________________
પ્રવૃત્તિ જે દેખાય છે તેનું કારણ શું? શિષ્ય વિનયી છે માટે આ રીતે શંકા કરે છે. શંકા કરવાની રીત આ છે. જો વિષયમાં પ્રવૃત્તિ હોય તો વૈરાગ્ય હોય જ નહિ, આવું ન કહેવાય. આ તો ઉદ્ધતાઈ કહેવાય. ગુરુની વાત સાચી છે, એટલી શ્રદ્ધા મજબૂત હોય પછી જે શંકા કરાય તે વિનય, જિજ્ઞાસાપૂર્વકની હોય. આજે તો કહે કે તમારી વાત મારા મગજમાં બેસતી નથી. જે પોતાનું મગજ દોડાવે તેને ગુરુની વાત ક્યાંથી બેસે? ગુરુની વાત આપણને સમજાય તો જ સાચી, એવું માનવું એ તો અવિનય, ઉદ્ધતાઈનાં લક્ષણ છે અને પોતાના જ્ઞાનનું ઘમંડ છે. આપણને ન સમજાય તો સમજવા માટે પ્રયત્ન કરવાનો પણ સમજ્યા વિના વાત ખોટી છે, એમ કહીએ એ ન ચાલે. શિષ્યની શંકા જાણીને ગ્રંથકારશ્રી જવાબ આપતા કહે છે કે સત્ય અર્થાત્ તું જે શંકા કરે છે એ વાત સાચી છે. વિનયથી શંકા કરી હોય તો ગુરુભગવન્ત પણ જવાબ આપતી વખતે તોછડાઈથી ન આપે. આ જવાબ આગળની ગાથામાં કહ્યો છે. પરંતુ તમારી આગળ એ જવાબ વાંચવામાં જોખમ ઘણું છે. કારણ કે તેમની (ચોથા ગુણઠાણાવાળાની) વિષયપ્રવૃત્તિનો બચાવ કરીએ એટલે તમને લોકોને ફાવટ આવી જવાની કે વિષયની પ્રવૃત્તિ કરવા છતાં વૈરાગ્ય ટકી રહેતો હોય તો એવો રસ્તો સૌથી સારો. તમને ભરત મહારાજાની જેમ મોક્ષે જવાનું ગમે છે ગજસુકુમાલ મુનની જેમ? સુખ ભોગવીને મોક્ષે જવાતું હોય તો આપણો નંબર પહેલો ને?
અહીં જણાવે છે કે ભવની નિર્ગુણતાનું દર્શન હોવા છતાં અને ભવના હેતુઓ પ્રત્યે દ્વેષ હોવા છતાં પણ આ ચારિત્રમોહનીયકર્મનો પ્રભાવ એવો વિચિત્ર છે કે જેના કારણે આ ચોથા ગુણઠાણે રહેલા મહાત્માઓ વિષયમાં પ્રવૃત્તિ કર્યા વિના રહી શકતા નથી. તેના કારણે તેમના વૈરાગ્યને કોઈ બાધા નથી આવતી. આજે તમને બધાને ચારિત્રમોહનીય કર્મ નડે છે માટે જ દીક્ષા નથી લેતા ને? કે દીક્ષા લેવાનું
૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org