________________
'
અરુ ?
વાત કરજો. આજે તો તમારે ત્યાં સંડાસ બાથરૂમ પણ આરસપહાણના બની ગયા ને? એટલે બેસવું ફાવે- ખરું ને?
સ. કબજિયાત હોય તો બેસવું જ પડે ને?
કબજિયાત દૂર કરવાનો પણ ઉપાય છે, ત્રિફળા આપું તો સાફ થઈ જશે. પણે જેને કબજિયાત દૂર કરવી જ નથી તેને શું કહેવાનું? એક માણસને ખંજવાળનો રોગ થયો હતો. ખણી-ખણીને તેના નખ ઘસાઈ ગયા હતા. તેને એક ઘાસની સળીઓ લઈ જનાર મળ્યો. તેની પાસે ખણવા માટે ઘાસની સળી માંગી. પેલાએ કહ્યું કે આના બદલે ત્રિફળાનું ચૂર્ણ લઈ લે તો સાત દિવસમાં આ ખંજવાળનો રોગ મટી જશે. ત્યારે પેલાએ કહ્યું કે જો ખંજવાળ આવે જ નહિ તો મજા શું આવે? મારે તારી દવા નથી જોઈતી, સળી આપવી હોય તો આપ. આપણી હાલત આ માણસજેવી જ છે ને? પુણ્યનો ઉદય સુખની સળી જેવો છે. તે ભોગવવાથી વિષયની ચળ શાંત તો નહિ થાય પણ લોહીલુહાણ થઈ જવાશે. આવા પુણ્યની ભીખ નથી માંગવી. પુણ્ય બંધાઈ જાય તો તેનો નિકાલ કરતાં આવડે ને? તેરમાં ગુણઠાણાની શાતા પણ ભોગવવા મળે એવો નિયમ નથી તો બીજું પુણ્ય ભોગવવા મળે એવી આશામાં શા માટે મરવું?
હવે આગળની ગાથામાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ચોથા ગુણઠાણે ભવના હેતુઓ પ્રત્યે દ્વેષ હોવા છતાં અને સંસારની નિર્ગુણતાનું દર્શન થયેલું હોવા છતાં ચારિત્રમોહનીયકર્મના પ્રભાવે વિષયમાં પ્રવૃત્તિ થાય છે. તેના યોગે વૈરાગ્ય હોવા છતાં પણ તેમાં છઠ્ઠા ગુણઠાણાના વૈરાગ્ય કરતાં ભેદ હોય છે. દશાવશેષમાં વૈરાગ્યમાં તરતમતા તો આવવાની જ. ચોથાનો વૈરાગ્ય ગમે તેવો હોય તોપણ છઠ્ઠા ગુણઠાણાની તોલે ન જ આવે. પરંતુ એનો અર્થ એ નથી કે એમનામાં સર્વથા વૈરાગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org