________________
નિર્દોષ આહારમાં પણ રાગ ન થાય તેવો માર્ગ બતાવ્યો છે. સંયોજના કરવાની ના પાડી છે તેનું કારણ જ આ છે. સંયોજન કરવાના કારણે સ્વાદ આવવાથી પ્રમાણ વધે છે. સાધુને નિર્દોષ પણ રાગ ન કરાવે એવું લેવાનું કહ્યું છે. આ તો કહે કે રોટલી દોષિત હતી અને શિરો નિર્દોષ હતો માટે લઈ આવ્યો. આપણે કહેવું છે કે શિરો નિર્દોષ હોવા છતાં રાગનું કારણ છે માટે ત્યાગ કરવો છે અને રોટલી દોષિત હોવાથી તેનો ત્યાગ કરવો છે અને માત્ર ભાત-દાળ વહોરી લાવી તેનાથી નિર્વાહ કરવો છે. તમારે વૈરાગ્ય પામવો હોય તો ઉપાય તો જોઈએ એટલા છે. આજે પણ તમને ચોક્કસ દિશા બતાવે, આગળ વધીને આંગળી પકડીને ચલાવે એવાં શાસ્ત્રો મોજૂદ છે.
આજે તો ડોક્ટર ના પાડે તો તેનું કહ્યું માનીએ. ડોક્ટરના કહેવાથી વસ્તુનો ત્યાગ કરીએ પણ ગુરુ કે ભગવાન કહે તો વિષયનો ત્યાગ ન કરીએ ને?
સ. ડોક્ટરનું કહ્યું ન માનીએ તો શરીર બગડે. અને ગુરુનું કહ્યું ન માનીએ તો આત્મા બગડે. શું સાચવવું? સ. શરીર પણ આત્મસાધનાનું સાધન તો ખરું ને?
ગાડી પણ ઈષ્ટ સ્થાને પહોંચવાનું સાધન કહેવાય પણ તે કઈ? ગેરેજમાં પડેલી હોય છે કે રસ્તા ઉપર ચાલતી હોય તે? ચશ્મા પણ જોવાનું સાધન ખરું, પણ તે પહેરેલા હોય છે કે ચશ્માઘરમાં પડયા હોય તે? શરીર છોડીને અશરીરી બનવાનું છે- એ યાદ ન રાખે અને શરીરને ધર્મસાધન કહીને સાચવ્યા કરે – એ ચાલે? તમે મજૂરને ચા પાઓ પણ પછી તેની પાસે કામ કેવું લો? અહીં એવું કરો છો? શરીર કાઢવું છે અને શરીરરહિત ન બનાય ત્યાં સુધી ધર્મમાં કામ લાગે એટલું જ તેને સાચવવાનું.
(૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org