________________
એ આશાને જ કાઢી નાંખવી છે અને નિરાશાને કામે લગાડવી છે. તમે સંસારથી નિરાશ થાઓ- એ તમારા હિત માટે છે. આશા રાખે કાંઈ વળવાનું નથી. સંસારમાં સુખની આશા રાખે તેઓ નિરાશ જ થવાના. સો સુગંધી પુષ્પ વચ્ચે એક સર્પ નીકળે તો શું કરો? ગમે તેટલાં સુખનાં સાધનો વચ્ચે પણ દુઃખનું એક કારણ હોય તો સુખ નથી મળતું ને? આશાને કામે લગાડવાના બદલે નિરાશાને કામે લગાડવી છે.
સ. હજુ સુધી સંસારમાં થાક નથી લાગ્યો, અહીં થાકી જઈએ છીએ.
મારા ગુમહારાજ એક દષ્ટાન્ત કહેતા હતા કે એક માણસ જંગલમાં મુસાફરીએ ગયેલો. સવારથી બપોર સુધી ચાલ ચાલ કર્યું. બપોરે ભરતડકે કકડીને ભૂખ લાગી અને એક ડગલું પણ ચલાય એવું ન હોવાથી એક ઝાડ નીચે બધા દાભડા ખોલીને જમવા બેઠો. એટલામાં એક ગામડિયો બૂમ પાડતો આવ્યો કે વાધ આવ્યો. તે વખતે પેલો માણસ શું કરે? ખાવાના ડબ્બા લેવા ઊભો રહે કે જીવ લઈને નાસે?
સ. હજુ અમારા જીવ ઉપર નથી આવ્યું.
જીવ પર આવે તેની રાહ જોતા બેસી રહેવું છે? તમે ગમાર છો માટે રાહ જોઈને બેસી રહો. જ્ઞાનીઓને તો પરિણામ નજર સામે દેખાય છે- એ થોડી ઉપેક્ષા કરે? તમને રોગ ભયંકર ન લાગે તોય ડોક્ટર તમારી ઉપેક્ષા થોડી કરે? આપણે આપણી અયોગ્યતા બતાવીએ એ જુદી વાત. બાકી જ્ઞાનીઓ આપણા હિતની ઉપેક્ષા ન કરે. આપણને તારનારા મળી આવે તો તેમનું માનવાની વૃત્તિ કેળવી લેવી છે. અત્યાર સુધી આપણે ઈચ્છાઓ મારી નથી- એવું નથી. ઈચ્છાઓ મારતાં તો
(૧)
૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org