________________
આવડે છે, પણ તે શરીર ખાતર, આપણા સ્વાર્થ ખાતર! પણ ભગવાનની આજ્ઞા ખાતર ઈચ્છાઓ મારવી નથી- ખરું ને?
ગ્રંથકારશ્રી કહે છે. વિષયોમાં તૃપ્તિ થયા પછી વૈરાગ્ય થાય એ શક્ય જ નથી. કારણ કે ઈચ્છા મુજબના બધા વિષયો અત્યાર સુધી કોઈને મળ્યા નથી અને મળવાના પણ નથી. આ સાંભળીને શિષ્ય ફરી શંકા કરે છે કે જેટલું મળે છે એટલું તો ભોગવવા દો. ભલે મીઠાઈફરસાણ ન મળે પણ જે ચાર વસ્તુ મળે તે તો પ્રેમથી ખાઈને તૃપ્તિ કરવા દો. ત્યારે ગ્રંથકારશ્રી કહે છે કે વિષયોના ભોગવટાથી ક્યારેય તૃપ્તિ થતી નથી. તે દૃષ્ટાન્તથી સમજાવવા માટે અહીં જણાવ્યું છે કે લાકડાં નાંખવાથી જેમ અગ્નિ ન બુઝાય તેમ વિષયોના ભોગવટાથી વિષયતૃષ્ણા ક્યારેય શાંત ન થાય ઊલટી વધુ પ્રદીપ્ત બને. આજે દાવાનળ પણ શાંત થાય છે અને આપણી વિષયતૃષ્ણા શાંત નથી થતી- એનું કારણ શું? દાવાનળને ઈંધન ન મળવાથી તે હોલવાઈ જાય છે જ્યારે આપણે વિષયતૃષ્ણાની સગડીમાં ભોગવટાનું ઈન્ધન નાંખ્યા જ કરીએ છીએ માટે તે બુઝાતી નથી. હવે સમજાયું ને કે વિષયોની પૂર્તિ ન કરવી એ જ ઈચ્છાઓને મારવાનો ઉપાય છે. છોકરાઓને ઈચ્છાથી દૂર રાખવા શું કરો? મેળામાં લઈ જ ન જાઓ ને? આજે બાપાઓને કેવી રીતે દૂર કરવા? છોકરા ઉપર તમારું નિયંત્રણ છે, તમારા ઉપર કોઈનું નિયંત્રણ નથી ને? વિષયની જરૂર પડે ને લેવું પડે તો ય બે ક્ષણ થોભી જવું છે, જેથી આવેગ શાંત થઈ જાય. વસ્તુ સારી છે માટે નથી લેવી, જરૂર છે માટે લેવાની છે. અમને પણ નિર્દોષ લેવા નથી કહ્યું, રાગ ન કરે એવું લેવા કહ્યું છે. રાગને પુષ્ટ બનાવે, દેદીપ્યમાન બનાવે તેવું નિર્દોષ, પણ અમારે ન લેવાય. આજે તો અમે અમારા માટે
૧૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org