________________
સ. નકામા એટલે?
જેની જરૂર ન હોય તે નકામા. ખાવાપીવા વગેરેમાં જે કામ લાગે છે તે પૈસો ધીરો કે તે સિવાયનો વધારાનો જ ધીરો છો ? આજે એટલું નક્કી કરવું છે કે, જેટલું છે તે મૂકીને જ જવાનું છે તેના બદલે આપીને જવું છે. જેને ધીરો તેને કહી દેવાનું કે અનુકૂળતા હોય તો આપજો નહિ તો મારે જરૂર નથી. આપણે છોડી દઈએ તો આપણું આર્તધ્યાન ટળી જાય. મેળવવાની ભાવના પડી હશે તો આર્તધ્યાન પડ્યું રહેવાનું.
સ. વ્યાજમાં પ્રત્યક્ષ પાપ નહિ ને?
પ્રચ્છન્ન પાપને પાપ માનો કે નહિ? આડકતરી રીતે પણ દુઃખ પહોંચતું હોય તો તે નથી આપવું- એવો ભાવ જાગ્યા વિના પાપ સર્વથા છૂટશે નહિ, શ્રાવકની ઈચ્છા સાધુ થવાની હોય ને? ધંધામાં પાપ છે એવું ન લાગે ત્યાં સુધી સંસાર છૂટશે નહિ. કોઈ પણ રીતે પૈસો કમાવો એ પાપ છે- એ મગજમાં આવવું જોઈએ. અગ્નિ પ્રત્યક્ષ હોય તો બાળે કે પ્રચ્છન્ન પણ બાળે? હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ ‘વિઘ્ને પ્રચ્છન્નપાવતામ્’ કહ્યું હતું ને? સામો માણસ પૈસા લે છે તે તેની મજબૂરીના કારણે ને? તમે મજબૂરીમાં હો ને વ્યાજ આપવું પડે તો દુઃખ થાય ને? બીજાની મજબૂરીનો લાભ ઉઠાવવો, એ સારું નથી.
આક્ષેપકજ્ઞાનના કારણે વિષયની પ્રવૃત્તિ કેવી રીતે બાધાકર બનતી નથી તે શ્રી હરિભદ્રસૂરિ મહારાજના વચનથી જણાવે છે- જે માયાપાણીને સાચું પાણી માને તે ત્યાં ને ત્યાં બીહતો ઊભો રહે, જ્યારે એને માયા તરીકે જે જાણે તે ત્યાંથી સડસડાટ પસાર થઈ જાય. સંસારનું સુખ માયાપાણી છે કે સાચું? જે સુખને માયારૂપ માને તે સુખની વચ્ચેથી સડસડાટ પસાર થઈ જાય. તેને સુખ કાંઈ અડે નહિ. અને જે એ સુખને સાચું માને તે એમાં અટવાયા જ કરે, તમને સુખ કેવું લાગે છે, સાચું કે માયારૂપ?
Jain Education International
૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org