Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 70
________________ અનાસક્તભાવે વિષયો ભોગવવાની વાત ક્યાંય કરી જ નથી. સાધુભગવન્તો પણ વિગઈ વાપરે તો લાચારીના કારણે વાપરે અને વાપરતી વખતે આસક્તિ ન થાય તેનો ઉપયોગ રાખે. અનાસક્તભાવે વિગઈ વાપરવાનું એમને પણ નથી કહ્યું. વિગઈ અપવાદે વાપરવી પડે તો અનાસતિભાવે વાપરે એટલી વાત કરી. વિષયની પ્રવૃત્તિ થયા કરે અને કર્મબંધ થયા કરે તો વિસ્તાર થાય ક્યારે? આથી જ જણાવ્યું કે બંધ પરિણામના કારણે છે. કર્મબંધ ટાળવા માટેની આ વાત છે. પ્રવૃત્તિ કરવાની છૂટ આપવા માટેની આ વાત છે જ નહીં : એ ખાસ કરીને ખ્યાલમાં રાખવાનું છે. પ્રવૃત્તિ ચલાવવાની વાત નથી, નભાવવાની આ વાત છે. નભાવવું અને ચલાવી લેવું એ બેમાં ફરક છે- એ સમજાય છે ને? ચાર દિવસમાં આ વાત વિસ્તારથી સમજાવી છે, કોઈ શંકા રાખી નથી. જેટલી શંકાઓ હતી તે કરી-કરીને તેના નિરાકરણ આપ્યાં છે. ભૂલેચૂકે અહીંથી બહાર જઈને ઊંધુંચતું કરશો નહિ. આ જ શાસ્ત્રમાં આગળ જઈને કહ્યું છે કે અયોગ્ય જીવોને આ બધી વાતો કહેશો નહિ. તમારી થોડીઘણી યોગ્યતા જોઈને આ વાતો કહી છે. તેના મર્મને સમજીને વિષયની પ્રવૃત્તિ કરવાની છૂટ લેવાને બદલે કર્મબંધથી બચવા આસક્તિથી બચવા માટે પ્રયત્ન શરૂ કરી દેવો છે. આગળ જઈને આ જ વાતના સમર્થનમાં જણાવે છે કે આવા પ્રકારની અશુદ્ધ પ્રવૃત્તિ કર્મબંધનું કારણ તો નથી બનતી, આગળ વધીને એ પ્રવૃત્તિ કર્મનિર્જરાનું કારણ બને છે. ઘણા દોષની નિવૃત્તિ માટે અલ્પ દોષ સેવવામાં આવે તોપણ તે હિતકારી બને છે. અવિરત ખપાવવા માટે જો અવિરત ભોગવી લઈએ તો તેમાં દોષ નથી. અશાતા ભોગવવાના કારણે અશાતા ખપે અને શાતા ભોગવવાથી શાતા ખપે. અશાતા જેમ ' રાગ વગર ભોગવો છો તેમ શાતા પણ જો રાગ વગર ભોગવતાં આવડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80