________________
જાગે ત્યાં સુધી ગમે તેવી કર્મલધુતા પણ ભારેકમતામાં પરિણામ પામે. આચાર્યભગવન્ત કહેતા હતા કે દુર્ગતિનો મસાલો ખૂટી જાય ત્યારે ઘણા જીવોને મનુષ્યપણું મળતું હોય છે. આજે આપણા દોષો સાનુબંધ છે અને ગુણો નિરનુબંધ છે. આથી જ શાસ્ત્રકારો કહે છે કે વિષયથી આસક્ત બનેલા ચિત્તમાં વૈરાગ્ય કોઈ કાળે કે નહિ. આથી જ સાધુ ભગવન્તો વિષયોથી દૂર ને દૂર રહે. આ કારણે જ અવિરતિધરનો પરિચય કરવાની અમને ના પાડી છે. વહોરવા માટે જાય તોપણ ગોચરીપાણી સંબંધી વાતચીત સિવાય બીજી આડી અવળી કાંઈ વાત ન કરાય. શાસ્ત્રમાં કહ્યું છે કે બિલાડી આગળ જેમ દૂધ ન ટકે તેમ ગૃહસ્થની આગળ સાધુની વિરત ન ટકે. વિષયથી આસક્ત ચિત્તમાં વૈરાગ્ય ન જ ટકે. આપણે ત્યાં કંડરીકમુનિનું દષ્ટાંત આવે છે ને? ઝળહળતા વૈરાગ્યથી દીક્ષા લીધી હતી છતાં એક માત્ર દવાના કારણે અનુપાન લીધેલું પણ દાઢે વળગી ગયું તો છેવટે ક્યાં સુધી પતન થયું? સાતમી નરકે જવું પડ્યું. તો વગર દવાએ જેઓ અનુપાન લે, તેનું શું પરિણામ આવે?
સ. તેમની નિયતિ કામ કરી ગઈ ને?
તમે નિયતિ વચ્ચે ક્યાંથી લઈ આવ્યા? આપણી નિયતિ ખરાબ છે એમ માની લેવાની જરૂરી નથી. પૈસા જાય ત્યારે શું કરો, નિયતિને આગળ કરો કે આપણે ગાફેલ રહ્યા એમ લાગે? ઉપાધ્યાયજી મહારાજે પણ ગાયું છે કે “કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તારા દાસી રે” એક વાર ભગવાનની આજ્ઞા પાળતાં આવડે તો બીજાં બધાં કારણો એની મેળે ખેંચાઈ આવશે. તમે જ કહો છો ને કે કાળા માથાનો માનવી શું ન કરી શકે? પણ તમારું કાળું માથું માત્ર અર્થકામમાં જ છે ને? ધર્મમાં નહિ ને?
(૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org