________________
સ. ઊંચા સ્થાનની આશાતનાનું પાપ ન લાગે?
યોગ્યતા મેળવવા માટે જો ઊંચા ગુણઠાણાની ક્રિયા કરે તો આશાતાના ન લાગે. સારા દેખાવા માટે કરે તો ચોક્કસ લાગે. બાકી એક વાર જો જવાબદારીનું ભાન થાય તો સુધર્યે જ છૂટકો થાય. ઊંચું સ્થાન છોડવાની જરૂર નથી, યોગ્ય બનવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે.
આ જ વાતનું સમર્થન કરતાં જણાવે છે કે વિષયની પ્રવૃત્તિ કર્મબંધનું કારણ નથી, અજ્ઞાન જ કર્મબંધનું કારણ છે. જ્ઞાનીને કર્મબંધ થતો નથી, અજ્ઞાનીને કર્મબંધ થયા વિના રહેતો નથી. યોગ્ય રીતે વિષ આપવામાં આવે તો તે વિષનું બાધક બને અને અયોગ્ય રીતે દૂધપાક આપવામાં આવે તો વિશ્વનું કારણ બને. યોગ્ય માત્રામાં લીધેલું વિષ ન નડે અને અયોગ્ય માત્રામાં લીધેલ અમૃત જેવું ભોજન પણ ઊલટી કરાવે. તેવી રીતે જ્ઞાનીને વિષય પણ બાધા ન કરે અને અજ્ઞાનીને વિષયનો ત્યાગ પણ બાધા કરે. જ્ઞાની વિષય ભોગવે અથવા તો જ્ઞાનીને વિષય ભોગવવાની છૂટ છે- એ માટેની આ વાત નથી. જ્ઞાની વિષય ભોગવે તો તેને નડે નહિ- એટલા પૂરતી આ વાત છે.
આ વાતનો નિષ્કર્ષ કાઢીને જણાવતાં કહે છે કે જ્ઞાની પ્રવૃત્તિ વિષયની કરતા હોવા છતાં પણ પ્રવૃત્તિ કરતા નથી અને અજ્ઞાની પ્રવૃત્તિ કરતા ન હોવા છતાં પણ કરે છે એ પ્રમાણે ફળના અનુરોધથી મનાય છે. ભરત મહારાજા પ્રવૃત્તિ કરતા હોવા છતાં કરતા ન હતા અને તંદુલિયો મત્સ્ય પ્રવૃત્તિ કરતો ન હોવા છતાં કરતો હતો. માટે જ ભરત મહારાજા કેવળજ્ઞાન પામ્યા અને તંદુલિયો મત્સ્ય સાતમી નરકે ગાયો. આપણને આ બધું સાંભળવું ગમે ને? કયા કારણસર? પાપ કરવા છતાં પણ પાપ ન લાગે, એવી અવસ્થા છે માટે ગમી જાય ને? આમાં તો કોઈ વાંધો નથી ને?
૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org