Book Title: Vairagyasambhav Adhikar
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 31
________________ શકતા. તેના પરિણામે સાચી વસ્તુ હાથમાં આવતી નથી. આજે “સુ” અને “કુ નો ભેદ કરવો નથી ને? . સ. આપણે ત્યાં સુકૃત-અનુમોદના અને દુષ્કૃત-ગહ કરવાની કહી છે ને? દોષ તો પોતાના જોવાના, બીજાના નહે. આ પણ આપણા દોષની જ વાત છે. આપણે જે ધર્મ કરીએ છીએ તે ખોટો કરીએ છીએ તે છોડીને સાચો ધર્મ કરવાની વાત છે. તમે કુ” ને “સુ માની બેઠા માટે ખોટો ધર્મ આવ્યો. આપણે “કુ ને “સુ બનાવવાની વાત નથી કરવી. “કુ ને “હું ન માનવાની વાત છે. બીજાને સુધારવાની વાત ભગવાનના શાસનમાં હોય જ નહિ. આપણી જાતને જ સુધારવાની વાત છે. આજે તો ડર એ છે કે જો “કુ ને “માનીને તેમને છોડી દઈએ તો તેમને કેવું લાગશે? આપણે શું થશે તેની ચિંતા કરવાના બદલે એમને શું લાગશે એની ચિંતા કરવાના કારણે આપણે સત્યથી વંચિત રહ્યા. સ. તેમને દુર્ભાવ થાય તેની ચિંતા નહિ કરવાની? યોગ્યતા પડી હશે તો દુર્ભાવ નહિ થાય. પોતાનો ભગત મરી જાય તો એટલું દુઃખ ન થાય, પણ બીજાની પાસે જાય તો દુઃખ થાયએ બોદા માણસ છે. જે નક્કર હોય તે તો કહી દે કે જે ખોટો હતો, તે ગયો. સાચા સાધુને પોતાનો ભગત ખસી ગયાનું દુઃખ ન હોય. ખોટો માણસ ગયો તો સારું જ ને? આજે તમને ને અમને સમ્યકત્વ જોઈએ છે પણ મિથ્યાત્વ નથી કાઢવું. એના કારણે મિથ્યાત્વ જતું નથી અને સમ્યકત્વ આવતું નથી. આજે એ જ રીતે વૈરાગ્ય જોઈએ છે પણ રાગના વિષયોનો ત્યાગ નથી કરવો. આવા લોકોની શંકાના નિરાકરણ માટે આગળની ગાથાથી જણાવે છે કે વિષયોનો ત્યાગ કર્યા વિના જેઓ વૈરાગ્ય પામવા માટે ઈચ્છે છે તેઓ અપધ્યનો ત્યાગ કર્યા વિના રોગનો ઉચ્છેદ કરવા માટે ઈચ્છનારા જેવા છે. વિષયોની ઈચ્છા વિષયમાં પ્રવૃત્તિ કરાવે તો વૈરાગ્ય નહિ ૨૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80