________________
બનાવેલું છે કે નહિ એટલું જોઈએ. પણ એટલામાત્રથી કથ્ય-અકથ્યનો વિવેક ન થાય. સાથે રાગ વધે છે કે નહિ- એ પણ જોવું પડે. રાગ ન થાય એવું નિર્દોષ મળ્યા પછી પણ આવેગને રોકવા માટે પચ્ચખાણ પાર્યા પછી સત્તર ગાથાનો સ્વાધ્યાય કરવાનું ફરમાવ્યું છે કે જેના કારણે આગ શાંત થાય, પ્રવૃત્તિ પર કાબૂ આવે ને રસ મરી જાય. ભગવાને માર્ગ તો સરસ બતાવ્યો છે પણ આપણે એને ભૂંસવાનું કામ કર્યું છે. આજે તો પચ્ચખાણ પારીને પછી જ વહોરવા જાય અને આવીને સીધો વાપરવા બેસી જાય. આવાનો આવેગ શાંત થાય કે તૂટી પડે. અને એના કારણે ન મળે તો તપોવૃદ્ધિની તક પણ જતી રહે. પચ્ચખાણ પાર્યા વગર ગયા હોઈએ અને નિર્દોષ ન મળે તો તપ કરવાની તક મળે ને?
સ. જેઓ મકાનમાં હોય તે તો પચ્ચખાણ પાળીને તૈયાર રહે ને?
- ના, તે પણ નિર્દોષ આહાર મળી ગયા પછી જ પચ્ચખાણ પારે, નહિ તો તપોવૃદ્ધિ કરે. પહેલેથી પચ્ચખાણ પારીને જાય તેનો અર્થ શું? દોષિત પણ ચલાવી લેવાની વૃત્તિ છે-એ જ ને?
મોટા ભાગે આપણે તો ગમે છે માટે ધર્મ કરીએ છીએ, સંસાર ગમતો નથી માટે નહિ. ધર્મ સારો લાગે છે પણ સંસાર ખારો ન લાગે અને ધર્મ કરીએ, એ આપણી ખોટી શરૂઆત છે. અને એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. આજે ધર્મ કરનારા પણ હેતુઓ કેવા બતાવે? ધર્મ એકાને કલ્યાણકારી છે, અત્યારે શાંતિ મળે, ભવિષ્યમાં સુખ આપે છે માટે ધર્મ કરીએ છીએ. પણ સંસાર ખારો છે માટે ધર્મ કરું છું- આવું કહેનાર આજ સુધીમાં તો કોઈ મળ્યું નથી.
(૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org