________________
દોડે છતાં બ્રેક હાથમાં હોય તો અકસ્માત ન થાય ને? તેમ ચોથા ગુણસ્થાનકે સંસારના ઢાળ ઉપર પ્રવૃત્તિ થવા છતાં આક્ષેપકજ્ઞાનનો કાબૂ હોવાથી શુદ્ધિનો પ્રક્ષય થતો નથી. ભોગના સંનિધાનમાં પણ સમજણ નિયંત્રણમાં રાખે છે. તમે ચોર કે ગુંડા સાથે દોસ્તી રાખો તોપણ માથું ઠેકાણે રાખીને એની સાથે કામ લો ને? તેમ અહીં પણ કર્મયોગે પ્રવૃત્તિ થવા છતાં તેમાં ચિત્ત લેવાઈ નથી જતું. ધંધા ઉપર બેઠા હો ને સગાં આવે તો શું કરો? મોટું હસતું રાખી પ્રેમથી વાત કરો પણ ચિત્ત ધંધામાં રાખો ને? તેવી રીતે જો ચિત આત્મસ્વરૂપમાં ખેંચાયેલું હોય તો કોઈની તાકાત નથી કે આપણી શુદ્ધિને અટકાવે.
સ. આક્ષેપક જ્ઞાન કેવું હોય?
સંસાર અસાર છે, નિર્ગુણ છે, એવું જ્ઞાન તે આક્ષેપક જ્ઞાન. પ્રવૃત્તિ કરવા છતાં અપાયનું જ્ઞાન નિરાબાધપણે રહેલું હોય તે આક્ષેપક જ્ઞાન. સંસારમાં રહીને પણ પાપ ન બંધાય તેની ચિંતા શાસ્ત્રકારોએ કરી છે જ્યારે આપણી હાલત તો એ છે કે ધર્મસ્થાનમાં પણ પાપ ચાલુ છે.
સ. જેટલો ધર્મ કરીએ એટલો તો લાભ ને?
ગંદા પાણીમાં કપડું નાંખીએ તો પલળ્યું એટલો તો મેલ ઓછો થયો એમ માનો? કે ચોખું જ પાણી જોઈએ? આક્ષેપક જ્ઞાન વિના કર્મબંધથી અટકાશે નહિ. તે માટે બાર ભાવનાથી ભાવિત થવું છે. સંસારની એક પણ વસ્તુ ઉપાદેય ન લાગી જાય તે માટે બાર ભાવનાનું ચિંતન છે. બારે ભાવનાના વિષયો એવા જ છે. સંસારનું, શરીરનું, અનિત્યતાનું ભાવન કર્યા કરીએ તો મન કાબૂમાં રહે. આથી જ તો પ્રવૃત્તિને ભવનાશિની નથી કહી, ભાવનાને ભવનાશિની કહી છે.
મળેલા ગુણો જો ઉત્તરગુણને પેદા ન કરે તો તે નકામા જવાના. ચોથા ગુણઠાણે પ્રવૃત્તિ અશુદ્ધ હોવા છતાં પણ આક્ષેપકજ્ઞાનના કારણે એ અશુદ્ધિ શુદ્ધિમાં બાધક નથી બનતી. તમારી ભાષામાં કહીએ તો જે
૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org