SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મળી ગયાં છે અને તમને બાર મળી ગયાં છે. તમારે એક ચારિત્ર બાકી છે. હવે પુણ્યની રાહ જોવી છે કે પુરુષાર્થ શરૂ કરવો છે? ગાડી ઈષ્ટ સ્થાને પહોંચાડે એ બરાબર છે પણ ગાડીમાં બેસીને હાથ હલાવવા પડે ને? અને ઈષ્ટસ્થાન આવ્યા પછી ગાડીમાંથી બહાર નીકળવું પડે ને? ગાડીમાં બેઠાં બેઠાં ઘરમાં ન પહોંચાય ને? તેમ પુણ્યથી સંઘયણાદિ મળ્યા પછી તેનો ઉપયોગ ચારિત્ર માટે કરવો પડે. પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષમાં સહાય કરે છે તેમ પુણ્યાનુબંધી પાપનો ઉદય પણ મોક્ષમાં સહાય કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુપણામાં ઉપસર્ગો અને પરિસહો પુણ્યાનુબંધી પાપના ઉદયે આવે છે. અશાતા જો સમતાપૂર્વક ભોગવતાં આવડે તો શાતા બંધાય અને તે પણ ભવાન્તરમાં ભોગવવા ન જવું પડે એવી. શાતા ભોગવવા ભવાન્તરમાં જવું પડે- એ સારું કે અશાતા ભોગવતાં મોક્ષે જવું સારું? - પાંચે ઈન્દ્રિયોના વિષયો કાદવ સમાન છે. કાદવથી જેમ શરીર ખરડાય છે તેમ વિષયોથી આભા ખરડાય છે. આથી જ અહીં કહ્યું છે કે ભોગજંબાલથી જે મોહિત હોય તે સંસારમાંથી ખસી ન શકે. જે આ કાદવમાં ન ફસાય તે જ મોક્ષમાં જઈ શકે. આપણે શિષ્યની શંકા જોઈ ગયા કે- સંસારની અનુકૂળ, મનોહર સામગ્રીમાં પણ ઉગ નાશ કેમ નથી પામતો? તેના નિરાકરણમાં જણાવે છે કે, આક્ષેપક જ્ઞાનના કારણે ધર્મશક્તિ એટલી બળવાન હોય છે કે જે મંદ એવી ભોગશક્તિથી હણાતી નથી. માટે ઉદ્વેગ અનાબાધપણે ટકી રહે છે. બળવાન નબળાને હણે, પણ જે મંદ હોય તે ઉત્કટને અસર ન કરી શકે. તે માટે અહીં એક દષ્ટાન્ન આપ્યું છે કે – જે પવન દીપકને બુઝાવે તે જ પવન દાવાનળને ન બુઝાવે, ઊલટો એ પવન દાવાનળને અનુકૂળ બને, વધારનારો બને. દીપક કરતાં પવનની શક્તિ ઉત્કટ છે. પણ દાવાનળ કરતાં પવનની શક્તિ તદન મંદ છે. દાવાનળની શક્તિ (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy