________________
જાજમ મારી છે માટે હું બેઠો છું... આપણી હાલત પણ આવી જ છે ને? તત્વનો રસ છે માટે આવો છો કે બીજું જે ગમે છે તે લેવા માટે આવો છો. તેનો નિર્ણય તમારે જ કરવાનો છે.
હવે શિષ્ય બીજી શંકા કરે છે. અશુદ્ધ પ્રવૃત્તિમાં વૈરાગ્ય કેવી રીતે ટકે છે, એ પણ સમજાઈ ગયું અને વૈરાગ્યની હાજરીમાં રતિ કેવી કેવા પ્રકારની હોય તે ય સમજાઈ ગયું. પણ અશુદ્ધ (વિષયની) પ્રવૃત્તિની હાજરીમાં આત્મા શુદ્ધ ક્યાંથી થાય એ સમજાતું નથી. જેને શુદ્ધ થવું હોય તેની પ્રવૃત્તિ અશુદ્ધ હોય છે તે કેમ ચાલે? અવિરત બંધનું કારણ છે તો તે નિર્જરાનું સાધન બને કઈ રીતે, આવી શંકા શિષ્યની છે. અત્યાર સુધીમાં આપણને આવી શંકા પડી છે? પાણી જ ગંદું મેલું હોય તો તેનાથી કપડાં ચોખ્ખાં થાય? અશુદ્ધ પ્રવૃત્તિ વખતે શુદ્ધિ ન આવે. શુદ્ધિ વિના ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ કઈ રીતે થાય?- એવી શંકા છે. જેને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, તેને શંકા પડે. જેને શાકભાજી લેવી હોય તે તાજી છે કે નહિ તેનો વિચાર કરે, જેને લેવું ન હોય તે તો હાલતો થાય. તેવી રીતે અહીં પણ જેને કાંઈક પામવું છે તેને શંકા પડે. જેણે માંડી વાળ્યું હોય તેને ન પડે. આપણને આવી શંકા ન પડી તેનું કારણ સમજાઈ ગયું ને? ચોથે અવિરતિની નિર્જરા તો થાય જ છે, એ તો શિષ્યને માન્ય છે. એમાં શંકા નથી. આથી જ એ શંકા કરે છે. અવિરતિ કર્મબંધનું કારણ છે. એ અવિરતિની હાજરીમાં, અવિરતિની પ્રવૃત્તિની હાજરીમાં કર્મનિર્જરાનું સાધન શું છે, એ શિષ્યની શંકા છે.
એ શંકાના નિરાકરણમાં જણાવે છે કે ચોથા ગુણઠાણે કાંતા દેષ્ટિની પ્રાપ્તિ થવાથી એ દષ્ટિના યોગીને આક્ષેપક જ્ઞાન હોય છે. તેના કારણે તેમની અશુદ્ધ પ્રવૃત્તિ અશુદ્ધિનું કારણ બનતી નથી અને શુદ્ધસ્વરૂપને લાવી આપનારી બને છે. આક્ષેપક જ્ઞાન પ્રવૃત્તિ થવા છતાં ચિત્તને કાબૂમાં રાખે છે. તમારી ભાષામાં કહીએ તો ઢાળ ઉપર ગાડી
(૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org