________________
કોઈ પણ જાતના સંકલ્પ વગર કરેલી પણ પ્રવૃત્તિ વૈરાગ્યની બાધક કઈ રીતે બનતી નથી તે દૃષ્ટાન્તથી સમજાવતાં કહે છે કે યંત્રના કારણે નૃત્ય કરતી કટપૂતળીની પ્રવૃતિ જે રીતે એ પૂતળીને કાંઈ લાભ કે નુકસાનનું કારણ નથી બનતી તેમ જ્ઞાની ભગવન્તો ગૃહસ્થાવાસમાં રહેલા હોવા છતાં તેમની પ્રવૃત્તિ એ પૂતળીના જેવી હોવાથી ધર્મઘાતક બનતી નથી. આ પ્રવૃત્તિ કર્મ કરે છે (કર્મયોગ થાય છે), જીવ નથી કરતો. (જીવની ઈચ્છા નથી.) કર્મના ઘરની એ પ્રવૃતિ છે, ઈચ્છાના ઘરની નહિ માટે તેમાં કોઈ દૂષણ નથી. ઈચ્છાનો અભાવ હોવાથી જ તે કર્મબંધનું કારણ બનતી નથી.
આ વૈરાગ્યના વિષયમાં અન્યદર્શનની સંમતિને જણાવતાં કહે છે કે- ભોગની પ્રવૃત્તિમાં જે વૈરાગ્ય દશા છે, તેને અન્ય દર્શનકારો યોગમાયા કહે છે - અર્થાત્ ધર્મનો આ એક પ્રભાવવિશેષ છે. લોકના અનુગ્રહના હેતુથી કરાયેલી આ પ્રવૃત્તિમાં ઈચ્છાનો સર્વથા અભાવ હોવાથી કોઈ દૂષણ-કર્મબંધરૂપ નથી.
હવે અંતમાં આવા પ્રકારના વૈરાગ્યની દેશના અપવાદપદે પણ અયોગ્ય જીવને આપવી નહિ – એ જણાવતાં કહે છે કે, શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે ક્ષુદ્ર (અયોગ્ય) જીવોની સભામાં આ વિશુદ્ધ દેશના અપવાદપદે પણ આપવાયોગ્ય નથી. કારણ કે એ દેશના સિંહનાદજેવી છે. જેમ સિંહનાદ સાંભળતાંની સાથે મૃગલા વગેરે ક્ષુદ્ર પશુઓ નાસભાગ કરે છે, પરિત્રાસ પામે છે તેમ આવા પ્રકારની દેશના અયોગ્ય જીવોને ફળનું કારણ તો બનતી નથી, ઉપરથી દોષને માટે થાય છે. મહાપુરુષો આપણા ઉપર અનુગ્રહ કરે તે વખતે અયોગ્યતા પુરવાર કરવાને બદલે યોગ્યતા કેળવી લેવાની જરૂર છે.
૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org