણી અભ્યાસથી પાડો પણ ઉપાડતી થઈ ને?
(૫૦)
Page #56
--------------------------------------------------------------------------
________________
સ. એ માટે અભ્યાસ પાડવો પડે ને શરીર કેળવવું પડે. ‘પડે’ બોલ્યા એટલે સમજી લેવાનું કે આપણે કરવું કશું નથી અને માત્ર વાતો કરવી છે. એમ જ છે ને?
સ. તો અમે આવીએ છીએ શા માટે?
માત્ર સાંભળવા માટે, એમ કહું? મને પૂછો છો એના બદલે તમે જ તમારી જાતને પૂછી જુઓ કે સાંભળવા માટે આવ્યા છો કે પામવા માટે?
સ. અમારા હૃદયને અમારા કરતાં આપ સારી રીતે જાણો છો, એવું અમને લાગે છે.
જો ખરેખર એવું લાગતું હોય તો અમારી વાત થોડી થોડી માનવા માંડો. અનુકૂળતાનો ધીરે ધીરે ત્યાગ કરવા માંડો. ઠંડી પડે ત્યારે મોજાં ન પહેરવાં, ધાબળો ન ઓઢવો. દુઃખ આવે ત્યારે દુઃખ ઢાળવાના ઉપાય ન શોધવા. દુઃખ વધારે ભોગવવું. શક્તિ ન હોય તો કેળવી લેવી. ન કેળવાય તો ય વધુ દુઃખ ભોગવનારને યાદ કરી મનને તૈયાર કરવું છે. દુઃખ ભોગવવા માટે તૈયાર થવું જ છે.
સ. ધંધાના વિષયમાં શું કરવું?
ધંધાના વિષયમાં પણ સૌથી પહેલા જરૂર ન હોય તો કમાવું જ નથી. ધંધો મૂકી દેવો. ધંધામાં પણ શ્રાવક વ્યાજ ન ખાય. કારણ કે વ્યાજ જેની પાસેથી લઈએ તેને આપતી વખતે દુઃખ થાય કે આનંદ થાય? અને બીજાને પીડા થાય તેવું નથી કરવું. પરપીડા એ પાપ છે ને? પાપાય પરપીડનમ્ સાંભળ્યું છે?
સ. એમાં સામેવાળાને કમાવામાં સહાય થાય ને?
તમે એને સહાય કરવા આપો છો કે વ્યાજના લોભે આપો છો? અને જો સહાય કરવા જ આપવું હોય તો વ્યાજનો લોભ મૂકી દો ને ! આમે ય તમે જે પૈસા ધીર્યા હતા તે નકામા જ હતા ને?
૫૧
Page #57
--------------------------------------------------------------------------
________________
સ. નકામા એટલે?
જેની જરૂર ન હોય તે નકામા. ખાવાપીવા વગેરેમાં જે કામ લાગે છે તે પૈસો ધીરો કે તે સિવાયનો વધારાનો જ ધીરો છો ? આજે એટલું નક્કી કરવું છે કે, જેટલું છે તે મૂકીને જ જવાનું છે તેના બદલે આપીને જવું છે. જેને ધીરો તેને કહી દેવાનું કે અનુકૂળતા હોય તો આપજો નહિ તો મારે જરૂર નથી. આપણે છોડી દઈએ તો આપણું આર્તધ્યાન ટળી જાય. મેળવવાની ભાવના પડી હશે તો આર્તધ્યાન પડ્યું રહેવાનું.
સ. વ્યાજમાં પ્રત્યક્ષ પાપ નહિ ને?
પ્રચ્છન્ન પાપને પાપ માનો કે નહિ? આડકતરી રીતે પણ દુઃખ પહોંચતું હોય તો તે નથી આપવું- એવો ભાવ જાગ્યા વિના પાપ સર્વથા છૂટશે નહિ, શ્રાવકની ઈચ્છા સાધુ થવાની હોય ને? ધંધામાં પાપ છે એવું ન લાગે ત્યાં સુધી સંસાર છૂટશે નહિ. કોઈ પણ રીતે પૈસો કમાવો એ પાપ છે- એ મગજમાં આવવું જોઈએ. અગ્નિ પ્રત્યક્ષ હોય તો બાળે કે પ્રચ્છન્ન પણ બાળે? હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ ‘વિઘ્ને પ્રચ્છન્નપાવતામ્’ કહ્યું હતું ને? સામો માણસ પૈસા લે છે તે તેની મજબૂરીના કારણે ને? તમે મજબૂરીમાં હો ને વ્યાજ આપવું પડે તો દુઃખ થાય ને? બીજાની મજબૂરીનો લાભ ઉઠાવવો, એ સારું નથી.
આક્ષેપકજ્ઞાનના કારણે વિષયની પ્રવૃત્તિ કેવી રીતે બાધાકર બનતી નથી તે શ્રી હરિભદ્રસૂરિ મહારાજના વચનથી જણાવે છે- જે માયાપાણીને સાચું પાણી માને તે ત્યાં ને ત્યાં બીહતો ઊભો રહે, જ્યારે એને માયા તરીકે જે જાણે તે ત્યાંથી સડસડાટ પસાર થઈ જાય. સંસારનું સુખ માયાપાણી છે કે સાચું? જે સુખને માયારૂપ માને તે સુખની વચ્ચેથી સડસડાટ પસાર થઈ જાય. તેને સુખ કાંઈ અડે નહિ. અને જે એ સુખને સાચું માને તે એમાં અટવાયા જ કરે, તમને સુખ કેવું લાગે છે, સાચું કે માયારૂપ?
૫૨
Page #58
--------------------------------------------------------------------------
________________
સ. માયારૂપ.
તો સુખ મળે તો સારું કે ન મળે તો સારું? પૈસો મળે તો સારું કે ન મળે તો સારું? દુઃખનું આર્તધ્યાન ટાળવું છે એમ સુખનું આર્તધ્યાન પણ ટાળવું પડશે ને? શરીર કેળવવું હોય તો સવારના પહોરમાં સુખ છોડીને કસરત કરવા નીકળી પડો ને? શરીર પ્રત્યેનો પ્રેમ જો સત્વ કેળવી આપે છે તો અહીં સત્ત્વ ન કેળવાય? શરીર માટે સુખ છોડાય ને?
સ. શરીર તો નાશવંત છે ને?
એટલા માટે જ આત્માને તારી લેવો છે. શરીર નાશવંત છે તો તેનો ઉપયોગ કરી લેવો છે- એટલું નક્કી કરવું છે. અત્યાર સુધી શરીરને ઘણું સાચવ્યું. હવે શરીરને કહી દેવાનું કે તારા માટે અત્યાર સુધી ઘણું કર્યું, હવે મારા માટે મને કરવા દે. પરલોકમાં જવાનો વખત આવી ગયો છતાં શરીર જ સાચવવું છે? શરીર કામ આપે છે ત્યાં સુધી કામ લઈ લેવું છે. પણ જે કામ જ ન કરે તેને સાચવવાનો શો અર્થ? મહાત્માઓ અણસણ પણ આ જ કારણે લેતા. શરીર સાધના માટે નકામું થઈ ગયું છે- એમ જાણીને તેઓ શરીર વોસિરાવી દેતા. આપણે અણસણ ન કરીએ પણ આખો દિવસ એની સારવાર જ કર્યા કરીએ – એ ચાલે? આ સંસાર માયાનું પાણી છે. સંસારનું સુખ પણ કાલ્પનિક છે અને દુઃખ પણ કાલ્પનિક છે, એના માટે આપણા આત્માનું બગાડવું એ હિતાવહ નથી. દીક્ષામાં તકલીફ કાંઈ નથી, સંસારમાં જ તકલીફ છે. દીક્ષાની તકલીફ તો એવી છે કે જેનાથી કાયમ માટેની તકલીફ જાય. સુખ તાત્વિક નથી. છતાં એ મળે તો ગમે ને?
સ. ધર્મ સુખ આપે તો ગમે.
ધર્મ સુખ ન આપે, સુખ છોડાવે. સુખ તો કર્મ આપે, ધર્મ નહિ. ધર્મથી પુણ્ય બંધાય અને એથી સુખ મળે. આથી જ તો સુખ તાત્વિક નથી. સુખ અને દુઃખ કમેં આપેલાં છે, માટે તે તાત્વિક નથી.
૫૩)
Page #59
--------------------------------------------------------------------------
________________
સ. ધર્મથી પુણ્ય બંધાય અને પુણ્યથી સુખ મળે- એ પણ સાચું ને?
