________________
સ. ધર્મ કલ્યાણકારી તો છે જ ને?
તમે કલ્યાણ કયું ગણો છો? ધર્મ કર્યા કરો ને સુખ મળ્યા કરેએ જ ને? સુખ મળે તો જ ધર્મ ફળે- આ જ માન્યતા છે ને? શાસ્ત્રમાં કહ્યું છે કે શરીર ઉપર સોજા આવે એના જેવો આ ધર્મથી થનારો પુણ્યબંધ છે. પુણ્યથી મળતાં સુખોના કારણે જે શોભા દેખાય છે તે સોજાના કારણે શરીરની શોભા જેવી છે. એનાથી રાજી થવા જેવું નથી. આપણે એ કહેવું છે કે ધર્મ પ્રત્યેનો આદર સંસાર પ્રત્યેના અનાદરમાંથી પ્રગટવો જોઈએ. જેને સંસાર ગમે છે તે ધર્મનો ઉપયોગ સંસાર સુધારવા અને વધારવા માટે કરવાનો. જેને સંસાર ન ગમે તે ધર્મનો ઉપયોગ સંસાર કાઢવા માટે કરવાનો. સંસારનો અણગમો પેદા થયા વિના ધર્મની શરૂઆત કરી એ સૌથી મોટી ભૂલ છે. આજે સાધુપણામાં આવ્યા પછી પણ જો વિષયની નફરત ન જાગે તો સાધુપણામાં કમાયા શું? આજે સાધુસાધ્વીની નજર પણ વિષય ઉપર મંડાયેલી હોય, તો કરવું શું? મકાન ગમી જાય, કપડું ગમી જાય, ખાવાપીવાનું ગમી જાય, વાતો કરવાનું ગમે તો અહીં આવીને કર્યું શુંએમ પૂછવું પડે ને?
સ. હિંસાનું પાપ છૂટ્યું એટલે બધાં પાપ ગયાં ને?
શું વાત કરો છો? એકેન્દ્રિય જીવો તો કોઈ જાતની હિંસા નથી કરતા. તમે વનસ્પતિને કાપો છો, વાટો છો, વનસ્પતિકાયના જીવો કોઈને પીડા નથી આપતા. તો તેમનું પાપ અટકી ગયું? તો સાધુભગવન્તના પાપ ક્યાંથી અટકી ગયા? આજે તમને વનસ્પતિકાયની વિરાધના કરતાં આંચકો આવે છે? ચટણી ભાવે ને? કેટલા જીવોની હિંસા થાય? છતાં રાગ કેવો?
Jain Education International
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org