________________
સ. વસ્તુ મળતી હોય તો ત્યાગ શા માટે કરવો?
નડે છે માટે. મળતી હોય તોપણ નડે છે માટે નથી લેવી. અનુકૂળતા લેવાની કે આપવાની ના નથી. અનુકૂળતા ગમે છે- એ ખોટું છે. વસ્તુ નથી નડતી, “ગમે છે એ નડે છે. “ભોગવવું નથી”- એ ત્યાગનો અધ્યવસાય છે. “ભોગવાતું નથી માટે ત્યાગ કરવો- આ તો ભોગનો અધ્યવસાય છે. વિષયકષાયને- રાગને આધીન થાય તેનો વૈરાગ્ય ન ટકે. વૈરાગ્યથી વાસિત થયા વિના કે સંસારને નિર્ગુણ માન્યા વિના ધર્મ મોક્ષસાધક ન બને. સાધન ભંગાર નથી પણ આપણો આશય ભંગાર છે-એની તકલીફ છે. આજે ધર્મ કરનારને સંસાર ન જ ગમે ને? આજે અમારે ત્યાં પણ પોતાનો વર્ગ વધે તેની હરીફાઈ ચાલુ છે. આપણે તો કહેવું છે કે બે માણસ આપણી પાસે આવે કે ન આવે એમાં શું ફરક પડવાનો? આપણે જો આરાધના કરીને ઈષ્ટ સ્થાને પહોંચી જઈએ તો કામ પૂરું થઈ ગયું. હજાર માણસની ટ્રેઈન હોય અને એમાં માત્ર બે જણ બેસીને જાય તો ઈષ્ટ સ્થાને પહોંચે કે ન પહોંચે?
આ સંસારમાં કાંઈ પણ સારું લાગે તો સમજવું કે આપણે નકામા થઈ ગયા. જ્યારે આ સંસાર નકામો લાગે ત્યારે આપણું કામ શરૂ થયું એમ સમજવું. ગમે તેટલો પુણ્યનો પ્રકર્ષ હોય તોપણ તે મોક્ષસાધક જ હોય તેવું નથી. પુણ્ય હોય ને ઉપયોગ કરી લઈએ એ જુ. પણ પ્રભાવના માટે પુણ્ય ભેગું કરવું એ સાધના નથી. ગૃહસ્થને પણ કહ્યું છે કે જેની પાસે હોય તે ધર્મમાં ખર્ચે, ખર્ચવા માટે કમાવાનું નથી કહ્યું. આજે તમને કે અમને સુખ-અનુકૂળતા જ ગમે છે, માટે જ સંસારમાં રખડીએ છીએ. અવિરતિ ગમે છે માટે જ સંસારમાં રહ્યા છીએ. જેને અવિરતિ ભોગવવી નથી તેને સંસારમાં રહેવાનું કામ શું છે? આ સંસારમાં રહેવાનું મન અવિરત જ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org