પણ એ સુખ લાગે કેવું? રાખવા જેવું કે છોડવા જેવું દેવલોકનાં સુખોને ઈન્દ્રાદિદેવતાઓ ઘાસજેવું પણ નથી માનતા. સવારે વિશ7ોવન માં તમે બોલો ને? થેલામાં વૃા.. પછી આગળ શું કહો? તૃન નૈવ નાવું. જે ઈન્દ્રાદિને તમે સુખી માનો છો, આદરભાવે જુઓ છો તેઓ પણ પોતાનાં સુખોને ઘાસની તોલે પણ નથી ગણતા.
સ. બત્રીસ લાખ વિમાનના સ્વામી એવા ઈન્દ્ર બધો વ્યવહાર કઈ રીતે ચલાવતા હશે?
તમે ધર્મ જે રીતે કરો છો- એ રીતે ! તમે આટલો ધર્મ કરો છો છતાં યે કશું અડતું નથી ને? તેવી રીતે ઈન્દ્ર મહારાજાને પણ કશું અડતું નથી. તેઓ સુખ વૈરાગ્યથી ભોગવે અને આપણે ધર્મ “વૈરાગ્યથી” કરીએ ને ? આજે ધર્મ કરવા છતાં ધર્મનું ફળ નથી મળતું તેનો કોઈ વિચાર જ નથી ને? આજે “મળતું નથી” એવી ફરિયાદ ઘણા કરે છે, પણ “જોઈતું નથી” એ કબૂલાત કોઈ કરતું નથી. દીક્ષા મળતી નથીએમ તો કેટલીય વાર કેટલાને કહ્યું. પણ દીક્ષા જોઈતી જ નથી, આ ભાવ ક્યાંય પ્રગટ કર્યો છે? આ તો પાછા કહે કે કુંડલીમાં યોગ નથી. જેને કુંડલી જોવાનું મન થાય તેના નસીબમાં દીક્ષા હોય નહિ. તમે પ્રેમ કરો તો કુંડલી જોઈને કરો? ત્યાં આટલું સત્વ ફોરવો છો તો અહીં કેમ આટલા બધા સત્ત્વહીન થઈ ગયા છો?
સ. જાપ જપીએ તો કુંડલીનું નડતર નડે નહિ ને?
જાપ જપીને કશું ન થાય, સત્ત્વ ફોરવવું પડે. પુરુષાર્થ ન કરે તેને જાપ ન ફળે, મારા ગુરુમહારાજ કહેતા હતા કે - સમાધિના જાપ જણે સમાધિ ન મળે. એ માટે અસમાધિનાં કારણો દૂર કરવાં પડે. અસમાધિનું કારણ સેવે તેને સમાધિ ન મળે. કૂવામાંથી મડદું ઉલેચાયું
પ૪
Page #60
--------------------------------------------------------------------------
________________
ન હોય અને માત્ર પાણી ઊલેચીએ તો દુધ જાય? આજે લોકોને આયંબિલ કરીને શાંતિ મેળવવી છે પણ પાપ છોડીને શાંતિ નથી મેળવવી. એક દિવસ આયંબિલ કરે અને ૩૫૯ દિવસ રાત્રિભોજન કરે તો શાંતિ મળે? અઢારમાંથી એક પણ પાપ ચાલુ હશે તો શાંતિ નહિ મળે. પાપ અશાંતિનું કારણ છે. અઢારે ય પાપ ટાળવાં પડશે.
સ. એક મિથ્યાત્વ જાય તો બાકીનાં ૧૭ જાય ને?
મિથ્યાત્વ ગયા પછી છાસઠ સાગરોપમ સુધીમાં જો અવિરતિને કાઢવાનો પુરુષાર્થ કરવામાં ન આવે તો એ અવિરત જ પાછી મિથ્યાત્વને ખેંચી લાવનારી બને છે. એટલે માત્ર મિથ્યાત્વ કાર્યો સંતોષ કર્યો નહિ ચાલે. તેના પછી અવરતિ, કષાય, પ્રમાદ, યોગ... આ બધાને મિસર કાઢવા જ પડશે.
આપણે જોઈ ગયા કે ચોથા ગુણઠાણે આક્ષેપક જ્ઞાન હોવાના કારણે વિષયની પ્રવૃત્તિ થવા છતાં ઈન્દ્રિયો વિષયના વિકારોની સાથે જોડાતી નથી, વિકારને આધીન બનતી નથી, ઉન્માર્ગે જતી નથી તેથી નડતી નથી. આ આક્ષેપકજ્ઞાનનું સ્વરૂપ સમજાવતાં ફરમાવ્યું હતું કે જે સમજણના કારણે હેયની પ્રત્યે તિરસ્કારભાવ કાયમ માટે બન્યો રહે, તે ઉપાદેય ન લાગી જાય તે સમજણને આક્ષેપક જ્ઞાન કહેવાય છે. જે સાધનનો મહિમા બતાવવો હોય તે સાધનનો કોઈ દુરુપયોગ ન કરી બેસે- એની તકેદારી તો રાખવી જ પડે. આ સંસારમાં રહેવા છતાં સંસારનો એક પણ વિષય અડી ન જાય, નડી ન જાય એવો આચાર સાધુભગવન્તોને બતાવ્યો છે. શરીરનું મમત્વ મારવા કહ્યું પરંતુ સાથે એ શરીરનો નિર્વાહ થાય તેવી ભિક્ષાચર્યા પણ બતાવી. ભિક્ષામાં લાવેલો. આહાર પણ ઉપાદેય ન લાગી જાય તે માટે એવી ભાવના ભાવવાની જણાવી કે કોઈ પણ જાતનું પાપ કર્યા વિના પણ આહાર ગ્રહણ કરવાનો વિધિ ભગવાને બતાવ્યો એ તેઓશ્રીનો મહાન ઉપકાર છે કે
પપ)
Page #61
--------------------------------------------------------------------------
________________
જેના યોગે મોક્ષના સાધન- ભૂત દેહનો નિર્વાહ થાય છે. દુઃખ ભોગવવાનું કહ્યું, શરીરને કસવાનું કહ્યું છતાં આપણે મરી ન જઈએ તેની કાળજી રાખી. આમ છતાં આજે આપણી માન્યતા શું? દુઃખ ભોગવીશું તો મરી જઈશું? કે આજ્ઞા મુજબ દુ:ખ ભોગવીશું તો કાયમ માટે મરણથી મુક્ત થઈ જઈશું? મરણ ક્યારે ટળે? જન્મ ટળે ત્યારે જ ને? જન્મ, જરા, મૃત્યુ નિવારવા માટે જ ધર્મ છે ને? તમે રોજ બોલો ને “જન્મજરામૃત્યુનિવારણાચ”. જેને મરણ ન ગમે તેને જન્મ ગમે એ ચાલે? કારણ કે જન્મ ટળ્યા વગર મરણ ન ટળે. આજે આપણે જન્મ પુણ્યથી મળ્યો એમ કહીએ કે જન્મ ધાતીના ઉદયથી મળ્યો એમ માનીએ? ઘાતી કર્મના ઉદય વિના જન્મ ન થાય ને? જે ઘાતીના ઉદયથી મળે તેને હેય કહેવાય કે ઉપાદેય? જેનો નાશ કરવાનો હોય તેને હેય માનવું પડે ને? જન્મને પુણ્યથી મળેલો માને તે જન્મનો નાશ કરેએ વાતમાં માલ નથી. એ તો આનાથી સારો જન્મ મેળવવા માટે મહેનત કરવાનો. ધર્મના ઓઠા નીચે આજે આપણે સુખ ભોગવવાનું અને દુઃખ ટાળવાનું જ કામ કર્યું છે ને?
આક્ષેપકજ્ઞાન આપણી ઈન્દ્રિયોને કાબૂમાં રાખે છે. ક્ષણ વાર માટે પણ જો ઉન્માર્ગે જવાનું મન થાય તો તરત ભગવાનના વચનનું આલંબન લઈ લેવાનું આ આક્ષેપકજ્ઞાન શીખવે છે. એના બદલે આજે સાધુપણામાં આવેલા પણ બાહ્યપ્રવૃત્તિમાં મન લગાવીને બેઠા છે. ગુરુને આવડતું નથી અથવા ભણાવતા નથી માટે અર્થ ભણવાનું બંધ કર્યું. અને સૂત્ર ભણવાનું ગમતું નથી. એટલે એ બન્ને માંડી વાળીને વિકથા કરવા મંડી પડ્યા છે. - સ. લોકો પર ઉપકાર થાય ને?
