________________
આ બધું સમજવું હોય તો ભણવા માટે પુરુષાર્થ કર્યા વિના નહિ ચાલે. પુરુષાર્થ ભણવા માટે કરવાનો પણ શ્રદ્ધા ગુરુ ઉપર રાખવી. સંસારનાં કાર્યોમાં પુરુષાર્થને પ્રધાન ગણે અને ધર્મમાં નસીબન-પુણ્યને આગળ કરે તે લુચ્યા છે. આજે તો માંદગી આવે તો ય પુરુષાર્થ મંદ પડી જાય. આચાર્યભગવત્ત કહેતા હતા કે જેઓ સંડાસ-બાથરૂમ પોતાની મેળે ઊઠીને જાય છે તેઓ પ્રતિક્રમણ બેઠાં બેઠાં ન કરે. જ્યારે પથારીમાં બેઠાં જવું પડે ત્યારે બેઠાં પ્રતિક્રમણ કરવાની છૂટ.
વિષયોથી વિમુખ બનેલી ઈન્દ્રિયોના કારણે પ્રશાંત ચિત્તની અવસ્થામાં નિરન્તર એવો વૈરાગ્ય હોય છે. આ વૈરાગ્યને પામવાનો રાજમાર્ગ છે. વિષયો મળ્યા પછી પણ જો ઉદીરણા ન કરે તો જ્ઞાનના યોગે પરામુખ બનેલી ઈન્દ્રિયો ગુણનું કારણ બને છે. જ્ઞાનયોગે તૃપ્ત થયેલી ઈન્દ્રિયો વિષયોમાં ઉદ્રક ન પામતાં સ્વયં પાછી ફરે છે. આ ચોથા ગુણઠાણે રહેલા જ્ઞાનીઓનો વૈરાગ્ય રાજમાર્ગ-તુલ્ય નથી, પરંતુ કેડી સમાન છે. આ વૈરાગ્યને રાજમાર્ગ તરીકે ગણ્યો નથીએટલું યાદ રાખવું.
વિષયોની પ્રવૃત્તિમાં વૈરાગ્ય હોય છે. એ બતાવ્યા બાદ હવે તેના વિપક્ષ તરીકે વિષયના ત્યાગીઓને પણ ક્યારેક વૈરાગ્ય હોતો નથી તે બતાવે છે. જેઓનું મન વિષયોમાં વ્યાત છે અને ભોગમાં આસક્ત છે તેઓની ઈન્દ્રિય વિષયમાં પ્રવૃત્ત ન હોવા છતાં પણ વશમાં ન હોવાથી તેમની તે વિષયની નિવૃત્તિ રોગ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન વગેરે અનર્થની વૃદ્ધિ કરનારી બને છે. આવા વૈરાગ્યભાસનું ફળ બતાવતાં જણાવે છે કે, જેઓ લજ્જાના કારણે નીચું જુએ છે અને મનમાંથી વિષયોની ઈચ્છાને ન કાઢવાના કારણે દુર્ગાનમાં પડેલા હોય છે તેઓ પોતાના આત્માને નરકગતિમાં પાડે છે.
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org