Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 77
________________ આથી ઈન્દ્રિયોનો જય કરવાયોગ્ય છે. એનું સમર્થન કરતાં જણાવે છે કે સ્વ એટલે આત્મા અને પર એટલે પુગલ-શરીર વગેરે : એ બેના વિભાગને સારી રીતે જાણનાર અને એ કારણે જ વિષયોથી વિરફત થયેલો આત્મા “આ જ મારા આત્માને હિતકર હોવાથી કર્તવ્ય છે એવા સુંદર પ્રકારના ભાવના ઉપયોગ દ્વારા સદા માટે ઈન્દ્રિયોને પોતપોતાના વિષયમાં ઠગવાનું કામ કરે છે. તમે પણ નાના છોકરાના મનને કાબૂમાં લાવવા તેની ઈન્દ્રિયોને ઠગવાનું કામ કરી ને? નાના છોકરાના હાથમાંથી વસ્તુ લઈ લો, પાછી આપીશ એમ કહીને લો અને લીધા પછી કાગડો લઈ ગયો એમ કહો ને? મેળામાં વસ્તુ માંગે તો કહો ને કે- આ તો બગડી ગયેલી છે, આપણા ઘરે તો આના કરતાં સારું છે. ચોકલેટ માંગે તો કહો કે દાંત પડી જાય, સડી જાય. નાનાને કંટ્રોલમાં રાખતાં આવડે પણ જાતે કંટ્રોલમાં રહેતાં નથી આવડતું ને? અત્યાર સુધી આપણે ઈન્દ્રિયોને પ્રસન્ન કરવાનું જ કામ કર્યું છે. એને ઠગી નથી. હવે તે કામ શરૂ કરવું છે. અત્યાર સુધી જે ઈન્દ્રિયને જે ગમે તે આપવાનું કામ કર્યું છે. આથી ઈન્દ્રિયો ઉદ્ધત બની ગઈ છે. હવે એને ઠગી-ઠગીને પણ વિષયોથી દૂર કરવી છે. - હવે અદ્દભુત પ્રકારનો વૈરાગ્ય કેવો હોય છે તે જણાવતાં કહે છે કે, જેમાં વિષયની પ્રવૃત્તિનો કોઈ સંકલ્પ નથી હોતો તેમ જ વિષયોની નિવૃત્તિમાં કોઈ ક્લેશ કે શ્રમનો અનુભવ નથી હોતો અને સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં ઈન્દ્રિયોનો વિકાર ક્ષય પામે છે તે વૈરાગ્ય અદ્ભુત છે. ગમે તેટલી ઊથલપાથલ થાય તોપણ સમભાવમાં રહેવું- એ જ વૈરાગ્ય. વિષયનો વિકાર ક્ષીણ થવાથી ન તો પ્રવૃત્તિ કોઈ અસર કરે છે કે ન તો નિવૃત્તિ વિશેષ લાભ કરે છે. આત્મા અને આત્માના ગુણોને છોડીને બધું પર છે એમ સમજીને માત્ર સ્વમાં જ રાચીએ તો કોઈપણ અવસ્થા – પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ કર્મબંધનું કારણ બનતી નથી. ૭૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80