પોતાનું શું થાય? પોતાનું ભણવાનું છોડીને બીજાનું ઘર સંભાળે તેનું પોતાનું ઘર ચાલે ખરું? આ તો જાણે એમ માની બેઠા છે કે
૫૬)
Page #62
--------------------------------------------------------------------------
________________
સમ્યત્વ આવવાથી પાપ નથી લાગતું. સમ્યકત્વ આવવાથી પાપ ન લાગે કે સમ્યકત્વ ટકવાથી પાપ ન લાગે? પૈસા આવે તો સુખી થઈએ કે પૈસા ટકે તો સુખી થઈએ? સાચવીએ તો સુખી થઈએ? અમારાં સાધુસાધ્વીના વિહારના પાકીટમાં સાબુ, દોરી, ક્લીપ, દવા. એ બધું મળે. પણ ઉત્તરાધ્યયન કે આચારાંગનું પુસ્તક લગભગ ન મળે. તમારી વાત કરી લઉ? તમારે ત્યાં સંસારના સુખનાં સાધનો મળે કે સંસારથી તરવાનાં? ટી.વી., ફ્રિજ, સોફા વગેરે વસાવો કે જિનબિંબ અને જિનાગમ પધરાવો?
વિષયની આસક્તિ જો વધ્યા કરે તો આપણો ધર્મ નકામો જવાનો. જે પામ્યા છીએ તેનું ધોવાણ ન થઈ જાય તે માટે આ જ્ઞાન જરૂરી છે. રોગ થયા પછી અને રોગ ગયા પછી તકેદારી કેવી રાખો? એ રીતે દોષ નડે નહિ અને ગયેલા દોષો પાછા ન આવે તે માટે આ આક્ષેપક જ્ઞાન છે. આજે તો પૂછવા આવે કે સમ્યકત્વ ક્યાં સુધી ટકે? મારા જેવો તો કહે કે, અંતર્મુહૂર્તમાં જાય. આપણે કહીએ કે- છાસઠ સાગરોપમ સુધી ટકે તો તો પેલો હાશા કહીને રાજી થઈને જાય. એને ગાફેલ ન બનવા દેવા અને સાવધ બનાવવા માટે શું કહેવું જોઈએ? દોષોની આ વિશેષતા છે કે જ્યારે આપણે ગાફેલ હોઈએ ત્યારે પેસી જાય. આથી જ ગાફેલ ન બનવા માટે આક્ષેપક જ્ઞાન રાખ્યું છે. આવેલા ગુણો ટકે અને ગયેલા દોષો પેસી ન જાય એવું આ આક્ષેપક જ્ઞાન છે. એક વાર સમજણ ટકે તો આપણા દોષો ફરકી શકે- એ વાતમાં માલ નથી. સાધુપણામાં આ આક્ષેપક જ્ઞાન ટકાવવા માટે પંદર કલાકનો સ્વાધ્યાય જણાવ્યો છે. જીવોના બે ભેદ પાડો : સંસારી અને મુક્ત. તેમાં સાધુભગવન્તોનો સમાવેશ શેમાં થાય ? સંસારીમાં કે મુક્તમાં ? જો સાધુસાધ્વીનો સમાવેશ સંસારીમાં થાય તો સંસારમાં રહેલા તેમને સંસાર અડી ન જાય તે માટે પંદર કલાકનો સ્વાધ્યાય બતાવ્યો છે.
( ૧૭ )
Page #63
--------------------------------------------------------------------------
________________
સંસારનો એક પણ હેતુ સેવવાનો વખત જ ન આવે, એવો સમય જ ન મળે તે માટે આ સ્વાધ્યાય આપ્યો છે. શરીર ટકાવવા માટે તો છે કલાકની નિદ્રા અને ત્રણ કલાકના આહાર-નીહારાદિ બતાવ્યા છે. એનાથી વધુ શું જોઈએ? પંદર કલાકનો સ્વાધ્યાય કરે તેને ગાથા ચઢે કે ન ચઢે પણ વિકથાદિના પાપથી બચી જવાના કારણે અને માર્ગાનુસારી પ્રયત્ન કરવાના કારણે જ્ઞાનાવરણીયાદ કર્મોની નિર્જરા થયા કરે. બીજું ફળ મળે કે ન મળે, આ જ મોટો ફાયદો છે. પ્રમાદ ટળી ગયો, વિકથા ટળી ગઈ, નિંદામાં ન પડ્યા એ જ ફળ. પાપથી બચવા માટે સ્વાધ્યાય છે, માત્ર આવડે એ માટે નહિ. જે સાધુસાધ્વી આ ભણવામાંથી બહાર નીકળે તેને અવિરતિ ઉપાદેય લાગે. સુખ ભોગવવાનું મન કેમ થાય છે? જ્ઞાન જોઈતું નથી માટે. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે વિદ્યાર્થિનઃ યુતિ: સુવું, સુવર્થનઃ યુકતો વિદ્યારે જે ગાડીની બ્રેક ફેઈલ થઈ ગઈ હોય તે ગાડી ઈષ્ટ સ્થાને પહોંચાડે? તેમ જે સાધુ પાસે પંદર કલાકના સ્વાધ્યાય સ્વરૂપ આક્ષેપક જ્ઞાન ન હોય તેનું સાધુપણે તેને મોક્ષે ક્યાંથી પહોંચાડે? પંદર કલાકનો સ્વાધ્યાય જો ચાલુ હોય તો કોઈની તાકાત નથી કે આપણા ગુણો લૂંટી લે અને દોષો ઘાલી જાય. જો પંદર કલાક સ્વાધ્યાય નહિ હોય તો ગુણોને સાચવવાનું અને દોષોને આવતા રોકવાનું કામ અશક્ય છે. આ સ્વાધ્યાય નાશ પામ્યો માટે ભણેલું પણ ભુલાવા માંડ્યું. આજે અમારાં સાધુસાધ્વી ભણેલું ભૂલી ગયા છતાં વિદ્વાન ગણાય છે. જ્યારે વિદ્વાનની વ્યુત્પત્તિ કરતાં જણાવ્યું છે કે વેત્તિ તિ વિહીન - જેને ભણેલું વર્તમાનમાં યાદ હોય તે વિદ્વાન ગણાય. ભૂતકાળના જ્ઞાનીને વિદ્વાન ન કહેવાય. એ જ્ઞાન ટકાવવાનો ઉપાય આ આક્ષેપક જ્ઞાન છે.
મોક્ષમાર્ગની સાધના કરતી વખતે આ સંસારસુખોની માયા અવરોધ કરતી હોય છે. તે વખતે આક્ષેપક જ્ઞાનની જરૂર પડવાની.
૫૮)
Page #64
--------------------------------------------------------------------------
________________
મોહની એ કરામત છે કે ધર્મ કરનારાને સંસારના સુખના ટુકડા આપ્યા કરે અને એની લાલચે ધર્મ કરાવીને જીવને સંસારમાં જકડી રાખે. ધર્મ સંસારમાંથી કાઢીને મોક્ષે પહોંચાડે છે જ્યારે મોહ ધર્મ કરાવીને પણ સંસારમાં રાખી મૂકે છે. આપણી પાસેના માણસો આપણી પાસેનાં પુદ્ગલો કાયમ માટે ટકી રહે એવી આપણી ભાવના હોય, એકાદ પણ ખસી જાય તો દુઃખ થાય ને? તેવી રીતે મોહરાજા પણ સંસારી જીવ પોતાના સકંજામાંથી છટકી ન જાય તેની તકેદારી રાખતો હોય છે. આથી જ આ મોહ લલચાવી ન જાય તે માટે આક્ષેપક જ્ઞાન રાખ્યું છે. એક વાર સંસારના પદાર્થો અતાત્ત્વિક કે માયારૂપ લાગી જાય તો મોહની એક પણ અસર થાય નહિ. જે તાત્વિક ન હોય તેમાં આપણે ફસાઈએ ખરા? ન સમજાય ત્યાં સુધી જુદી વાત. પણ ખાતરી હોય તો ન ફસાઈએ ને? જે દોરીને સર્પ માને તે ઊભો રહે. પણ જે દોરીને દોરી માને તે તો સડસડાટ ચાલી જાય ને? ભ્રમાત્મક જ્ઞાન અટકાવવાનું કામ કરે. તાત્વિકતાનું જ્ઞાન માર્ગાનુસારી ગતિ કરાવે. જેનો સંયોગ વિયોગને લાવી આપે તે બધાં અતાત્ત્વિક છે. જ્ઞાનાદિનો વિયોગ થતો નથી માટે તે તાત્ત્વિક છે. માનસન્માન, રાજપાટ, ચક્રવર્તીનાં સુખો, ઈન્દ્રાદિનાં સુખો ને અનુત્તર દેવલોકનાં સુખો પણ પૂરાં થાય છે, જાય છે- માટે અતાત્વિક છે. જ્યારે જ્ઞાનાદિના સ્વામીને ક્યારેય જ્ઞાનાદિ ગુણોની હાનિ નથી થતી માટે તે તાત્ત્વિક છે. આજે તમે સુખ મળે તો ધર્મ છોડો કે ધર્મ મળે તો સુખ છોડી દો? આજે તો ધર્મપ્રભાવનાના નામે પણ માનસન્માનનું સુખ પામવાનું-ખંખેરવાનું કામ ચાલુ છે ને? પ્રભાવના સંખ્યા વધવાના કારણે થાય એવું નથી. સો મીણબત્તી ભેગી કરીએ એટલે પ્રકાશ ન થાય, એક દીવો સળગતો હોય તો પ્રકાશ આવે. સંખ્યાના કારણે તાત્વિકતાનું મૂલ્યાંકન ન થાય. આજે તો સાધુપણામાં સુખ-સંપત્તિ, માનસન્માન બધું મૂકીને આવેલા પણ પુષ્ય વધે એટલે બીજાને પ્રતિબોધવા
૫૯)
Page #65
--------------------------------------------------------------------------
________________
બેસી જાય. પ્રતિબોધ પણ ભગવાનની આજ્ઞા મુજબ કરવાનો હોય. પોતાની આરાધના, પોતાનું ભણવાનું બાકી રાખીને બીજાને પ્રતિબોધવા બેસે તો શું પરિણામ આવે? શાસ્ત્રમાં તો કહ્યું છે કે ભણી ગયા પછી પણ બધા પ્રતિબોધવા ન બેસે. જે વખતે મહાવીર પરમાત્મા અને ગૌતમસ્વામી મહારાજા દેશના આપતા ત્યારે બીજા ગણધર ભગવન્તો હોવા છતાં દેશના આપતા ન હતા. બીજાને પ્રતિબોધ્યા વિના મોક્ષ ન થાય એવું નથી. ગમે તેવા પ્રભાવકને પણ ભગવાનની આજ્ઞાના પાલનમાંથી મુક્તિ ન મળે.
