Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 62
________________ સમ્યત્વ આવવાથી પાપ નથી લાગતું. સમ્યકત્વ આવવાથી પાપ ન લાગે કે સમ્યકત્વ ટકવાથી પાપ ન લાગે? પૈસા આવે તો સુખી થઈએ કે પૈસા ટકે તો સુખી થઈએ? સાચવીએ તો સુખી થઈએ? અમારાં સાધુસાધ્વીના વિહારના પાકીટમાં સાબુ, દોરી, ક્લીપ, દવા. એ બધું મળે. પણ ઉત્તરાધ્યયન કે આચારાંગનું પુસ્તક લગભગ ન મળે. તમારી વાત કરી લઉ? તમારે ત્યાં સંસારના સુખનાં સાધનો મળે કે સંસારથી તરવાનાં? ટી.વી., ફ્રિજ, સોફા વગેરે વસાવો કે જિનબિંબ અને જિનાગમ પધરાવો? વિષયની આસક્તિ જો વધ્યા કરે તો આપણો ધર્મ નકામો જવાનો. જે પામ્યા છીએ તેનું ધોવાણ ન થઈ જાય તે માટે આ જ્ઞાન જરૂરી છે. રોગ થયા પછી અને રોગ ગયા પછી તકેદારી કેવી રાખો? એ રીતે દોષ નડે નહિ અને ગયેલા દોષો પાછા ન આવે તે માટે આ આક્ષેપક જ્ઞાન છે. આજે તો પૂછવા આવે કે સમ્યકત્વ ક્યાં સુધી ટકે? મારા જેવો તો કહે કે, અંતર્મુહૂર્તમાં જાય. આપણે કહીએ કે- છાસઠ સાગરોપમ સુધી ટકે તો તો પેલો હાશા કહીને રાજી થઈને જાય. એને ગાફેલ ન બનવા દેવા અને સાવધ બનાવવા માટે શું કહેવું જોઈએ? દોષોની આ વિશેષતા છે કે જ્યારે આપણે ગાફેલ હોઈએ ત્યારે પેસી જાય. આથી જ ગાફેલ ન બનવા માટે આક્ષેપક જ્ઞાન રાખ્યું છે. આવેલા ગુણો ટકે અને ગયેલા દોષો પેસી ન જાય એવું આ આક્ષેપક જ્ઞાન છે. એક વાર સમજણ ટકે તો આપણા દોષો ફરકી શકે- એ વાતમાં માલ નથી. સાધુપણામાં આ આક્ષેપક જ્ઞાન ટકાવવા માટે પંદર કલાકનો સ્વાધ્યાય જણાવ્યો છે. જીવોના બે ભેદ પાડો : સંસારી અને મુક્ત. તેમાં સાધુભગવન્તોનો સમાવેશ શેમાં થાય ? સંસારીમાં કે મુક્તમાં ? જો સાધુસાધ્વીનો સમાવેશ સંસારીમાં થાય તો સંસારમાં રહેલા તેમને સંસાર અડી ન જાય તે માટે પંદર કલાકનો સ્વાધ્યાય બતાવ્યો છે. ( ૧૭ ) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80