________________
અંતે ઉપસંહાર કરતાં જણાવે છે કે સુખ અને દુઃખમાં સર્વથા ઉદાસીનતા સ્વરૂપ ફળ જે(જ્ઞાન)નું છે એવા અને યથાર્વસ્થત વસ્તુના ગ્રહણમાં નિપુણતાપૂર્વકના નિશ્ચય સ્વરૂપ પરિપાકને પામેલા એવા જ્ઞાનની વિદ્યમાનતામાં ચોથા ગુણઠાણે પણ પૂર્વે જણાવેલો વૈરાગ્ય વ્યવસ્થિત છે, શાસ્ત્રોક્ત રીતે રહેલો છે... આવા પ્રકારનો વૈરાગ્ય હોય છે. જોઈએ છે? જોઈતો હશે તો ભણવું પડશે, જ્ઞાનને પરિપાક પમાડવું પડશે. જ્ઞાન મેળવ્યા વિના અને તેને પરિપાક પમાડ્યા વિના વૈરાગ્ય મળી શકે એમ નથી. અત્યારે આપણે જે કરીએ છીએ તે સાચું નથી, શાસ્ત્રાનુસારી નથી અને જે(શાસ્ત્રાનુસારી) કરતા નથી તે જ સાચું છે, કરવાયોગ્ય છે. આટલું જો આજે સમજાઈ જાય તો કામ થઈ જાય. વૈરાગ્યને સમજવા માટે અને પામવા માટેનું સાધન આપણને મળી ગયું છે. હવે તેનો ઉપયોગ કરવા માટે આપણે સદા પ્રયત્નશીલ બની રહીએ તો આપણી આ ચાર દિવસની વાચનાશ્રેણી સફળ બની, એમ સમજવું. અંતે આપણે સૌ એ માટે વહેલી તકે પ્રયત્નશીલ બનીએ, એ જ એક શુભાભિલાષા.
Jain Education International
७४
For Private & Personal Use Only
www.jainelibrary.org