પરપદાર્થને અતાત્વિક માન્યા વિના વૈરાગ્ય ટકે નહિ. પુણ્ય આપણું કે જ્ઞાન આપણું? પૈસો આપણો કે જ્ઞાન આપણું? છતાં મહેનત શેના માટે ચાલે છે? જેને પરભાવમાં મજા આવે તેને સ્વભાવની પ્રાપ્તિ ન થાય. જે ભોગોને તાત્ત્વિક માને તે સંસારના પારને પામી ન શકે. ભોગને તાત્વિક માને તેનું સંસારનું પ્રયાણ અનાબાધ રહે. જે મોક્ષને તાત્વિક માને તેનું મોક્ષનું પ્રયાણ અનાબાધ રહે. પતનનાં નિમિત્ત તો આ સંસારમાં ઠેર - ઠેર પડેલાં છે. આથી જ ઉપયોગ અને સાવધાની રાખવાની છે. આપણે મોહના છીએ માટે મોહ આપણને સુખના ટુકડા નાંખીને લલચાવે છે કે જેથી આપણે મોહના મટી ન જઈએ. આથી જ આપણે મોહની કરામતમાં ન ફસાઈએ તે માટે આક્ષેપક જ્ઞાનને કામે લગાડવું છે.
હવે શિષ્ય ફરી શંકા કરે છે કે આક્ષેપક જ્ઞાનને લઈને ભવનો ઉદ્વેગ હોવાથી વિષયોમાં ફસાય નહિ- એ બરાબર. પરંતુ આટલી સારામાં સારી વસ્તુ, અનુકૂળ વસ્તુઓ મળી જાય તો તેની વચ્ચે ઉગ ટકે કઈ રીતે? ભવમાં બેઠા પછી ભવ સારો ન લાગે અને ઉદ્વેગ ઊભો રહે તેનું કારણ શું? આ પ્રમાણે શિષ્યની શંકા છે. આવી શંકા આપણને પડે ને? વિષયોની નફરત જાગ્યા પછી, તેને છોડ્યા પછી એકાદ વાર
ઉ૦)
Page #66
--------------------------------------------------------------------------
________________
પણ જો વિષય મળી જાય, તેમાં સ્વાદ આવી જાય, તો દાઢે વળગી જાય અને ક્રમે કરીને ઉદ્વેગ ચાલ્યો જાય ને? વસ્તુ સારી લાગવા માંડે તો તેની પ્રત્યેનો ઉદ્વેગ જતો રહે ને? ભગવાનના વચનથી ભોગોને છોડ્યા પછી ફરી તે સુખની રુચિ જાગી જાય તો ઉદ્વેગ નાશ પામે ને? નિર્જરા કરવા આવેલા પુણ્યમાં આળોટવા લાગે તો શું દશા થાય? ભોગ જેને તાત્વિક લાગે તેનું ભવસમુદ્રનું બંધન અટકી જવાનું. પ્રમાદ હેય લાગે ત્યારે સાતમું ગુણઠાણું આવે પણ જો સાતમે ગયા પછી પ્રમાદ ઉપાદેય લાગે તો સાતમેથી પહેલે ગુણઠાણે આવી જાય ને? ભોગ તત્વરૂપ લાગે તો ક્યાંથી ક્યાં જવું પડે? માયાને તત્વ માનીએ તો શું થાય?
સ. પ્રમાત્મકતા અને વાસ્તવિકતામાં ફરક છે ને? બન્ને એક જ છે.
સ. માયા પાણી તો વાસ્તવિક નથી, પણ પુણ્યથી મળેલા ભોગો તો વાસ્તવિક છે ને?
પુણ્યથી મળેલા ને તાત્વિક? જે પુણ્યથી - કર્મથી મળેલું હોય તે તાત્વિક કે જે સ્વભાવથી મળ્યું હોય તે? પારકાનાં ઘરેણાં લાવ્યા હો તો શું કહો? તમારું છે એમ કહો કે પારકાનું છે એમ કહો? તેમ પુણ્ય આપેલું સુખ તમારું કે કર્મનું?
સ. સુખ પુણે આપેલું, પણ પુણ્ય તો આપણું ને?
પુણ્ય તમારું છે તે મોક્ષમાં લઈને જવાના કે મૂકીને? જે મૂકીને જવાનું હોય તેને પોતાનું મનાય? પોતાનું તો તે કહેવાય કે જે મૂકીને ન જાય.
સ. પુણ્ય મોક્ષમાં પહોંચવા તો કામ લાગે ને?
મોક્ષમાં જવા માટેનું પુણ્ય મેળવવાનું બાકી છે કે મળી ગયું છે? પંચવસ્તુમાં કહ્યું છે કે મોક્ષનાં પંદર અંગ છે. તેમાંથી અમને તેર અંગ
૬૧ )
Page #67
--------------------------------------------------------------------------
________________
મળી ગયાં છે અને તમને બાર મળી ગયાં છે. તમારે એક ચારિત્ર બાકી છે. હવે પુણ્યની રાહ જોવી છે કે પુરુષાર્થ શરૂ કરવો છે? ગાડી ઈષ્ટ સ્થાને પહોંચાડે એ બરાબર છે પણ ગાડીમાં બેસીને હાથ હલાવવા પડે ને? અને ઈષ્ટસ્થાન આવ્યા પછી ગાડીમાંથી બહાર નીકળવું પડે ને? ગાડીમાં બેઠાં બેઠાં ઘરમાં ન પહોંચાય ને? તેમ પુણ્યથી સંઘયણાદિ મળ્યા પછી તેનો ઉપયોગ ચારિત્ર માટે કરવો પડે. પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષમાં સહાય કરે છે તેમ પુણ્યાનુબંધી પાપનો ઉદય પણ મોક્ષમાં સહાય કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુપણામાં ઉપસર્ગો અને પરિસહો પુણ્યાનુબંધી પાપના ઉદયે આવે છે. અશાતા જો સમતાપૂર્વક ભોગવતાં આવડે તો શાતા બંધાય અને તે પણ ભવાન્તરમાં ભોગવવા ન જવું પડે એવી. શાતા ભોગવવા ભવાન્તરમાં જવું પડે- એ સારું કે અશાતા ભોગવતાં મોક્ષે જવું સારું?
- પાંચે ઈન્દ્રિયોના વિષયો કાદવ સમાન છે. કાદવથી જેમ શરીર ખરડાય છે તેમ વિષયોથી આભા ખરડાય છે. આથી જ અહીં કહ્યું છે કે ભોગજંબાલથી જે મોહિત હોય તે સંસારમાંથી ખસી ન શકે. જે આ કાદવમાં ન ફસાય તે જ મોક્ષમાં જઈ શકે.
