Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 20
________________ દવાખાનાની બહાર રહેલા દર્દીની દવા કરે? આપણને ઈચ્છાઓ પૂરી કરીને વૈરાગ્ય મેળવવો છે કે ઈચ્છાઓ મારીને? અમારે ત્યાં પણ આ જ માન્યતા છે. નવકારશી સારી થાય તો સ્વાધ્યાય સારો થાય. ભૂખ્યા પેટે સ્વાધ્યાય નથી થતો. હવા-ઉજાસ સારા હોય તો સ્વાધ્યાય સારો થાય, તાપ લાગે તો સ્વાધ્યાય સારો થતો નથી. આ માન્યતાવાળા શંકાકારના વંશજ છે. માથે સગડી હોવા છતાં કેવળજ્ઞાન મળી શકે, અને ગરમી લાગે તો સ્વાધ્યાય ન થાય? કયા વંશમાં આપણે જમ્યા છીએ? આપણા માથે સગડી તો નથી મૂકી ને? માત્ર તાપ જ સહેવાનો છે. તે પણ અગ્નિનો નહિ, તડકાનો વેઠવાનો છે. એમાંથી પણ બાકાત થઈ જઈએ એ ચાલે? આપણી ઈચ્છાઓએ આપણને દુઃખના કાયર અને સુખના લાલચુ બનાવ્યા છે. સ. ઈચ્છાઓથી દૂર રહેવાનો ઉપાય શું? ડાયાબિટિસ થયું હોય તેના માટે મીઠાઈથી દૂર રહેવાનો ઉપાય શું? ત્યાં પ્રયત્ન કરો કે એની મેળે થઈ જાય? હાર્ટ એટેક આવે ત્યારે છાતી પર હાથ મૂકવો પડે કે એની મેળે મુકાઈ જાય? કેમ? નુકસાનનું ભાન સતત છે ને? તેવી રીતે ઈચ્છા મારે છે- આ અધ્યવસાય સતત ટકાવી રાખીએ તો ઈચ્છાથી દૂર રહી શકાય. સ. ત્યાં જેવો અનુભવ થાય છે એવો અહીં નથી થતો. સાચું બોલો છો? ઈચ્છાઓના કારણે અત્યાર સુધી કેટલા હેરાન થયા, એનો અનુભવ તો તમારી પાસે છે જે માત્ર એને કામે લગાડતા નથી. તમારો પોતાનો જ અનુભવ કામે ન લગાડો તો જ્ઞાનીઓનો અનુભવ કઈ રીતે કામ લાગશે? અત્યાર સુધી જેટલી ઈચ્છાઓ થઈ છે એ બધી પૂરી થઈ છે કે અધૂરી રહી? સ. સો નિરાશા વચ્ચે પણ એક આશા પડી છે. ૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80