________________
અત્યંત બળવાન છે. ફૂંક મારીને દીવો બુઝાય, દાવાનળ ન બુઝાય. તે રીતે આ ગુણઠાણે રહેલાની ભોગશક્તિ અત્યંત અલ્પ હોય છે જ્યારે ધર્મશક્તિ અત્યન્ત દેદીપ્યમાન હોય છે. મંદ એવી ભોગશક્તિ પ્રજ્વલિત એવી ધર્મશક્તિને હણતી તો નથી, ઊલટી એ પવનની જેમ ધર્મશક્તિને વધુ દેદીપ્યમાન બનાવે છે. હવે સમજાયું ને કે ચોથે ગુણઠાણે ધર્મ હણાય કે ભોગ હણાય? અને આપણો ધર્મ હણાય કે ભોગ હણાય? સુખ મળે તો ધર્મ જાય કે ધર્મ મળે તો સુખ જાય?
સ. ધર્મથી સુખ મળે કે જાય? ધર્મથી સુખ જાય.
સ. એ કઈ રીતે? સમજાયું નહિ.
આ (ઓધો) મળે તો સુખ જાય ને? ધર્મ ઓધામાં છે કે ચરવળામાં? ચરવળામાં તો ધર્માધર્મ છે. ધર્મ તો ઓધામાં જ છે ને? એ ઓધો ક્યારે મળે? સુખ રાખીએ તો કે સુખ છોડીએ તો? હવે સમજાયું ને કે ધર્મથી સુખ મળતું નથી. ધર્મથી સુખ જાય છે, સુખનો રાગ જાય અને વૈરાગ્ય દ્વારા વીતરાગતા પ્રાપ્ત થાય. આ રીતે ચોથે ગુણઠાણે વિષયોનો વૈરાગ્ય, સંસારના સુખ પ્રત્યેનો ઉદ્વેગ અને આક્ષેપક જ્ઞાનના કારણે ધર્મશક્તિ એવી પ્રજ્વલિત હોય છે કે જેને ભોગનો યોગ બુઝાવી ન શકે.
ચોથા ગુણઠાણે જે વિષયપ્રવૃત્તિ થાય છે તે કર્મના યોગે થાય છે. કર્મનો (અવિરતિનો) ઉદય ન હોય તો આવી વિષયની પ્રવૃત્તિ થાય જ નહિ- એ નક્કી છે. એથી એક વાત નક્કી છે કે વિષયની પ્રવૃત્તિ કરતી વખતે કર્મનો ઉદય હોય છે. એના યોગે જે વિષયપ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ સ્વરૂપથી અશુદ્ધ છે અને આવી અશુદ્ધ પ્રવૃત્તિ જો થાય તો તે કર્મબંધનું કારણ બન્યા વિના ન રહે. અને આ રીતે જો કર્મબંધ થાય તો ચોથા ગુણઠાણાવાળા છઠ્ઠા ગુણઠાણે પહોંચે કેવી રીતે? આ પ્રમાણેની શિષ્યની શંકા છે. આવી શંકા કોને પડે? જેને મોક્ષે જવું છે અને
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org