આપણે શિષ્યની શંકા જોઈ ગયા કે- સંસારની અનુકૂળ, મનોહર સામગ્રીમાં પણ ઉગ નાશ કેમ નથી પામતો? તેના નિરાકરણમાં જણાવે છે કે, આક્ષેપક જ્ઞાનના કારણે ધર્મશક્તિ એટલી બળવાન હોય છે કે જે મંદ એવી ભોગશક્તિથી હણાતી નથી. માટે ઉદ્વેગ અનાબાધપણે ટકી રહે છે. બળવાન નબળાને હણે, પણ જે મંદ હોય તે ઉત્કટને અસર ન કરી શકે. તે માટે અહીં એક દષ્ટાન્ન આપ્યું છે કે – જે પવન દીપકને બુઝાવે તે જ પવન દાવાનળને ન બુઝાવે, ઊલટો એ પવન દાવાનળને અનુકૂળ બને, વધારનારો બને. દીપક કરતાં પવનની શક્તિ ઉત્કટ છે. પણ દાવાનળ કરતાં પવનની શક્તિ તદન મંદ છે. દાવાનળની શક્તિ
(૧૨)
Page #68
--------------------------------------------------------------------------
________________
અત્યંત બળવાન છે. ફૂંક મારીને દીવો બુઝાય, દાવાનળ ન બુઝાય. તે રીતે આ ગુણઠાણે રહેલાની ભોગશક્તિ અત્યંત અલ્પ હોય છે જ્યારે ધર્મશક્તિ અત્યન્ત દેદીપ્યમાન હોય છે. મંદ એવી ભોગશક્તિ પ્રજ્વલિત એવી ધર્મશક્તિને હણતી તો નથી, ઊલટી એ પવનની જેમ ધર્મશક્તિને વધુ દેદીપ્યમાન બનાવે છે. હવે સમજાયું ને કે ચોથે ગુણઠાણે ધર્મ હણાય કે ભોગ હણાય? અને આપણો ધર્મ હણાય કે ભોગ હણાય? સુખ મળે તો ધર્મ જાય કે ધર્મ મળે તો સુખ જાય?
સ. ધર્મથી સુખ મળે કે જાય? ધર્મથી સુખ જાય.
સ. એ કઈ રીતે? સમજાયું નહિ.
આ (ઓધો) મળે તો સુખ જાય ને? ધર્મ ઓધામાં છે કે ચરવળામાં? ચરવળામાં તો ધર્માધર્મ છે. ધર્મ તો ઓધામાં જ છે ને? એ ઓધો ક્યારે મળે? સુખ રાખીએ તો કે સુખ છોડીએ તો? હવે સમજાયું ને કે ધર્મથી સુખ મળતું નથી. ધર્મથી સુખ જાય છે, સુખનો રાગ જાય અને વૈરાગ્ય દ્વારા વીતરાગતા પ્રાપ્ત થાય. આ રીતે ચોથે ગુણઠાણે વિષયોનો વૈરાગ્ય, સંસારના સુખ પ્રત્યેનો ઉદ્વેગ અને આક્ષેપક જ્ઞાનના કારણે ધર્મશક્તિ એવી પ્રજ્વલિત હોય છે કે જેને ભોગનો યોગ બુઝાવી ન શકે.
ચોથા ગુણઠાણે જે વિષયપ્રવૃત્તિ થાય છે તે કર્મના યોગે થાય છે. કર્મનો (અવિરતિનો) ઉદય ન હોય તો આવી વિષયની પ્રવૃત્તિ થાય જ નહિ- એ નક્કી છે. એથી એક વાત નક્કી છે કે વિષયની પ્રવૃત્તિ કરતી વખતે કર્મનો ઉદય હોય છે. એના યોગે જે વિષયપ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ સ્વરૂપથી અશુદ્ધ છે અને આવી અશુદ્ધ પ્રવૃત્તિ જો થાય તો તે કર્મબંધનું કારણ બન્યા વિના ન રહે. અને આ રીતે જો કર્મબંધ થાય તો ચોથા ગુણઠાણાવાળા છઠ્ઠા ગુણઠાણે પહોંચે કેવી રીતે? આ પ્રમાણેની શિષ્યની શંકા છે. આવી શંકા કોને પડે? જેને મોક્ષે જવું છે અને
૬૩
Page #69
--------------------------------------------------------------------------
________________
સંસારમાં રખડવું નથી. તેને આવી શંકા પડે. વિષયની પ્રવૃત્તિ કરીને સંસારમાં મજા કરવાની વાત નથી. કર્મયોગે થતી વિષયપ્રવૃતિ મોક્ષમાં બાધક ન બને એની વાત છે. આવા પ્રકારની શંકાના નિરાકરણમાં જણાવે છે કે શ્લેખ ઉપર માખી બેસે તો ચોંટી પડે, જ્યારે સૂકી માટીના ગોળા ઉપર બેસેલી માખી ચોટે નહિ. ચિકાસના કારણે જ ચોંટવાનું થાય છે. આથી માખી ત્યાં ચોંટી પડે છે. સૂકા ગોળા પર બેસેલી માખી તો એની મેળે ઊડી જાય છે. શ્લેષ્મ પરની માખી હાથેથી કાઢવી પડે છે. એ જ રીતે અહીં આસક્તિ ચિકાસના સ્થાને છે. આસક્તિ વિના થતી વિષયપ્રવૃત્તિ કર્મબંધનું કારણ ન બને. અહીં દુષ્ટ પ્રવૃત્તિ કરવાની વાત નથી, કર્મયોગે થતી દુષ્ટ પ્રવૃત્તિ નડે નહિ એ કઈ રીતે બને છે- તે જણાવવાની વાત છે. જો પ્રવૃત્તિથી આસક્તિ થતી હોય તો કર્મબંધ થવાનો જ છે. તેવા વખતે પ્રવૃત્તિ પણ ટાળવા માટે મહેનત કરવાની. પ્રવૃત્તિના કારણે કોઈનું માપદંડ નીકળે નહિ. પરિમાણના કારણે માપદંડ નીકળે. આથી કોઈના પરિણામ જાણ્યા વિના કોઈના માટે અભિપ્રાય આપવો નહિ. મારા ગુરુ મહારાજ કહેતા હતા કે જેનું આપણે જાણતા નથી તેનું સર્ટિફિકેટ ફાડવું નહિ. જેનું જાણતા હોઈએ તેનું સર્ટિફિકેટ ફાડવું. આપણે બીજાનું પાપ જાણીએ કે આપણું પાપ જાણીએ? બીજાનું પાપ આપણે જાણતા નથી- માટે તેમનું સર્ટિફિકેટ ફાડવું નથી. આપણું પાપ જાણીએ છીએ તો તેનું સર્ટિફિકેટ ફાડ્યા વિના ન રહેવું. આપણું પાપ કોણ જાણે? આપણે જ ને? લોકમાં પણ કહેવત છે ને? મા જાણે બાપ અને મન જાણે પાપ. પાપબંધ પરિણામના કારણે થાય છે, પ્રવૃત્તિના કારણે નહિ. તો એ પરિણામ કેવા બનાવવા છે? આસક્તિ કાઢવી છે ને? આસક્તિ શ્લેષ્મના સ્થાને છે અને સૂકો ગોળો પ્રવૃત્તિના સ્થાને છે. કર્મબંધ માખીના સ્થાને છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
અનાસક્તભાવે વિષયો ભોગવવાની વાત ક્યાંય કરી જ નથી. સાધુભગવન્તો પણ વિગઈ વાપરે તો લાચારીના કારણે વાપરે અને વાપરતી વખતે આસક્તિ ન થાય તેનો ઉપયોગ રાખે. અનાસક્તભાવે વિગઈ વાપરવાનું એમને પણ નથી કહ્યું. વિગઈ અપવાદે વાપરવી પડે તો અનાસતિભાવે વાપરે એટલી વાત કરી.
વિષયની પ્રવૃત્તિ થયા કરે અને કર્મબંધ થયા કરે તો વિસ્તાર થાય ક્યારે? આથી જ જણાવ્યું કે બંધ પરિણામના કારણે છે. કર્મબંધ ટાળવા માટેની આ વાત છે. પ્રવૃત્તિ કરવાની છૂટ આપવા માટેની આ વાત છે જ નહીં : એ ખાસ કરીને ખ્યાલમાં રાખવાનું છે. પ્રવૃત્તિ ચલાવવાની વાત નથી, નભાવવાની આ વાત છે. નભાવવું અને ચલાવી લેવું એ બેમાં ફરક છે- એ સમજાય છે ને? ચાર દિવસમાં આ વાત વિસ્તારથી સમજાવી છે, કોઈ શંકા રાખી નથી. જેટલી શંકાઓ હતી તે કરી-કરીને તેના નિરાકરણ આપ્યાં છે. ભૂલેચૂકે અહીંથી બહાર જઈને ઊંધુંચતું કરશો નહિ. આ જ શાસ્ત્રમાં આગળ જઈને કહ્યું છે કે અયોગ્ય જીવોને આ બધી વાતો કહેશો નહિ. તમારી થોડીઘણી યોગ્યતા જોઈને આ વાતો કહી છે. તેના મર્મને સમજીને વિષયની પ્રવૃત્તિ કરવાની છૂટ લેવાને બદલે કર્મબંધથી બચવા આસક્તિથી બચવા માટે પ્રયત્ન શરૂ કરી દેવો છે.
