Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 11
________________ લાગ્યો નથી. ભગવાને ખાવાપીવા કે પહેરવા - ઓઢવાની ના નથી પાડી પણ સારું ખાવાપીવાની કે સારું પહેરવા - ઓઢવાની ના પાડી છે. જીવનનો નિર્વાહ ચલાવવા માટે વસ્તુની જરૂર છે કે સારી વસ્તુની? જો સારીની જરૂર પડે તો સમજી લેવું કે સંસાર નિર્ગુણ લાગ્યો નથી. આ બધી વાતો નિશ્ચયનયની છેઃ એમ કહી-કહીને આની ઉપેક્ષા કરવાનું કામ કર્યું છે. નિશ્ચયનય પણ ભગવાને કહેલો છે-એ યાદ રાખવું. એ નિશ્ચયને પ્રાપ્ત કરાવે તે વ્યવહાર સાચો છે. નિખ્યયનું નામ સાંભળી મોઢું બગાડે તે તો વ્યવહારાભાસમાં છે- એમ સમજી લેવું. અવિરત કાઢવા માટે આવેલા અવિરતિને પુષ્ટ બનાવે- એ ચાલે? મનુષ્યપણાની સાધનાથી જો દેવલોકમાં જવાનું થાય તો તે આનંદનો વિષય છે કે દુઃખનું કારણ છે? અહીંની સાધનાથી મોક્ષે જવા ન મળે એનું દુઃખ થવાને બદલે દેવલોકમાં જવાનો આનંદ હોય તેને સાધનાની કિંમત સમજાઈ નથી. સર્વાર્થસિદ્ધ વિમાનમાં જતાંની સાથે તે દેવોને એમ થાય છે કે મોક્ષમાં જવાના બદલે અહીં ક્યાં આવી ગયા? ત્યાંનું અસંખ્યાતવર્ષનું અને પછીના મનુષ્યભવનું આયુષ્ય દેખાય તેના કારણે દુઃખ પારાવાર હોય છે. મોક્ષે જવાની આકંઠ ઈચ્છા હોય અને આટલો કાળ સંસારમાં રખડવું પડે તેનો વસવસો કેવો હોય તે તો તે જ જાણે. - આપણા કુસંસ્કાર અને આપણી અનાદિકાળની ચેષ્ટાના કારણે મહાપુરુષોની વાતો આપણને ન સમજાય, સમજતાં વાર લાગે એ બને. પણ મહાપુરુષો આપણી ચિંતા કરીને આપણને આ સંસારનું સ્વરૂપ કેવું છે તે સમજાવવાનું કામ કરે છે. આજે આપણી નજર પ્રવૃત્તિ સામે છે પણ મહાપુરુષોના વચન સામે નથી. આજે આપણને જે ગમે છે તે ધર્મ કરીએ છીએ, ભગવાન કહે છે તે નથી કરતા. જે કરીએ છીએ તે સારું છે, ખરાબ નથી એની ના ન પણ તે ગમે છે માટે કરીએ છીએ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80