________________
ગુણઠાણે સમ્યજ્ઞાનના પ્રભાવે સમ્યકત્વ હોય તેની સાથે ચારિત્રમોહનીયના યોગે વિષયની પ્રવૃત્તિ પણ હોય છતાં વૈરાગ્યમાં આંચ ન આવે.
શાસ્ત્ર જે દિવસે અપનાવીશું તે દિવસે મોક્ષની આરાધના શરૂ થશે. કોઈના કહેવાથી નહિ, શાસ્ત્રના કહેવાથી સુધરી જવું છે. આપણી ભૂલો આપણને ન સમજાય- એટલા બધા આપણે મૂરખ છીએ? આપણે જે પ્રવૃત્તિ શરૂ કરીએ તેનું ફળ ન મળે ત્યાં સુધી તે મૂકવી નથી. તપ પૂરો થાય એટલે મૂકી ન દેવો, તપનું ફળ મળે ત્યારે તપ મૂકવો. ,
સ. તપનું ફળ શું?
તમારા માટે ચારિત્ર અને અમારા માટે કેવળજ્ઞાન. શક્તિ ન હોય તો તપનું પારણું કરવાની છૂટ. આસક્તિ છે માટે પારણું કરવાની છૂટ નહિ. તપ થતો ન હોય તો પારણું કરવાની છૂટ. પણ તપ કરવો નથી માટે પારણું કરવું- આ લક્ષણ સારાં નથી. ભગવાને આસક્તિના અભાવે તપ કર્યો હતો અને શક્તિના અભાવે પારણું કરેલું અને ઉપદેશ પણ એનો આપ્યો હતો.
સ. તપ કરવાથી આસક્તિ ઘટે ને?
તપ કરવાથી આસક્તિ ન ઘટે. આસક્તિ ઘટાડવાનો આશય હોય તો તપ કરવાથી આસક્તિ ઘટે. માટી ખૂદવાથી ઘડો ન થાય. ઘડો કરવા માટે માટી ખૂંદીએ તો તેમાંથી ઘડો તૈયાર થાય. માત્ર રસ્તા ઉપર માટી પડી હોય અને વરસાદના કારણે જો કાદવ થાય તો તેનાથી ઘડો તૈયાર ન થાય. સાધ્યને સિદ્ધ કરવાનો પરિણામ નહિ હોય તો સાધનથી સિદ્ધિ પ્રાપ્ત નહિ થાય. પાણીમાં પલાળવાથી વસ્ત્ર શુદ્ધ ન થાય. તેને. મસળવું પડે, સાબુ દેવો પડે. જો પુરુષાર્થ ન કરીએ તો પાણીમાં પડ્યું પડ્યું કપડું કોહવાઈ જાય ને? તાકો પહેરવા કામ લાગે કે તેમાંથી વસ્ત્ર બનાવવું પડે? સાધ્યસિદ્ધિના આશયથી સાધનમાં પ્રવૃત્તિ કરીએ તો સાધ્ય સિદ્ધ થાય.
(૪૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org