આગળ જઈને આ જ વાતના સમર્થનમાં જણાવે છે કે આવા પ્રકારની અશુદ્ધ પ્રવૃત્તિ કર્મબંધનું કારણ તો નથી બનતી, આગળ વધીને એ પ્રવૃત્તિ કર્મનિર્જરાનું કારણ બને છે. ઘણા દોષની નિવૃત્તિ માટે અલ્પ દોષ સેવવામાં આવે તોપણ તે હિતકારી બને છે. અવિરત ખપાવવા માટે જો અવિરત ભોગવી લઈએ તો તેમાં દોષ નથી. અશાતા ભોગવવાના કારણે અશાતા ખપે અને શાતા ભોગવવાથી શાતા ખપે. અશાતા જેમ ' રાગ વગર ભોગવો છો તેમ શાતા પણ જો રાગ વગર ભોગવતાં આવડે
Page #71
--------------------------------------------------------------------------
________________
તો શાતા ભોગવતાં શાતા ખપે પણ જેને શાતા ભોગવવાનું મન હોય તે રાગ વગર શાતા ભોગવી શકે ખરો? શાતા અપાવવા માટે શાતા ભોગવે તો તે નડે નહિ. આ વસ્તુ સમજાય છે ને? તમારા વ્યવહારમાં પણ આ વસ્તુ પ્રસિદ્ધ છે કે ઘણો દોષ કાઢવા થોડો દોષ સેવવો પડે. વાસણ ખરડાયેલા હોય તો રખ્યાથી માંજવા પડે ને? એંઠવાડ કરતાં ય રાખ અશુદ્ધ છે. છતાં તે શુદ્ધનું કારણ બને ને? તેનાથી વાસણ ચોખ થાય ને? તે જ રીતે નહાતી વખતે કે કપડાં ધોતી વખતે મેલ કાઢવા માટે સાબુ પણ લગાડીએ ને? પણ એ સાબુ રાખવા માટે કે મેલસહિત કાઢી નાંખવા માટે લગાડો? શરીર ઉપર, કાનમાં કે કપડામાં સાબુ રહી જાય તો ચાલે? કે કાઢી નાંખવો પડે? જે કાઢવાનું છે તે પણ ઘણી વાર લગાડીએ ને? તે દોષ માટે કે દોષનિવૃત્તિરૂપ ગુણ માટે? એ જણાવવા માટે અહીં કહ્યું છે કે જેઓ ચોગના અનુભવથી શોભી રહ્યા છે તેઓ જેમ વિષયની નિવૃત્તિ કરે તેમ કોઈ વાર વિષયની અનિવૃત્તિ પણ ગુણનું જ કારણ બને છે.
સ. આ રીતે ચોથે પણ કર્મબંધ ન થાય અને આઠમે પણ ન થાય તો બેમાં ફરક શું? બન્ને સરખા થયા ને?
અમારે ત્યાં ગુણઠાણા કર્મના યોગે છે, બાકી તો પહેલે ગુણઠાણે રહેલા અને ચૌદમે ગુણઠાણે રહેલાના સ્વરૂપમાં કોઈ ફરક જ નથી. આગળ વધવા માટે કર્મબંધ અટકાવવો જ પડશે. તે તે કક્ષામાં તે તે રૂપે કર્મબંધ અટકે. કર્મબંધ અટકવાની અપેક્ષાએ બધા સરખા પણ કોનો કયો કર્મબંધ અટકે છે. એમાં ભેદ પડે. ચોથા ગુણઠાણે ચારિત્ર પામવા માટેનો પ્રયત્ન ચાલુ હોય અને આઠમાં ગુણઠાણે કેવળજ્ઞાન પામવા માટેનો પ્રયત્ન હોય.
(૧૬)
Page #72
--------------------------------------------------------------------------
________________
સ. નિશ્ચયનયનું સમ્યકત્વ તો સાતમે ગુણઠાણે હોય ને?
નિશ્ચયનયનું સમ્યકત્વ ચારિત્રથી અભિન્ન છે અને ચોથા ગુણઠાણાનું સમ્યકત્વ ચારિત્રમોહનીયના ઉદયમાં હોય છે. છતાં પણ જો ચોથા ગુણઠાણે ચારિત્રમોહનીયકર્મના ઉદયને લઈને થતી પ્રવૃત્તિથી કર્મબંધ થયા જ કરે તો ચોથેથી છટ્ટે સાતમે જાય કઈ રીતે? આવી આશંકાના નિરાકરણ માટે આટલી વાત છે. આ બધી વસ્તુ સમજાય એવી છે. માત્ર તમારા મગજમાં જે ભર્યું છે એ કાઢી નાખો તો શાસ્ત્રની વાતોમાં કોઈ જ જાતનો વિસંવાદ જણાશે નહીં.
સ. સાચી વસ્તુ હાથમાં આવે એ માટેનો સહેલો ઉપાય શું? - ગુજ્યારતંત્ર કેળવી લેવું તે.
સ. બધા શ્રાવકના અભિપ્રાય જુદા જુદા હોય, બધા સાધુઓના પણ અભિપ્રાય જુદા જુદા હોય તો કરવું શું? 1. બજારમાં ખરીદી કરવા જાઓ તો દુકાને દુકાને જુદા જુદા ભાવ હોય ત્યારે શું કરો?
સં. વ્યાજબી ભાવે સારામાં સારી વસ્તુ મળે ત્યાં જઈએ.
તો અહીં પણ જે વ્યાજબી લાગે તેને ગ્રહણ કરવાનું. જરા પણ શંકા પડે તો ઊભા રહી જવાનું. ત્યાં વ્યાજબી ભાવ અને સારી વસ્તુનું જ્ઞાન છે. પણ અહીં એવું જ્ઞાન નથી, તો તે મેળવવું પડશે ને? ભણ્યા વિના વિસ્તાર નથી. તમે આત્મારામજી મહારાજનો પ્રસંગ સાંભળ્યો છે? સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લઈને મૂર્તિપૂજાનો સખત વિરોધ કરતા. એક વખત મૂર્તિપૂજક સંઘના શ્રી બહેરાયજી સાથે તેમને મૂર્તિપૂજાના વિષયમાં વિવાદ થયો. એ વિવાદમાં મૂર્તિપૂજા વિહિત નથી તેની સિદ્િધ કરીને તેમણે શ્રી બુટ્ટરાયજી મહારાજને હરાવી દીધા હતા. તે છતાં બુકેરાયજી મહારાજે ખુમારીથી જણાવ્યું હતું કે હું તમને સમજાવી નથી શકતો- એ મારી ખામી છે પરંતુ જા બચ્યા જ્યારે પણ તને સાચું
Page #73
--------------------------------------------------------------------------
________________
સમજાશે ત્યારે અહીં જ આવવું પડશે. હારેલો માણસ પણ આટલા આત્મવિશ્વાસથી વાત કરે એ જોઈને આત્મારામજી મહારાજ ડઘાઈ ગયા. શ્રી બુરાયજી મહારાજે તેમને કહ્યું કે એકવાર વ્યાકરણ ભણો એટલે સત્ય એની મેળે સમજાઈ જશે. તેમના કહેવાથી તેઓ વ્યાકરણ ભણ્યા, શાસ્ત્રના પરમાર્થને પામ્યા અને મૂર્તિપૂજાને વિહિત તરીકે જાણીને દેરાવાસી સંપ્રદાયમાં ફરી દીક્ષિત થયા. એટલે નક્કી છે ને કે સાચું પામવું હશે તો ભણ્યા વિના છૂટકો જ નથી.
હવે શિષ્યને શંકા છે કે ભોગો દોષસ્વરૂપ છે તો દોષના સેવનથી દોષહાનિ કઈ રીતે થાય? તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે જેમ વિષનું ઔષધ વિષ છે, કાંટાનું ઔષધ કાંટો છે, અગ્નિનું ઔષધ અગ્નિ છે, તેમ ધણીવાર દોષનિવૃત્તિનું સાધન આવા પ્રકારના દોષનું સેવન પણ બનતું હોય છે. કાંટો જેમ કાંટાથી નીકળે તેમ ઘણા દોષો કાઢવા માટે અલ્પ દોષ સેવવો પડે છે. દુઃખનું ઔષધ શું? દુઃખ ભોગવી લેવું તે ને? સડાના કારણે વેદના થતી હોય તો છેવટે ઓપરેશનની વેદના ભોગવવાથી જ એ વેદના ટળે ને? એની જેમ અહીં સમજવું. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે જેટલાં આશ્રવસ્થાનો છે તે બધાં સંવરનાં સ્થાનો છે અને જેટલાં સંવરનાં સ્થાનો છે તે પણ બધાં આશ્રવનાં સ્થાનો છે. જો આશયની વિશુદ્ધિ કેળવતાં અને જાળવતાં આવડે તો જેટલાં કર્મબંધનાં નિમિત્ત છે તે બધાં કર્મનિર્જરાનું સાધન બની જાય અને આશયની અશુદ્ધિ ટાળતાં ન આવડે તો નિર્જરાનાં નિમિત્તો પણ કર્મબંધનું સાધન બની જાય.
