Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 71
________________ તો શાતા ભોગવતાં શાતા ખપે પણ જેને શાતા ભોગવવાનું મન હોય તે રાગ વગર શાતા ભોગવી શકે ખરો? શાતા અપાવવા માટે શાતા ભોગવે તો તે નડે નહિ. આ વસ્તુ સમજાય છે ને? તમારા વ્યવહારમાં પણ આ વસ્તુ પ્રસિદ્ધ છે કે ઘણો દોષ કાઢવા થોડો દોષ સેવવો પડે. વાસણ ખરડાયેલા હોય તો રખ્યાથી માંજવા પડે ને? એંઠવાડ કરતાં ય રાખ અશુદ્ધ છે. છતાં તે શુદ્ધનું કારણ બને ને? તેનાથી વાસણ ચોખ થાય ને? તે જ રીતે નહાતી વખતે કે કપડાં ધોતી વખતે મેલ કાઢવા માટે સાબુ પણ લગાડીએ ને? પણ એ સાબુ રાખવા માટે કે મેલસહિત કાઢી નાંખવા માટે લગાડો? શરીર ઉપર, કાનમાં કે કપડામાં સાબુ રહી જાય તો ચાલે? કે કાઢી નાંખવો પડે? જે કાઢવાનું છે તે પણ ઘણી વાર લગાડીએ ને? તે દોષ માટે કે દોષનિવૃત્તિરૂપ ગુણ માટે? એ જણાવવા માટે અહીં કહ્યું છે કે જેઓ ચોગના અનુભવથી શોભી રહ્યા છે તેઓ જેમ વિષયની નિવૃત્તિ કરે તેમ કોઈ વાર વિષયની અનિવૃત્તિ પણ ગુણનું જ કારણ બને છે. સ. આ રીતે ચોથે પણ કર્મબંધ ન થાય અને આઠમે પણ ન થાય તો બેમાં ફરક શું? બન્ને સરખા થયા ને? અમારે ત્યાં ગુણઠાણા કર્મના યોગે છે, બાકી તો પહેલે ગુણઠાણે રહેલા અને ચૌદમે ગુણઠાણે રહેલાના સ્વરૂપમાં કોઈ ફરક જ નથી. આગળ વધવા માટે કર્મબંધ અટકાવવો જ પડશે. તે તે કક્ષામાં તે તે રૂપે કર્મબંધ અટકે. કર્મબંધ અટકવાની અપેક્ષાએ બધા સરખા પણ કોનો કયો કર્મબંધ અટકે છે. એમાં ભેદ પડે. ચોથા ગુણઠાણે ચારિત્ર પામવા માટેનો પ્રયત્ન ચાલુ હોય અને આઠમાં ગુણઠાણે કેવળજ્ઞાન પામવા માટેનો પ્રયત્ન હોય. (૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80