________________
પણ જો વિષય મળી જાય, તેમાં સ્વાદ આવી જાય, તો દાઢે વળગી જાય અને ક્રમે કરીને ઉદ્વેગ ચાલ્યો જાય ને? વસ્તુ સારી લાગવા માંડે તો તેની પ્રત્યેનો ઉદ્વેગ જતો રહે ને? ભગવાનના વચનથી ભોગોને છોડ્યા પછી ફરી તે સુખની રુચિ જાગી જાય તો ઉદ્વેગ નાશ પામે ને? નિર્જરા કરવા આવેલા પુણ્યમાં આળોટવા લાગે તો શું દશા થાય? ભોગ જેને તાત્વિક લાગે તેનું ભવસમુદ્રનું બંધન અટકી જવાનું. પ્રમાદ હેય લાગે ત્યારે સાતમું ગુણઠાણું આવે પણ જો સાતમે ગયા પછી પ્રમાદ ઉપાદેય લાગે તો સાતમેથી પહેલે ગુણઠાણે આવી જાય ને? ભોગ તત્વરૂપ લાગે તો ક્યાંથી ક્યાં જવું પડે? માયાને તત્વ માનીએ તો શું થાય?
સ. પ્રમાત્મકતા અને વાસ્તવિકતામાં ફરક છે ને? બન્ને એક જ છે.
સ. માયા પાણી તો વાસ્તવિક નથી, પણ પુણ્યથી મળેલા ભોગો તો વાસ્તવિક છે ને?
પુણ્યથી મળેલા ને તાત્વિક? જે પુણ્યથી - કર્મથી મળેલું હોય તે તાત્વિક કે જે સ્વભાવથી મળ્યું હોય તે? પારકાનાં ઘરેણાં લાવ્યા હો તો શું કહો? તમારું છે એમ કહો કે પારકાનું છે એમ કહો? તેમ પુણ્ય આપેલું સુખ તમારું કે કર્મનું?
સ. સુખ પુણે આપેલું, પણ પુણ્ય તો આપણું ને?
પુણ્ય તમારું છે તે મોક્ષમાં લઈને જવાના કે મૂકીને? જે મૂકીને જવાનું હોય તેને પોતાનું મનાય? પોતાનું તો તે કહેવાય કે જે મૂકીને ન જાય.
સ. પુણ્ય મોક્ષમાં પહોંચવા તો કામ લાગે ને?
મોક્ષમાં જવા માટેનું પુણ્ય મેળવવાનું બાકી છે કે મળી ગયું છે? પંચવસ્તુમાં કહ્યું છે કે મોક્ષનાં પંદર અંગ છે. તેમાંથી અમને તેર અંગ
૬૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org