સ.ઉપરના ગુણઠાણાની ક્રિયા કરીએ અને નીચેના ગુણઠાણાની પણ યોગ્યતા ન હોય તો કરવું શું?
યોગ્યતા મેળવી લેવાની.
૧૮)
Page #74
--------------------------------------------------------------------------
________________
સ. ઊંચા સ્થાનની આશાતનાનું પાપ ન લાગે?
યોગ્યતા મેળવવા માટે જો ઊંચા ગુણઠાણાની ક્રિયા કરે તો આશાતાના ન લાગે. સારા દેખાવા માટે કરે તો ચોક્કસ લાગે. બાકી એક વાર જો જવાબદારીનું ભાન થાય તો સુધર્યે જ છૂટકો થાય. ઊંચું સ્થાન છોડવાની જરૂર નથી, યોગ્ય બનવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે.
આ જ વાતનું સમર્થન કરતાં જણાવે છે કે વિષયની પ્રવૃત્તિ કર્મબંધનું કારણ નથી, અજ્ઞાન જ કર્મબંધનું કારણ છે. જ્ઞાનીને કર્મબંધ થતો નથી, અજ્ઞાનીને કર્મબંધ થયા વિના રહેતો નથી. યોગ્ય રીતે વિષ આપવામાં આવે તો તે વિષનું બાધક બને અને અયોગ્ય રીતે દૂધપાક આપવામાં આવે તો વિશ્વનું કારણ બને. યોગ્ય માત્રામાં લીધેલું વિષ ન નડે અને અયોગ્ય માત્રામાં લીધેલ અમૃત જેવું ભોજન પણ ઊલટી કરાવે. તેવી રીતે જ્ઞાનીને વિષય પણ બાધા ન કરે અને અજ્ઞાનીને વિષયનો ત્યાગ પણ બાધા કરે. જ્ઞાની વિષય ભોગવે અથવા તો જ્ઞાનીને વિષય ભોગવવાની છૂટ છે- એ માટેની આ વાત નથી. જ્ઞાની વિષય ભોગવે તો તેને નડે નહિ- એટલા પૂરતી આ વાત છે.
આ વાતનો નિષ્કર્ષ કાઢીને જણાવતાં કહે છે કે જ્ઞાની પ્રવૃત્તિ વિષયની કરતા હોવા છતાં પણ પ્રવૃત્તિ કરતા નથી અને અજ્ઞાની પ્રવૃત્તિ કરતા ન હોવા છતાં પણ કરે છે એ પ્રમાણે ફળના અનુરોધથી મનાય છે. ભરત મહારાજા પ્રવૃત્તિ કરતા હોવા છતાં કરતા ન હતા અને તંદુલિયો મત્સ્ય પ્રવૃત્તિ કરતો ન હોવા છતાં કરતો હતો. માટે જ ભરત મહારાજા કેવળજ્ઞાન પામ્યા અને તંદુલિયો મત્સ્ય સાતમી નરકે ગાયો. આપણને આ બધું સાંભળવું ગમે ને? કયા કારણસર? પાપ કરવા છતાં પણ પાપ ન લાગે, એવી અવસ્થા છે માટે ગમી જાય ને? આમાં તો કોઈ વાંધો નથી ને?
૧૯)
Page #75
--------------------------------------------------------------------------
________________
સ. જ્ઞાની બનવું પડે ને?
હવે બરાબર સમજ્યા. આને માર્ગાનુસારી સમજ કહેવાય. પાપની પ્રવૃત્તિ જ્ઞાનના માધ્યમના કારણે નડતી નથી. બાકી એ પ્રવૃત્તિ તો અશુદ્ધ જ છે, દુષ્ટ જ છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. પણ વચ્ચે ચીપિયા વગેરેનું માધ્યમ લઈએ તો દઝાડે નહિ ને? એ રીતે અહીં સમજવું. - સ. પહેલું સમ્યજ્ઞાન કે સમ્યગ્દર્શન?
બન્ને સાથે જ હોય. પહેલા જમણો હાથ કે ડાબો હાથ? સમ્યગદર્શનના અભાવમાં સમ્યજ્ઞાન ન હોય અને સમ્યજ્ઞાનના અભાવમાં સમ્યગ્દર્શન ન હોય. સમ્યકત્વના અભાવમાં અજ્ઞાન હોય અને સમ્યજ્ઞાનના અભાવમાં મિથ્યાત્વ હોય.
સ. અતિચારમાં જ્ઞાનાચારના અતિચાર પહેલા બતાવ્યા છે.
નિરૂપણ તો એકીસાથે ન થાય ને? કમસર જ કરવું પડે. માટે જ્ઞાનાચાર પહેલાં બતાવ્યા. બે પગે ચલાય પણ બંન્ને પગ સાથે ન ઉપાડાય ને? કમસર જ ઉપાડવા પડે ને? એમ અહીં સમજી લેવું.
અંતે આ જ વિષયમાં શ્રી તીર્થંકરભગવન્તોના વૈરાગ્યને જણાવતાં કહે છે કે મહાપુણ્યના (તીર્થંકર નામકર્મના) વિપાકમાં (રસોઇયમાં) ગર્ભાવસ્થામાં રહેલા પરમાત્માઓનો વૈરાગ્ય અખંડિત હોય છે. ગર્ભમાં પણ ભગવાનને દીક્ષાના ભાવ હતા. ભગવાન જનમતાં પહેલાં પણ વિરાગી હતા, આપણને મરણપથારીમાં પણ દીક્ષા યાદ ન આવે ને? ભગવાનને વૈરાગ્ય અને પુણ્ય બંને સાથે હોય. માતાની કુક્ષિમાં આવીને માત્ર એક સમય થયો હોય ત્યારે શરીર બંધાયું ન હોવા છતાં ઈન્દ્રાદિ દેવતાઓ દોડધામ શરૂ કરી દે છે. ઈન્દ્રો ભગવાનનું પુણ્ય જોઈને નમે છે કે વૈરાગ્યને જોઈને?
( ૭૦ )
૭૦)
Page #76
--------------------------------------------------------------------------
________________
આ બધું સમજવું હોય તો ભણવા માટે પુરુષાર્થ કર્યા વિના નહિ ચાલે. પુરુષાર્થ ભણવા માટે કરવાનો પણ શ્રદ્ધા ગુરુ ઉપર રાખવી. સંસારનાં કાર્યોમાં પુરુષાર્થને પ્રધાન ગણે અને ધર્મમાં નસીબન-પુણ્યને આગળ કરે તે લુચ્યા છે. આજે તો માંદગી આવે તો ય પુરુષાર્થ મંદ પડી જાય. આચાર્યભગવત્ત કહેતા હતા કે જેઓ સંડાસ-બાથરૂમ પોતાની મેળે ઊઠીને જાય છે તેઓ પ્રતિક્રમણ બેઠાં બેઠાં ન કરે. જ્યારે પથારીમાં બેઠાં જવું પડે ત્યારે બેઠાં પ્રતિક્રમણ કરવાની છૂટ.
વિષયોથી વિમુખ બનેલી ઈન્દ્રિયોના કારણે પ્રશાંત ચિત્તની અવસ્થામાં નિરન્તર એવો વૈરાગ્ય હોય છે. આ વૈરાગ્યને પામવાનો રાજમાર્ગ છે. વિષયો મળ્યા પછી પણ જો ઉદીરણા ન કરે તો જ્ઞાનના યોગે પરામુખ બનેલી ઈન્દ્રિયો ગુણનું કારણ બને છે. જ્ઞાનયોગે તૃપ્ત થયેલી ઈન્દ્રિયો વિષયોમાં ઉદ્રક ન પામતાં સ્વયં પાછી ફરે છે. આ ચોથા ગુણઠાણે રહેલા જ્ઞાનીઓનો વૈરાગ્ય રાજમાર્ગ-તુલ્ય નથી, પરંતુ કેડી સમાન છે. આ વૈરાગ્યને રાજમાર્ગ તરીકે ગણ્યો નથીએટલું યાદ રાખવું.
