________________
સ. ગુરુ પોતે જ કહે કે તારો શિષ્ય કરવાનો- તો?
ગુરુ આપણું મોટું જોઈને કહે. નકામું પેલાને દુઃખ થાય એના કરતાં શિષ્ય કરી આપવો : ગુરુભગવન્ત પાસે આપણે જો લાયકાત પુરવાર કરી આપીએ તો ગુરુ એવું કરે જ નહિ. શિષ્યના કારણે મોક્ષ નથી થવાનો. જે વસ્તુ કામની નથી અને આપણા માટે તદ્દન નકામી છે તેના માટે પુરુષાર્થ કરવો એ વૈરાગ્યનાં લક્ષણ નથી. રાગ અને આસક્તિનો જ એ પ્રભાવ છે. કાં તો એ રાગ છે, કાં તો એ આસક્તિ છે.
આપણે ક્યાં ભૂલીએ છીએ તે બતાવવાનું કામ મહાપુરુષોએ કર્યું છે. આપણા અજ્ઞાન નીચે દબાયેલી વસ્તુને પ્રગટ કરવાનું કામ તેમણે કર્યું છે. આજે આપણે સંસારને અસાર માનીએ છીએ તે દુઃખના કારણે માનીએ છીએ, નિર્ગુણતાના કારણે નહિ. સંસારને દુઃખમય તરીકે નથી ઓળખવો, નિર્ગુણ તરીકે ઓળખવો એ જ સંસારના સ્વરૂપનું વિજ્ઞાન છે. શાલિભદ્રજીનો સંસાર દુઃખમય ન હતો છતાં નિર્ગુણ હતો, માટે જ અસાર હતો. સંસારમાં પુણ્યાનુબંધી પુણથી મળેલું સુખ પણ નિર્ગુણ છે. આજે તમને પુણ્યાનુબંધી પુણ્ય પર આસ્થા ઘણી છે પરંતુ એ અનુબંધ પણ કાયમ ટકવાનો છે- એવું નથી. ક્ષયોપશમભાવથી મળેલું સાધુપણું પણ જતું રહે છે તો પુણ્યાનુબંધી પુણ્ય કાયમ ટકવાનું છે? જ્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું સુખ પણ ભૂંડું છે-એવું નહિ લાગે ત્યાં સુધી વૈરાગ્ય નહિ આવે. આજે ત્યાગ કરવા છતાં વૈરાગ્ય નથી આવતો. માત્ર છોડી દેવું એ ત્યાગ નહિ, ગરમ મળે તો ઠંડું છોડી દેવું એ ત્યાગ નહિ, ઠંડું મળતું હોય તો ગરમ લેવું નહિ, તેનું નામ ત્યાગ.
સ. વસ્તુની હાજરીમાં ત્યાગ કરવાનો !
વસ્તુની હાજરીમાં નહિ, વસ્તુની જરૂરિયાતમાં પણ વસ્તુ ન લેવી તે ત્યાગ છે. ગરમ વસ્તુની જરૂર હોવા છતાં ન લેવી તે ત્યાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org