________________
મોહની એ કરામત છે કે ધર્મ કરનારાને સંસારના સુખના ટુકડા આપ્યા કરે અને એની લાલચે ધર્મ કરાવીને જીવને સંસારમાં જકડી રાખે. ધર્મ સંસારમાંથી કાઢીને મોક્ષે પહોંચાડે છે જ્યારે મોહ ધર્મ કરાવીને પણ સંસારમાં રાખી મૂકે છે. આપણી પાસેના માણસો આપણી પાસેનાં પુદ્ગલો કાયમ માટે ટકી રહે એવી આપણી ભાવના હોય, એકાદ પણ ખસી જાય તો દુઃખ થાય ને? તેવી રીતે મોહરાજા પણ સંસારી જીવ પોતાના સકંજામાંથી છટકી ન જાય તેની તકેદારી રાખતો હોય છે. આથી જ આ મોહ લલચાવી ન જાય તે માટે આક્ષેપક જ્ઞાન રાખ્યું છે. એક વાર સંસારના પદાર્થો અતાત્ત્વિક કે માયારૂપ લાગી જાય તો મોહની એક પણ અસર થાય નહિ. જે તાત્વિક ન હોય તેમાં આપણે ફસાઈએ ખરા? ન સમજાય ત્યાં સુધી જુદી વાત. પણ ખાતરી હોય તો ન ફસાઈએ ને? જે દોરીને સર્પ માને તે ઊભો રહે. પણ જે દોરીને દોરી માને તે તો સડસડાટ ચાલી જાય ને? ભ્રમાત્મક જ્ઞાન અટકાવવાનું કામ કરે. તાત્વિકતાનું જ્ઞાન માર્ગાનુસારી ગતિ કરાવે. જેનો સંયોગ વિયોગને લાવી આપે તે બધાં અતાત્ત્વિક છે. જ્ઞાનાદિનો વિયોગ થતો નથી માટે તે તાત્ત્વિક છે. માનસન્માન, રાજપાટ, ચક્રવર્તીનાં સુખો, ઈન્દ્રાદિનાં સુખો ને અનુત્તર દેવલોકનાં સુખો પણ પૂરાં થાય છે, જાય છે- માટે અતાત્વિક છે. જ્યારે જ્ઞાનાદિના સ્વામીને ક્યારેય જ્ઞાનાદિ ગુણોની હાનિ નથી થતી માટે તે તાત્ત્વિક છે. આજે તમે સુખ મળે તો ધર્મ છોડો કે ધર્મ મળે તો સુખ છોડી દો? આજે તો ધર્મપ્રભાવનાના નામે પણ માનસન્માનનું સુખ પામવાનું-ખંખેરવાનું કામ ચાલુ છે ને? પ્રભાવના સંખ્યા વધવાના કારણે થાય એવું નથી. સો મીણબત્તી ભેગી કરીએ એટલે પ્રકાશ ન થાય, એક દીવો સળગતો હોય તો પ્રકાશ આવે. સંખ્યાના કારણે તાત્વિકતાનું મૂલ્યાંકન ન થાય. આજે તો સાધુપણામાં સુખ-સંપત્તિ, માનસન્માન બધું મૂકીને આવેલા પણ પુષ્ય વધે એટલે બીજાને પ્રતિબોધવા
૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org