વિષયોની પ્રવૃત્તિમાં વૈરાગ્ય હોય છે. એ બતાવ્યા બાદ હવે તેના વિપક્ષ તરીકે વિષયના ત્યાગીઓને પણ ક્યારેક વૈરાગ્ય હોતો નથી તે બતાવે છે. જેઓનું મન વિષયોમાં વ્યાત છે અને ભોગમાં આસક્ત છે તેઓની ઈન્દ્રિય વિષયમાં પ્રવૃત્ત ન હોવા છતાં પણ વશમાં ન હોવાથી તેમની તે વિષયની નિવૃત્તિ રોગ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન વગેરે અનર્થની વૃદ્ધિ કરનારી બને છે. આવા વૈરાગ્યભાસનું ફળ બતાવતાં જણાવે છે કે, જેઓ લજ્જાના કારણે નીચું જુએ છે અને મનમાંથી વિષયોની ઈચ્છાને ન કાઢવાના કારણે દુર્ગાનમાં પડેલા હોય છે તેઓ પોતાના આત્માને નરકગતિમાં પાડે છે.
૭૧
Page #77
--------------------------------------------------------------------------
________________
આથી ઈન્દ્રિયોનો જય કરવાયોગ્ય છે. એનું સમર્થન કરતાં જણાવે છે કે સ્વ એટલે આત્મા અને પર એટલે પુગલ-શરીર વગેરે : એ બેના વિભાગને સારી રીતે જાણનાર અને એ કારણે જ વિષયોથી વિરફત થયેલો આત્મા “આ જ મારા આત્માને હિતકર હોવાથી કર્તવ્ય છે એવા સુંદર પ્રકારના ભાવના ઉપયોગ દ્વારા સદા માટે ઈન્દ્રિયોને પોતપોતાના વિષયમાં ઠગવાનું કામ કરે છે. તમે પણ નાના છોકરાના મનને કાબૂમાં લાવવા તેની ઈન્દ્રિયોને ઠગવાનું કામ કરી ને? નાના છોકરાના હાથમાંથી વસ્તુ લઈ લો, પાછી આપીશ એમ કહીને લો અને લીધા પછી કાગડો લઈ ગયો એમ કહો ને? મેળામાં વસ્તુ માંગે તો કહો ને કે- આ તો બગડી ગયેલી છે, આપણા ઘરે તો આના કરતાં સારું છે. ચોકલેટ માંગે તો કહો કે દાંત પડી જાય, સડી જાય. નાનાને કંટ્રોલમાં રાખતાં આવડે પણ જાતે કંટ્રોલમાં રહેતાં નથી આવડતું ને? અત્યાર સુધી આપણે ઈન્દ્રિયોને પ્રસન્ન કરવાનું જ કામ કર્યું છે. એને ઠગી નથી. હવે તે કામ શરૂ કરવું છે. અત્યાર સુધી જે ઈન્દ્રિયને જે ગમે તે આપવાનું કામ કર્યું છે. આથી ઈન્દ્રિયો ઉદ્ધત બની ગઈ છે. હવે એને ઠગી-ઠગીને પણ વિષયોથી દૂર કરવી છે. - હવે અદ્દભુત પ્રકારનો વૈરાગ્ય કેવો હોય છે તે જણાવતાં કહે છે કે,
જેમાં વિષયની પ્રવૃત્તિનો કોઈ સંકલ્પ નથી હોતો તેમ જ વિષયોની નિવૃત્તિમાં કોઈ ક્લેશ કે શ્રમનો અનુભવ નથી હોતો અને સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં ઈન્દ્રિયોનો વિકાર ક્ષય પામે છે તે વૈરાગ્ય અદ્ભુત છે. ગમે તેટલી ઊથલપાથલ થાય તોપણ સમભાવમાં રહેવું- એ જ વૈરાગ્ય. વિષયનો વિકાર ક્ષીણ થવાથી ન તો પ્રવૃત્તિ કોઈ અસર કરે છે કે ન તો નિવૃત્તિ વિશેષ લાભ કરે છે. આત્મા અને આત્માના ગુણોને છોડીને બધું પર છે એમ સમજીને માત્ર સ્વમાં જ રાચીએ તો કોઈપણ અવસ્થા – પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ કર્મબંધનું કારણ બનતી નથી.
૭૨)
Page #78
--------------------------------------------------------------------------
________________
કોઈ પણ જાતના સંકલ્પ વગર કરેલી પણ પ્રવૃત્તિ વૈરાગ્યની બાધક કઈ રીતે બનતી નથી તે દૃષ્ટાન્તથી સમજાવતાં કહે છે કે યંત્રના કારણે નૃત્ય કરતી કટપૂતળીની પ્રવૃતિ જે રીતે એ પૂતળીને કાંઈ લાભ કે નુકસાનનું કારણ નથી બનતી તેમ જ્ઞાની ભગવન્તો ગૃહસ્થાવાસમાં રહેલા હોવા છતાં તેમની પ્રવૃત્તિ એ પૂતળીના જેવી હોવાથી ધર્મઘાતક બનતી નથી. આ પ્રવૃત્તિ કર્મ કરે છે (કર્મયોગ થાય છે), જીવ નથી કરતો. (જીવની ઈચ્છા નથી.) કર્મના ઘરની એ પ્રવૃતિ છે, ઈચ્છાના ઘરની નહિ માટે તેમાં કોઈ દૂષણ નથી. ઈચ્છાનો અભાવ હોવાથી જ તે કર્મબંધનું કારણ બનતી નથી.
આ વૈરાગ્યના વિષયમાં અન્યદર્શનની સંમતિને જણાવતાં કહે છે કે- ભોગની પ્રવૃત્તિમાં જે વૈરાગ્ય દશા છે, તેને અન્ય દર્શનકારો યોગમાયા કહે છે - અર્થાત્ ધર્મનો આ એક પ્રભાવવિશેષ છે. લોકના અનુગ્રહના હેતુથી કરાયેલી આ પ્રવૃત્તિમાં ઈચ્છાનો સર્વથા અભાવ હોવાથી કોઈ દૂષણ-કર્મબંધરૂપ નથી.
હવે અંતમાં આવા પ્રકારના વૈરાગ્યની દેશના અપવાદપદે પણ અયોગ્ય જીવને આપવી નહિ – એ જણાવતાં કહે છે કે, શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે ક્ષુદ્ર (અયોગ્ય) જીવોની સભામાં આ વિશુદ્ધ દેશના અપવાદપદે પણ આપવાયોગ્ય નથી. કારણ કે એ દેશના સિંહનાદજેવી છે. જેમ સિંહનાદ સાંભળતાંની સાથે મૃગલા વગેરે ક્ષુદ્ર પશુઓ નાસભાગ કરે છે, પરિત્રાસ પામે છે તેમ આવા પ્રકારની દેશના અયોગ્ય જીવોને ફળનું કારણ તો બનતી નથી, ઉપરથી દોષને માટે થાય છે. મહાપુરુષો આપણા ઉપર અનુગ્રહ કરે તે વખતે અયોગ્યતા પુરવાર કરવાને બદલે યોગ્યતા કેળવી લેવાની જરૂર છે.
૭૩)
Page #79
--------------------------------------------------------------------------
________________
અંતે ઉપસંહાર કરતાં જણાવે છે કે સુખ અને દુઃખમાં સર્વથા ઉદાસીનતા સ્વરૂપ ફળ જે(જ્ઞાન)નું છે એવા અને યથાર્વસ્થત વસ્તુના ગ્રહણમાં નિપુણતાપૂર્વકના નિશ્ચય સ્વરૂપ પરિપાકને પામેલા એવા જ્ઞાનની વિદ્યમાનતામાં ચોથા ગુણઠાણે પણ પૂર્વે જણાવેલો વૈરાગ્ય વ્યવસ્થિત છે, શાસ્ત્રોક્ત રીતે રહેલો છે... આવા પ્રકારનો વૈરાગ્ય હોય છે. જોઈએ છે? જોઈતો હશે તો ભણવું પડશે, જ્ઞાનને પરિપાક પમાડવું પડશે. જ્ઞાન મેળવ્યા વિના અને તેને પરિપાક પમાડ્યા વિના વૈરાગ્ય મળી શકે એમ નથી. અત્યારે આપણે જે કરીએ છીએ તે સાચું નથી, શાસ્ત્રાનુસારી નથી અને જે(શાસ્ત્રાનુસારી) કરતા નથી તે જ સાચું છે, કરવાયોગ્ય છે. આટલું જો આજે સમજાઈ જાય તો કામ થઈ જાય. વૈરાગ્યને સમજવા માટે અને પામવા માટેનું સાધન આપણને મળી ગયું છે. હવે તેનો ઉપયોગ કરવા માટે આપણે સદા પ્રયત્નશીલ બની રહીએ તો આપણી આ ચાર દિવસની વાચનાશ્રેણી સફળ બની, એમ સમજવું. અંતે આપણે સૌ એ માટે વહેલી તકે પ્રયત્નશીલ બનીએ, એ જ એક શુભાભિલાષા.
७४
Page #80
--------------------------------------------------------------------------
________________