________________
સમજાશે ત્યારે અહીં જ આવવું પડશે. હારેલો માણસ પણ આટલા આત્મવિશ્વાસથી વાત કરે એ જોઈને આત્મારામજી મહારાજ ડઘાઈ ગયા. શ્રી બુરાયજી મહારાજે તેમને કહ્યું કે એકવાર વ્યાકરણ ભણો એટલે સત્ય એની મેળે સમજાઈ જશે. તેમના કહેવાથી તેઓ વ્યાકરણ ભણ્યા, શાસ્ત્રના પરમાર્થને પામ્યા અને મૂર્તિપૂજાને વિહિત તરીકે જાણીને દેરાવાસી સંપ્રદાયમાં ફરી દીક્ષિત થયા. એટલે નક્કી છે ને કે સાચું પામવું હશે તો ભણ્યા વિના છૂટકો જ નથી.
હવે શિષ્યને શંકા છે કે ભોગો દોષસ્વરૂપ છે તો દોષના સેવનથી દોષહાનિ કઈ રીતે થાય? તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે જેમ વિષનું ઔષધ વિષ છે, કાંટાનું ઔષધ કાંટો છે, અગ્નિનું ઔષધ અગ્નિ છે, તેમ ધણીવાર દોષનિવૃત્તિનું સાધન આવા પ્રકારના દોષનું સેવન પણ બનતું હોય છે. કાંટો જેમ કાંટાથી નીકળે તેમ ઘણા દોષો કાઢવા માટે અલ્પ દોષ સેવવો પડે છે. દુઃખનું ઔષધ શું? દુઃખ ભોગવી લેવું તે ને? સડાના કારણે વેદના થતી હોય તો છેવટે ઓપરેશનની વેદના ભોગવવાથી જ એ વેદના ટળે ને? એની જેમ અહીં સમજવું. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે જેટલાં આશ્રવસ્થાનો છે તે બધાં સંવરનાં સ્થાનો છે અને જેટલાં સંવરનાં સ્થાનો છે તે પણ બધાં આશ્રવનાં સ્થાનો છે. જો આશયની વિશુદ્ધિ કેળવતાં અને જાળવતાં આવડે તો જેટલાં કર્મબંધનાં નિમિત્ત છે તે બધાં કર્મનિર્જરાનું સાધન બની જાય અને આશયની અશુદ્ધિ ટાળતાં ન આવડે તો નિર્જરાનાં નિમિત્તો પણ કર્મબંધનું સાધન બની જાય.
સ.ઉપરના ગુણઠાણાની ક્રિયા કરીએ અને નીચેના ગુણઠાણાની પણ યોગ્યતા ન હોય તો કરવું શું?
યોગ્યતા મેળવી લેવાની.
૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org